આ લખી રહ્યો છુ ત્યારે પહેલેથી જ કહી દઉ કે આજે પોતે અસમંજસમા છુ. ના એટલે નહિ કે આ લેખ ના વંચાય એવો છે કે પણ શું અને શેના વિશે લખીશ એ મને ખબર નથી . અત્યારે તારીખ જે પણ હોય એ પણ આ લખી રહ્યો છુ ત્યારે 19 મે 2020 અને આની પહેલાના જોયેલા પાંચ મહિનાનુ વર્ણન કરીશ. ના એટલે નહિ કે આ મારા એકલાની નોંધ બને પણ કદાચ ભવિષ્યમાં આખુ વિશ્વ આને વાંચતુ હશે. એક પછી એક આ જગત નવી ઊંચાઈઓ સર કરતું હતું .આ જગત જાણે દિશા ભૂલ્યું તું. માનવી પાગલ બન્યો તો ,હા ખરેખર પાગલ સાથે સાથે પૈસા અને ટેક્નોલોજી માણસને અંદરથી ખતમ કરી રહ્યા હતાં.આ બધું આપણે કે તમે બધાએ સાંભળ્યુ હશે કે કદાચ અનુભવી રહ્યા હશો. જો તમારો જન્મ એવા જગતમાં જ્યાં અહિંયા એટલે કે હુ જીવી રહ્યો છુ એના એના કરતા ભૂંડુ અરે માફ કરજો. સારા નરસાની વ્યાખ્યા અહિં કોને આપવી એ નક્કી કરી શકાય એવી અવસ્થા જ નથી.
કશો વાંધો નહિ વાત આગળ ચલાવુ છુ. કદાચ એક વાર્તા જ લાગશે પણ આ મે અનુભવ્યુ છે અને હજી અનુભવી રહ્યો છુ. આમ તો વાંચેલુ કે કળયુગ આવશે ભગવાન પ્રલય ફેલાવશે. પણ દુનિયા આગળ વધતી હતી એ પ્રમાણે લાગતું ય એવુ હતુ કે હજી તો બધું વાર છે અને આપણે નવા શિખરો સર કરી રહ્યા છીએ. અહીંયા ઇન્ટરનેટને આજે વીસ-પચ્ચીસ વર્ષ ઉપર થઇ ગયા છે. આઇટી ક્ષેત્ર એના ટોચના સ્થાને જવા મથી રહયુ છે. વિશ્વ મીકેનીકલનો તબક્કો ધીમે ધીમે છોડીને રોબોટીકસ તરફ આગળ વધી રહ્યું છે.અને જો વિશ્વના મહાન કહેવાતા માણસો વચ્ચે પણ ચર્ચા થાય તો માત્ર ત્રણ જ વસ્તુ દેખાશે. ટેક્નોલોજી ,આર્ટીફિશિયલ ઈન્ટેલીજન્સ અને ડેટા. આ વિશ્વ 100 વર્ષમાં ટેલિગ્રામથી મોબાઈલ સુધી પહોંચ્યુ છે. હુ માત્ર માણસના વિશ્વની વાત કરુ છુ કારણ કે હુ માણસ છુ.પરંતુ મને લાગે છે કે આ બધુ કરવામા ને કરવામા બિચારા માણસથી ભૂલાઇ ગયું કે અહિં બીજી જીવસ્રુષ્ટિ પણ છે જેને બચાવવી એ ઘણા ધર્મોમાં સત્કર્મ કહેવાય છે. પણ હુ કદાચ એને સહજીવન માણવાના ઉપચાર તરીકે લઉ. તમે એની સેવા કરો એ તમારી સેવા કરશે જ અને વિશ્વાસ ના હોય તો એક વાર ગાયને પંપાળ્યા વગર દૂધ દોહી જુઓ. એની સાથે વાત કર્યા વગર અડી તો જુઓ.અરે આ તો માંનવીની ક્રુરતા છે કે એ માંસ ખાવા માટે બધાને મારી નાખે છે.અહીં વાત વેજ-નોનવેજ ની નથી પણ યાર સાવ નિર્દયતા જેવુ તો ના હોય ને.
વૈશ્વિકીકરણ ની જેટલી અસરો સીધી ઊતરી છે હવે એટલા જ એના નબળા પાસા ક્દાચ આપણને જોવા મળશે.આ જગત એ બાજુ પ્રયાણ કરી રહ્યુ છે જેવુ ઘણી હોલિવુડ ફિલ્મની કલ્પનાઓમાં છે.પ્રક્રુતિની છોડો લોકોને મોત પછી કોઇ બાળાવાય તૈયાર નથી અને આમા કશુ અતિશયોક્તિ નથી લખ્યુ.અવઢવમા છુ પણ નશામા નહિ. અરે કઈ બાજુ લઇ જવો છે આ સમાજને? હમણા જ નવી નવી ફિલ્મો જોવાનો મોકો મળ્યો. એક સિરિઝ જોઇ “લોસ્ટ ઈન સ્પેસ” જેમાં બધા એક અજાણ્યા ગ્રહ પર પડે છે અને પછી પોતાનો જીવ બચાવવા ગમે તે હદે જવા તૈયાર હોય છે.અલબત્ત બધા એવા નથી પણ મોટાભાગના લોકો કા તો એવા બની ગયા છે અથવા તો બનતા જાય છે.પેલા જ કહ્યુ તુ કે અવઢવમા છુ.કે શુ લખવુ એ ખબર નથી પડી રહી.વાંચતા રહો કદાચ એવુ કંઇક મળી જાય જે તમે કદાચ વાંચ્યુ ,સાંભળ્યુ કે જોયુ ના હોય.આ છપાશે ત્યારે કયુ વર્ષ હશે એ મને ખબર નથી પણ જો હુ જીવતો છુ તો મારી ઊંમરના બધા આ ઘટનાના સાક્ષી છે.જગતના ડાહ્યા કહેવાતા માણસોના હાથમા કશું રહ્યુ નથી. આ વિશ્વ વગર ગુમાવે ઘણું બધું ગુમાવી રહ્યુ છે. અરે હુ કંઇ તમારી આગળ રોદ્ણા રોવા નથી બેઠો. એ જ લખી રહ્યો છુ જે જોઈ રહ્યો છુ. બધાને આગળ વધવું હતુ. બધાને પ્રગતિ કરવી હતી . લોકો ડિસ્કાઉન્ટ માટે લાઈનમા ઊભા તા.અરે હુ પોતે ગઇ નવરાત્રિમાં આનંદથી ઊછ્ળ્યો હતો. હજારોની મેદનીઓ અને મેળાઓ સાથે વિશ્વ આખુ ગુંજી રહ્યુ તુ. સૌ કોઇ મસ્તી મા ગુલતાન હતા.દરેક માણસના મોઢે એક જ વાત હતી કે હવે આના પછી આ અને પછી આ.બધાના આગળના પ્લાન્સ તૈયાર હતા.માણસો ખુશ ખુશાલ હતા.નાખુશ હતો તો મારો એક મિત્ર અલબત્ત એને આની સાથે કોઇ લેવા દેવા નથી. અમારી તો યુનિવર્સિટીના ટેકફેસ્ટ પણ થયા ફેબ્રુઆરીમા. જાન્યુઆરીમા પતંગ પણ ઉડાડ્યા.
અલબત્ત અહિં કહેવાનુ રહી ગયુ કે કે 2019 ના અંતમાં પડઘા પડવાની શરુઆત થઇ ચુકી તી.નવેમ્બરમા જ એ વાઈરસનો પ્રથમ કેસ નોંધાયો. જેનાથી જગત અજાણ હતુ. જેનાથી વિશ્વની ટ્રેન ખોટવાવાની હતી. અલબત્ત અહિં હવે કોઇને દોષ દઈને મતલબ નથી. વિશ્વનેતાઓ અટવાયા તા. ઘણા દેશોના વડાપ્રધાનો જાહેરમા અથવા ખાનગીમા રોયા હતા. અરે એક નરી આંખે પ્ણ ન દેખાતા આ જીવાણુએ તો દુનિયાની વાટ લગાડી દીધી હતી. પણ અચાનક વિશ્વની ગાડી ને બઉ મોટી બ્રેક વાગી. ગુજરાતના ગોધરાકાંડ્મા ય ખાલી ભારતમા જુવાળો થ્યા તા આ તો વૈશ્વિક મહામારી જાહેર કરી દીધી. આંતરરાષ્ટ્રીય સંગઠનો ,વિશ્વનેતાઓ , મોટી કંપનીના સી.ઈ.ઓ થી લઇને નાના મોટા દરેક ઉપર આની અસર પડી.અને આટલુ ભયાનક દ્ર્શ્ય સર્જાયુ છતાં ઘણી સકારાત્મકતા પણ જોવા મળી.
ચાલો જો હવે તમે આ દરમિયાન નાના હોવ કે પછી તમારો જનમ ના થયો હોય એવા લોકો માટે કહી દઉ કે જેમ તમે તમારી મસ્તીમા હોવ ને ભાન ના રહે એમ આ બાળવિશ્વને પણ એની મસ્તીમા ખબર ના પડી ને અચાનક તો નહિ પણ 3 મહિના જેટલા ટૂંકા ગાળામા આખુ વિશ્વ ઝપાટામાં આવી ગયુ. અહિં ચર્ચા કરવાનો પ્રશ્ન એ નથી કે આ કયાથી આવ્યુ ને કેવી રીતે ફેલાયું પણ સમગ્ર માણસજાતને આંચકો તો ત્યાં લાગ્યો કે આટલી પ્રગતિ અને ટેક્નોલોજી કશા જ કામે ન લાગી. મારા અત્યાર સુધીના વાંચનને આધારે છેલ્લા 500-700 વર્ષની આ સૌથી મોટી મહામારી હતી. કારણ કે બાકીબધામા વિશ્વના કોઇ ખૂણે થયુ હોય અને બીજા કોઇ દેશ અથવા પોતે સમય રેતા એમાંથી નીક્ળી જાય. પ્ણ જેમ બાળક જીદ લઈને બેસે એમ આ જિદી વાઇરસ પણ ચડી બેઠો આ માનવી પર પણ બાળહઠને બીજે રવાડે ચડાવી દેવાય આને કેમ ચડાવવી ?
અત્યાર સુધી તમે વાંચ્યુ એ પરથી તમને એટલો તો ખ્યાલ આવી ગયો હશે કે એક વાઇરસે દુનિયાને હલાવ્યુ તુ જેના લક્ષણો બહુ સામાન્ય કહેવાય એવા શરદી,ઉધરસ ,તાવ અને મોત. એટલે દરેક કેસમાં એવુ નહિ અલબત્ત મોટા ભાગના કેસો સુધરી રહ્યા છે. અને ફેલાવો બહુ જલદી થઈ રહ્યો છે. અને વિશ્વ આખુ હા હવે 90-95% હોય તો એ આખુ જ કહેવાય બંધ હતુ. જગતને ક્વોરોન્ટાઇન, લોકડાઉન જેવા નવા શબ્દો મળી રહ્યા હતા.આટલા વર્ષોમાં ક્દાચ ક્યારેય નહિ બન્યુ હોય એવુ તો ઘણું માત્ર 3 મહિનામાં બની ગયું.સૌથી વધારે આંચકાજનક ભારતની પ્રજાનેતો ત્યાં લાગ્યુ કે નાના અમથા દુખમાં ય બાધા માનતી આ પ્રજાના મંદિરો ય બંધ હત!!. હા હા હા અટ્ટહાસ્ય કરવાનુ મન થાય જ ને ખરેખર હ્ર્દયથી આટલા વર્ષોમાં ક્દાચ પહેલી વાર આ મંદિરો બંધ રહ્યા હશે એટલે હાસ્ય કરવાનુ મન નથી થતું. પણ મંદિરો બંધ કરવાથી લોકો ખરેખર ભગવાન ભરોસે જીવી રહ્યા છે.એક્બીજાને આશ્વાસન આપી રહ્યા છે કે ઉપવાળો છે ને! પછી આપડે કયા ચિંતા કરવાની જરૂર છે. લોકો ધીમે ધીમે આડા રવાડે ચડી રહ્યા છે. પણ એક વાક્ય ભગવાન છે ને! દરેક વાતનો અંત આ વાતથી આવી રહ્યો છે. આટલુ તો મંદિરો ચાલુ હતા ત્યારે ય યાદ નહિ કર્યા હોય ! પણ કહેવાય ને કે તકલીફમાં હોય ત્યારે જ યાદ આવે બધું.
કેટલાય ઘરોમાં લોટ પાણી ખુટી રહ્યા છે. કેટલાય લોકો યોગ્ય સારવાર ન મળવાને કારણે મરી રહ્યા છે. ખાધ્ય વસ્તુઓના ભાવ આસમાને છે. તો વળી વેપારીઓ પણ લૂંટી રહ્યા છે. લોકોની મજબૂરી નો ફાયદો ઉઠાવાઇ રહ્યો છે.પણ દોસ્તો આ બધાની વચ્ચે વિશ્વને બેઠુ થતા બીજા 4-5 વર્ષ નીક્ળી જશે. કેટલાયના ધંધા પડી ભાંગ્યા છે. લાખો કારીગરો સોરી કરોડો કારીગરો બેકાર બન્યા છે.દુનિયાની ગાડીને ખરેખર એક જોરદાર બ્રેક વાગી છે. એન્જિન ફરીથી ધમધમતુ થતા કદાચ આ વર્ષ તો નીકળી જ જશે. અરે પાછી સ્પીડ પર આવતા બીજા થોડાં વર્ષો. દુનિયા ફરીથી નોર્મલ થશે જ. અને ગાડી ફરીથી સ્પીડ પકડશે જ .પણ હવે સમય છે એન્જિન બદલવાનો. સમય છે જે થઈ ગયુ એને ભુલીને નવા માર્ગે આગળ વધવાનો.મને ખબર છે આને હુ લખી રહ્યો છુ ત્યારે કદાચ કોઇ વાંચવાનું નથી. કદાચ વાંચીને લખાણ થોડુ લાંબુ ય લાગે.પણ એ યાદ રાખજો કે વિશ્વએ આના કરતા પણ મોટી મહામારીઓ જોઇ જ છે.દરેક વાર્તાનો અંત સારો જ હોય એ જરૂરી નથી પણ એને સારો બનાવવો એ આપણા હાથમાં છે.
કોરોનાથી વિશ્વને ઘણુ નવુ શીખવા મળ્યુ છે.જે આ જગત એમ ને એમ ના શીખી શકત. દરેક માણસ પાસે હવે વધારે આત્મીય બળ છે. જે જીવી રહ્યા છે એના મગજ કંઇક નવુ કરવા થનગની રહ્યા છે. અલબત્ત તમારા વિચારોને એક દિશામાં લગાડો સફળતા મળશે.કોરોના આવ્યો છે એ એનું કામ કરશે તમે તમારું કરો.બિચારા એ વાઇરસને તો ખબર પણ નહિ હોય કે એણે માણસને પછાડી દીધો છે. પણ દરેક માણસે એને મનોમન દુશ્મન બનાવ્યો જ છે. દરેક માણસ અલગ રીતે સમજી રહ્યુ છે અને વિષ્લેષણ પણ પોતપોતાના વિચારો જ્ઞાન અને આયામો પહોંચે ત્યાં સુધી કરી રહ્યુ છે.પણ મુખ્ય વાત તો એ છે કે હજી અહીં દરેક માણસની વાતનો અંત પેલા વાક્ય થી જ આવે છે ભગવાન છે ને!!! છે કે નહિ ખબર નહિ પણ તમારો આ વિશ્વાસ જ કે કોઇ તત્વ તમને બચાવી રહ્યુ છે એ જ તમને જીતાડશે.ફરીથી જેમ ખરાબ સપનાને કોઇ યાદ નથી રાખતું તેમ આને પણ ના રાખતા. સૌ કોઇ નિર્દોષ છે. કોઇ એ જાણી જોઇ ને આવુ નથી કર્યુ અને જો કર્યુ હોય તો ઉપરવાળો છે ને! આ માનવતા જાળવી રાખજો બાકી આવી તો કેટલીય મુશ્કેલીઓ વિશ્વના દરેક પરિવારે ભોગવી છે ને એમાંથી બહાર પણ આવ્યા જ છે. અને આ પ્રુથ્વી નામના ઘરમાં આપણો એક પરિવાર જ છે દોસ્તો ! બસ ઘર અને પરિવારને બચાવશો તો કોઇ દુશ્મન કે કોઇ દોસ્ત નથી.બધા એક જ તત્વમાંથી આવેલા અને ત્યાં જ જવા મથતા પ્રવાસીઓ છે.બાકી ઉપરવાળો તો છે જ ને!!
છેલ્લા શ્વાસ: સમયની ચાલને સમજવાની કોશિશ ના કર એ દોસ્ત,
કોઇ નઇ પુરી શકે મા ની એ ગયેલા દીકરાની ખોટ.
અને જો વાત એક વખતની હોય તો સમજ્યા ,
પણ આ તો દર વખતનુ છે કે તુ કરે નવો ધંધો ને એમા બી ખોટ.
કાંઈ વાંધો નઇ અમે પણ દરિયાને માણ્યો છે .તુ પણ સંગે જોડાઇ જા,
સંગે માણીશુ ખારા એ દરિયાની ભરતી ને ઓટ.
અને પૂનમની એ ચાંદની રાતમાં ભળી તને મળ્યા ની ખુશી,
કે જેવી એક ગરીબ માને મળી પહેરાવા એના બાળકને લંગોટ.
- હર્ષિત સંપટ