garib ni dikri in Gujarati Moral Stories by Sankhat Nayna books and stories PDF | ગરીબ ની દીકરી

Featured Books
Categories
Share

ગરીબ ની દીકરી

નાનકડું ગામ છે. તે ગામમાં નાનકડો પરિવાર રહે છે.
તે પરિવાર માં શીલા નામ ની એક છોકરી છે. તેના માતા પિતા નાનપણ માંજ મરી જાય છે. તેની જીમે દાર બધા શીલા ને કહેતું હોય છે તેના કાકી કહે છે: તારા જન્મ થી તુ તારા માં બાપ ને ખાય ગઈ અભાગણ. તેના પોતાના ઘરમાંજ નોકરાણી જેમ રહે છે.
એક દિવસ ની વાત છે. ગામમાં કોઈ રસ્તો ભટકેલા શહેર થી એક સુંદર છોકરો તેના પરિવાર સાથે ત્યાંથી પસાર થાય છે. તે ખુબ અમીર હોય છે. શિલા પાણી ભરતી હોય છે તે શિલા ને પુછે છે. પણ જણાવી શકશો આ રસ્તો ક્યાં જાય છે? શીલા તેને જોઈ ને કહે છે: આ રસ્તો ભરત પુર જાય છે.
તે છોકરો તેનું મોઢું હોય ને તેના પર મોહિત થઇ જાય છે.
તેના માં આ બધું જોતાં હોય છે. તે છોકરા ને શીલા ગમી ગઈ હોય છે. તે તેના પરિવાર સાથે શીલા નાં ઘરે લગ્ન નો પ્રસ્તાવ લઈ ને જાય છે. તેમના કાકી તો ના પાડે છે કે શીલા ને આવું સારું રિસ્તો ના આવવો જોઈએ.
એતો નોકરાણી છે એવું બોલીને શીલા નું અપમાન કરે છે. પણ એના કાકા ત્યાં તેના લગ્ન ની હા પાડી દે છે. શીલા પણ ખુશ હોય છે. તે બંનેના લગ્ન થઇ જાય છે
તેમનો પતિ શીલાને ખૂબ ખુશ રાખે છે શીલા તેમના પરિવાર સાથે ખુબ ખુશ હોય છે. પણ તેને તેમના માં બાપ ની ખુબ યાદ આવતી હોય છે. તેની નાનપણ થી એક સપનું હોય તે પુરું ના થયું હોય. એક દિવસ રૂમમાં બેઠી બેઠી રડતી હોય છે. તેમના સાસુ આ જોઈ જાય જાય છે શીલાને પુછે છે શું થયું બેટા કેમ રડે છે? પણ શીલા વાત ટાળી દે છે. એના સાસુ પણ ચતુર હોય છે તે શીલા ની વાત જાણી ને રહે છે. શીલા નું સપનું સિંગર બનવાનુ હોય છે. શીલા નો પતિ અને તેના સાસુ તેને ખુબ મહેનત થી તેને ગાવાની લાયક બનાવે છે. એક દિવસ ગાવાની સ્પર્ધા હોય છે શીલા ને તેમની સાસુ તેમાં ભાગ લેવાનું કહે છે. શીલા તેમાં ભાગ લે છે. તે ખુબ સરસ માતા પિતા નું ગીત ગાઈ છે. અને ગાતી ગાતી રડી પડે છે. બધા ખુબ સ્તબ્ધ થઈ જાય છે. શીલા નો અવાજ સાંભળી ને સ્પર્ધા માં એનો નંબર આવે છે. એમાં અમુક એ ગીત રેકોર્ડ કર્યુ હોય ધીરે ધીરે સંગીત ડિરેક્ટર ને આ મધુર અવાજ નું ગીત મળે છે. તે સાંભળી ને શીલા ને સિંગર માં સાઈન કરે છે. અને શીલા નુ સપનુ પુરું થાય છે. તેના કાકી કાકા આ ટીવી પર જોઈને કાકી પસ્તાવો કરે છે. અને કાકા ખુબ ખુશ થાય છે શીલા ને ડિરેક્ટર થોડું તેના વિશે બોલવાનુ કહે છે ત્યારે શીલા તેમની કાકી ના વખાણ કરે છે આ સાંભળી તેના કાકી રડવા લાગે છે. તે પસ્તાવા થી શીલા ને યાદ કરે છે. શીલા તેના પરિવાર સાથે ખુબ ખુશ થાય છે અને તેના માતા પિતા ને યાદ કરે છે. શીલા ખુબ આગળ વધી ગઈ હોય છે તે તેમના પરિવાર સાથે ખુશ હોય છે.
તે જે રૂપિયા આવે છે તે તેના કાકા કાકી ne ત્યાં મોકલી આપે છે. તેના કાકા આ જોઈને આંખ માં હરખ ના આંસુ આવી જાય છે. તેની કાકી કહે છે: ધન્ય છે તારા માતા પિતા ને જેણે આવી દીકરી મળી. બધા ખુશ હોય છે.