Dil ka rishta - a love story - 34 in Gujarati Love Stories by તેજલ અલગારી books and stories PDF | દિલ કા રિશ્તા A LOVE STORY - 34

Featured Books
Categories
Share

દિલ કા રિશ્તા A LOVE STORY - 34

ભાગ - 34


( આગળ જોયું કે રોહન ને તેજલ નો ફોન આવે છે તેજલ નો અવાજ સાંભળી એ હેમખેમ છે સાંભળી રોહન ના જીવ માં જીવ આવે છે તેજલ ને કઈ પરિસ્થિતિ માં ત્યાં થી જવું પડ્યું એ રોહન ને જણાવે છે રોહન એને આશ્વાસન આપે છે બન્ને એ સવાર નું જમયુ ન હોવાથી બન્ને એકબીજા ને જમવા નો આગ્રહ કરે છે અને જમી ને વાત કરવાનું નક્કી કરે છે હવે જોઈએ આગળ )


રોહન ના દિલ પર નો બોજ હળવો થાય છે તેજલ સાથે વાત કર્યા પછી એ ઘણો ખુશ હતો એને પૂજા ને ફોન જોડ્યો રિંગ જઇ રહી હતી પૂજા એ ફોન રિસીવ કર્યો

રોહન - (ઉત્સાહિત થઈ ) હેલ્લો પૂજા

પૂજા -ઓહ તેજલ સાથે વાત થઈ ગઈ એમ ને

રોહન (આશ્ચર્યચકિત થઈ) અરે યાર તું તો અંતરયામી છે શું ? તને કેમ ખબર ??

પૂજા - અરે મારા બુદ્ધુ ભાઈ તારા અવાજ માં રહેલો ઉત્સાહ જણાવે છે સવાર નો જે ટેન્સન માં ફરતો હતો એ ક્યાંય દૂર ચાલ્યું ગયું છે એ સાફ વર્તાઈ છે એમ કહી હસવા લાગે છે અચ્છા એતો કે શું થઈ વાત ક્યાં છે એ મેડમ એ ઠીક તો છે ને

રોહન - હા એકદમ ઠીક છે એમ કહી તેજલ એ કરેલી આખી વાત એ પૂજા ને જણાવે છે

પૂજા - ઓહ ગોડ આટલું બધું થઈ ગયું અને બિચારી તેજલ આપણે પરેશાન ના થઇએ માટે આ રીતે ચાલી ગઈ. હવે કેમ છે એના મમ્મી ની તબિયત???

રોહન - સારું છે એને કહ્યું કે થોડો ટાઈમ ત્યાં રહેવું પડશે પણ હવે કોઈ ટેન્સન ની વાત નથી

પૂજા - સારું ચલો ઈશ્વર ની કૃપા થી બધું હેમખેમ છે સારું ચાલ હવે હું જમવા જાવ મને એટલું ટેન્સન હતું કે વાત ન પૂછ હવે રાહત થઈ તું પણ નહીં જ જમ્યો હોઈ ખબર છે મને તો જા હવે જમી લે

રોહન - હા તને જણાવવા જ ફોન કર્યો તો હું જમવા જ જાવ છું જમી ને મારી તેજલ સાથે પ્રેમાલાપ કરવાનો છે તો તું મને ડિસ્ટર્બ ના કર ને બહુ વાતો ના કરાવ હવે એમ કહી રોહન હસવા લાગે છે

પૂજા - ઓહ વાહ સવાર થી કોઈ ની સ્મશાનયાત્રા માં ગયો હોય એવું મોઢું હતું ને તેજલ સાથે વાત થતા જ ખીલી ઉઠ્યો છે જો તો લોકો સાચું જ કહે છે કે હજારો તકલીફ વચ્ચે પણ ગમતા વ્યક્તિ સાથે વાત થઈ જાય તો તકલીફો પળવાર માં ગાયબ થઈ જાય છે એમ કહી હસવા લાગે છે સારું ચલ બાય આપ મારા ભાભી સાથે પ્રેમ રચાવો હું મારા ભાઈ ના લગ્ન ની ઢોલ શરણાઈ વગડાવવા ની તૈયારી કરુ છું હાહાહા.... ચલ બાય

રોહન ( હસતા હસતા ) બાય બાય...

રોહન નિચે આવી અને રશ્મિ ને ગોતે છે

રશ્મિ.....રશ્મિ......

રશ્મિ રસોડા માંથી બહાર આવે છે રોહન દોડી અને રશ્મિ ને વળગી પડે છે રોહન એકદમ ખુશખુશાલ જણાતો હતો રશ્મિ ના ગળા ફરતે હાથ પરોવી રોહન રશ્મિ ને કહે છે કે એક ગુડન્યુઝ છે બોલ શુ હશે ???

રશ્મિ - એજ કે તેજલ સાથે વાત થઈ હશે

રોહન - વાહ યાર તું પણ અંતરયામી છો કેમ ખબર પડી

રશ્મિ - તારા ચેહરા પર સવાર થી ગાયબ થયેલી મુસ્કાન વ્યાજ સાથે ઝળકી રહી છે

રોહન - ઓહ યસ પછી રોહન બધી વાત જણાવે છે

રશ્મિ - ઓહ સો સેડ હવે બધું ઠીક છે

રોહન -હા હવે બધું ઠીક છે yessssss હવે બધું જ ઠીક છે yuhuuuuuu

રોહન - ચલ જલ્દી મને જમવાનું આપ ભૂખ લાગી છે અને જમી ને તેજલ સાથે વાત પણ કરવાની છું રોહન એકદમ ઉત્સાહ થી બધું કહી રહ્યો હતો

રશ્મિ રોહન ને જોઈ રહે છે કે મારા રોહન ની ખુશી કેટલી હદે તેજલ પર નિર્ભર થઈ ગઈ છે આ એજ રોહન છે જેને સવાર થી ભૂખ તો શું તરસ પણ ના લાગી અને દુઃખી થઈ અને જાણે પાણી વિના માછલી તરફડે એમ તેજલ વિના તરફડી રહ્યો હતો અને અત્યારે.....

રશ્મિ - રોહન હું ખુશ છું કે તું આટલો ખુશ છે

રોહન રશ્મિ ને ગળે વળગી માથું ચૂમે છે - યસ રશ્મિ હું ખૂબ જ ખુશ છું એકદમ એકદમ એકદમ ખુશ છું એમ કહી એ ગીત ગનગણતો હાથ મોઢું ધોવા જાય છે

રશ્મિ શૂન્યમનસકે રોહન ને જોઈ રહી. એ દુઃખી થવું કે ખુશ એ નહોતું સમજાઈ રહ્યું ખબર નહિ તેજલ ગાયબ થઈ એનું એને બહુ દુઃખ નહોતું અને એ મળી એની બહુ ખુશી પણ નહોતી જે રશ્મિ રસ્તા પર જતાં વ્યક્તિ ને તકલીફ માં ના જોઈ શકે એ અત્યારે તેજલ માટે આવું ફિલ કરી રહી હતી અને કેમ ના કરે એ એજ વ્યક્તિ છે જેને પોતાના પ્રેમ ને છીનવી લીધો છે અને એને ખાલી રોહન નહિ પણ પોતાની જિંદગી ની બધી જ ખુશી છીનવી છે રશ્મિ હસવું ભૂલી ગઈ હતી અને વાત વાત માં આખ માં આસુ આવતા હતા એનું એકમાત્ર કારણ તેજલ હતી કોઈ ને ક્યારેય નફરત ના કરનારી રશ્મિ તેજલ ને ભારોભાર નફરત કરતી હતી.



રોહન ફ્રેશ થઈ આવે છે અને રશ્મિ સામે જુવે છે રશ્મિ ઊંડા વિચાર માં હોઈ એ રીતે ઉભી હતી રોહન એ એને ઝંઝોળી રશ્મિ અચાનક વર્તમાન માં પટકાઈ

રોહન - તું હજી ઉભી જ છે અરે ભૂખ લાગી છે જમવાનું આપ મને

રશ્મિ - હમ્મ.. હા ..રોહન તું બેસ અહીંયા હું જમવાનું લઈ આવું છું

અત્યારે ત્યાં રોહન અને રશ્મિ જ હતા બધા જમી અને કોઈ પોતાના રૂમ માં હતા અમુક મહેમાનો રોકાયા હતા તો ઘર ના બધા અને મહેમાનો એ બધા બહાર બેસી ગપ્પા મારી રહ્યા હતા

રશ્મિ રોહન ને થાળી પીરસી આપે છે રોહન ફટાફટ જમે છે એનું ધ્યાન જમવા કરતા પણ વધારે તેજલ સાથે વાત કરવામાં હતું એ ફટાફટ જમી અને રશ્મિ ને ગુડનાઈટ કહે છે

રશ્મિ - પણ .... રોહન.... થોડીવાર......

રોહન એ તો કઈ જ સાંભળ્યું ના હોઈ એમ ચાલ્યો જાય છે

રશ્મિ ની આંખ માં આંસુ ની ધાર થઈ કારણ કે રોહન ના ધ્યાન માં એ ના આવ્યું કે રોહન ની સાથે રશ્મિ પણ સવાર ની ભૂખી છે એને પણ કઈ જ નહોતું જમયુ રશ્મિ કેવા જતી હતી કે થોડીવાર અહીંયા બેસ તો હું પણ જમી લઉ પણ એ શબ્દો વણકહ્યા જ હૈયા માં ધરબાઈ ગયા એ ફસડાઈ અને ખુરશી પર બેસી ગઈ અને પોતાના બદનસીબ પર રડવા લાગી ને વિચારવા લાગી કે કાશ મેં તે દિવસે રોહન ને લિફ્ટ આપવાનું કહ્યું જ ન હોત તો એને તેજલ ને જોઈ ના હોત અને આજ રોહન ફક્ત મારો હોત પણ કહ્યું છે ને કે જ્યારે ઇશ્વર તમને મળાવવા માંગે ત્યારે બહાનું પોતે આપી દે છે


રોહન પોતાના રૂમ માં જઇ ફટાફટ વોટ્સએપ ખોલે છે અને તેજલ નો નમ્બર શોધે છે તેજલ નો નમ્બર મળતા જ ત્યાં ક્લીક કરે છે તેજલ નું ડીપી જુવે છે મઝેન્ટ કલર ની સાડી માં સિમ્પલ મેકઅપ મઝેન્ટ કલર ના જ લેન્સ એવીજ લિપસ્ટિક એની મેગ્નેટિક આખો અને એ કાળો તલ ખૂબ જ સિમ્પલ પણ આકર્ષક વ્યક્તિત્વ. રોહન જોઈ રહ્યો કારણ કે જે દેખાવે આટલી સુંદર હોઈ એનું દિલ કેટલું સુંદર હશે તેજલ ને જોઈ રોહન ના મોઢે થી શબ્દો નીકળે છે

सादगी सृंगार बन गई और आयनों की हार हो गई

हुस्न वालो को सवरने की जरूरत क्या है
वो तो सादगी में भी कयामत की अदा रखते है

રોહન તેજલ ને મેસેજ કરે છે " Hi " મેસેજ સેન્ડ થતા જ તેજલ ની આઈડી પર ગ્રીન સિગ્નલ બતાવે છે મતલબ એ પણ ઓનલાઈન થાય છે મેસેજ સીન થાય છે

typing........

TO BE CONTINUE.....



મિત્રો હવે શરૂ થઈ રહી છે તેજલ અને રોહન ના પ્રેમ ની રોમાંચક સફર તેજલ અને રોહન ના પ્રેમ સમય જતાં કેવો ખીલશે????રશ્મિ નું દર્દ અને તેજલ અને રોહન નો પ્રેમ આ ત્રિપુટી ની જિંદગી આગળ શું વળાંક લેશે??? તેજલ રોહન અને રશ્મિ ના જિંદગી ના ઉતાર ચડાવ કે જેમાં અઢળક પ્રેમ હશે હદ થી વધુ તકલીફ હશે , દર્દ હશે તો રોમાન્સ પણ હશે કોઈ માટે વફાદારી હશે તો કોઈ માટે બેવફાઈ હશે આગળ એટલા એવા ટ્વિસ્ટ આવશે કે તમને આ વાર્તા સાથે જોડી રાખશે તો આ ત્રણેય ની જિંદગી ના મુક સાક્ષી બનવા માટે વાંચતા રહો દિલ કા રિશ્તા

અને આપણો અભિપ્રાય જરુર આપશો આપ સૌ નો ખુબ ખુબ આભાર 😊😊😊😊