વાયરસ – ૯
યસ સર..સંજીવે જ સરિતા ને ત્યાં બોલાવી હતી..દિવસ રાતના ઉજાગરા ને લીધે મારી તબિયત પર અસર થઇ હતી..સંજીવે ઘણી વાર મને કહ્યું કે હું સરિતા ને કોલ કરું..પણ મેં જ એને નાં પાડી.મારા દુખ માં હું એને ભાગીદાર બનાવવા નહોતો માંગતો..પણ કોણ જાણે ક્યારે સંજીવે સરિતા ને ફોન કર્યો..અને એક દિવસ..
આશિષ તું મને પણ કહ્યા વગર પુના આવી ગયો..? વ્હાય..?
સરિતા પ્લીઝ મને ભૂલીજા .
હા મને એકલો છોડી દે..
કેમ..? મારી સાથે તારે કોઈ સંબંધ નથી..?હું તારી કોઈ નથી..?
સરિતા તું મારા મનની પીડા નહી સમજી શકે..
બધું સમજુ છું..આશિષ..
એ દિવસે સરિતાએ મેં અને સંજીવે સાથે ડીનર કર્યું..સરિતાએ જણાવ્યું કે ડોક્ટર થાપર નો કોલ આવેલો એમણે તારા વિષે પૂછ્યું પણ મને જ ખબર નહોતી કે તું ક્યા છે..તો મેં એમને કઈ જણાવ્યું નથી..સરકારે એમને રાષ્ટ્રીય પારિતોષિક આપવાનું અનાઉન્સમેન્ટ કર્યું છે..
ખબર છે મને..
આ સાહેબ અહિયાં પણ સુખેથી નથી બેસતા..આખો દિવસ લેબ માં જ હોય છે..સંજીવ બોલ્યો..
બીજે દિવસે સરિતા લેબ માં આવી અને મેં બનાવેલી વેક્સીન “ સ્વાહા ” વિષે ની જાણકારી મેળવી.અચાનક કોણ જાણે શું થયું કે સરિતા ના હાથે એસીડ નું બીકર ટેબલ પર આડું થયું અને અગ લાગી..એ જ વખતે “ સ્વાહા ” વેક્સીન ની ફાઈલ અને વેક્સીન પણ ડીસ્ત્રોય થઈ ગઈ..મારી મહેનત પર ફરી એકવાર પાણી ફરી ગયું..જો કે કુદરત ને જ મંજુર નહિ હોય કે હું કોઈ એવી વેક્સીન બનાવું જેનાથી કોઈને નુકસાન થાય.એ દિવસે સરિતા એ મને પોતાની સાથે આવવા માટે ઘણો ફોર્સ કર્યો પણ..
નાં સરિતા અત્યારે મારે ક્યાય નથી જવું..અને મુંબઈ તો હું ક્યારેય નહિ આવું.
આશિષ હું તારી પરિસ્થિતિ સમજી શકું છું.હું તને ફોર્સ નહિ કરું.તને જ્યારે એમ થાય કે તને મારી જરૂર છે કોલ કરજે હું હંમેશા તારી રાહ જોતી હોઈશ.
સરિતા પુનાથી રાતની ફ્લાઈટમાં એના પપ્પા પાસે બેંગ્લોર ગઈ..અને હું સંજીવ ને ત્યાં જ રોકાયો હતો..સરિતાના ગયા બાદ લગભગ એક અઠવાડીયા પછી મેં અખબાર માં સમાચાર વાંચ્યા કે ડોક્ટર થાપર અને ડોક્ટર ઝુનૈદ ની હત્યા થઇ છે.મને ખબર હતી કે આ હત્યા નો આરોપ મારા ઉપર જ આવશે..અને એ જ થયું.
પણ કમિશ્નર સાહેબ હું પુના છું એવું તમને કોણે જણાવ્યું હતું..?
કમિશ્નરે બ્હાર ની તરફ ઈશારો કરતા કહ્યું..
પેલા મેડમે..
બ્હાર ઇન્સ્પેક્ટર ખાનની સામે સરિતા બેઠી હતી..એને જોતા જ એની સાથેની પળો ફરી એકવાર આંખ સામેથી પસાર થઇ ગઈ..કાર ની સામે આવી ગયેલી ગાય , લોનાવલા ની ગોકુલ હોટલ , સરિતાના ઘરે કેન્ડલ લાઈટ ડિનર..અને ટીવી પર નાં ન્યુઝ..જેના કારણે હું મારું માનસિક સંતુલન ગુમાવી બેઠેલો..
તમને મળવા આવી છે..
કેમ..?
તમારી ફિયાન્સ છે..લગ્ન થવાના છે ને તમારા એમની સાથે..
પણ અત્યારે તો હું..ખૂની..
ગુનેગાર છો..ખૂની નથી..ગુનો સાબિત થયા બાદ તમને ખૂનીનું લેબલ લાગશે..મિસ્ટર ત્રિવેદી પોલીસ ને કોઈ શોખ નથી હોતો નિર્દોષને દોશી સાબિત કરવાનો..જો ગુનેગાર અમને કો ઓપરેટ કરે તો અમે પણ એમની સાથે સારો જ વ્યવહાર કરીએ છીએ.
એટલે કે હું બચી જઈશ..?
આવતી કાલે ખબર પડશે.
કહેતા કમિશ્નર સાહેબ લોકઅપ માંથી નીકળી ગયા..અને જતા જતા કહેતા ગયા..
જો મારી ગણતરી સાચી પડી તો.
અધુરી વાત મૂકી કમિશ્નર મને વધારે ટેન્શન માં નાખી ગયા.આવતી કાલે શું સાબિત થશે એના વિચારમાં મેં સરિતા તરફ નજર કરી..બ્હાર ખાન સાહેબે સરિતા સાથે વાતો કરી લીધી હતી..અને હવે કમિશ્નર ખાન ને કઈ કહી રહ્યા હતા..સરિતા ને પણ કઈ કહ્યું..સરિતા પાસે હવાલદાર મ્હાત્રે આવ્યો..જે સરિતા ને લોકઅપ સુધી લઇ આવ્યો..
દસ મિનીટ બોલું ઘ્યા.કહીને મ્હાત્રે ચાલ્યો ગયો..સરિતા મને જોઈ રહી હતી અને હું સરિતા ને.એની આંખોમાં ઝળઝળિયાં હતા.હું ઉભા થઈને સરિતા પાસે ગયો..સળીયા પર જ હાથ હતો મારો મારા હાથ પર એણે પોતાનો હાથ મૂકી ને દબાવ્યો..એની આંખોમાંથી આંસુ સારી પડ્યા..
બસ.રડવાનું બંધ કર..સરિતા..
આ લોકોએ મને અહિયાં કેમ બોલાવી છે..?
શું..?
ક્રમશઃ