Rivaaj - 2 in Gujarati Fiction Stories by Suresh Goletar books and stories PDF | રિવાજ - 2 - મુલાકાત

Featured Books
  • तेरा...होने लगा हूं - 5

    मोक्ष के खिलाफ और खुद के फेवर में रिपोर्ट बनाकर क्रिश का कस्...

  • छावां - भाग 2

    शिवराय द्वारा सन्धि का प्रस्ताव मिर्जाराज जयसिंह के पास भेजा...

  • Krick और Nakchadi - 3

     " एक बार स्कूल मे फन फेर हुआ था मतलब ऐसा मेला जिसमे सभी स्क...

  • पथरीले कंटीले रास्ते - 27

      पथरीले कंटीले रास्ते    27   27     जेल में दिन हर रोज लगभ...

  • I Hate Love - 10

    और फिर उसके बाद स्टडी रूम की तरफ जा अंश को डिनर करने को कहती...

Categories
Share

રિવાજ - 2 - મુલાકાત

પ્રકરણ ૨

પારાવાર હાડમારીઓ વચ્ચે પોતાનું અને ખુદની અર્ધાંગિની નું જીવન ટકાવી રાખવું એ કંઈ જેવી તેવી સહેલી કસોટી નહોતી . મુશ્કેલીઓને તરત જ પરાસ્ત કરી દેવાની ખેવનાઓ સામે હકીકત તો સાવ બીજું જ સ્વરૂપ દર્શાવી રહી હતી .


સાવ નાની એવી ઓરડીમાં બંને એ પોતાના
લગ્નજીવન નો આરંભ તો કરી દીધો પણ આ અનુભવ ખૂબ જ કઠિન અને મુશ્કેલી ભર્યો હતો .મિલાપ ને પોતાની પૈતૃક સંપત્તિમાં ની સગવડો સામે ખૂબ જ ઓછી સુવિધા માં જીવન
ગાળવું પડી રહ્યું હતું .

સૂર્યનારાયણ ધીમે ધીમે થી પોતાની તીવ્રતા ઘટાડીને કિરણો નો મારો સંકેલવા લાગ્યા હતા .અંધારા નું સામ્રાજ્ય ફેલવાને તો થોડી જ વાર રહી હતી . મંદિરો માં સંધ્યા આરતીની ઝાલર વાગી રહી હતી .ભરવાડો પોતાનું ધણ હાંકીને ગામનાં પાદર માં ધૂળ ઉડાડી રહ્યા હતા .

મહેસાણા શહેરના એક છેડે સાવ જુનાપુરાના મકાન ની જર્જરિત દીવાલો નીચે દંપતી પોતાનું જીવન ટકાવી રહ્યા હતા .

મિલાપ એની કારકુન ની કમર તોડી નાખતી નોકરીમાંથી હજી હમણાં જ પાછા ફર્યા હતા .રાધા સાંજ માટે વાળું ની તૈયારી કરી રહી હતી .ખીચડી ની સુવાસ ચારેકોર આવી રહી હતી .

" સાંભળો છો તમે , ખીચડીને દૂધ બનાવ્યું છે
ચાલશે ને "
હળવેથી રાધા એ સાદ કર્યો .

મિલાપ કંઈ પણ જવાબ આપે એ પેલાં તો
રાધા એ ચીસ પાડી ને ફસડાઈ ગઈ .મિલાપ દોડીને પહોંચ્યો ત્યારે તો લોહીનું આખું પાતોડું ભરાઈ ગયું હતું .હવે કંઈ પૂછવાનો સમય વધ્યો નહોતો .

તરત જ રાધાને સરકારી દવાખાને પાડોશી અલ્તાફ ના ગાડાં માં બેસાડીને પહોંચાડી દીધી .
બહાર બાંકડે પણ મિલાપ નું મન જરીયે શાંતિ નોતું .

" તબિયત તો હવે સુધરી રહી છે પણ ગમે ત્યારે ડિલિવરી નું દરદ ઉપડી જાય . સાતમો મહિનો ચાલે છે એટલે અધૂરા મહિને જન્મેલું બાળક સ્વસ્થ નહીં હોય .premature ડિલિવરી માટે અહીં પૂરતી સુવિધા નથી એટલે દર્દીને તાબડતોબ
મોટી હૉસ્પિટલ માં પહોંચાડી દેવા પડશે '

આજનો દિવસ મિલાપ માટે કઈક જુદો જ ઊગ્યો હતો . સૂર્યદેવ બધી જ કૃપા એની ઉપર વરસવા માંગતા હોય એમ એના જીવન માં નવી ઊર્જા નું સંચરણ થયું .

" તમારે ઘરે પારણું બંધાયું છે ,
દીકરી નો જન્મ થયો છે પણ એને શ્વાસ લેવામાં તકલીફ છે એટલે એને incubator માં રાખવી પડશે "

Premature delivery નો મસમોટી ફી ભરવાની તો એની ઔકાત જ નોતી પણ આ નાની
ઢીંગલીને કેમેય કરીને જીવડવી હતી .

એનો ચહેરો જોઈ લેવા માટે વોર્ડ તરફ એને દોટ મૂકી .

બિડાયેલા પોપચાં ને હથેળી માં સમાઈ જાય એવી પાતળી કાયા.એના હરખ નો પર રહ્યો નોતો .

*. *. *. *. *.

હજુ ઘણા પાના ઉથલાવી લીધા હોત પણ ત્યાં જ ખભા પર કોઈએ હાથ મૂક્યો ,

" એલા આયા બેઠો પલળે છે શું કામ ,
શરદી થઈ જશે ને માંદો પડી જાશ "
જમવા બોલાવવા માટે રમણીકભાઇ આવ્યા હતા .

મિલાપ ભાઈ ની જાહોજલાલી વિશે તો મેં પણ ઘણું સાંભળેલું પણ એના ભૂતકાળ વિશે જાણવાની ઘણી ઈચ્છા હતી . એમને જોવાનું તો રોજ થઈ જાય પણ તેઓ હંમેશા અતડા જ રહેતા.

હું હજી નવોસવો degree લઈને નોકરીએ જોડાયેલો . કોઈની લાગવગ નહીં એટલે કોઈ મને નોકરી આપતું નહી પણ વૃદ્ધશ્રમ માં છેવટે કામ મળ્યું આ બધા ભૂતકાળ ના ભવ્ય ઘરેણાં ઓને સાચવવાનું .હું હજી ત્યારે ૨૩ વર્ષ નો જ હતો પણ દરેક વડીલ મારી સાથે આદર અને સમ્માન થી જ વાત કરતા .

એક દિવસ હું અને મિલાપ ભાઈ બેઠા હતા તાયરે એમને મારી ઈચ્છાથી એમની જૂની વાતો ઉખેળી.

" જો દીકરા ,
જ્યારે મૃત્યુ નજીક આવે ત્યારે સુખના દિવસો બોવ જ યાદ આવે "