વિજય આજુબાજુ જોયું અને કોઈક આવે તે પેલા કૂવામાંથી પાણી પીવાની પરવાનગી આપી કદાચ પણ શું તે પાણી પીવા લાયક હતું કારણકે કૂવામાંથી ભયંકર દુર્ગંધ આવતી હતી. ચોક્કસ તે ભયંકર કૂવો હતો અને તેઓ નીચે કાદવ અને મરેલા જંતુઓ વગર બીજું કશું જ ન હતું.
પાણી તો ન જ હતું.
વિજય ને બધી વાતો ની ખબર હતી તે તો બસ પાણી પીવાની ખેચતાણ માં પોતાના મનને વાળવાની કોશિશ કરી રહ્યો હતો. તે પેલા અવાજને તો ભૂલી શકતો જ ન હતો. જ્યારે તે આવ્યો ત્યારે તેને અંદર કોઈક બોલાવી રહ્યું હતું. ભૂતાવળ પેલી કેસરી કોણ હતી એ કેટલી ભયંકર દેખાતી હતી. એને તેની પાસે જવું હતું.
એવું જોખમ પણ કેમ લેવું. શું આ વખતે પણ શરત હતી કે શું મળ્યા વગર તે જગ્યાએથી બહાર નહિં જવા મળે.
આવ.....આવ..... ચેતવણી થી ભરેલો સંદેશો સંભળાયો અને વિજય સફળો જાગ્યો.
તેને સીધું જ પેલા ઘરની તરફ જોઈએ રહ્યો હતો. આ વખતે પેલી શરત જેવી જ મજબૂરી તેના પર બેસાડવામાં આવેલ. તેણે ફરજિયાત ભૂતાવળ સામે હાજર થવાનું હતું.
મોત આવ્યું.....
"બરોબર ના ફસાયા."
વિજય ની અસમંજસ કોઈ સમજી શકે તેમ નહોતું કેવી રીતે સમજવું એટલું બધું દર્દને એટલી બધી માનસિક પીડા કેમ પેલી તેને બિવડવી રહી હતી.
વિજય લાચારીમાં બસ આ બધું વિચારી રહ્યો હતો.
તે કશું કરી શકે તેમ ન હતો એની પાસે કોઇ બળ કોઈ જાદુ મંત્ર ન હતો. તે ભૂત તેની સામે જાણે તેની માલકીન થઈ બેસી ન હોય અને બોલાવે ત્યારે વિજય ને તેની આગળ હાજર થઈ જવાનું કેટલી વ્યસ્તતા હતી.
કેટલીય આદત થઈ ગયેલી વિજય પોતાના લાચાર પગ સામે જોઇ રહ્યો તે તાકાત સામે કેવી રીતે કામ કરવું તેની સમજમાં આવતું ન હતું. તે પોતાની આગળ ચાલ્યો અને ઘરની તરફ નીકળ્યો. અને શું નહીં થઈ શકે તેનું વિચાર્યા વગર આગળ વધવું પેલી ભૂતાવળ તેને મળવા માંગતી હતી તેની પાસે બીજો કોઈ ચારો ન હતો તેને જવાનું જ હતું અને તેની સાથે મળવાનું જ હતું તેથી વધારે કશું વિચારવું એટલે તે દુનિયાનો નિયમ તોડવો અને સજા નક્કી હતી કે કેમ તે ભૂતાવળ આ વખતે ચેતવણી આપી દીધી હતી.
"તેનું ખોળિયું તો જાણે પેલા રસોડામાં બેભાન થઈને અંધારામાં નીચે પડેલું હતું."
સવાર થતો જ તેને ખબર પડવાની હતી કે તેના શરીરને કોઈ જ નુકસાન નહોતું થયું પણ તેના આત્મા જુદો હતો.
તે તાકાત બહારની વાત હતી ભૂત ની આગળ કોઈ હોશિયારી કરી શકે એમ ન હતું,ધીમેથી પેલા અંધારા ઓરડામાં પ્રવેશ આપવા આ વખતે તે જાણતો હતો કે અંધારા ઓરડામાં એક આરામખુરશી હતી એ કબાટ હતું અને ચાર દીવાલો હતી તે તો તેના ઘર જેવું જ લાગી રહ્યું હતું, પણ તેની બનાવટ સાચી હતી જોકે તેનું ક્ષેત્રફળ ચોક્કસથી તેના ઘર સાથે મળતું આવતું અને તેની દિવાલો પણ એ જ રીતે ગોઠવાયેલી હતી. પાછળના ઓરડામાં જવા નો દરવાજો પણ હોવો જોઈએ અને તે પાછળના ઓરડામાં રસોડા જેવી જગ્યા પણ હોવી જોઈએ એવું વિજય ધારી લીધું.
આ વખતે વિજય થોડોક સજાગ હતો. આરામખુરશી પાસે પહોંચીને પેલી ભૂતાવળ સાથે તેને વાત કરવી હતી.જે બાબતો કોઈ ને પૂછી ના શક્યો એ બધું ભૂતાવળ ને પૂછવા માંગતો હતો.
શું કામ જેવા કેટલાય પ્રશ્નો તેના મન માં થી બહાર આવવાની કોશિશ કરી રહ્યા હતા. આજ સુધી તેને અનુભવેલા દુનિયા ના અનુભવમાં આજ એક ભૂતાવળ હતી જે પોતા ને છુપાવી રહી હતી. તેનું અજાણ્યું નામ અને અજાણી વાતો પજવી રહી હતી.
વધુ આવતા અંકે......