હાથોમાં હાથ અને વાતોમાં એકબીજાની અદાઓનું રાજ.... એમ વીર અને રાધિકા ની લવસ્ટોરી ચાલુ થાય ક્યાંક ઠંડા-ઠંડા પાવાનો તો ક્યાંક એકબીજાના નામ લેતી ધડકનો અવાજ હતો.... બવ ખુશ અને દુનિયા થી બેખબર... જાણે ભગવાને બંન્ને ને એકબીજા માટે જ મોકલ્યા હોય.... રોજ આવી 30 મિનિટ એકબીજા માટે ગાળતા... અરેરેરે.... તેમના ખોવાયેલા પ્રેમના વર્ણન માં હું એમનો પરિચય આપવાનું જ ભૂલી ગયો...
વીર એક સીધોસાદો અને જિદાદીલી છોકરો તેને કોઈ માથાકૂટ નહિ. વાત ચાલુ થાય છે, કે ધોરણ 12 ની બોર્ડ ની પરીક્ષા પત્યા પછી મહિના પછી ગુજકેટ ની પરીક્ષા વીર ને સ્કૂલ માં પેપર આપવા માટે રોજની જેમ પોતાના જીવ થી વધારે સાચવેલી બાઈકને રોજની જેમ સાફ-સફાઈ કરીને તે પરીક્ષા કેન્દ્ર પર જાય છે. અને ત્યાં જઈને તેના જીવન ની સફરની શરૂઆત થાય છે, આમ, તો 12 માં ધોરણ પછી દરેક ના જીવન ની સફર ચાલુ થઇ જ જાય છે, એવી જ એક સફર "વીર" ની પણ ચાલુ થાય છે.. તે પોતાના પરીક્ષા કેન્દ્ર પર પેપર આપવા માટે જાય છે. અને ત્યાં એ બાઈક પાર્ક કરે છે, અને બાઈક પાર્ક કરતા તો હવામાં પવન માં ઉડતા સોનેરી વાર અને ગુલાબી હોઠો વાળી એક સુંદર.... છોકરી પર નઝર પડે છે,... અને વીર તો બધુજ ભાન-ભૂલી ને છોકરી ને જોવા માં જ મશગુલ થય જાય છે, અને તે છોકરી ને જોય ને તો વીર ના મનમાં 1000 સવાલો આવે છે "કોણ હશે"? " કયાંથી હશે"? "નામ સુ હશે"? એવા ગણા સવાલો થતા મનમાં પણ એકદમ પૂછવા પણ ના જવાય? પણ આપણે વીર ભાઈ જરાક હીરોગીરી વાળા એટલે ગયા ત્યાં ને તેની જ બાજુમાં તેના "દોસ્તાર" ઉભા...
એટલે વીર તેમની જોડે વાતે ચડી ગયો પણ વાતો કરતો તેના મિત્રો જોડે ને નઝર હતી, પેલી છોકરી પર આમ વીર એક જ નઝરે 15 મિનિટ સુધી જોય રહીયો અને એટલા માં જ બધા અંદર પેપર આપવા માટે જવા મળ્યા એટલે પેલી છોકરી પણ પોતાની જગ્યાએ થી ઉભી થઇને પેપર આપવા નીકળી પડી, પછી વીર ને તેના "મિત્રો" પણ અંદર પરીક્ષા સેન્ટર માં ગયા, પછી 2:30 કલાક ના પેપર માં વચ્ચે 20 મિનિટ નો બ્રેક પડ્યો અને વીર ભાઈ પેલી છોકરી શોધવા નીકળ્યા કે ક્યાં ક્લાસમાં છે? કયો નંબર છે? એ જાણવા એમ તો ભાઈ જરાક "હોશિયાર" તેના નંબર પરથી નામ મળી જાય એમ એટલે વીર તો આખી સ્કૂલમાં આતા-માર્યા પણ ક્લાસ તો ના જડ્યો પણ છોકરી જોવા મળી ગઈ ને પાછો છોકરી ને જોઈને તો ભાઈ મસ્ત-મગન થય ગયા હતા...
શું લાગે છે, વીરને રાધિકાનું નામ ખબર પડશે??
શું "વીર" રાધિકા સાથે જોયેલા સપના પુરા કરશે???
શું વીર રાધિકા ને પોતાના મન ની વાત કરી શકશે...
આ બધું તો હવે ભાગ-2 માં જ જાણવા મળશે.....
- જો તમે આના વિશે કોઈ અંદાજો લગાવી સકતા હોય તો જરૂરથી આપણા પ્રતિભાવ અમને જણાવો...
આપણા પ્રતિભાવ અમારા ઉત્સાહ માટે ખુબ જરૂરી છે...
વાંચતા રહેજો.....
પ્રતિભાવ આપતાં રહેજો.......
"ભલે અનુભવ મારાં ઓછા છે...
પણ આ "યક્ષ" ના સપના બોવ મોટા છે"...
આ એક સત્ય ઘટના છે આ સ્ટોરી ના દરેક ભાગ અવસ્ય વાંચજો ખાસું નવું જાણવા પણ મળશે અને ગણા અનુભવ પણ થશે અને આ લવ સ્ટોરી પણ મૂવી જ જોરદાર છે.... ખુબ જ મજા આવશે
આપનો કિંમતી સમય આપવા માટે દિલ થી ખુબ ખુબ આભાર...
યક્ષ જોશી