Mission-X - Detective Aryan Khanna - 1 in Gujarati Detective stories by Kamal Patadiya books and stories PDF | Mission-X - 1

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

Mission-X - 1

આ વાર્તા આર્યન ખન્ના નામના જાસૂસની છે જે ઇન્ડિયન ઇન્ટેલિજન્સ સર્વિસ (IIS) માં કામ કરે છે તે આતંકવાદીઓની ગતિવિધી ઉપર નજર રાખે છે અને તેની જાણકારી પોતાની સંસ્થાને આપે છે.

આર્યનની પત્ની કવિતા મોડલિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે. તે તેની સહેલીઓ જેનિફર, નઝમા અને તેના મેનેજર જોન સાથે એક મોડલિંગ ઈવેનટ માટે પેરિસ જાય છે. પેરિસથી પાછા ફરતી વખતે તેઓ ત્રણેય ગાયબ થઈ જાય છે.

શું આર્યનના કોઈ દુશ્મનને તેને ગાયબ કરી હશે? કે મોડેલની તસ્કરી કરનારા ગ્રુપે તેને kidnap કરી હશે? આ સવાલોના જવાબ જાણવા માટે આ પ્રકરણ વાંચો.

************************************************************************************************************************

આર્યન એક એડવર્ટાઇઝ કંપનીમાં ઓફિસર તરીકે નોકરી કરે છે પરંતુ હકીકતમાં તે ઇન્ડિયન ઇન્ટેલિજન્સ સર્વિસ (IIS) નો જાસૂસ છે. તેનું કામ દેશમાં આતંક ફેલાવનારાઓની માહિતી એકઠી કરવાનું છે. તે એડવર્ટાઇઝ કંપનીમાં ખાલી નામ પૂરતો કામ કરે છે, હકીકતમાં તે આતંકવાદીઓની માહિતી સરકારને પહોંચાડે છે. જેના દ્વારા સરકારને આતંકવાદીઓની ગતિવિધિઓની ખબર પડે છે. તેનું જાસૂસી દુનિયામાં નામ AK તરીકે ઓળખાય છે પરંતુ તેની અસલી ઓળખ હજુ સુધી IIS સિવાય કોઈને હોતી નથી.

આર્યન ઊંચો, દેખાવડો અને મસ્તીખોર હોય છે સાથે સાથે તે ચાલાક, ચબરાક, હોશિયાર અને દેશભક્ત પણ હોય છે. એડવર્ટાઇઝીંગ કંપનીમાં કામ કરતો હોવાથી તેને ઘણી મોડલો સાથે ઓળખાણ હોય છે અને તેની સાથે Flirting પણ કરતો હોય છે જેમાંથી એક મોડેલ કવિતાને તે પ્રેમ કરવા લાગે છે અને કવિતા પણ આર્યનને પસંદ કરવા લાગે છે.

વારંવાર થતી મુલાકાતો અને પ્રેમભરી વાતો બન્નેના જીવનને રંગોથી ભરી દે છે. બન્ને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે. અંતે, બન્નેની પ્રેમ કહાની લગ્નમાં પરિણમે છે.

આર્યન કવિતાથી પોતાની અસલી ઓળખ છુપાવી રાખે છે. કવિતાને મોડલિંગના એસાઇનમેન્ટ માટે જુદા-જુદા શહેરોમાં જવું પડે છે.

એક દિવસ કવિતાનો ઇવેન્ટ મેનેજર જોન કવિતાને પેરિસની મોડલિંગ ઇવેન્ટમાં મોડલિંગ કરવાની ઓફર આપે છે. આ ઓફર સાંભળીને કવિતા ઘણી ખુશ થાય છે અને આર્યન પાસે પેરિસ જવા માટે પરવાનગી માંગે છે ત્યારે આર્યનનું મન કવિતાને ત્યાં જવા દેવા માટે માનતું નથી. તે કવિતાને જણાવે છે કે પેરિસ તેના માટે અજાણ્યું શહેર છે, અજાણ્યા લોકો છે માટે હું તને પેરિસ જવા દેવાની પરવાનગી નહી આપું. (હકીકતમાં આર્યન ને ખબર હોય છે કે મોટા શહેરમાં મોડલો સાથે કેવો વ્યવહાર થાય છે એટલે તેને કવિતાની ચિંતા થાય છે) પરંતુ કવિતા તેને સમજાવે છે કે તેની સાથે મોડેલ ઇન્ડસ્ટ્રીઝમાંથી ઘણી મોડલો પેરિસ જાય છે તેમાં તેની બેસ્ટ ફ્રેન્ડસ જેનીફર અને નઝમાં પણ સામેલ છે. આર્યન તેની દોસ્ત જેનીફર, નઝમાં અને તેના મેનેજર જોનને ઓળખતો હોય છે. કવિતા પ્રેમ ભરી વાતોથી આર્યનને મનાવી લે છે

કવિતા તેના મેનેજર જોન અને તેની મોડલ ફ્રેન્ડસ સાથે પેરિસ જવા નીકળે છે ત્યારે આર્યન તેને એરપોર્ટ પર છોડવા માટે આવે છે અને તેને તાકીદ કરે છે કે જ્યારે પણ તે ફ્રી થાય ત્યારે તેને કોલ કરે. કવિતા તેને કોલ કરવાનું વચન આપે છે.

આર્યન ઘરે પહોંચીને કવિતાની ફ્લાઇટ પેરિસમાં લેન્ડ થાય તેની રાહ જુએ છે. ફ્લાઇટ લેન્ડ થઇ ગયાના કલાક પછી પણ કવિતાનો ફોન આવતો નથી ત્યારે આર્યનને થોડી ચિંતા થાય છે. આર્યન કવિતાનો ફોન ટ્રાય કરતો રહે છે પરંતુ કવિતાનો ફોન out of coverage આવે છે ત્યારબાદ આર્યન જેનીફર, નઝમા અને મેનેજર જોનના પણ ફોન ટ્રાય કરે છે પરંતુ તેઓના ફોન પણ out of coverage આવતા હોય છે ત્યારે આર્યનની ચિંતા વધતી જાય છે અને તે વિચારતો વિચારતો સોફા પર જ સૂઈ જાય છે.

અચાનક રાત્રે બે વાગ્યે તેને કોલ આવે છે તે કવિતાનો કોલ હોય છે. તે તરત જ કોલ ઉપાડીને કવિતાને પૂછે છે કે તારો ફોન out of coverage કેમ આવતો હતો? જેનીફર, નઝમા અને જહોનના ફોન પણ out of coverage કેમ બતાવતા હતા? ત્યારે એક કવિતા તેને અધવચ્ચેથી અટકાવીને કહે છે “અમે બધા જ ઠીક છીએ અને હોટલ પર પહોંચી ગયા છીએ. અમારી ફ્લાઇટ મોડી હતી અને એરપોર્ટથી અમે લોકો હોટલ તરફ જતા હતા તેથી અમારા બધાના ફોન out of coverage બતાવતા હશે, તું ખોટી ચિંતા ના કર”.

ત્યારે આર્યનના મનને શાંતિ વળે છે તે ફરીવાર કવિતા ને કહે છે કે સમયે સમયે મને ફોન કરતી રહેજે. ત્યારબાદ આર્યન અને કવિતા જ્યારે પણ ફ્રી હોય ત્યારે એકબીજાને ફોન કરીને વાતો કર્યા કરતા. કવિતા તેને પેરીસના ઈવેન્ટની અને દિવસભર તેણે શું શું કર્યું તેના વિશે વાતો કરતી રહેતી. આ રીતે હસતા રમતા એક અઠવાડિયું પસાર થઈ જાય છે કવિતા તેને કહે છે કે આજે તેની ઈવેન્ટનો છેલ્લો દિવસ હતો. અત્યારે અમે બધા એરપોર્ટ પર જવા નીકળ્યા છીએ અને પછી તેની ફ્લાઈટની ડીટેલ આપે છે.

આર્યન કવિતાને તેડવા માટે એરપોર્ટ પર પહોંચે છે. પેરીસની ફ્લાઈટ લેન્ડ થાય છે. આર્યન આતુરતાપૂર્વક કવિતાની રાહ જોતો ઉભો હોય છે ત્યારે કવિતાના મેનેજર જોન અને તેની સાથે મોડલનું ગ્રુપ આવતું દેખાય છે, એ મોડલમાંથી આર્યન કવિતાને શોધવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે મોડલોમાં કવિતા દેખાતી નથી સાથે-સાથે કવિતાની સહેલીઓ જેનીફર અને નઝમા પણ દેખાતી નથી.

મેનેજર જોન આર્યનની નજીક આવે છે ત્યારે આર્યન જોનને કુતૂહલતાપૂર્વક પૂછે છે "કવિતા કેમ દેખાતી નથી?". ત્યારે જોન આર્યનને જણાવે છે કે કવિતા, જેનીફર અને નઝમાની ફ્લાઈટ મિસ થઈ ગઈ છે. હોટલથી અમે બધા એકસાથે અલગ અલગ ટેક્સીમાં નીકળ્યા હતા. બધી ટેક્સીઓ એરપોર્ટ પર પહોંચી ગઈ હતી પરંતુ કવિતાની ટેક્સી એરપોર્ટ પર પહોંચી ન હતી તેથી અમે તેને ફોન કરવાની ટ્રાય કરી હતી પરંતુ તેઓના ફોન out of coverage બતાવતા હતા.

આર્યન જોનને ઉધડો લઇ નાખે છે. તે કહે છે કે “મોડલોની સુરક્ષાની જવાબદારી તમારી હોય છે. આમ અજાણ્યા દેશમાં તેઓને છોડીને આવો એ શું ઠીક બાબત છે?” ત્યારે જોન તેને શાંત પાડીને કહે છે કે “અમે ત્રણ મોડલ માટે આખા ગ્રુપની ટીકીટો cancel ના કરાવી શકીએ. અમને પણ ત્રણેયની ચિંતા છે એટલે જ અમે અમારા એક મેમ્બર સલીમને ત્યાં એરપોર્ટ પર જ તેમને pick up કરવા માટે છોડીને આવ્યા છીએ. જ્યારે તેઓ એરપોર્ટ પર પહોંચશે ત્યારે સલીમ તેને લઈને મુંબઈ આવી જશે. એટલે તું ચિંતા ના કર” આટલું આશ્વાસન આપીને જોન ત્યાંથી નીકળી જાય છે. જોન જેનીફર અને નઝમાના પરિવારને પણ આ જ જાણકારી આપે છે. ત્યારબાદ આર્યન સતત કવિતાનો ફોન ટ્રાય કરતો રહે છે.

આર્યનની બેચેની વધતી જાય છે અને તેને કશું અજુગતું થયાની શંકા જાય છે. તેથી તે પોતાના બોસ અને IIS ના ડિરેક્ટર પ્રશાંત ચક્રવતીને ફોન કરીને બધી જાણકારી આપે છે. પ્રશાંત તેને ધીરજ રાખવાનું કહે છે અને પોતે ખુદ આ કેસમાં તપાસ કરશે તેવુ આશ્વાસન આપે છે.

જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ આર્યનની બેચેની પણ વધતી જાય છે. તેને આખી રાત નીંદર નથી આવતી. કવિતા સાથે શું થયું હશે? કોઈએ તેને kidnap તો નહીં કરી હોય ને? તેને ઘણી વખત પેરિસના મોડલોની kidnapping અને તસ્કરી વિશે સાંભળ્યું હોય છે આ વિચારે તેને બેબાકળો કરી મૂક્યો.

સવારે અચાનક તેના મોબાઈલની રીંગ વાગે છે. તે આતુરતાપૂર્વક ફોન ઉપાડે છે સામેથી તેના બોસ પ્રશાંતનો અવાજ આવે છે. તે આર્યનને જણાવે છે કે તેણે already પેરિસ પોલીસને જાણ કરી દીધી છે અને IIS ના એજન્ટને પણ આ બાબતે એલર્ટ કરી દીધા છે તેથી તેને ચિંતા કરવાની જરૂર નથી પરંતુ આર્યનનું મન માનતું નથી તેથી તે પ્રશાંત પાસે પેરિસ જવાની અનુમતિ માગે છે ત્યારે પ્રશાંત તેને સમજાવે છે કે આ વિદેશનો મામલો છે તેમાં અધીરાઈ કરવી ઠીક નથી કવિતા અને તેની સહેલીઓ મળી જશે તું થોડા દિવસ રાહ જો.

આમને આમ ત્રણ-ચાર દિવસો વીતી જાય છે અને આર્યનની મૂંઝવણ દિવસે દિવસે વધતી જાય છે. ત્યારે પેરિસથી ખબર આવે છે કે તે ટેકસીવાળાને પોલીસે શોધી કાઢ્યો છે અને તેને પોલીસને એવી માહિતી આપી છે કે તેણે ત્રણેયને એરપોર્ટની બહાર પાર્કિંગમાં છોડ્યા હતા, બીજું તેના વિશે તે કંઈ જાણતો નથી.

આર્યનને આ બાબતની જાણ થતાં તે જોન પર ગુસ્સે થાય છે અને તેને ફોન કરીને કહે છે કે કવિતા, જેનીફર અને નઝમા તેની જવાબદારી છે ત્યારે જોન તેને જણાવે છે કે દરેક events વખતે તે મોડલ પાસે કોન્ટ્રાક્ટ સાઇન કરાવે છે અને તે કોન્ટ્રાક્ટ મુજબ દરેક મોડલની સુરક્ષાની જવાબદારી પોતાની જ હોય છે, કંપનીની હોતી નથી. ત્યારે આર્યનનો ગુસ્સો સાતમા આસમાન પર પહોંચી જાય છે તે જોનને ખરીખોટી સંભળાવે છે અને જો કવિતા, જેનીફર અને નઝમાને કંઈ થયું તો તેને જોઈ લેવાની ધમકી આપે છે ત્યારે જોન તેનો ફોન કાપી નાખે છે.

ત્યારબાદ આર્યન પોતાના બોસ પ્રશાંત પાસે પેરિસ જવાની પરવાનગી માંગે છે ત્યારે પ્રશાંત એને કહે છે કે “તું ત્યાં જઈને કશું કરી શકવાનો નથી. પેરિસ પોલીસ અને આપણા એજન્ટ તેમનું કામ કરી રહ્યા છે તું તેમાં દખલગીરી ન કર. તારા જવાથી પરિસ્થિતિ વણસી શકે છે” તેથી પ્રશાંત તેને પેરિસ જવાની પરવાનગી આપતો નથી.

આ તરફ આર્યનની મૂંઝવણ વધતી જાય છે, તેને શું કરવું તે કશી સમજ પડતી નથી ત્યારે તેઓને ઓફિસમાં કામ કરતાં તેના એક મિત્ર વિક્રમને ફોન કરી તેની help માગે છે. તે વિક્રમ સાથે બધી માહિતી શેર કરે છે અને પોતાના માટે પેરિસ જવાની ટિકિટ બુક કરી આપવાનું જણાવે છે ત્યારે વિક્રમ તેને ખાતરી આપે છે કે તે તેનું કામ કરી આપશે. પેરિસની ટિકિટ આવતાની સાથે જ આર્યન રાતોરાત ફ્લાઈટમાં પેરિસ જવા નીકળે છે.

તેના બોસ પ્રશાસને આ વાતની જાણ થતા તેઓ આર્યન પર ખુબ જ ગુસ્સે થાય છે અને IIS ની પરમિશન લીધા વિના વિદેશ જવાના ગુના બદલ તેને સસ્પેન્ડ કરી નાખે છે અને પેરિસમાં IIS ના એજન્ટ વસીમને આર્યનની બધી માહિતી share કરીને જણાવે છે કે તે આર્યનને એરપોર્ટ પરથી જ પકડીને ભારત પાછો રવાના કરી દે. વસીમ એરપોર્ટ પર પહોંચીને આર્યનની ફ્લાઇટની રાહ જુએ છે પરંતુ આર્યન ફ્લાઇટમાંથી ઉતરીને ચાલાકીપૂર્વક બાથરૂમમાં પોતાનો વેશ બદલીને એરપોર્ટની બહાર નીકળી જાય છે.

ક્રમશ: