Sky Has No Limit - 39 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-39

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-39

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-39
મોહીત એરપોર્ટથી સીધોજ હોસ્પીટલ એનાં પાપા સુભાષભાઇ પાસે પહોંચ્યો પાપા ICU માં વેન્ટીલેટર પર હતાં. એમનાં હૃદયનાં ધબકારા ધીમા ચાલી રહેલાં હૃદય ખૂબ ધીમે ધબકી રહેલું મોહીતે એમની પાસે જઇને કપાળે હાથ મૂક્યો. અને કહ્યું પાપા હું આવી ગયો છું.
સુભાષભાઇએ ધીમે ધીમે આંખો ખોલી અને મોહીતની સામે જોયુ જોયાંજ કર્યુ. જાણે સાચુંજ નહોતું લાગી રહ્યું એમણે બોલવા પ્રયત્ન કર્યો "દીકરા તું આવી ગયો ? "પણ અવાજ ના નીકળી શક્યો માત્ર હવા જ બહાર નીકળી...
ડોક્ટરને જાણ થતાં એ પણ મોહીતને મળવા આવી ગયાં. ડોક્ટરે કહ્યું "ખબર નથી કઇ જીજીવીંષાએ એમનાં ધબકાર ચાલુ છે અમે બધાંજ પ્રયત્ન પછી વેન્ટીલેટર પર રાખ્યાં છે. બીજી કોઇ હોય તો... અને ત્યાંજ મોહીતનાં પાપાનો અવાજ નીકળ્યો દીકરા મોહીત...
મોહીત ડોક્ટરને સાંભળી રહેલો પાપાની સ્થિતિની જાણકારી લઇ રહેલો અને અચાનક ફરીથી સુભાષભાઇનાં ગળામાંથી મોહીતનું નામ નીકળ્યુ દીકરા મોહીત.. અને મોહીતે તરત જ એમની તરફ જોયુ અને બોલ્યો પાપા બોલો હું આવી ગયો છું પાપા તમને સારુ થઇ જશે કોઇ ચિંતા ના કરશો.
પાપા હવે તો તમારે અમેરીકા આવી જવાનુ છે હવે ખૂબ મોટુ મકાન.. અને મોહીત બોલતો રહેલો અને એની નજર પાપાની આંખો તરફ ગઇ અને મોહીત રાડ પાડી બેઠો પાપા... પાપા.. સુભાષભાઇ છેલ્લે દિકરા મોહીત બોલ્યા પછી એમની વાચાજ બંધ થઇ ગઇ.. શબ્દો સાથે શ્વાસ શાંત થઇ ગયાં. સુભાષભાઇનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.
મોહીતે પોતાનાં પાપાનો પોતાનાં નામનો ઉદગાર સાંભળ્યો પાપાએ બોલાવ્યો દિકરા મોહીત અને પછી એકદમ શાંત થઇ ગયાં. મોહીત અવાચક થઇને જોઇ રહ્યો. આ શું થઇ ગયુ માત્ર બે શબ્દ સાંભળવા મળ્યાં ?
મોહીત પાપા પાપા બોલોને પાપા તમારો દિકરો આવી ગયો છે તમારી પાસે પાપા બોલોને પાપા તમને સાંભળવા તરસી રહ્યો છું પાપા શું કહેવું હતું મને ? અને ત્યાં બાજુમાં રહેલી મોહીતની માં ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યાં મોહીતની મંમી સુભાષભાઇને વળગીને ખૂબ રડી.. તમે આમ બસ નામ બોલીને કેમ શાંત થઇ ગયાં ? મોહીતનાં પાપા બોલોને તમે ક્યારથી એકપળ મોહીતનાં નામનું રટણ છોડ્યુ નહતું મારો મોહીત ક્યારે આવશે ? મારે એને જોવો છે. મારે મોહીત સાથે વાત કરવી છે. હવે કેમ બોલતાં નથી. બોલોનો મોહીતના પાપા બોલોને એમ કહેતાં કહેતાં ખૂબ રડી રહ્યાં હતાં.
મોહીતની માં મોનીકાબહેને કહ્યું "દીકરાં તારાં પાપા તને ખૂબ યાદ કરતાં હતાં ખબર નહીં જ્યારથી બિમાર થયાં મને કહે મોનીકા મારાં મોહીતને પાછો બોલાવી લે મારે મારાં દિકરાનું મોં જોવુ છે મને લાગે છે હવે હું વધારે નહીં જીવું આખી જીંદગી કામ ખેચ્યા કર્યુ હવે આ શ્વાસ નથી ખેંચાતો મારાથી હવે દીકરાને જોવો છે મારાં દિકારાનાં દિકરાને જોવો છે માટે.. મોહીત તને શું કહુ ? મોહીત તારાં પાપાને મારી અને કાલીન્દીબહેનની વાત.. સાંભળી ગયેલાં ત્યારથી એમની તબીયત વધારે લથડી.. અત્યારે.. છોડ બધુ પણ હું તો એમને ખોઇ બેઠી છું મારો એક માત્ર સહારો હતાં તારાં પાપા. દિકરાં તુ પરદેશ રહે.. હવે મારુ શું ?
મોહીતે કહ્યું "માં તું આ બધુ શું બોલે છે ? હું છું તારો દિકરો.. માં તારો મોહીત હું તારો ખ્યાલ રાખીશ બધુ જ ધ્યાન રાખીશ. પરદેશ રહુ છું તો શું થયુ ? માં તુ અને પાપા ખૂબજ રાજી હતાં મારે પરદેશ જવાથી.. હું એટલો બધો હોંશમાં નહોતો મને તો અહીંજ ગમતુ હતુ તમારી પાસે... મારે તો તમારી હૂંફમાંજ રહેવુ હતું અને પરદેશનુ કોઇ આકર્ષણ જ નહોતું માં. પાપાની જ ઇચ્છા ખૂબ હતી કે હું દુનિયા જોઊં એક્સપ્લોર કરુ માં હવે હું શું કરુ ? માં હું શું કરું ?
દુનિયા એક્સપ્લોર કરી જોઇ જાણી લીધી માં બધાં ખેલ જીંદગીનાં જોવાઇ ગયાં કંઇ બાકી નથી પણ એ બધામાં મે મારાં પાપા ગુમાવ્યાં છે મને મારી જાત પરજ ખૂબજ ગુસ્સો આવી રહ્યો છે. માં પાપાની છત્રછાયા વિના હવે કેવી રીતે જવીશ ? માં પાપા મારાં ગુરુ હતાં એમનાંજ સંક્ષિત જ્ઞાન અને સંસ્કાર મારામાં છે એનાથી જ સફળતા હતી મારી માં આ શું થઇ ગયું ?

મોહીત અને મોનીકાબેન બંન્ને જણાં ખૂબજ કલ્પાંત કરતાં રહ્યાં. ડોક્ટરે અશ્વાસન આપતાં કહ્યું "ભાઇ મોહીત અમે ખૂબ પ્રયત્ન કર્યો છે સુભાષભાઇ જેવાં માણસ અને મિત્ર મને નહીં મળે. કાયમથી અમે સાથે ગાર્ડનમાં ફર્યા છીએ વોક લીધા છે છેલ્લે સુધી બસ તને યાદ કર્યો છે મોહીત.. એમને છેવટે વેન્ટીલેટર પર રાખવાનો નિર્ણય લેવો પડ્યો... એમાં એમણે તું આવે ત્યાં સુધી જીવ જાણે જકડી રાખેલો... તને જોયો મળ્યાં અને બસ... જીવનલીલા સંકેલી લીધી.
મોહીતે કહ્યું "પણ ડૉક્ટર અંકલ મને વહેલી જાણ કેમ ના કરી ? હું વહેલો આવી જાત ને માં કેમ મોડું કર્યુ ?
ડૉક્ટરે કહ્યું "દીકરા એમને થયુ એવુજ તને કહ્યું છે એમને અચાનકજ હાર્ટ એટેક આવેલો. ગાર્ડનમાં અમે સાથેજ હતાં હમણાંથી જોકે તારી વાતો ખૂબ કરતાં કે તુ ત્યાં ખૂબ પ્રગતિ કરી રહ્યો છે નવુ મકાન લીધુ અને તારે ત્યાં બાળક આવવાનું છે. બાળક નાં સમાચારથી ખૂબ ખૂશમાં અને ઉત્તેજીત હતાં. પણ છેલ્લાં બે દિવસથી ઉદાસ હતા મને ખબરજ ના પડી.. પણ પરમદિવસે મારાં પર ફોન આવ્યો ભાભીનો કે એમને છાતીમાં સીવીયર દુખાવો થયો અને મેં તરતજ અહીંથી મારાં જુનીયરને મોકલીને સીધાં અહીં દાખલ કર્યાં.
જેવાં દાખલ કર્યા રાતનાં બે કલાકમાં તો ભાભીને કહ્યું તમે મોહીતને ફોન કરી દો એને બોલવવો પડશે તને આમ તરતજ કહ્યું હતુ પણ સાચું કહું તો સુભાષભાઇએ જ આપણને પૂરતો સમય ના આપ્યો.
મોહીત ડોક્ટર અંકલના ખભે માથુ રાખીને પણ ખૂબ રડ્યો. મારાંજ કારણે પાપા ગયાં આઇ નો મને ખબર છે પછી એ અને મોનીકાબહેન સુભાષભાઇ પાસે બેસીને ખૂબ રડ્યાં. કોણ કોને આશ્વાસન આપે એવી સ્થિતિ હતી.
**********
હિમાંશુ ટીવી જોતો બેઠો હતો. ફાલ્ગુનને કામ હોવાથી એ અને સોનીયા ન્યુજર્સી જવાં નીકળી ગયાં હતાં અને મલ્લિકા બેચેન લાગી રહેલી એની માં નો ફરીથી ફોન આવી ગયો કે ખૂબ સીરીયસ છે.
હિમાંશુનાં મોબાઇલ પર મોહીતનો ફોન આવ્યો અને સ્ક્રીન પર મોહીતનું નામ જોઇને હિમાંશુએ તરતજ ઉપાડ્યો. હાં મોહીત બોલ મોહીતે કહ્યું "હિમાંશુ શું કરું પાપા અમને છોડીને ચાલ્યાં ગયાં હી ઇઝ નો મોર.. હિમાંશુ તું મલ્લિકાને જણાવી દેજે. એનો ફોન લાગી નથી રહ્યો સ્વીચ ઓફ આવે છે. હું મૂકું ફોન પછી શાંતિથી વાત કરું.
મોહીતે ફોન મૂક્યો અને હિમાંશુએ મલ્લિકાની સામે જોયું. મલ્લિકાએ પ્રશ્નાર્થ સાથે જોઇને પૂછ્યું કોનો ફોન હતો ? મોહીતનો ? શું કહે છે ? કેવું છે પાપાને ?
હિમાંશુએ જવાબ આપવાની જગ્યાએ પૂછ્યું કે તમારો ફોન સ્વીચ ઓફ છે ?
મલ્લિકાએ સંકોચ સાથે કહ્યું હાં કેમ ? મારાં પર ફાલતુના ફોન આવ્યા કરતાં હતાં એટલે કંટાળીને મે હમણાં થોડીવાર પહેલાંજ ફોન સ્વીચ ઓફ કર્યો ?
હિંમાશુએ કહ્યું "ઓહ, મલ્લિકા મોહીતનનોજ ફોન હતો એનાં પાપા.. હી ઇઝ નો મોર. આજે હમણાં થોડીવાર પહેલાંજ ગૂજરી ગયાં. પછી શાંતિથી ફરી ફોન કરશે પ્લીઝ ફોન ચાલુ રાખજો.
મલ્લિકાએ કહ્યું "ઓહ નો.. ઓહ મારો ફોન પણ સ્વીચ ઓફ હતો... ઓહ મોહીત આઇ એમ સોરી... એમ કહીને મલ્લિકાએ ફોન ચાલુ કર્યો.
મલ્લિકાએ સીધોજ મોહીતને ફોન લગાવ્યો તો બીઝી આવ્યો. એણે ફરી ફરી ટ્રાય કર્યો મોહીતનો ફોન સતત બીઝી આવ્યો. એણે વિચાર્યુ થોડીવાર પછી કરુ.
અને થોડીવાર પછી મલ્લિકાનો સ્ક્રીન પર નંબર આવ્યો એણે તરતજ ઉપાડ્યો અને ખાલી સાંભળી રહી કોઇ જવાબ ના આપ્યો અને હું હં હેં ઓકે... કહીને ફોન મૂકી દીધો.
હિંમાશું અને શિલ્પા બંન્ને જોઇ રહેલાં પણ કંઇ બોલ્યા નહીં વાત કરતી વખતે મલ્લિકાની બોડી લેંગ્વેજ માર્ક કરી રહેલા.
અને મલ્લિકાએ ફરીથી મોહીતને ફોન લગાવ્યો એને હાંશ થઇ કે રીંગ વાગે છે અને મોહીતે ફોન ઉપાડ્યો અને બોલ્યો "આર યુ હેપી ? યુ કિલ્ડ માય ફાધર એમ કહી ફોન મૂક્યો...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-40