sarjan pahela ni srushti - 2 in Gujarati Short Stories by Jignesh Shah books and stories PDF | સર્જન પહેલા ની સૃષ્ટિ - 2

Featured Books
Categories
Share

સર્જન પહેલા ની સૃષ્ટિ - 2

અરે…. સૃષ્ટિ હાય, કેમ છે?
તારો પત્ર મેં વાંચ્યો. જેમ તે તારૂ વૃતાંત દર્શાવ્યું તેમ મારે તારી જોડે દિલ થી કબૂલ નામું કરવાં નું મન થાય છે. જો તો ખરી જે ફલેટ મારાં પપ્પા એ આપણા બંને ને માંટે લીધો હતો, આજ હું એકલો તેનો માલિક બની બેઠો છું. તારા આગમને ભલે કયાંક તને અને મને દુઃખ દીધુ હશે, પણ ઘર ની બાબત માં સુખ મને મળ્યું, તેં સૃષ્ટિ તારાં કારણે છે!! તારી સજાવટ જરૂરિયાત પ્રમાણે ફર્નિચર, તારી જરૂરીઆત અને મારી બંને નો તે યોગ્યતા પ્રમાણે સુમેળ ફલેટ માં કર્યો છે. સાચું કહું હું એકલો તો આટલું સરસ આયોજન ના જ કરી શકત, તારી આવડત તારી સુઝ અને કામ ની કળા બધા ને….. બિરદાવું… ખેર ખોટું નહી કહું હું તને રોજ યાદ તો કરી લવું છું. મને થાય સાથે હોત તો ક્યારેક ઉકેલ આવી શકતો, દુર થઈ ગયાં પછી ફરી પાછાં ફરવું ઘણું મુશ્કેલ હોય છે.
તારાં ને મારાં મિલન ની યાદો તેં જે માણ્યું અને જે મેં મેળવ્યું તેમાં ફરક હતો. તે તારાં અંતર માં ઉદભવેલ ઉર્મી ને ખીલવી ને તેની અંદર સંસાર માં રમુજ તથા હાસ્ય ના મેળવણ કરી જીવન વિચાર્યું, અને મેં સીધી લીટી અને સરર સેમા પડે તેમ જીવન જીવવાનું વિચાર્યું.
મેં તારાં સાનિધ્ય ને માણ્યું, તારો સહવાસ હું ભુલી શક્યો નથી. તારાં પ્રેમાળ હાથ મારાં વાળ માં ઘુમતા તારી આખો માં સદા છલકતો પ્રેમ તારાં અગેઅંગ ની ફુટી નિકળેલ જવાની, આ મારી સદા ની યાદો છે. તારા અંતર માં ખેલતી નાની બાળ મે જોઈ હતી. તેનાં સપના મેં જોયાં હતાં તારી અદા નો હું પહેલો દિવાનો રહ્યો હોઈશ. અને હજી સુધી કદાચ હું શયોર નથી, હું જ હોઈશ.
આપણે જીવન ને માંની લઈ એ એટલું સરર નથી હોતું, જન્મથી જ રખેવાળ કરતી મા અને આયોજન બદ્ધ કારકિર્દી બનાવતા પિતા ને ય લોકો ઠપકો આપતા હોય છે, અને દરેક ઉપાડેલા કદમ નો જવાબ માંગતા હોય છે. જીવન માં મેળવવા સૃષ્ટિ બલિદાન ધાણા આપવા પડતા હોય છે. તેમજ જ્યારે લગ્ન કરી ને એક ના બે થઈ ગયા પછી તો સૃષ્ટિ લોકો ની નજર, આશા આપણી રહેણી કરણી બધા ની ઉપર નજર રાખતા થઈ જાય છે.
તને થશે કે હું ફિલોસૉફર થઈ ગયો, ના એવું નથી. તે જે કહ્યું ને કે સમય પ્રમાણે બદલાવું પડે છે. સૃષ્ટિ ચન્દ્ર ની રોશની ની વધઘટ પ્રમાણે જો દરિયો હિલોળાં લહેતો હોય તો આપણી શું વિસાત ? જેમ પવન ના વાવાઝોડાં માં વૃક્ષો ને પણ તેને જગ્યા આપવા ઉખેડાઈ દુર થઈ જવું પડતું હોય તો, આપણે તો પામર સામાજિક બંધાયેલા જકડાયેલ માનવ, તેને તો સમય પ્રમાણે બદલાવુજ પડે, તેમાં મીનમેખ નથી.
આપણી પ્રથમ મુલાકાતે જ તું સાચું કહું તો ગમી ગઈ હતી. તે સમયે તુ દેવો એ મોકલેલ રૂપ વાન, યૌવન ને ખીલવતી નાર જણાઈ. તારા તન ના મરોડ દાર વળાંક તારા શુષ્ક પડેલ ઓષ્ઠ તેમાં ભરાવદાર લિપસ્ટિક ની અનુપમ કળા, તારા કેશ કલપ માં સવાળેલ કર્લી સ્ટાઇલ મન ને લુભાવતી તારા નૈનો ની તાજગી યૌવન ની એક પરી સમાન તું કોને ના ગમી જાય. રંગે ઉજળો તું મન માં વસી ગઈ હતી.
તે સમયે ચંદન ના મૅરેજ મા હું નહી અડધું મિત્ર મંડળ તારૂ દિશાનું થઈ ગયું હતું. અંતે બધા કમીના દોસ્તો ને ખબર પડી મારી લાઈન ક્લીયર થઈ ગઈ છે, એટલે તારૂ નામ ભાભી પડી ગયું હતું. તુ તો તારી મજાક મસ્તી માં મસ્તાન હતી. અહીં મારો ભાભી ભાભી ના નામે હુરિયો બોલતો તે તારૂ ધ્યાન નહી ગયું હોય. અને કદાચ એક વર્ષ ને ત્રણ મહીના માં પણ મે તને આ નહોતું જણાવ્યું. સીધી અને સટીક ભાષા માં ‌બોલે તો તારાં દરેક નખરા સહન કરી તને પટાઈ જ હતી. તેનો એકરાર આજ કરૂ છું.
આમેય મારા મતા પિતા નું એકજ સંતાન હોવાને કારણે હું પણ થોડો જીદ્દી અને હઠાગ્રહી તો ખરો. જે મેળવવું હોય તે મેળવવા ની તલપ તો ખરી અને તેમાય તારા જેવી છોકરી મળે પછી જોઈએ શું?
વાત અહીં શરૂ કરૂ તો તે આપણાં બોલ બોલ્યા વેવિશાળ થયું ત્યાં સુધી ખરેખર તારી દરેક અદા રમુજ, હાસ્ય, નિખાલસતા, મેં માણી હતી, મને પણ જાણે સંસાર ના દરેક સુખ ની પરિભાષા માં તુજ જણાતી.
હા પણ મૅરેજ પછી તું જેમ કહે છે ને કે હું ગંભીર થતો ગયો. તારૂ અવલોકન યોગ્ય જ હતું હા હું બદલાઈ રહ્યો હતો. મારા માટે મારૂ સ્ટેટ્સ અને મારી પોતાની મહત્વાકાંક્ષા વચ્ચે આવી જતી હતી. હું ડોક્ટર અને તે પ્રમાણે મારો મોભો હોય તેમ અંતર માથી રણકો થતો. થયું એવું કે તારી મજાક મસ્તી, નાદાનિયત, ને હું પચાઈ શક્યો હોત, પણ મારા સર્કલ માં તે મજાક ને પાત્ર બનતું જતું હતું. મારા મિત્રો મને ધણી બધી બાબત માં મજાક ને પાત્ર બનાવી લેતા. તારી મારાં દોસ્તો અને તેમની વાઈફ જોડે જે વાત થતી હોય કે આપણે ભેગા થયા હોઇએ ત્યારે તું તારી જ ધુન માં રહેતી. તને આગળ પાછળ લોકો કોણ છે, કોણ નથી, તે નું તને ધ્યાન નહોતું. લોકો નું કહેવું હતું કે ભાભી કેટલા વર્ષ ના છે? તારે લોરી ગાઈ ને સુવડાવા પડતા હશે.. નહી? તારી સુહાગરાત….. વોટ એવર પણ આવી અઢળક વાતો મારા કર્લીગ કરતા.
ઘરે આવું એટલે તારૂ વર્તન એજ હોય એટલે ચીડાઈ જવું તને થતું હું બદલાઈ ગયો. સૃષ્ટિ હું બદલાયો, પણ જો તું બદલાઈ હોત તો? તો આ પરિસ્થિતિ આપણી તો નાજ હોત.
ખેર… સોરી, હું તને જ અને તારી ઉપર દોષ નો ટોપલો નથી નાંખતો. મારી પણ ભુલ છે. આજ ભુલ ને સ્વીકારતા ખચકાટ નહીં અનુભવું, મે તને તે સમયે જણાવ્યું હોત તો કદાચ તું બદલાઈ શકી હોત, શકય છે લોકો ની વાતો ને અંડરસ્ટેન્ડીગ થી આપણે સુલજાવી શક્યા હોત. આમાં મારા ગુસ્સા એ પણ ભાગ ભજવ્યો છે.
સાચું કહું મેં મારા માતા પિતા ને જવાબદાર ઠેરવ્યા છે. હું તારા ગયા પછી તેમની સાથે ચર્ચા મા ઉતરી ગયો હતો. આજ જો અમે તમારી જોડે રહેતા હોત ને તો સૃષ્ટિ ની આમાન્ય અને મારા ગુસ્સા ઉપર કાબુ રહી શક્યો હોત. તેમને મુકતવિચાર સરણી મુકી અને આપણે તેને સ્વતંત્રતા નું નામ આપી મુકત મન, મુકત વિચાર, મુકત પહેરવેશ, મુકત સંસ્કૃતિ, અને સમાજ થી વિમુખ થતાં ગયા. તેમા મારા માતા પિતા નો વાક પણ ઘણું છું, જે બાળકો માતા પિતા થી સ્વતંત્રતા મેળવી રહેવા નો વિચાર કરે છે. બાળકો પોતાનાં પગ ઉપર કુહાડી મારવાં જેવો સીન થતો હોય છે.
હું તો તારા હર નખરા સહન કરવા તૈયાર હતો. મન થી ખુશ પણ હતો. મને હસમુખી પ્રેમાળ પત્ની મળી જે ભગવાન નો પાડ માનતો. આપણો જે સમાજ માં ઉછેર થયો ને તેને છોડી શકતાં નથી. અને તેને કહેલા વેધક વચનો ક્યારેક સાંભળી શકતાં નથી.
જે દોસ્તો મજાક કરતાં હતાં તેમની પરિસ્થિતિ અનહદ દયનીય થઈ હતી. દોસ્તો આજ મને એકલો જોઈ ઉકેલ લાવવા ની વાતો કરે છે. જે સમાજ ને કારણે જે દોસ્તો ને કારણે મારાં મા રાઈ ભરાઈ. આજ ફરી સુનમુન જોઈ ફરી સુલેહ ના રસ્તા ગોઠવણ ની મહેનત કરતા. ત્યારે મને મારી જાત પણ ધ્રુણા ઉપજે છે. હું ત્યારે મારી જાત ને કોશી લવું છુ. પહેલા કેમ ના વિચાર કર્યો? દરેક ને ખબર છે, મિત્રો અને મિત્રો ની વાઈફ ને અર્થાત ભાભી ઓ ને કે મજાક નું સૂક્ષ્મ સ્વરૂપ સ્થૂળ રૂપે બહાર આવ્યું છે. હવે શું? જે કરવાનું હતું, અને જે થવાનું હતું તે થઈ ગયું!!!
તે સર્જન પહેલા ની સૃષ્ટિ ની વાત કરી અને સર્જન વગળ ની સૃષ્ટિ ની દશા પણ લખી. સાચું કહું મને દુઃખ એકજ વાત નું છે કે મારાં કારણે તું દુઃખી થઈ. ત્યકતા ના લેબલ લગાવી તને લોકો એ સવાલો કર્યા હશે. એક સ્ત્રી માટે સંબંધ તુટવા આભ ફાટવા જેવું હોય છે. તને તો છત તારા પિતા ની મળી બાકી બીજી સ્ત્રી નો વિચાર કમકમાટી છુટી જાય છે.
સૃષ્ટિ, સર્જન હંમેશા ઈશ્વરે ચાલું જ રાખ્યું હોય છે. રોજ નવું બનતું જતું હોય છે. આપણે કેટલું સ્વીકારી શકીએ છે. તે જોવાનું રહ્યું.
તારા પત્ર થી માનું છુ કે તું ય મારી જેમ જીવન માં ત્યાંજ સ્ટોપ થઈ ને ઉભી રહી છે. તારી વેદના ની વાચા થી મારૂં મન ભરાઈ આવ્યું છે. તુ કદાચ માન સન્માન ગુમાવી ને ખોખલા શરીરે ઉભી રહી છું. મારા માટે આજેય અને અજર પ્રેમ હજી ઉભો છે. મે તને જવાનું તો નહોતું કહ્યું? તારા માટે મારા દિલ ના દરવાજા આજેય ખુલ્લા છે. ઘર તો મે કયારેય મારા એકલા નું માન્યુ જ નથી, કારણ આજ પણ તારી ગમતી ચીજ કે તું મુકી ને ગયેલી તારી વસ્તું આજેય પ્રેમ ના પ્રતિક સમી સાચવી રાખી છે.
હવે હું તારી જેમ ધણુ શીખ્યો છું, બે થયા પછી ના ફેરફાર ને સ્વીકારી શકું છું. તારા વિયોગે જીવન માંથી સબરસ ઉડાડી મુકયુ છે. કદાચ તારી મુસ્કાન મને ફરી સર્જનાત્મકતા ના નેજા હેઠર લાવી શકે.
તને થશે કે હું આટલી આતુરતા થી તારી યાદો માં હતો તો હું મનાવવા કેમ ના આવ્યો ? સાચું કહું તો એ ભુલ હું સ્વીકારવા મા સંકોચ કે નાનપ નથી અનુભવતો મારા માટે આજેય તું એટલી જ સન્માન ને પાત્ર છે.
રખે તું આવવા નો વિચાર કરે તો તારો પગ ભારે ના થઈ જાય માટે એક પંક્તિ ઉમેરૂ છું. જેમ તું સર્જન વિહીન સૃષ્ટિ કહે છે, તેમ હું ય સૃષ્ટિ હોય તો સર્જન નુ કામ ને? બાકી સર્જન નકામું છે!
હું ફરી તને એક વાત કહેવા માગું છું, આપણે જુની વાતો ને ભુલી તેની અંશ માત્ર ચર્ચા ના કરી ફરી નવા જીવન ને અપનાવી શકીએ. બસ જો તું તૈયાર હોય તો? સર્જન નો વિયોગ સંસાર આજ તારી રાહ જોવે છે. જવાબ ની જરૂર નથી ફકત તારીજ જરૂર છે.
લિ
આતુર સૃષ્ટિ વગર નાશવંત સર્જન.
જીજ્ઞેશ શાહ