પ્રકરણ - ૧૨
.
"મૈં જહાં રહું મૈં કહી ભી હું તેરી યાદ સાથ હૈ"
જાવેદ અખ્તર ~~~
જાવેદ અખ્તર બહુમુખી પ્રતિભા
જાવેદ અખ્તર કવિ
જાવેદ અખ્તર ગીતકાર
જાવેદ અખ્તર કથાલેખક
જાવેદ અખ્તર પટકથા લેખક
જાવેદ અખ્તર સંવાદલેખક
૧૭ જાન્યુઆરી ૧૯૪૫ના દિવસે ગ્વાલિયર , મધ્યપ્રદેશમાં જન્મ
માતા સાફિયા સિરાઝ ફૂલ હક શિક્ષિકા અને લેખિકા અને પિતા જાણીતા પણ અજાણ્યા કવિ અને ગીતકાર જાં નિસ્સાર અખ્તર
૧૭ જાન્યુઆરી ૧૯૫૩ના દિવસે સાફિયા અખ્તરનું કેન્સરની બીમારીથી અવસાન થયું
ત્યારબાદ જાં નિસ્સાર અખ્તરે ૧૭ સપ્ટેમ્બર ૧૯૫૬ના દિવસે ખદીજા તલત સાથે બીજા લગ્ન કર્યા
જાં નિસ્સાર અખ્તરે ૧૯ ઓગસ્ટ ૧૯૭૬ના દિવસે મુંબઈમાં અંતિમશ્વાસ લીધા
.
જાવેદ અખ્તર, સલમાન અખ્તર, શાહિદ અખ્તર એ ત્રણ ભાઈઓ અને ઊનેઝા અખ્તર એક બહેન
સલમાન અખ્તર અમેરિકામાં "મનોચિકિત્સક" છે
સલમાન અખ્તર એટલે ડોક્ટર, લેખક, કવિ, વિવેચક
૩૧ જુલાઈ ૧૯૪૬ના દિવસે જન્મેલા ડો. સલમાન અખ્તરે AMUથી MBBS કર્યા પછી ચંદીગઢથી MD કર્યું
૧૯૭૩માં તેઓ કાયમ માટે અમેરિકા રહેવા જતા રહયા
તેઓ પોતે કવિ અને વિવેચક પણ રહયા
તેઓએ ચિકિત્સા સહીત , કવિ અને વિવેચક તરીકે ૩૦૦ પુસ્તકો/નિબન્ધો લખ્યા છે
ડો. સલમાન અખ્તરના પ્રખ્યાત પુસ્તકોની યાદી
Immigration and Identity (1999)
Psychoanalytic listening
Source of suffering
Comprehensive dictionary of psychoanalysis
Listening to others
તેઓનો દીકરો કબીર અખ્તર એ પણ અમેરિકન TV પર આવતી જુદીજુદી સિરિયલોના નિર્માતા અને સંપાદક
વર્ષ ૨૦૧૬માં કબીર અખ્તરને Emmy Award મળ્યો હતો
તેની જાણીતી કૃતિઓમાં Arrested Development, Crazy Ex-Girlfriend, New Girl, Behind the Music, and the Academy Awardsનો સમાવેશ થાય છે
કબીર અખ્તર "The Tool Page" અને "toolshed" નામની વેબસાઈટ સાથે સંકળાયેલો રહ્યો
કબીર અખ્તરે Google , You Tube અને Yahoo જેવી પ્રચલિત વેબ સાઈટના નિર્માણમાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો
.
શાહિદ અખ્તર કવિ છે
બહેન ઊનેઝા અખ્તર કવિયત્રી છે
.
.
જાવેદ અખ્તરના વડવાઓની કે જેમની પેઢીઓએ ભારતવર્ષને પ્રસ્થાપિત કવિઓ આપ્યા છે
જાવેદ અખ્તરના પિતા કવિ અને ગીતકાર જાં નિસ્સાર અખ્તર હિન્દી, ઉર્દુ અને પર્શિયન ભાષામાં કવિતાઓ કરતા
અને તેમના વડવાઓ પણ હિન્દી, ઉર્દુ, અરેબિયન અને પર્શિયનમાં કવિતાઓ કરતા
તેમના પરદાદા "ફઝલ એ હક" એક લેખક, કવિ, ફિલસૂફ, તત્વચિન્તક અને વિદ્વાન હતા
તેઓના દાદા એ જમાનામાં લખનૌ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ હતા
૧૮૫૭ના અંગ્રેજો સામેના બળવા સમયે તેઓ અંગ્રેજો સામે પ્રજાજોગ "ફતવા" જારી કરતા
૧૮૫૭ના બળવાની નિષ્ફળતા બાદ ૩૦ જાન્યુઆરી ૧૮૫૯ના દિવસે અંગ્રેજ સરકાર દ્વારા તેમની ધરપકડ કરાઈ
અને આજીવન કાળાપાણીની સજા ફરમાવાઈ
એ સજાના ભાગરૂપે તેમને આંદામાન નિકોબારની જેલમાં ધકેલી દેવામાં આવ્યા
આંદામાન નિકોબારની જેલમાં જ તેઓનું અવસાન થયું
અને તેઓ મીરઝા ગાલિબના સમકાલીન રહયા અને મિર્ઝા ગાલિબના માર્ગદર્શક પણ રહયા
.
આજથી ચાર - પાંચ વર્ષો પહેલા ગાલિબની "ના કિસી કી આંખ કા નૂર હું.." સહીતની અમુક રચનાઓ જે આજસુધી ગાલિબના નામે જ પ્રચલિત છે એ રચનાઓના મૂળ કવિ "ફઝલ એ હક" હોવાનો વિવાદ છેડાયો હતો
.
.
જાવેદ અખ્તરના દાદા ઈફ્તિખાર હુસૈન કે જેમનું ઉપનામ મુઝતર ખરીદાબાદી હતું
જેઓ એક સારા ઉર્દુ કવિ હતા
જેઓને "ખાન બહાદુર", "ઐતબાર ઉલ મુલ્ક" અને "ઇફતીખાર ઉલ શૌરા" ઇલ્કાબો મળ્યા હતા
તેઓએ પોતાનુ મોટાભાગનું જીવન ખરીદાબાદ, ટોંક, ગ્વાલિયર, ઈન્દોર, ભોપાલ અને રામપુરમાં વિતાવ્યું
.
.
જાવેદ અખ્તરે ફિલ્મજગતમાં પોતાની કારકિર્દી ક્લેપબોય તરીકે શરુ કરી હતી
દરમ્યાન ફિલ્મ "સરહદી લૂટેરા"માં સલીમખાન મુખ્ય હીરો અને જાવેદ "ક્લેપબોય" તરીકે કામ કરે
સલીમ - જાવેદની ફિલ્મ "સરહદી લૂટેરા"ના સેટ પર પ્રથમ વખત મુલાકાત થઈ
જોકે સલીમખાને તો ૧૯૬૦ની ફિલ્મ બારાતમાં નાનકડો અભિનય કરીને ફિલ્મજગતમાં પ્રવેશ કર્યો હતો
સલીમખાને ૧૯૬૬ની ફિલ્મ તીસરી મંઝીલના મુખ્ય કલાકાર "રોકી"ના મિત્ર તરીકેનો અભિનય કર્યો હતો
૧૯૬૦થી ૧૯૭૧ સુધીમાં સલીમખાને ૧૪ ફિલ્મોમાં નાનામોટા રોલ કર્યા
જાવેદે અખ્તરે સલીમખાન સાથે જોડી બનાવીને ૧૯૭૧થી ૧૯૮૭ સુધીમાં ૨૨ હિન્દી ફિલ્મોની કથા લખી
આ ફિલ્મોમાંથી મોટાભાગની ફિલ્મો બોક્સઓફિસ પર સફળ રહી
જે ફિલ્મો હતી
અંદાઝ, અધિકાર, હાથી મેરે સાથી, સીતા ઔર ગીતા, યાદો કી બારાત, ઝંઝીર, મજબૂર, હાથ કી સફાઈ, દીવાર, શોલે, આખરી દાવ, ઈમાન ધરમ, ચાચા ભતીજા, ડોન, ત્રિશુલ, કાલા પથ્થર, દોસ્તના, શાન, ક્રાંતિ, શક્તિ, ઝમાના, Mr. India
જયારે બે કન્નડ ફિલ્મોની કથા લખી - ફિલ્મો હતી રાજા નન્ના રાજા અને Premada Kanike
.
આમ તો ૧૯૮૨માં કેટલાક અંગત અણબનાવોના કારણે અને મતભેદોના કારણે સલીમ-જાવેદની જોડી તૂટી ગઈ હતી
.
ત્યારબાદ જાવેદ અખ્તરે પોતાના નામે ૧૯૮૩ થી ૨૦૦૬ સુધીમાં અન્ય ૨૦ ફિલ્મોની કથા લખી
ફિલ્મો હતી -
બેતાબ, દુનિયા, મશાલ, સાગર, અર્જુન, મેરી જંગ, ડકૈત, મૈં આઝાદ હું, ખેલ, રૂપ કી રાની ચોરો કા રાજા, પ્રેમ, કભી ના કભી, લક્ષ્ય અને Don: The Chase Begins Again
પણ આ ફિલ્મોની કથામાં સલીમ - જાવેદની જોડી જેવી ધાર ના હતી
એટલે આમાંની મોટાભાગની ફિલ્મો બોક્સઓફિસ પર પટકાઈ ગઈ
.
દરમ્યાન ૧૯૮૧થી જાવેદે ફિલ્મોમાં ગીતો લખવાની શરૂઆત કરી દીધી
અત્યારસુધીમાં જાવેદ અખ્તરે લગભગ ૧૦૦ ફિલ્મોમાં ગીતો લખ્યા છે
અને જાવેદના લખેલા મોટાભાગના ગીતો લોકભોગ્ય અને અતિપ્રચલિત રહયા
.
.
૧૯૭૨માં ફિલ્મ સીતા ઔર ગીતાના સેટ પર ફિલ્મની અભિનેત્રી હની ઈરાની સાથે પ્રેમાંકુર પાંગર્યા
અને જાવેદે હની ઈરાની સાથે લગ્ન કરી લીધા
.
જે તે સમયે જાવેદ પાસે રહેવાની કોઈ જગ્યા ના હતી એટલે હની ઈરાનીની મોટી બહેન મેનકાખાને પોતાનો ફ્લેટ રહેવા માટે આપ્યો હતો
આ લગ્નથી હની - જાવેદને બે સંતાન ઝોયા અખ્તર અને ફરહાન અખ્તર
(એ બંનેની વિગતો તમે જાણો છો)
.
મેનકા ઈરાનીએ હિન્દી ફિલ્મના સ્ટંટમેન કમ ફિલ્મ નિર્માતા કામરાનખાન સાથે લગ્ન કર્યા હતા
આ લગ્નથી મેનકાને બે સંતાન - સાજીદખાન અને ફરાહખાન (બંનેની વિગતો તમે જાણો છો)
.
સમય જતા કામરાનખાનની જાહોજલાલીનો અંત આવ્યો અને એ સાથે જ મેનકા અને કામરાન એકબીજાથી અલગ થઈ ગયા
કદાચ એ બંનેનો ધર્મ પણ અડચણરૂપ હતો - મેનકા પારસી હતી જયારે કામરાન મુસ્લિમ
.
.
હની ઈરાનીની બીજી બહેન ડેઈઝી ઈરાની
એક જમાનામાં હની ઈરાની અને ડેઈઝી ઈરાની બાળ કલાકાર તરીકે હિન્દી ફિલ્મોમાં કામ કરતા હતા
ડેઈઝી ઈરાની ત્રણેય બહેનોમાં સૌથી મોટી બહેન
ડેઈઝીએ K K શુક્લા નામના ફિલ્મ કથા લેખક અને પટકથા લેખક સાથે લગ્ન કર્યા
આ લગ્નથી ડેઈઝીને ત્રણ સંતાન હતા
લગ્ન બાદ પોતાના સંસારને સાચવવા ડેઈઝીએ ફિલ્મોમાં કામ કરવાનું ત્યજી દીધું હતું
.
આ ત્રણેય બહેનોના બે ભાઈ - સરોશ ઈરાની અને બન્ની ઈરાની પણ ફિલ્મજગત સાથે સંકળાયેલા છે
.
૧૯૮૫માં પોતાના કામના અહંના ટકરાવે જાવેદ અને હની ઈરાની એકબીજાથી અલગ થઈ ગયા
.
પણ એ પહેલા જ ૯ ડિસેમ્બર ૧૯૮૪ના દિવસે જાવેદ અખ્તરે શબાના આઝમી સાથે નિકાહ પઢી લીધા હતા
.
જાવેદથી અલગ થયા પછી હનીએ પોતાનું ગુજરાન ચલાવવા માટે એમ્બ્રોઇડરીના મશીનો વસાવીને એમ્બ્રોઇડરી કરવાની શરૂઆત કરી
એ સમય દરમ્યાન હની ઈરાનીએ નાની વાર્તાઓ લખવાની શરુ કરી
આ વાર્તાઓ ક્યારેય કોઈ છાપા અથવા મેગેઝીનમાં છપાવી નહોતી
.
આ બાબતની જાણ યશ ચોપરાના પરિવારને હતી
હનીએ પોતે લખેલી કેટલીક વાર્તાઓ યશ ચોપરાને TV સિરિયલો બનાવવા આપી હતી
પણ યશ ચોપરાએ એ કથા પરથી TV સિરિયલ બનાવવાને બદલે ફિલ્મ બનાવી
યશ ચોપરા સિવાય અન્ય ફિલ્મ નિર્માતાઓ પણ હની ઈરાનીની વાર્તાઓ ખરીદી હતી
હની ઈરાનીની વાર્તાઓ પર બનેલી ફિલ્મો હતી -
DDLJ , લમ્હે, આઈના, ડર, સુહાગ, ઔર પ્યાર હો ગયા, જબ પ્યાર કિસીસે હોતા હૈ, લાવારિસ(૯૯) , કહો ના પ્યાર હૈ, ક્યા કહેના, અરમાન, અલબેલા, કોઈ મિલ ગયા, ક્રિશ, હર પલ, ક્રિશ ૩ વગેરે
આ તમામ ફિલ્મોમાંથી લમ્હે, ક્યા કહેના, કહો ના પ્યાર હૈ ફિલ્મો માટે જે તે વર્ષના શ્રેષ્ઠ કથા અને શ્રેષ્ઠ પટકથા લખવા માટે ફિલ્મફેર એવોર્ડ મેળવ્યા
.
આ તરફ જાવેદે શબાના સાથે નવી જિંદગી શરુ કરી દીધી હતી ...
શબાના કરતા જાવેદ દસ વર્ષ મોટા, પરિણીત અને પ્રથમ પત્ની સાથે છૂટાછેડા લીધા બાદ લગ્નોસ્તુક, બે સંતાનના પિતા અને કવિને ગીતકાર એવા પોતાના પિતા કૈફી આઝમીનો શાગિર્દ !
આ લગ્ન પહેલા શબાનાના જીવનમાં છ પુરુષોએ પોતાની જગ્યા બનાવેલી
આ છ પુરુષો હતા
બેન્જામિન ગિલાની (આલાપ, ઝુનૂન , સરદાર, દેવતા, મિર્ચ મસાલા) ,
ઉદય ચંદ્ર (બાતોં બાતોં મેં,1942 - a Love Story, ધ્રુવ ચંદ્રના નામે પણ ઓળખાય છે) ,
માર્ક ઝુબેર (યે નજદીકીયાં, કમલા, કતલ) ,
બોની કપૂર,
શેખરકપૂર,
શશીકપૂર.....
સાતમો અને છેલ્લો નંબર એ જાવેદ અખ્તર !
શબાનાના પિતા કૈફી આઝમી શબાનાના જાવેદ અખ્તર સાથેના લગ્નના વિરોધી હતા
કારણ કે એ પરિણીત અને બે સંતાનના અને વધારામાં પોતાનો શાગિર્દ (ચેલો)
પણ જાવેદ અખ્તરે શબાનાની જીદના કારણે હની ઈરાનીને તલાક આપી દીધા
ત્યારબાદ ૯ ડિસેમ્બર ૧૯૮૪ના દિવસે શબાનાએ જાવેદ સાથે લગ્ન કર્યા
ક્યારેક વિચાર આવે છે કે પોતાના અભિનયવાળી ફિલ્મોમાં નારી શક્તિની, નારી સુરક્ષાની અને નારી સન્માનની મોટી મોટી વાતો કરીને અને મોટા મોટા ઉપદેશો આપીને લોકચાહના મેળવતી શબાના આઝમીએ, સ્મિતા પાટીલે, હેમા માલિનીએ, શ્રીદેવી જેવી અભિનેત્રીઓએ પોતાના વાસ્તવિક જીવનમાં અન્ય સ્ત્રીઓના હર્યાભર્યા સંસારને ખેદાનમેદાન કર્યો છે !
.
ફિલ્મોએ સમાજનો આયનો છે
એમાં સમાજનું પ્રતિબિંબ પડે છે
ફિલ્મો સાથે સંકળાયેલા લોકો પોતાની ફિલ્મો દ્વારા સમાજને સંદેશ અને ઉપદેશ આપીને સમાજના ઘડવૈયા બની રહે છે
પણ જયારે એ ફિલ્મો અને એ ફિલ્મોના કિરદારો પોતાની અસલી જિંદગીમાં પોતાની અસલિયત બતાવે છે ત્યારે એ લોકો સન્માનનીય નહીં ધૃણાને પાત્ર બની રહે છે
.
પોતાની કારકિર્દીની શરૂઆતે ૧૯૭૪ની દેવાનંદની ફિલ્મ "ઈશ્ક ઈશ્ક ઈશ્ક" સમયે ફિલ્મના સહઅભિનેતા શેખરકપૂર સાથે આંખ મળી ગઈ
અને પ્રેમાંકુરો ફૂટી નીકળ્યા
એકબીજાના થઈ જવાની રાહે સાત વર્ષ સુધી એકબીજાના સાનિધ્યે રહયા
અને અચાનક જ ........!
.
પૃથ્વીરાજકપુર અને કૈફી આઝમી બંનેય પાડોશી હતા
પૃથ્વીરાજકપુરને મળવા માટે શશીકપૂર અવારનવાર ત્યાં આવતો
શશીકપૂરના "હસ્તાક્ષર" (ઓટોગ્રાફ) લેવા શબાના, શશિકપૂરના અસંખ્ય ફોટા લાવીને રાખતી અને શશીકપૂરની દરેક મુલાકાત સમયે તેના ફોટા પર તેના ઓટોગ્રાફ લેવાનું ચૂકતી નહિ
.
દરમ્યાન શબાના પણ ફિલ્મ અભિનેત્રી બની ગઈ
અને શશીકપૂર સાથેની શબાનાની ફિલ્મી જોડીની ફિલ્મો બોક્સઓફિસ પર સફળ થવા લાગી
જે તે ફિલ્મોના નિર્માણ સમયે શબાના અને શશીકપૂર સાથે પ્રેમાંકુર ફૂટ્યા
શશીકપૂર અને શબાના લગ્નબંધને બંધાવાની તૈયારી કરવા લાગ્યા
આ વાત ની જાણ શશીકપૂરની પત્ની જેનિફરને થઈ
અને એ વાતે શશીકપૂર અને જેનીફરનું લગ્નજીવન ડામાડોળ થઈ ગયું
શબાના સાથે આજીવન વાત નહિ કરવાનું શશિકપૂરે જેનીફરને વચન આપ્યા બાદ માંડમાંડ એ મામલો થાળે પડયો
પોતાની પત્ની જેનીફરને આપેલું વચન શશિકપૂરે પાળ્યું અને શબાના સાથે એ પછી ક્યારેય વાત ના કરી!
.
.
જાવેદ અખ્તરનું નામ ક્યારેક અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી સાથે પણ સંકળાયેલું હતું
.
.
રાજકીય અને સામાજિક બાબતો પર જાહેરમાં પોતાની ટીકાટિપ્પણીઓ કરવાની આદતે જાવેદ અખ્તર વખતોવખત લોકોમાં અપ્રિય અને ધૃણાસ્પદ પાત્ર રહ્યું છે
.
જાવેદ અખ્તર જન્મે મુસ્લિમ હોવા છતાંયે પોતાની સમજણ આવ્યા પછી પોતાને "નાસ્તિક" ગણાવે છે
જાવેદ અખ્તર આજે કોઈપણ ધર્મ પાળતા નથી !
.
સલીમ જાવેદની જોડીના ફાળે નીચે દર્શાવ્યા પ્રમાણે ફિલ્મફેર એવોર્ડ આવ્યા છે
- ફિલ્મ ઝંઝીરમાં શ્રેષ્ઠ કથા માટે અને શ્રેષ્ઠ પટકથા માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો (૧૯૭૪)
- ફિલ્મ દીવારમાં શ્રેષ્ઠ કથા માટે, શ્રેષ્ઠ પટકથા માટે અને શ્રેષ્ઠ સંવાદો માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો (૧૯૭૬)
- ફિલ્મ શક્તિમાં શ્રેષ્ઠ પટકથા માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો (૧૯૮૩)
ફિલ્મ શોલે, ત્રિશુલ, કાલા પથ્થર અને શક્તિની કથા માટે ફિલ્મફેરમાં નોમિનેશન મેળવેલું
.
શ્રેષ્ઠ ગીતો માટે મળેલા ફિલ્મફેર એવોર્ડ -
- એક લડકી કો દેખા તો ઐસા લગા (૧૯૯૫)
- ઘર સે નિકલતે હી કુછ દૂર ચલતે હી (૧૯૯૭)
- સંદેશે આતે હૈ ( ૧૯૯૮)
- પંછી નદીયાં પવન કે ઝોકે (૨૦૦૧)
- રાધા કૈસે ના જલે (૨૦૦૨)
- કલ હો ના હો (૨૦૦૪)
- તેરે લિયે (૨૦૦૫)
- જશને બહારા (૨૦૦૯)
અને એક ફિલ્મફેર એવોર્ડ શ્રેષ્ઠ સંવાદો માટે મળ્યો - ફિલ્મ મૈં આઝાદ હું (૧૯૯૦)
૨૦૦૭માં ફિલ્મફેર લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ મેળવ્યો
હિન્દી ફિલ્મજગતની અનન્ય સેવાઓને ધ્યાનમાં લઈને લખનૌની કોલેજમાં અભ્યાસ કરનાર જાવેદને UP સરકારે "અવધ સન્માન"થી સન્માનિત કર્યા છે
૧૯૯૯માં ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યા
અને વર્ષ ૨૦૦૭માં ભારત સરકારે પદ્મ ભૂષણથી નવાજ્યા
૧૬ નવેમ્બર ૨૦૦૯ના દિવસે રાષ્ટ્રપતિ દ્વારા "રાજ્યસભા"ના સભ્ય તરીકે પાંચ વર્ષ માટે નિમણૂંક કરાઈ
.
પોતાના સંઘર્ષના દિવસોમાં કમલ અમરોહીએ જાવેદ અખ્તરને પોતાના કમાલિસ્તાન સ્ટુડિયોમાં રહેવાની સગવડ કરી આપી હતી
તેનું ઋણ ઉતારવાનું રહી ગયું તેનો વસવસો જાવેદ અખ્તરને આજેય છે
.
જાવેદ અખ્તરના જાણીતા ગીતોની એક ઝલક
.
~ હર ઘડી બદલ રહી હૈ રૂપ જિંદગી - કલ હો ના હો
~ મૈંને જિસે અભી અભી દેખા હૈ , કૌન હૈ વો અંજાની - કલ હો ના હો
~ તેરે માથે ઝૂમર દમકે , તેરે કાનો બાલી ચમકે હૈ રે , માહી વે - કલ હો ના હો
~ સંદેશે આતે હૈ હમેં તડપાતે હૈ - બોર્ડર
~ એ જાતે હુએ લમ્હોં જરા ઠહેરો જરા ઠહેરો - બોર્ડર
~ તેરે લિયે હમ હૈ જીયે, હોઠો કો સિયે - વીર ઝારા
~ જાનમ દેખ લો મીટ ગયી દુરીયા , મૈં યહાં હું યહાં હું યહાં હું યહાં - વીર ઝારા
~ ધરતી સુનેહરી અંબર નીલા.... ઐસા દેશ હૈ મેરા - વીર ઝારા
~ દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ - સિલસિલા
~ નીલા આસમા સો ગયા - સિલસિલા
~ યે કહાં આ ગયે હમ યું હી સાથસાથ ચલતે - સિલસિલા
~ કભી અલવિદા ના કહેના - કભી અલવિદા ના કહેના
~ તુમ્હી દેખો ના યે ક્યા હો ગયા - કભી અલવિદા ના કહેના
~ ઓ પાલનહારે નિર્ગુણ ઓર ન્યારે - લગાન
~ મધુબનમેં જો કનૈયા કિસી ગોપી સે મિલે - લગાન
~ ઓ રી છોરી - લગાન
~ ઓ મીતવા, સુન મીતવા - લગાન
~ મૈં ઐસા કયું હું - લક્ષ્ય
~ ચાંદ તારે તોડ લાઉં - Yes Boss
~ મૈં કોઈ ઐસા ગીત ગાઉં કે આરઝૂ જગાઉં - Yes Boss
~ તૌબા તુમ્હારે યે ઈશારે - ચલતે ચલતે
~ સુનો ના સુનો ના સુનલો ના - ચલતે ચલતે
~ ચેહરા હૈ યા ચાંદ ખીલા હૈ - સાગર
~ સચ મેરે યાર હૈ બસ યહી પ્યાર હૈ - સાગર
~ યે તેરા ઘર યે મેરા ઘર .... યે ઘર બહોત હસીન હૈ - સાથ સાથ
~ તુમકો દેખા તો યે ખ્યાલ આયા - સાથ સાથ
~ અઝીમો શાન શહેનશાહ - જોધા અકબર
~ કહેને કો જશ્ને બહાર હૈ - જોધા અકબર
~ જગ સૂના સૂના લાગે - ઓમ શાંતિ ઓમ
~ આંખો મેં તેરી અજબ સી અજબ સી અદાએ હૈ - ઓમ શાંતિ ઓમ
~ તુમકો પાયા હૈ તો જૈસે ખોયા હું - ઓમ શાંતિ ઓમ
~ મૈં જહાં રહું મૈં કહી ભી હું તેરી યાદ સાથ હૈ - નમસ્તે લંડન
~ રફ્તા રફ્તા દેખો દેખો ક્યા હો ગયા - નમસ્તે લંડન
~ પ્યાર હુઆ ચુપકે સે - 1942 A Love Story
~ રીમ ઝીમ રીમ ઝીમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ - 1942 A Love Story
~ એક લડકી કો દેખા તો ઐસા લગા - 1942 A Love Story
~ કુછ ના કહો કુછ ભી ના કહો - 1942 A Love Story
~ ઈશ્ક હુઆ કૈસે હુઆ - ઈશ્ક
~ મુઝે તુમ યાદ કરના ઔર મુઝકો યાદ આના તુમ - મશાલ
~ દિલ ચાહતા હૈ - દિલ ચાહતા હૈ
~ જિસે ઢૂંઢતા હું મૈં હર કહીં - દિલ ચાહતા હૈ
~ જાને કયું લોગ પ્યાર કરતે હૈ - દિલ ચાહતા હૈ
~ પંછી નદીયાં પવન કે ઝોંકે કોઈ સરહદ ના ઇન્હેં રોકે - રેફ્યુજી
~ ઐસા લગતા હૈ - રેફ્યુજી
~ મેરે હમસફર મેરે હમસફર મેરે પાસ આ મેરે પાસ આ - રેફ્યુજી
~~~~~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૧૩
"આપકી બાતે કરેં યા અપના અફસાના કહે..."
.
~ બાદલ કાલા કોયલ કાલી ઉસસે કાલી રાત હૈ - અંગ સે અંગ લગાલે
~ ચાંદની રાત મેં એકબાર તુજે દેખા હૈ - દિલ એ નાદાન (ખૈયામ)
~ કઈ સદીયો સે કઈ જન્મો સે - મિલાપ (બ્રીજભૂષણ)
~ કહીં ઐસા ના હો તુમ અજનબી રાહોંમેં કહો જાઓ - મિલાપ (બ્રીજભૂષણ)
~ માના તેરી નજરમેં તેરા પ્યાર હમ નહિ - આહિસ્તા આહિસ્તા (ખૈયામ)
~ મૈ તો હર મોડ પર તુજકો દૂંગા - ચેતના (સપન જગમોહન)
~ ના જાને ક્યા હુઆ જો તુને છૂ લીયા - દર્દ (ખૈયામ)
~ બદરા છાયે રે કારે કારે કજરારે - માન જાઈયે (જયદેવ)
~ યે વોહી ગીત હૈ જિસકો મૈને - માન જાઈયે (જયદેવ)
~ રસમે ઉલફત કો નિભાયે તો નિભાયે કૈસે - દિલ કી રાહેં (મદનમોહન)
~ આપકી બાતે કરેં યા અપના અફસાના કહે - દિલ કી રાહેં (મદનમોહન)
~ તુમ્હે દેખતી હું તો લગતા હૈ ઐસે - તુમ્હારે લીયે (જયદેવ)
~ ઉલફત મેં જમાને કી હર રસમ કો ઠુકરાઓ - કોલગર્લ (સપન જગમોહન)
~ યે મુલાકાત એક બહાના હૈ - ખાનદાન (ખૈયામ)
~ મીતવા મીતવા મોરે મન મીતવા આજા રે આજા રે આજા રે - પરિણય (જયદેવ)
~ હર જન્મ મેં હમારા મિલન - કાગઝ કી નાવ (સપન જગમોહન)
~ ચોરી ચોરી કોઈ આયે , ચુપકે ચુપકે ...- નૂરી (ખૈયામ)
~ પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા - દર્દ (ખૈયામ)
~ અહેલે દિલ યુ ભી નીભા લેતે હૈ - દર્દ (ખૈયામ)
~ તુ લાલી હૈ સવેરેવાલી - અભી તો જી લે (સપન જગમોહન)
~ યે વોહી ગીત હૈ જિસકો મૈને ધડકન મેં બસયા હૈ - માન જાઈયે (જયદેવ)
~ બદરા છાયે રે કારે કારે કજરારે - માન જાઈએ (જયદેવ)
~ તુમ્હે હો ના હો મુજકો તો ઇતના યકીં હૈ - ઘરોંદા (જયદેવ)
આ ગીતો તમને યાદ જ હશે ?
તો આ ગીતોના ગીતકારનું નામ પણ તમને તો યાદ જ હશે ને ?!
જો કે મોટાભાગે આપણને તો ગીતના શબ્દો અને ગીતના ગાયક સાથે સંબંધ હોય છે
એના જન્મદાતાઓને કોણ યાદ રાખે !
ઉપર જણાવેલા તમામ ગીતોના જન્મદાતા નકશ લાયલપુરી ઉર્ફે જશવંતલાલ શર્મા છે
તેઓના ઉપનામના કારણે તેઓ મુસ્લિમ હોવાની છાપ ઉભી કરે પણ તેઓ હિન્દૂ - બ્રાહ્મણ છે.
તેઓનો જન્મ ૨૪ ફેબ્રુઆરી ૧૯૨૮ના દિવસે અખંડ ભારતના લાયલપુર ઉર્ફે ફૈસલાબાદમાં થયો હતો.
તેઓના પિતા એ જમાનાના મિકેનિકલ એન્જીનીયર હતા અને તેઓના પિતાની ઈચ્છા તેઓને પણ એન્જીનીયર બનાવવાની જ હતી
તેઓની આઠ વર્ષની ઉંમરે તેઓની માતાનું અવસાન થયું
ત્યારબાદ તેઓના પિતાએ બીજા લગ્ન કર્યા
અપર માતાના ત્રાસથી પોતાના પિતા સાથેના સંબંધો સાવ કથળી ગયા હતા
આથી તેઓ ૧૯૪૬માં ઘર છોડી લાહોરમાં આવી ગયા
ત્યાં તેઓએ "હીરો પબ્લિકેશન"માં કામ કરવાની શરૂઆત કરી
બસ ત્યારે જ અખંડ ભારતના ભાગલા પડયા અને આપણા આ ગીતકાર - કવિ લખનૌ આવી વસ્યા
૧૯૫૦માં કવિ મુંબઈ આવી વસ્યા અને "The Times of India"માં પ્રુફરીડર તરીકે નોકરી સ્વીકારી
એ વર્ષે જ ફિલ્મ નિર્માતા - નિર્દેશક અને અભિનેતા જગદીશ શેઠીની ફિલ્મ "જગ્ગુ" માટે ગીતો લખ્યા
ફિલ્મોમાં ગીતો લખવાની સાથે પોસ્ટઑફિસની નોકરી ચાલુ રાખી, કુટુંબનું ભરણપોષણ જે કરવાનું હતું
મુખ્યત્વે મદનમોહન, જયદેવ, ખૈયામ, સપન જગમોહન, રવિન્દ્ર જૈન જેવા A ગ્રેડના સંગીતકારો સાથે પણ B ગ્રેડની ફિલ્મો જ મળી
હિન્દી ફિલ્મો માટે +૪૫૦ ગીતો લખ્યા
સાથે સાથે લગભગ ૪૦ જેટલી પંજાબી ફિલ્મોમાં ગીતો લખ્યા અને લગભગ ૫૦ જેટલી TV સિરિયલો માટે પણ ગીતો લખ્યા
નક્શ લાયલપુરીએ બે પુસ્તકો પ્રસિદ્ધ કર્યા
૧. તેરી ગલી કી તરફ - જે પુસ્તકમાં તેમના ગૈરફિલ્મી કાવ્યો, ગઝલો અને શાયરીઓનો સમાવેશ કરાયો છે
૨. આંગન આંગન બરસે ગીત - જે પુસ્તકમાં ફિલ્મો અને TV સિરિયલો માટે લખાયેલા ગીતોનો સમાવેશ કરાયો છે
ફિલ્મી ગીતોના ગીતકારો અને ફિલ્મના સંગીતકારોને પોતાના સર્જન માટે "રોયલ્ટી" મળે તે માટે લડત ચલાવનાર નક્શ હતા
અને તેના માટે નકશે અન્ય મિત્રો સાથે મળીને "Indian Performing Rights Society" રચના કરી હતી
ચોક્કસપણે નક્સની કક્ષા સાહિર, કૈફી, શૈલેન્દ્ર, હસરત, ગુલઝાર કે મજરૂહ જેટલી અને જેવી નહિ જ પણ નક્શના ગીતોની રૂહ એટલી તો અસરકારક હતી કે એ તમારી રૂહને અચૂક ગુલઝાર કરી જ જાય
તમને આ વાત પર વિશ્વાસ નથીને ?!
તો ઉપર આપેલા ગીતો પર ફરી એક નજર કરી લો !
નક્શના ગીતો જે તે સમયે તમને કંઠસ્થ થઈ ગયા હતા એટલે તમારા હૃદયસ્થ હતા
અને જે તે સમયે એ ગીતો તમે વખતોવખત મમળાવવા ગમતા હતા
જુઓ આજેય તમે તમારા ગીત સંગીતના સંગ્રહમાંથી શોધીને એ તમામ ગીતો સાંભળવા માટે તલપાપડ છો !
બસ એ જ છે ગીતકાર નક્શની ગીત રચનાની તાકાત !
ક્યારેક નક્શના ગીતો અન્ય ગીતકારના ગીતો સમજવામાં આવ્યા
જેમ કે
"તુમ્હે હો ના હો મુઝકો યકીં હૈ - ફિલ્મ ઘરોંદાનું એ ગીત ઘણા સંગીતરસિયાઓ પણ ગુલઝારનું ગીત સમજતા હતા
નક્શ લાયલપુરી પોતાની કલ્પનાને અદભુત શબ્દ શણગારમાં સજાવીને ગીતોની રચના કરતા
તેમને TV સિરિયલોમાં ગીતો લખવાની શરૂઆત સંગીતકાર જયદેવે કરાવી
તેમના પરિવારમાં તેમની પત્ની કમલેશ અને ત્રણ પુત્રો - બપ્પન, રાજેન્દ્ર અને સુનિત
તેમના સંતાનોએ પણ પિતાએ અપનાવેલી "અટક" લાયલપુરી જાળવી રાખી
તેમનો દીકરો રાજેન્દ્ર ઉર્ફે રાજન લાયલપુરી જાણીતો "સિનેમેટોગ્રાફર" છે
૮૮ વર્ષની ઉમ્મરે ૨૮ જાન્યુઆરી ૨૦૧૭ના દિવસે મુંબઈમાં તેઓનું દેહાવસાન થયું
નક્શ લાયલપુરી, ગીતોથી જાણીતા પણ સાવ અજાણ્યા ગીતકાર !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૧૪
"યે કિસ કવિ કી કલ્પના કા ચમત્કાર હૈ !"
પંડિત ભરત વ્યાસ ~~~
હવે તમે જ અનુભવશો એક એક ગીતોમાં કવિ ભરત વ્યાસની કલ્પનાની કમાલ
એમના સદાબહાર ગીતો અસંખ્ય છે .... થોડાક યાદ કરીને મમળાવી લઈએ ..
મને ખાતરી છે કે આજે તમે તમારા ગીતોના સંગ્રહમાંથી આ ગીતો શોધીને સાંભળવા જરૂર પ્રેરાશો જ
ફિલ્મ - સતિ સાવિત્રી
૧. તુમ ગગન કે ચંદ્રમા
૨. જીવન ડોર તુમ્હી તુમ્હી સંગ બાંધી
ફિલ્મ - સંત જ્ઞાનેશ્વર
૧. ख़बर मोरी ना लीनी रे बहुत दिन बीते
बीते रे बहुत दिन बीते
૨. ज्योत से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो
राह में आए जो दीन दुखी, सबको गले से लगाते चलो
ફિલ્મ - ગુંજ ઉઠી શહેનાઇ
૧. દિલકા ખિલૌના હાયે તૂટ ગયા
૨. જીવનમેં પિયા તેરા સાથ રહે
૩. તેરી શહેનાઇ બોલે
૪. તેરે સૂર ઔર મેરે ગીત
૫. મૈને પીના શીખ લીયા
૬. કહે દો કોઈના કરે યહાઁ પ્યાર
ફિલ્મ - નવરંગ
૧. આધા હૈ ચંદ્રમા રાત આધી
૨. તું છુપી હૈ કહાં
૩. કવિરાજ કવિતા કે મત કાન મરોડો
૪. અરે જારે હટ નટખટ
૫. યે માટી સભી કી કહાની કહેગી
ફિલ્મ - દો આંખે બારહ હાથ
૧. અય માલિક તેરે બંદે હમ
૨. સૈયાં જૂઠો કા બડા સરતાજ નિકલા
ફિલ્મ - રાની રૂપમતી
૧. આ લૌટ કે આજા મેરે મીત
ફિલ્મ - તૂફાન ઔર દિયા
૧. નિર્બલ સે લડાઈ બલવાન કી
ફિલ્મ - જય ચિત્તોર
૧. ઓ પવન વેગ સે ઉડનેવાલે ઘોડે
ફિલ્મ - સારંગા
૧. હાં દીવાના હું મૈં
૨. સારંગા તેરી યાદમેં
૩. લાગી તુમસે લગન સાથી છૂટે ના
ફિલ્મ - સ્ત્રી
૧. ઓ નિર્દયી પ્રીતમ
૨. કૌન હો તુમ કૌન હો ... કૌન હો
ફિલ્મ - બૂંદ જો બન ગઈ મોતી
૧. યે કૌન ચિત્રકાર હૈ
૨. હાં મૈને ભી પ્યાર કિયા
૩. બૂંદ જો બન ગઈ મોતી
ફિલ્મ - જનમ જનમ કે ફેરે
૧. જરા સામને તો આઓ છલીયે
૨. તન કે તમ્બૂરે મેં સાંસો કે તાર બોલે
૩. જનમ જનમ કે ફેરે
ફિલ્મ - બાલક
૧. સુનલે બાપુ યે પૈગામ મેરી ચિઠ્ઠી તેરે નામ
ફિલ્મ - કણ કણમેં ભગવાન
૧. અપને પિયા કી મૈં તો બની રે જોગનિયા
ફિલ્મ - વીર દુર્ગાદાસ
૧. थाणे काजळियो बणालयूं म्हारे नैणा में रमाल्यूं -२
ફિલ્મ - ચંદ્રમુખી
૧. નૈન કા ચૈન ચુરાકર લે ગઈ
ફિલ્મ - બેદર્દ જમાના કયા જાને
૧. કયું મિલે તુમહમ બેવફાઓ સનમ
ફિલ્મ - સ્વર્ણ સુંદરી
૧. કુહૂ કુહૂ બોલે કોયલિયા
૧૮ ડિસેમ્બર ૧૯૧૮ના દિવસે બિકાનેર ડીસ્ટ્રીકટ રાજસ્થાનમાં તેમનો જન્મ
તેઓ પુષ્કરણા બ્રાહ્મણ હતા
અભ્યાસ કલકત્તામાં પૂરો કર્યો .....વાણિજ્યના સ્નાતક.
નસીબ જોગે અભ્યાસ પછી મુંબઈ આવ્યા અને હિન્દી ફિલ્મજગતને એક નીવડેલ કવિ સાંપડ્યો
હિન્દી ફિલ્મજગતના ગણમાન્ય પહેલા પાંચ ગીતકારોમાં તેમનું નામ લઈ શકાય
યુવાવસ્થાથી ફિલ્મનું નિર્દેશન કરવાની તાલાવેલી.... પણ એ તક મોડી સાંપડી..... અન્યથા આપણે તેમની અદભુત અને અકલ્પનિય કવિતાઓથી વંચિત રહી જાત
૧૯૪૩માં ફિલ્મ દુહાઈથી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી
વર્ષ ૧૯૪૯માં "રંગીલા રાજસ્થાન" ફિલ્મનું નિર્દેશન કર્યું અને ફિલ્મ તદ્દન ફ્લોપ રહી
એ પછી એ તરફ જવાનો વિચાર પણ માંડી વાળ્યો
અદાકાર બ્રિજ મોહન વ્યાસ તેમના નાના ભાઈ હતા
૪ જુલાઈ ૧૯૮૩ના દિવસે દેહાવસાન
એ પહેલા ૧૯૭૭ સુધી, + ૪૦ જાણીતા અને તદ્દન અજાણ્યા સંગીતકારો માટે ગીતો લખ્યા.
"અયે માલિક તેરે બંદે હમ...." જેવી અમરકૃતિ એમની કલમથી આપણને સાંપડેલી
પોતાની કારકિર્દીની શરૂઆતમાં પોતાના પહાડી અવાજમાં બે પાંચ ગીતો પણ ગાયેલા
પોતાના ગીતોમાં માનવીય સંવેદનાઓને, વિરહ - વેદના, સંયોગ - વિયોગ, ભક્તિ - દર્શન, દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને બલિદાન જેવા વિષયોને સહજતાથી વણી લીધા અને સાથેસાથે સુરમ્યતા અને શુદ્ધ હિન્દીભાષાના આગ્રહી રહ્યા
તેમના આ ગુણોના કારણે જે તે સમયના સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતાઓના અને સંગીતકારોના એ માનીતા ગીતકાર બની ગયા
એક સમયે તેઓ ફિલ્મ નિર્માતા અને નિર્દેશક એવા વી શાંતારામ માટે સફળતાની સીડી બની ગયા હતા
વી શાંતારામની મોટાભાગની ફિલ્મોના ગીતોના ગીતકાર ભરત વ્યાસ રહયા
વી.શાંતારામ સાથે ૧૯૫૬માં ફિલ્મ "તુફાન ઔર દિયા"થી જોડાયા
જે મૈત્રી ૧૯૭૭ની ફિલ્મ "ચાની" સુધી અતૂટ રહી
આ મૈત્રી સાથે સંગીતકાર "વસંત દેસાઈ" સાથે પણ તેમને અતૂટ મૈત્રી થઈ
આ મૈત્રીએ હિન્દીફિલ્મ જગતને અસંખ્ય અવિસ્મરણીય ગીતો આપ્યા
સંગીતકાર SN ત્રિપાઠી અને ભરત વ્યાસની જોડીએ ઘણા અમર ગીતો પ્રદાન કર્યા
આ સિવાય તેમણે સી રામચંદ્ર , LP, KA, RD અને વસંત દેસાઈ સાથે પણ ચિરસ્મરણીય ગીતો પ્રદાન કર્યા
અગત્યની વાત એ રહી કે તેમની મોટાભાગની રચનાઓ ગાવાનો મોકો લતાને અને મુકેશને મળ્યો
મોટાભાગના ગીતોમાં તેમણે પોતાની ભાવનાઓને શબ્દદેહ આપ્યો અને ફિલ્મનિર્માતાઓના આગ્રહે બહુ ઓછા વિચારો રજુ કર્યા અને પોતાની ભાવનાઓ અને પોતાના વિચારો સાથે નિર્માતાઓના કહેવાથી બાંધછોડ ક્યારેય ના કરી
એ જમાનામાં મોટાભાગના ગીતકારો ઉર્દુ મિશ્રિત હિન્દીભાષાનો ઉપયોગ પોતાના ફિલ્મી ગીતોમાં કરતા ત્યારે ભરત વ્યાસે સ્વયં એક આંદોલન ચલાવ્યું કે જેમાં માત્ર ને માત્ર હિન્દી અને શુદ્ધ હિન્દી ભાષાનો જ ઉપયોગ કરાય અને એ પ્રયોગમાં તેઓ ના માત્ર સફળ રહયા પણ અન્ય ઉગતા ગીતકારો / કવિઓની પ્રેરણા બની રહયા !
વાહ !
શું કલ્પના હતી !
શું ઊર્મિ હતી !
શું વિચારો હતા !
શું અભિવ્યક્તિ હતી !
શું શૈલી હતી !
~~~~~~~~~~~~~
પ્રકરણ - ૧૫
"लगी आज सावन की फिर वो झड़ी है..."
પંડિત શિવકુમાર શર્મા ~~~
૧૩ જાન્યુઆરી ૧૯૩૮ના દિવસે જમ્મુમાં જન્મ
કાશ્મીરી પંડિત
૫ વર્ષની ઉંમરે પિતા પંડિત ઉમા દત્ત શર્માએ તબલાવાદન શીખવ્યું
તેઓની ૧૩ વર્ષની ઉંમરે તેમના પિતાએ સંતૂરવાદન શીખવ્યું એ આશા સાથે કે પોતાનો પુત્ર ભારતીય શાસ્ત્રીયસંગીતમાં સંતૂરના સહારે નામના મેળવે અને સંતૂર જેવા અસામાન્ય વાદ્યને મોખરાનું સ્થાન અપાવે
અને એ કામ કરીને પંડિત શિવકુમાર શર્માએ પોતાના પિતાજીની આશાને અને મહેનતને સાચી ઠરાવી
૧૯૫૫માં પંડિત શિવકુમાર શર્માએ મુંબઈમાં સૌપ્રથમ વખત જાહેરમાં કાર્યક્રમ આપ્યો હતો
આજે ૬૫ વર્ષ પછીયે પોતાના ક્ષેત્રમાં તેઓ સક્રિય છે
આમ તો ૧૯૫૬માં ફિલ્મ ઝનક ઝનક પાયલ બાજેના કેટલાક દ્રશ્યો માટે બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપેલું વળી ફિલ્મ ગાઈડના ગીત "મોસે છલ કિયે જાય ......." ગીતમાં તબલા પર હાથ અજમાવેલો
પણ ......
Call of the Valley અને Concept Album જેવા તેમના હરિપ્રસાદ ચોરસીયા અને બ્રીજભૂષણ કાબરા સાથેના સહિયારા પ્રયાસથી બનેલા સંગીત આલ્બમ આજેય એટલા જ પ્રચલિત છે
એક સમયે શિવકુમાર સરોદ તરીકે ઓળખ ઉભી થઈ ગઈ હતી કદાચ ઘણાયે સંગીત રસીયાઓ તેમને આ નામે જ ઓળખતા હશે !
સંતૂર, એક વાદ્ય જેનું જન્મસ્થાન કાશ્મીર છે
સંતૂર અખરોટના ઝાડના થડમાંથી બનતું એક વાદ્ય
"સંતૂર એટલે સત તંતુ વાદ્ય"
પંડિત શિવકુમારે ખુબ જ સંશોધન કરી ૭૨ તંતુ સંતૂર વિકસાવી અને દુનિયાભરમાં પ્રચલિત કરી
શિવકુમાર શર્માએ ક્યારેક તબલા પર અને ક્યારેક ગાયન પર પણ હાથ અજમાવ્યો
"કોલ ઓફ ઘી વેલી", સંપ્રદાય, એલીમેન્ટ્સ, વોટર, મ્યુઝિક ઓફ ઘી માઉંટેઈન,મેઘ મલ્હાર વગેરે વગેરે પંડિત શિવકુમાર શર્માના જાણીતા મ્યુઝિક આલ્બમ્સ છે
પંડિત શિવકુમાર શર્માને ભારત સરકારે પદ્મશ્રી (૧૯૯૧) અને પદ્મવિભૂષણ (૨૦૦૧) તરીકે નવાજ્યા છે
એક સંગીતકાર તરીકે હરિપ્રસાદ ચોરસીયા સાથે જોડી બનાવી "શિવ હરિ"ના નામે ગણતરીની ફિલ્મોમાં જ સંગીત આપ્યું
એ તમામે તમામ ફિલ્મોનું સંગીત અને તેના ગીતો કર્ણપ્રિય હોવાથી આજેય લોકજીભે રમે છે......
એ ફિલ્મો હતી સિલસિલા, લમ્હે, ચાંદની, ફાસલે , વિજય, સાહિબાન અને ડર વગેરે વગેરે હતી
તમે રાહુલ શર્માને જાણો છો ? અરે તમે સંગીતપ્રેમી છો અને તમે પંડિત શિવકુમાર શર્માના દીકરા રાહુલ અને તેની અદભુત સંગીતકલાથી અજાણ છો ?
સમય મળે તેના H2o, Zen, Namaste, વગેરે વગેરે જેવા સંગીતના આલ્બમ માણજો
૧૮ વર્ષની વયે પંડિતજીને AIRના જમ્મુ અને શ્રીનગર સ્ટેશનમાં નોકરી મળી હતી
પણ પંડિતજીને પોતાની કારકિર્દી બનાવવા ખેવના હતી એટલે પોતાનો પરિવાર અને પોતાનું ઘર છોડીને મુંબઈ આવી ગયા
ખ્વાજા એહમદ અબ્બાસે ૧૯૬૯ની પોતાની ફિલ્મ "સાત હિન્દુસ્તાની"માં અભિનય કરવા માટે શિવકુમાર શર્માને ઓફર કરી હતી
પણ એ ઓફર શિવકુમાર શર્માએ નકારી કાઢી હતી
કારણકે તેઓની ઈચ્છા સંગીતક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવાની હતી
પંડિત શિવકુમાર શર્માએ વર્ષ ૨૦૦૨માં "Journey with a Hundred Strings: My Life in Music"ના નામે પોતાની આત્મકથાનું વિમોચન કર્યું
પંડિત શિવકુમાર શર્માએ જાપાન, જર્મની, US, ઓસ્ટ્રેલિયા વગેરે વગેરે દેશોથી આવેલા પોતાના શિષ્યોને તદ્દન મફતમાં સંતૂરવાદન શીખવ્યું
ફિલ્મ નિર્માતા યશ ચોપરાએ પોતાની ફિલ્મ "દિલ તો પાગલ હૈ"ના નિર્માણ સમયે એ ફિલ્મનું સંગીત તૈયાર કરવા માટે "શિવહરી"ની જોડીને ઓફર કરી હતી પણ જે તે સમયે પંડિત શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચોરસીયા મોટાભાગે વિદેશોમાં પોતાના કાર્યક્રમોમાં વ્યસ્ત હતા
ત્યારબાદ એ ફિલ્મનું સંગીત સંગીતકાર ઉત્તમસિંઘે તૈયાર કર્યું
વિદેશોમાં પોતાના કાર્યક્રમોની વ્યસ્તતાને કારણે "શિવહરી"ની સંગીતકાર બેલડીએ હિન્દી ફિલ્મોમાં સંગીત આપવાનું બંધ કર્યું
શિવહરીના સંગીતે મઢયા અને લોકજીભે ચઢેલા હૃદયસ્થ અને કંઠસ્થ એવા કર્ણપ્રિય ગીતો માણવા તો પડે જ ને .........
ગીત - ૧
तेरे मेरे होंठों में मीठे मीठे गीत मितवा
आगे आगे चलें हम, पीछे पीछे प्रीत मितवा
.
पहले पहले प्यार की पहली रात याद रहेगी
फूलों के, इस शहर की, मुलक़ात याद रहेगी
काश यहीं सारी उम्र यूँही जाए बीत मितवा
आगे आगे चलें हम, पीछे पीछे प्रीत मितवा
.
अँखियों में तू बस जा, अँखियाँ मैं बंद कर लूँ
पहले इन अँखियों से बातें मैं चंद कर लूँ
तेरी इन्हीं बातों ने लिया मुझे जीत मितवा
आगे आगे चलें हम, पीछे पीछे प्रीत मितवा
.
छोटे छोटे दिन रात, लम्बी लम्बी बातें हैं
जळी है किस बात की, बड़ी मुलक़ातें हैं
बातों मुलक़ातों में उम्र जाए बीत मितवा
आगे आगे चलें हम, पीछे पीछे प्रीत मितवा
ગીત - 2
लगी आज सावन की फिर वो झड़ी है -२
फिर वो झड़ी है
वही आग फिर सीने में जल पड़ी है
लगी आज सावन की ...
कुछ ऐसे ही दिन थे वो जब हम मिले थे
चमन में नहीं फूल दिल में खिले थे
वही तो है मौसम मगर रुत नहीं वो
मेरे साथ बरसात भी रो पड़ी है
लगी आज सावन की ...
कोई काश दिल पे बस हाथ रख दे
मेरे दिल के टुकड़ों को एक साथ रख दे
मगर यह हैं ख्वाबों ख्यालों की बातें
कभी टूट कर चीज़ कोई जुड़ी है
लगी आज सावन की ...
ગીત - 3
रंग भरे बादल से तेरे नैनों के काजल से -२
मैने इस दिल पे लिख दिया तेरा नाम
चाँदनी
चाँदनी ( ओ मेरी चाँदनी ) -३
बिन पूछे ये काम किया तुमने मुझे बदनाम किया
प्यार मुझे तुम करते हो फिर किस बात से डरते हो
दिल पर लिखी बातों को पोंछ न दे तू आँचल से
रंग भरे बादल पर ...
you fool
कोई फूल कोई तोहफ़ा तुम साथ नहीं लाते
समझाऊँ तुम्हें
अपनी महबूबा से मिलने ( खाली हाथ नहीं आते ) -२
तुम्हें नहीं पता
अरे आज मैं भूल गया याद रखूंगा कल से
रंग भरे बादल पर ...
मेरे सोना सोना सोना
पकड़ो -६
अरे जा जा चाँदनी चाँदनी करता है
नाम मेरा दिल पर लिखकर बस तुमने बात बनाई है
मैने तो दिल के अन्दर ( तेरी तस्वीर लगा ली है ) -२
दिखाऊँ देखोगे
अरे प्यार में तू जीत गई अपने प्रेमी पागल से
रंग भरे बादल पर ...
चाँदनी मैं तेरी चाँदनी
ગીત - 4
देखा एक ख़्वाब तो ये सिलसिले हुए
दूर तक निगाहों में हैं गुल खिले हुए
ये ग़िला है आप की निगाहों में
फूल भी हों दर्मियां तो फ़ासले हुए
देखा एक ...
मेरी साँसों में बसी ख़ुशबू तेरी
ये तेरे प्यार की है जादुगरी
तेरी आवाज़ है हवाओं में
प्यार का रँग है फ़िज़ाओं में
धड़कनों में तेरे गीत हैं खिले हुए
क्या कहूँ के शर्म से हैं लब सिले हुए
देखा एक ख़्वाब ...
मेरा दिल है तेरी पनाहों में
अब छुपा लूँ मैं तुझे बाहों में
तेरी तस्वीर है निगाहों में
दूर तक रोशनी है राहों में
कल अगर न रोशनी के काफ़िले हुए
प्यार के हज़ार दीप हैं जले हुए
देखा एक ख़्वाब ...
ગીત - 5
मैं और मेरी तन्हाई, अक्सर ये बातें करते हैं
तुम होती तो कैसा होता, तुम ये कहती, तुम वो कहती
तुम इस बात पे हैरां होती, तुम उस बात पे कितनी हँसती
तुम होती तो ऐसा होता, तुम होती तो वैसा होता
मैं और मेरी तन्हाई, अक्सर ये बातें करते हैं
रू रू ...
ये कहाँ आ गये हम, यूँही साथ साथ चलते
तेरी बाहों में है जानम, मेरे जिस्म-ओ-जान पिघलते - २
ये रात है, या तुम्हारी ज़ुल्फ़ें खुली हुई हैं
है चाँदनी तुम्हारी नज़रों से, मेरी राते धुली हुई हैं
ये चाँद है, या तुम्हारा कँगन
सितारे हैं या तुम्हारा आँचल
हवा का झोंका है, या तुम्हारे बदन की खुशबू
ये पत्तियों की है सरसराहट
के तुमने चुपके से कुछ कहा
ये सोचता हूँ मैं कबसे गुमसुम
कि जबकी मुझको भी ये खबर है
कि तुम नहीं हो, कहीं नहीं हो
मगर ये दिल है कि कह रहा है
तुम यहीं हो, यहीं कहीं हो
तू बदन है मैं हूँ साया, तू ना हो तो मैं कहाँ हूँ
मुझे प्यार करने वाले, तू जहाँ है मैं वहाँ हूँ
हमें मिलना ही था हमदम, इसी राह पे निकलते
ये कहाँ आ गये हम
मेरी साँस साँस महके, कोई भीना भीना चन्दन
तेरा प्यार चाँदनी है, मेरा दिल है जैसे आँगन
कोइ और भी मुलायम, (मेरी शाम ढलते ढलते - २)
ये कहाँ आ गये हम
मजबूर ये हालात, इधर भी है उधर भी
तन्हाई के ये रात, इधर भी है उधर भी
कहने को बहुत कुछ है, मगर किससे कहें हम
कब तक यूँही खामोश रहें, और सहें हम
दिल कहता है दुनिया की हर इक रस्म उठा दें
दीवार जो हम दोनो में है, आज गिरा दें
क्यों दिल में सुलगते रहें, लोगों को बता दें
हां हमको मुहब्बत है, मोहब्बत है, मोहब्बत है
अब दिल में यही बात, इधर भी है, उधर भी
ये कहाँ आ गये हम, ये कहाँ आ गये हम
ગીત - 6
सपना मेरा सच हो गया
कभी मैं कहूं कभी तुम कहो
कि मैने तुम्हें ये दिल दे दिया
कभी मैं सुनूं कभी तुम सुनो
कि मैने तुम्हें ये दिल दे दिया
कभी मैं कहूं कभी तुम ...
साथ साथ हम आस पास यूं बैठे रहें
एक दूसरे से यही कहते रहें
पास पास हम साथ साथ यूं बैठे रहें
एक दूसरे से यही कहते रहें
कभी मैं कहूं कभी तुम ...
चलते रहें उड़ते रहें हम बहते रहें
एक दूसरे से यही कहते रहें
कभी मैं कहूं कभी तुम ...
दर्द-ए-दिल दर्द-ए-जिगर हम सहते रहें
एक दूसरे से यही कहते रहें
कभी मैं कहूं कभी तुम ...
ગીત - 7
तू मेरे सामने मैं तेरे सामने
तुझको देखूँ कि प्यार करूँ
ये कैसे हो गया, तू मेरी हो गयी
कैसे मैं ऐतबार करूँ
टूट गई टूट के मैं चूर हो गयी
तेरी ज़िद से मज़बूर हो गयी
तेरा जादू चल गया ओ जादूगर
तेरी जुल्फ़ों से खेलूंगा मैं
तुझको बाहों मैं ले लूंगा मैं
दिल तो देते हैं आशिक़ सभी
जान भी तुझको दे दूंगा मैं
एक बार नहीं सौ बार कर ले,
जी भर के तू मुझे प्यार करले
तेरा जादू चल गया ओ जादूगर
इस कहानी के सौ साल हैं - २
ये तेरे प्यार के चार पल
ज़िन्दगानी के सौ साल हैं
ગીત - 8
हम चुप हैं कि दिल सुन रहे हैं
धड़कनों को आहटों को
साँसें रुक सी गई हैं
हम चुप हैं ...
देखो अब दुनिया को गौर से
पहले से नई पहले से हसीं
हम तुमको मिलना था मिल गए
क्या ये आसमाँ कौन ये ज़मीं
हम जो देखें तुमको देख
साँसें रुक सी गई हैं
हम चुप हैं ...
लफ़्ज़ों में जिनको ना कह सके
आँखों से कहें होंठों से सुनें
ख़ुश्बू के साए में बैठ के
फूल हम चुनें ख़्वाब हम बुनें
इसके आगे कुछ ना सोचें
साँसें रुक सी गई हैं
हम चुप हैं ...
~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૧૬
"जीत ही लेंगे बाज़ी हम तुम, खेल अधूरा छूटे न
प्यार का बंधन, जन्म का बंधन, जन्म का बंधन टूटे न..."
.
મહમ્મદ ઝહૂર હાશમી ઉર્ફે શર્માજી - વર્માજી ઉર્ફે શર્માજી ઉર્ફે ખય્યામ ~~~
પદ્મભૂષણ (2011)
3 વખત ફિલ્મફેર એવોર્ડ વિજેતા (લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ 2011 સાથે ) ~~~
સર્વશ્રેષ્ઠ સંગીત માટે 1977 - કભીકભી અને 1982 - ઉમરાવજાન,
4 અન્ય ફિલ્મફેર નોમિનેશન્સ ~~~
1980 - નુરી
1981 - થોડી સી બેવફાઈ
1982 - બાઝાર
1984 - રઝિયા સુલતાન
1982 - નેશનલ ફિલ્મ એવોર્ડ , ઉમરાવજાન
સંગીત નાટક અકાદમી એવોર્ડ - 2007 .
1927માં પંજાબમાં જન્મ. નાનપણથી જ હિન્દીફીલ્મો જોવાનો શોખ વળગેલો એટલે ફિલ્મમાં હીરો બનવાની તીવ્ર ઈચ્છા, ભણવામાં જરાયે રસ નહિ
બાળપણથી જ કુંદનલાલ સાયગલની માફક ફિલ્મ અભિનેતા કમ ગાયક બનવાની ખેવના હતી
પણ પરિવારનો સખ્ત વિરોધ હતો
હિન્દી ફિલ્મજગતમાં અભિનેતા કમ ગાયક બનવાના પોતાના સ્વપ્નને સાકાર કરવા પોતાના ઘરબાર અને પરિવારને છોડીને દિલ્હી પોતાના કાકા સાથે રહેવાનું પસંદ કર્યું
દિલ્હીમાં ખય્યામે પંડિત અમરનાથ પાસેથી સંગીતની તાલીમ મેળવી
એ દરમ્યાન ભારતીય સંગીતજગતની સૌપ્રથમ સંગીતકારની જોડી એવા પંડિત હુસ્નલાલ - ભગતરામ સાથે મુલાકાત થઈ
તેઓએ સાદી અને સાચી સલાહ આપી કે ફિલ્મોમાં આવવાની ઈચ્છા હોય તો ફિલ્મો જયાં બનતી હોય ત્યાં રહેવાનું પસંદ કરવું અને ફિલ્મજગત સાથે સંકળાયેલા લોકોના સતત સંપર્કમાં રહેવું
અને ખય્યામ લાહોર પહોંચ્યા
ત્યાં જે તે સમયના સુપ્રસિદ્ધ સંગીતકાર બાબા ચિસ્તીના સહાયક બની રહયા
છ મહિના સુધી બાબા ચિસ્તીના સહાયક રહયા બાદ ખય્યામ લાહોર છોડીને લુધિયાણા આવી ગયા
ત્યારે ખય્યામની ઉંમર માત્ર ૧૭ વર્ષની જ હતી
૧૮ વર્ષની ઉંમરે ખય્યામે સૈનિક તરીકે સેનામાં નોકરી મેળવી
એ બીજા વિશ્વયુધ્ધનો સમય હતો
ત્રણ વર્ષ લશ્કરમાં સેવા આપ્યા બાદ ખય્યામે સંગીતકાર બનવાની પોતાની ઈચ્છાપૂર્તિ માટે મુંબઈની વાટ પકડી
ત્યાં ખય્યામે જે તે સમયની પ્રખ્યાત "પંજાબ ફિલ્મ કોર્પોરેશન"ની ફિલ્મ "હીર રાંઝા" માટે સંગીત "શર્માજી - વર્માજી"ના નામે અન્ય સંગીતકાર "રેહમાન" સાથે જોડી બનાવી સંગીત આપ્યું
૧૯૪૮નું એ વર્ષ હતું
હિન્દૂ - મુસ્લિમના નામે દેશના ભાગલા પડી ગયા હતા
કદાચ એ વખતે પણ આજના જેવું જ હિન્દૂ - મુસ્લિમનું વૈમનસ્ય ફેલાયેલું હશે !
એટલે ગુરુ હુસ્નલાલે ખય્યામને "શર્માજી" નામ ધારણ કરી સંગીત આપવા જણાવ્યું
અને સાથે એમ પણ કહ્યું કે ફિલ્મજગતમાં કોઈ પરેશાન કરે તો એને કહેવું કે
"તું પંડિત હુસ્નલાલનો દીકરો છે"
બસ પછી ખય્યામ પોતે શર્માજી અને રેહમાન વર્માજી બની રહયા
પણ જોડીદાર રેહમાન ઉર્ફે વર્માજીએ પાપીસ્તાન જવાનું પસંદ કર્યું અને "શર્માજી - વર્માજી"ની જોડી ખંડિત થઈ
ત્યારબાદ ખય્યામે "શર્માજી"ના નામે પાંચ વર્ષ સુધી ફિલ્મોમાં સંગીત આપવાનું ચાલુ રાખ્યુ
.
૧૯૫૨માં ખય્યામને ફિલ્મ "ફૂટપાથ" મળી ત્યારે મજરૂહ સુલતાનપુરી, સરદાર જાફરી અને ચંદુલાલ શાહે ખય્યામને પોતાના નામે એ ફિલ્મમાં સંગીત આપવાનો આગ્રહ રાખ્યો
અને "મોહમ્મદ ઝહૂર હાશ્મી"એ "ખય્યામ" નામ ધારણ કરી ફિલ્મોમાં સંગીત આપવાની શરૂઆત કરી.
એ ફિલ્મનું ગીત "શામે ગમ કી કસમ ...." લોકપ્રિય બની ગયું
અને ખય્યામને સફળતા મળી ગઈ
ખય્યામની એ ખાસિયત રહી કે તેમણે ક્યારેય કોઈ ફિલ્મી ગીતકાર સાથે કામ ના કર્યું .... ખય્યામે મોટાભાગના ગીતો જે તે સમયના જાણીતા "હિન્દી- ઉર્દુ"ના કવિઓના લખેલા ગીતો જ પસંદ કર્યા - મિર્ઝા ગાલિબ, અલી સરદાર જાફરી, મજરૂહ, સાહિર, નક્ષ લ્યાલપુરી, નિંદા ફાજલી, એહમદ વાસી, ગુલઝાર, કૈફી આઝમી, જાં નિસાર અખ્તર...વગેરે વગેરે
.
૧૯૬૨ના ચીનના યુદ્ધ પછી ભારત સરકારે દેશભક્તિના ખાસ બે ગીત તૈયાર કરાવ્યા હતા
જે ગીતોના કવિ હતા "જાં નિસાર અખ્તર" અને એ ગીતોને સંગીતે મઢયા હતા "ખય્યામે"
૧૯૬૨ના યુદ્ધ બાદ દેશના તમામ સિનેમા થિયેટરોમાં દરેક શોની શરૂઆતે એ ફરજીયાત બતાવાતા
જેમાંનું એક ગીત મને હજુયે યાદ છે
.
एक है अपनी ज़मीं, एक है अपना गगन
एक है अपना जहाँ, एक है अपना वतन
अपने सभी सुख एक हैं, अपने सभी ग़म एक हैं
आवाज़ दो, आवाज़ दो हम एक हैं, हम एक हैं
आवाज़ दो, आवाज़ दो हम एक हैं, हम एक हैं
ये वक़्त खोने का नहीं, ये वक़्त सोने का नहीं
जागो वतन ख़तरे में है, सारा चमन खतरे में है
फूलों के चेहरे ज़र्द हैं, ज़ुल्फ़ें फ़िज़ा की गर्द हैं
उम्दा हुआ तूफ़ान है, नरवे (नरग़े???) में हिंदुस्तान है
दुश्मन से नफ़रत फ़र्ज़ है, घर की हिफ़ाज़त फ़र्ज़ है
बेदार हो बेदार हो, आमादा-ए-पैकार हो
आवाज़ दो, आवाज़ दो हम एक हैं, हम एक हैं
ये है हिमाला की ज़मीं, ताज-ओ-अजंता की ज़मीं
संगम हमारी आन है, चित्तौड़ अपनी शान है
गुल्मर्ग का महका चमन, जमुना का तट गोकुल का बन
गंगा के धारे अपने हैं, ये सब हमारे अपने हैं
कह दो कोई दुश्मन नज़र, उट्ठे न भूले से इधर
कह दो के हम बेदार हैं, कह दो के हम तय्यार हैं
आवाज़ दो, आवाज़ दो हम एक हैं, हम एक हैं
उठो जवानां-ए-वतन, बाँधे हुए सर से कफ़न
उठो दक्कन की ओर से, गंग-ओ-जमन की ओर से
पंजाब के दिल से उठो, सतलुज के साहिल से उठो
महाराष्ट्र की खाक से, दिल्ली की अर्ज़-ए-पाक से
बंगाल से गुजरात से, कश्मीर के बागात से
नेफ़ा से राजस्थान से, पुर्ख़ां के हिंदुस्तान से
आवाज़ दो, आवाज़ दो हम एक हैं, हम एक हैं
हम एक हैं, हम एक हैं, हम एक हैं
મધુકર રાજસ્થાનીના લખેલા અને મહમ્મદ રફીએ ગયેલા આ સુપ્રસિદ્ધ ગૈરફિલ્મી ભજનનું સંગીત પણ ખય્યામનું હતું
पाँव पड़ूँ तोरे श्याम
बृज में लौट चलो, लौट चलो
पाँव पड़ूँ तोरे श्याम
बृज में लौट चलो ...
सूनी कदम की ठण्डी छइय्याँ खोजे धुन बंसी की
ब्याकुल होके बृज न डुबो दे लहरें जमुनाजी की
लौट चलो, लौट चलो ...
दूध दही से भरी मटकिया तोड़े कौन मुरारी
असुवन जल से भरे गगरिया पनघट पे पनिहारि
लौट चलो, लौट चलो ...
बिलख रही है मात यशोदा नन्द्जी दुःख में खोये
कुछ तो सोच अरे निमर्ओही बृज का कण कण रोये
लौट चलो, लौट चलो ...
આમ તો રાજેશ ખન્નાની સૌપ્રથમ ફિલ્મ "આખરી ખત"માં ખય્યામનું સંગીત હતું
અને રાજેશ ખન્ના ફિલ્મ "મજનૂન" બનાવેલી
જેમાં રાખી હિરોઈન હતી
એ ફિલ્મનું સંગીત પણ ખય્યામનું હતું.
લગભગ ૪૦% જેટલું શૂટિંગ થયા બાદ એ ફિલ્મ ડબ્બાબંધ કરી દેવાઈ
આજસુધી ના તો એ ફિલ્મના ગીતો બહાર આવ્યા છે ના તો એ ફિલ્મના દ્રશ્યો
પણ એ ફિલ્મનું સંગીત રાજેશ ખન્નાને ખુબ જ ગમી ગયેલું અને રાજેશ ખન્નાએ ખુશ થઇ સંગીતકાર ખય્યામને એક કાર ભેટ આપેલી
જીવ્યા ત્યાં સુધી ખય્યામે એ કાર જ વાપરી !
સામાન્યરીતે રાજેશ ખન્ના અભિનીત ફિલ્મોમાં રાહુલદેવ બર્મન અથવા લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત રહેતું પણ પોતાની ફિલ્મ મજનૂન પછી રાજેશ ખન્ના ખય્યામના એવા તો આશિક થયા કે પોતાની ફિલ્મોના નિર્માતા અને નિર્દેશકોને સંગીતકાર તરીકે ખય્યામને જ લેવાનો આગ્રહ રાખતા
ફિલ્મ દર્દ, દિલ એ નાદાન અને થોડી સી બેવફાઈ એ બાબતના ઉદાહરણ છે.
જે બોક્સઓફિસની સફળ ફિલ્મો ગણાઈ અને તેના ગીતો પણ ખુબ પ્રચલિત થયેલા
"જયદેવ, મદન મોહન, ખય્યામ વગેરે જેવા સંગીતકારો Mass ના નહિ પણ Class ના સંગીતકારો રહયા"
ખય્યામની એ ખાસિયત રહી કે જે તે ગીતમાં લતા, રફી અને મુકેશનો અવાજ જરૂરી જ લાગે ત્યારે જ એ લોકો પાસે ગીત ગવડાવ્યાં અન્યથા આશા, તલત અને કિશોર તેમના માનીતા ગાયકો રહ્યા !
જરૂર પડે સુલક્ષણા પંડિત, તલત અઝીઝ, અનવર, સુમન કે યેસુદાસનો પણ ઉપયોગ કરેલો
પોતાના પત્ની જગજીત કૌર એક સારા ગાયિકા હોવા છતાંયે એની જ પાસે ગીતો ગવડાવવા એવો દુરાગ્રહ ક્યારેય નહિ રાખેલો
૧૯૮૩ની કમાલ અમરોહીની ફિલ્મ "રઝિયા સુલ્તાન"ના પાત્ર યાકુબને અનુકૂળ એવો તદ્દન નવો અવાજ કમાલ અમરોહી અને સંગીતકાર ખય્યામને જોઈતો હતો
એ માટે તેઓએ લગભગ ૫૦ જેટલા કલાકારોના અવાજોને પારખ્યા પણ કોઈ અવાજ એ બન્નેયની પરખમાં ઉત્તીર્ણ ના થયો
ત્યારે જ એ બંનેને વિવિધભારતીના ઉદ્દઘોષક કબ્બન મિર્ઝાની યાદ આવી અને કબ્બન મિર્ઝાના અવાજને પારખીને કબ્બન મિર્ઝા પાસે ફિલ્મના બે ગીતો ગવડાવ્યા
ખુબ જ ઓછા જાણીતા એ બંનેય ગીતો સંગીત રસિયાઓના પ્રથમ પસંદગીના ગીતો છે.
આશ્ચર્ય જ કહેવાય કે ત્યારબાદ કોઈપણ સંગીતકારે કબ્બન મિર્ઝા પાસે ક્યારેય ગીતના ગવડાવ્યા.
ફિલ્મ "શિબા"નું ટાઇટલ ગીત કબ્બન મિર્ઝાએ ગાયું છે પણ એમનું નામ ત્યાં ગાયબ છે
ફિલ્મ હકીકતના નિર્માણ સમયે જ ચેતન આનંદે ફિલ્મ "આખરી ખત" બનાવવાનો નિર્ણય કર્યો
અને એ ફિલ્મનું સંગીત પણ મદનમોહન તૈયાર કરે એવી આગ્રહભરી વિનંતી કરી
પણ મદનમોહને સવિનયએ વિનંતી નકારી એ ફિલ્મનું સંગીત પોતાના મિત્ર ખય્યામ પાસે તૈયાર કરાવવા કહ્યું
અને ફિલ્મ "આખરી ખત"નું સંગીત ખય્યામે આપ્યું અને ખય્યામની કારકિર્દીને જીવતદાન મળ્યું
1953થી સ્વતંત્ર સંગીતકાર બન્યા. 2014 સુધીમાં લગભગ 35 ફિલ્મોમાં સંગીત આપ્યું
ગાયિકા જગજીત કૌર સાથે લગ્ન કર્યા
ખય્યામે ૧૦ જેટલી TV સિરિયલોમાં પણ સંગીત આપ્યું હતું
.
ખય્યામની એ ખાસિયત રહી કે તેઓ અને તેમના પત્ની જે તે ફિલ્મની સ્ક્રિપ્ટ સંપૂર્ણપણે વાંચતા અને ગીતની સિચ્યુએશનને સમજતા અને જે તે કથા અને સિચ્યુએશનને અનુરૂપ જે તે કવિ પાસે યોગ્ય શબ્દો સાથેના ગીતો લખાવવાનો આગ્રહ રાખતા
તેઓના ગીતની ધૂન બનાવવામાં ખય્યામની પત્ની "જગજીત કૌર"નો બરાબરનો હિસ્સો રહેતો
એ જ કારણે ક્યારેક ખય્યામે ફિલ્મોમાં પોતાના નામ સાથે પોતાની પત્ની "જગજીત કૌર"નું નામ જોડી "ખય્યામ જગજીત કૌર" રાખવા આગ્રહ રાખેલો પણ તેઓની પત્નીએ એ વાતનો ઈન્કાર કરેલો
ખય્યામે પોતાની કારકિર્દીમાં ગઝલ, ભજન. ગીત, શબદ વગેરેના લગભગ +૨૦૦ આલ્બમ આપ્યા
ખય્યામે પોતાના નીતિમત્તા અને મૂલ્યો સાથે ક્યારેય સમાધાન ના કર્યું અન્યથા તેમણે +૧૫૦ ફિલ્મો જરૂર કરી હોત
"પ્રદીપ ખય્યામ" તેઓનો એકમાત્ર દીકરો હતો
જેણે ખય્યામના સહાયક તરીકે ફિલ્મ "થોડી સી બેવફાઈ" અને ફિલ્મ " રઝિયા સુલતાન"માં કામ કર્યું
૧૯૯૦ની ફિલ્મ "જાન એ વફા"માં અભિનય પણ કર્યો
વર્ષ ૨૦૧૨માં હૃદયરોગના હુમલાના કારણે પ્રદીપનું અવસાન થયું
.
૨૦૧૬માં પોતાની તમામ ચલ-અચલ સંપત્તિ વેચીને સ્વર્ગસ્થ પુત્ર પ્રદીપની યાદમાં રૂ.દસ કરોડનું એક ટ્રસ્ટ બનાવ્યું
જે ટ્રસ્ટમાં રૂ. દસ કરોડના વ્યાજમાંથી દરવર્ષે આવતી વ્યાજની આવક હિન્દી ફિલ્મજગત સાથે જોડાયેલા સંઘર્ષરત ફિલ્મી કલાકારોને યોગ્ય મદદ કરવાનો ઉમદા હેતુ છે
જે ટ્રસ્ટમાં ગઝલ ગાયક "તલત અઝીઝ" મુખ્ય વહીવટકર્તા ટ્રસ્ટી છે
.
એક આડવાત
ટોપી પહેરેલો ખય્યામનો ચહેરો ભૂતપૂર્વ પ્રધાનમંત્રી નરસિમ્હારાવની યાદ અપાવે છે
.
બીજી આડવાત (આમ તો એક નિર્વ્યસની તરીકે એ બાબતનો મને કોઈ અનુભવ નથી, પણ ....)
કોઈ સૂરાના શોખીન મિત્રને કલાકોના કલ્લાકો જો તમે ખય્યામ, મદનમોહન, જયદેવ જેવા સંગીતકારોની રચનાઓ સતત સંભળાવ્યા કરો તો કદાચ એ નશામાં જે તે સૂરાપ્રેમી સૂરાને ભૂલી પણ જાય !
.
.
પોતાની કારકિર્દીમાં ખય્યામે ઓછી ફિલ્મોમાં કામ કર્યું
પણ ઉત્તમ કામ કર્યું
તેમની ખુબ સફળ ફિલ્મોમાં ફિર સુબહ હોગી, શોલા ઔર શબનમ, લાલારુખ, શગૂન, ફૂટપાથ, ખાનદાન, કભી કભી, સંકલ્પ, શંકર હુસેન, ત્રિશુલ, નુરી, ચંબલ કી કસમ, રઝિયા સુલતાન, આખરી ખત, થોડી સી બેવફાઈ, દર્દ, ઉમરાવ જાન, બાઝાર, વગેરે વગેરેને ગણાવી શકાય
મારા માનીતા સંગીતકારોમાંના એક સંગીતકાર
૧૯ ઓગસ્ટ ૨૦૧૯ના દિવસે મુંબઈમાં તેઓએ અંતિમશ્વાસ લીધા
એમના કેટલાક ગીતો માણીયે ~~~
~ જીત હી લેંગે બાજી હમતુમ ખેલ અધૂરા છુટેના - શોલા ઔર શબનમ
~ જાને ક્યા ઢૂંઢતી રહેતી હૈ યે આંખે મુઝમેં - શોલા ઔર શબનમ
~ પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા - દર્દ
~ ના જાને ક્યા હુઆ જો તુને છૂ લિયા - દર્દ
~ એહલે દિલ યું ભી નીભા લેતે હૈ - દર્દ
~ મૈં હર એક પલ કા શાયર હું - કભી કભી
~ મૈં પલ દો પલ કા શાયર હું - કભી કભી
~ કભી કભી મેરે દિલમેં ખ્યાલ આતા હૈ - કભી કભી
~ તેરે ચહેરે સે નજર નહિ હટતી નજરે હમ ક્યા દેખે - કભી કભી
~ પરબતો કે પેડોં પર શામ કા બસેરા હૈ - શગુન
~ તુમ અપના રંજો ગમ અપની
~ શામે ગમ કી કસમ આજ ગમગીન હૈ હમ આ ભી જા આ ભી જા આજ મેરે સનમ - ફૂટપાથ
~ ચાંદની રાત મેં એકબાર તુમ્હે દેખા હૈ - દિલ એ નાદાં
~ આજા રે , આજા રે ઓ મેરે દિલબર આજા દિલ કી પ્યાસ બુઝા જા રે - નૂરી
~ ચોરી ચોરી કોઈ આયે - નૂરી
~ આસ્મા પે હૈ ખુદા ઔર જમીં પે હમ - ફિર સુબહ હોગી
~ વો સુબહ કભી તો આયેગી - ફિર સુબહ હોગી
~ આપ યું ફાંસલો સે ગુજરાતે રહે - શંકર હુસૈન
~ કહીં એક માસુમ નાજુક સી લડકી - શંકર હુસૈન
~ અપને આપ રાતોમેં ચિલમને સરકતી હૈ - શંકર હુસૈન
~ હૈ કલી કલી કે લબ પર તેરે હુસ્ન કા ફસાના - લાલા રૂખ
~ તેરા હિજ્ર મેરા નસીબ હૈ - રઝિયા સુલતાન
~ આઈ ઝંઝીર કી ઝંકાર ખુદા ખૈર કરે - રઝિયા સુલતાન
~ એય દિલે નાદાં એય દિલે નાદાં - રઝિયા સુલતાન
~ જલતા હૈ બદન - રઝિયા સુલતાન
~ ફિર છીંડી રાત બાત ફૂલોં કી - બાઝાર
~ દિખાયી દીયે યું કે બેખુદ કિયા - બાઝાર
~ કરોગે યાદ તો હર બાત યાદ આયેગી - બાઝાર
~ દેખ લો આજ હમકો જી ભર કે દેખલો - બાઝાર
~ માના તેરી નજરમેં તેરા પ્યાર હમ નહિ - આહિસ્તા આહિસ્તા / ખાનદાન
~ કભી કિસીકો મુકમ્મિલ જહાં નહિ મિલતા - આહિસ્તા આહિસ્તા
~ યે મુલાકાત એક બહાના હૈ - ખાનદાન
~ સિમટી હુઈ યે ઘડિયા - ચંબલ કી કસમ
~ ઈન આંખો કી મસ્તી કે મસ્તાને હજારો હૈ - ઉમરાવ જાન
~ યે ક્યા જગહ હૈ દોસ્તો - ઉમરાવ જાન
~ જિંદગી જબ ભી તેરી બઝ્મ મેં લાતી હૈ હમેં - ઉમરાવ જાન
~ જુસ્તજુ જિસ કી થી ઉસી કો તો ના પાયા હમને - ઉમરાવ જાન
~ દિલ ચીઝ ક્યા હૈ આપ મેરી જાન લીજીયે - ઉમરાવ જાન
~ આજ બિછડે હૈ કલ કા દર ભી નહિ - થોડી સી બેવફાઈ
~ હજાર રાહેં મૂડ કે દેખી - થોડી સી બેવફાઈ
~ આંખોમેં હમને આપ કે સપને સજાયે હૈ - થોડી સી બેવફાઈ
~ આપ કી મહેકી હુઈ ઝુલ્ફ કો કહેતે હૈ ઘટા - ત્રિશુલ
~ બહારો મેરા જીવન ભી સંવારો - આખરી ખત
~ ઔર કુછ દેર ઠહર ઔર કુછ દેર ના જા - આખરી ખત
~ સબ ઠાઠ પડા રહે જાવેગા જબ લાદ ચલેગા બંજારા - સંકલ્પ
~ તું હી સાગર હૈ તું હું કિનારા – સંકલ્પ
~~~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૧૭
"હૈ દુનિયા ઉસીકી જમાના ઉસીકા...."
.
સમસુલ હુડા બિહારી ઉર્ફે એસ એચ બિહારી ~~~
હિન્દી ફિલ્મના એક સફળ ગીતકાર કે જેનું નામ આજેય અજાણ્યું છે.
તમે એમના ગીતોના બહુ મોટા ચાહક છો પણ તમે ક્યારેય જાણતા નથી કે આ ગીત કોણે લખ્યું છે
અથવા કદાચ એ જાણવાની દરકાર પણ કરી નથી !
એ બિહારી જણ જેને જાવેદ અખ્તરે પોતાના રોલ મોડલ ગણાવ્યા
અહીં એ વાત યાદ રાખવી રહી કે જાવેદ અખ્તરના પિતાશ્રી જાં નિસ્સાર અખ્તર પોતે એક સફળ શાયર, કવિ અને ગીતકાર હતા
હું અહીં સમસુલ હુડ્ડા બિહારી ઉર્ફે એસ એચ બિહારીની વાત કરું છું.
જન્મતારીખ ખબર નથી પણ જન્મવર્ષ ૧૯૨૨
અને ૨૫ જાન્યુઆરી ૧૯૮૭ના દિવસે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા
આજે એમના મૃત્યુપર્યન્ત ૩૩ વર્ષ બાદ પણ એમના ગીતો એટલા જ જીવંત લાગે છે
.
.
એસ એચ બિહારી કે જેમનો હિન્દી, ઉર્દુ ઉપરાંત બંગાળી ભાષા પર કાબુ હતો
એસ એચ બિહારી, રોમેન્ટિક ગીતોના રાજા
.
કલકત્તાની "પ્રેસિડેન્સી કોલેજ"માંથી સ્નાતક થયા પછી એક રબર ફેક્ટરીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી સ્વીકારી
૧૯૪૭માં કામની શોધમાં મુંબઈ આવી વસ્યા
કોઈક પ્રસંગે જે તે સમયના પ્રસિદ્ધ સંગીતકાર અનિલ વિશ્વાસ સાથે મુલાકાત થઈ અને તેમને પોતાની ફિલ્મ "લાડલી" માટે એક ગીત લખવા કહ્યું
૧૯૪૯ની ફિલ્મ "લાડલી"નું "મૈ એક છોટી સી ચિનગારી....." સૌ પ્રથમ ગીત ... પણ એ ગીતથી એમની ઓળખ ઉભી ના થઈ
.
પણ ત્યારબાદ કામ ના મળ્યું
અને સંઘર્ષના દિવસોની શરૂઆત થઈ
.
નિરાશ અને હતાશ SH બિહારીને "રાજા મહેંદી અલી ખાન" કોઈક તાંત્રિક બાબા પાસે લઈ ગયા
એ બાબાએ એક શુદ્ધ ચાંદીનો સિક્કો એમના હાથ પર બાંધી દીધો અને કહ્યું કે
"આ સિક્કો તને કામ અને નામ અપાવશે ... આ સિક્કો આજીવન આમ જ હાથ પર બાંધી રાખવો"
એક દિવસ SH પોતાના મિત્ર "રાજા મેહંદી અલી ખાન"ની સલાહ મુજબ શશધર મુખરજીના બંગલે જઈને બેસી ગયા
સવારથી સાંજ સુધી શશધર દેખાયા નહિ
પેટની ભૂખ કોઈનીયે સગી નથી થતી તો SHનીયે ક્યાંથી થાય ?!
સખત ભૂખ અને ખિસ્સા ખાલી !
હાથે બાંધેલો પેલી ચાંદીનો સિક્કો એ દિવસે કામ લાગ્યો
નજીકની દુકાનમાં એ ચાંદીનો સિક્કો વેચી દીધો અને પેટની ભૂખ શમાવી
આખરે પેલો ચાંદીનો સિક્કો કામ તો આવ્યો જ !
ફરી પાછા શશધર મુખરજીના બંગલે આવી ઉભા
દરવાજે શશધર જ ઉભા હતા .. SHએ હસીને તેમને સલામ ઠોકી દીધી
શશધરે કોઈ પ્રતિભાવ જ ના આપ્યો
પણ જિદ્દી SH દરવાજેથી હટ્યા જ નહિ
શશધરે પૂછ્યું "ક્યા બેચતે હો ?"
SH નો જવાબ હતો "દિલ કે ટુકડે !"
અને એ જવાબથી શશધર ખુશ થઈ ગયા
અને શશધરે જે તે સમયે અજાણ્યા એવા SHને પોતાના ઘર બોલાવ્યા
અને એ પછી મુલાકાત લાંબી ચાલી .....અને SHને ફિલ્મના ગીત લખવાનું ઈજન આપ્યું
વર્ષ હતુ ૧૯૫૪ અને એ ફિલ્મ હતી "શર્ત"
ગીતો હતા
૧.
न ये चाँद होगा न तारे रहेंगे
मगर हम हमेशा तुम्हारे रहेंगे
न ये चाँद होगा...
૨.
देखो वो चाँद चुपके करता है क्या इशारे
शायद ये कह रहा है, हम हो गये तुम्हारे
हो गये तुम्हारे, देखो ...
ગીતો ચાલ્યા, ફિલ્મ ચાલી અને....
SHની ગાડી ના માત્ર પાટે ચઢી પણ રીતસર દોડવા લાગી
.
૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકાઓમાં અરે છેક ૧૯૭૦ના દાયકા સુધી SHના ગીતો, OP નું સંગીતના કોમ્બીનેશને ફિલ્મજગતમાં રીતસર ધૂમ મચાવી દીધી
ફિલ્મો હતી
એક ઝલક, એક મુસાફિર એક હસીના, કાશ્મીર કી કલી, સાવન કી ઘટા, કિસ્મત, દિલ ઔર મહોબ્બત, કહી દિન કહી રાત, એક બાર મુશ્કરા દો, પ્રાણ જાયે પર વચન ના જાયે , એ રાત ફિર ના આયેગી, બહારે ફિર ભી આયેગી,
આ સિવાય LP સાથેની ફિલ્મો પ્યાર ઝુકતા નહિ, તેરી મહેરબાનિયા, પ્યાર કિયા હૈ પ્યાર કરેંગે , ઔલાદ
અને હેમંતદા સાથેની શર્ત, રવિ સાથેની ગર્લ્સ હોસ્ટેલ, અપના બનાકે દેખો, ઘર સંસાર વગેરે વગેરે સફળ ફિલ્મો ગણી શકાય
તેમની રચનાઓ સંગીત રસીયાઓને કંઠસ્થ અને હૃદયસ્થ હોવા છતાંયે હિન્દી ફિલ્મના એક સફળ ગીતકાર કે જેનું નામ આજેય અજાણ્યું છે
ચાલો કેટલાક ગીતોને વાગોળી લઈએ અને એ શાયર, એ કવિ એ ગીતકારને યાદ કરી લઈએ
ફિલ્મ - શર્ત
- ના યે ચાંદ હોગા ના તારે રહેંગે
- દેખો વો ચાંદ છુપકર કરતા હૈ ક્યા ઈશારે
ફિલ્મ - કાશ્મીર કી કલી
- ઈશારો ઈશારોમેં દિલ લેનેવાલે બતા યે હુનર તુને શીખા કહાં સે
- યે દેખકે દિલ ઝુમા લઈ પ્યારને અંગડાઈ
- હૈ દુનિયા ઉસીકી જમાના ઉસીકા
- યે ચાંદ સા રોશન ચહેરા
- હાય રે હાય રે મેરે હાથમે તેરા હાથ રહે દિનરાત
- કિસી ના કિસી સે કહીં ના કહીં દિલ લગાના પડેગા
- શુભાનલ્લાહ હંસી ચહેરા યે મસ્તાના અદાએ
ફિલ્મ - એક મુસાફિર એક હસીના
- બહોત શુકરીયા બડી મહેરબાની
- મુજે દેખકર આપકા મુશ્કરાના
ફિલ્મ - યે રાત ફિર ના આયેગી
- યહી વો જગહ હૈ યહી વો ફિઝા
- ફિર મિલોગે કભી ઇસ બાત કા વાદા કરલો
- મેરા પ્યાર વો હૈ કે મરકર ભી તુમકો
- આપસે મૈને મેરી જાન મહોબ્બત કી હૈ
- મૈં શાયદ તુમ્હારે લિયે અજનબી હું
ફિલ્મ - કિસ્મત
- કજરા મહોબ્બતવાલા અંખિયોંમે ઐસા ડાલા
- આંખોમેં કયામત કે કાજલ
- લાખો હૈ યહાં દિલવાલે ઔર પ્યાર નહિ મિલતા
ફિલ્મ - પ્યાર ઝુકતા નહિ
- તુમસે મિલકર ના જાને કયું
- ચાહે લાખ તુફા આયે ચાહે જાન ભી અબ જાયે
- તુમ્હે અપના સાથી બનાનેસે પહેલે
ફિલ્મ - દિલ ઔર મહોબ્બત
- કહાંસે લાઈ ઓ જાનેમન યે કિતાબી ચહેરા ગુલાબી આંખે
ફિલ્મ - ઘરસંસાર
- ભલા કરનેવાલે ભલાઈ કિયે જા
ફિલ્મ - મહોબ્બત જિંદગી હૈ
- ના જાને કયું હમારે દિલકો તુમને દિલ નહિ સમજા
- રાતો કો ચોરી ચોરી બોલે મોરા કંગના
ફિલ્મ - સાવન કી ઘટા
- હોઠો પે હંસી આંખોમેં નશા
- જરા હોલે હોલે ચલો મોરે સાજના
- મેરી જાન તુમપે સદકે એહસાન ઇતના કરદો
- ઝુલ્ફોંકો હટાલે ચહેરેસે
- આજ કોઈ પ્યારસે દિલકી બાતે કહે ગયા
ફિલ્મ - જાને અંજાને
- છમ છમ બાજે રે પાયલીયા
ફિલ્મ - એક બાર મુશ્કુરા દો
- ચહેરેસે જરા આંચલ જબ આપને સરકાયા
- યે દિલ લેકર નજરના આ ગયા તેરા દીવાના
- જમાનેકી આંખોને દેખા હૈ યારો
ફિલ્મ - કહીં દિન કહીં રાત
- તુમ્હારા ચાહનેવાલા ખુદાકી દુનિયામેં
- મહોબ્બત હો ગયી જીન્સે શિકાયત ઉનસે ક્યા હોગી
- કમર પતલી નજર બિજલી સુરાહીદાર ગરદન
ફિલ્મ - એક ઝલક
- યે હસતા હુઆ કારવાં જિંદગી કા
- આજા જરા મેરે દિલકે સહારે દિલરુબા
ફિલ્મ - પ્રાણ જાયે પર વચન ના જાયે
- ચેનસે હમકો કભી આપને જીને ના દિયા
- એક તું હૈ પિયા જીસપે દિલ આ ગયા
- આ કે દરદ જવા હૈ સજના હાયે
ફિલ્મ - બહારે ફિરભી આયેગી
- વો હસકે મિલે હમસે હમ પ્યાર સમજ બૈઠે
ફિલ્મ - દુનિયા
- દુનિયા ઇસી કા નામ હૈ દુનિયા ઇસી કો કહેતે હૈ
ફિલ્મ - હમસાયા
- આજા મેરે પ્યાર કે સહારે કભી કભી
- ઓ કનૈયા, આજ પનઘટ પે હૈ તેરી રાધા અકેલી ખડી
~~~~~~~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૧૮
"ચલો એક બાર ફિરસે અજનબી બન જાયે હમદોનો ...."
રવિ ઉર્ફે રવિ શંકર શર્મા ~~~
૩ માર્ચ ૧૯૨૬ થી ૭ માર્ચ ૨૦૧૨ સુધીની જીવનસફર
એક સફળતમ સંગીતકાર
એક ગીતકાર
એક ગાયક પણ
એમના એક જ ગીત માત્રથી આજેય એ નવી પેઢીમાં અજ્ઞાતરીતે જીવંત છે
એ ગીતની હાજરી વગર કોઈપણ લગ્ન સમારંભ શક્ય જ નથી !
"આજ મેરે યાર કી શાદી હૈ ................"
રફી, રવિ અને દેવેન વર્મા એ ત્રિપુટીએ ગાયેલ એ ગીત તમને યાદ જ હશે
હવે એ ગીતના ગાયકોને યાદ રાખજો !
રવિએ ના તો ગીત ગાવા માટે કોઈ તાલીમ મેળવી ના સંગીત માટે કોઈ તાલીમ મેળવી
૧૯૫૦માં દિલ્હી છોડી ગાયક બનવા માટે મુંબઈની વાટ પકડી
શરૂઆતના અને સંઘર્ષના દિવસોમાં સવાર થી સાંજ સુધી મુંબઈની ગલીયોમાં કામની તલાશમાં આંટાફેરા અને રાત્રે મલાડ રેલવે સ્ટેશન પર આરામ
ક્યારેક કોઈક ક્ષણે રવિની મુલાકાત હેમંતદા સાથે થઈ ગઈ અને
"મલાડ સ્ટેશન પર રાતભર બેકાર પડી રહેતી લોકલ અચાનક જ ફાસ્ટટ્રેન બની ગઈ !"
"આનંદમઠ"ના ગીત "વંદે માતરમ......"માં બેકગ્રાઉન્ડમાં સંભળાતો અવાજ પણ રવિનો
બસ હિન્દી ફિલ્મજગતમાં એ પહેલું પગથિયું
અને એ પણ હિન્દી ફિલ્મજગતના "મહાન દાદા" એવા હેમંતદા જેવા ગુરુની આંગળી પકડીને ......
ભાઈ "ઇન્ડેક્સ ફિંગર" એ "ગુરુની આંગળી" છે
હેમંતદાના એ સમયના બે સહાયકો
એક કલ્યાણજી અને બીજા રવિ
આજેય આપણે એમ જ માનીયે છીએ કે ફિલ્મ નાગિનમાં "બીન" ભાઈશ્રી કલ્યાણજીએ જ વગાડી હતી બાકી ફિલ્મી ઇતિહાસ એમ કહે છે કે એ કામ અને એ કમાલ તો રવિની હતી !
.
રવીને ત્રણ સંતાનો
બે પુત્રી અને એક પુત્ર
એમના પુત્ર અજયે મરાઠી અને હિન્દી ફિલ્મજગતની જાણીતી અભિનેત્રી "વર્ષા ઉસગાંવકર" સાથે લગ્ન કરેલા
પુત્ર અજય શંકર કે જેણે પોતાના પિતાની નામરજી છતાંયે ફિલ્મ અભિનેત્રી વર્ષા ઉસગાંવકર સાથે લગ્ન કર્યા
પોતાના પુત્ર અજય શંકરને પિતા રવિએ રહેમરાહે પોતાના બંગલામાં રહેવા માટે જગ્યા આપી હતી તે બંનેએ વર્ષ ૨૦૧૦માં એ બંગલો વયોવૃદ્ધ સંગીતકાર રવિ પાસેથી પડાવી લેવા માટે પોલીસકેસ અને કોર્ટકેસ સહિતના અવનવા પેંતરા કર્યા હતા
હિન્દી ફિલ્મો ઉપરાંત ૧૪ જેટલી તમિલ અને તેલુગુ ફિલ્મોમાં "રવિ બોમ્બે" અથવા "બોમ્બે રવિ"ના નામે સંગીત આપ્યું
જેમાંની પંચાગ્નિ, પાથેયમ, સરગમ, વૈશાલી વગેરે વગેરે મુખ્ય હતી
.
૧૯૬૨ માં ફિલ્મ "ઘરાના" અને ૧૯૬૬માં ફિલ્મ "ખાનદાન" માટે શ્રેષ્ઠ સંગીત બદલ ફિલ્મફેર એવોર્ડ મળ્યા
.
તમે વિચારો કે
મહાન સંગીતકાર અને ગાયક એવા રવિના ગીતો ........
વર્ષો પછી આજેય નાતજાતના ભેદભાવ વગર દરેક લગ્ન આ ગીતની હાજરી અચૂક હોય છે
"આજ મેરે યાર કી શાદી હૈ ......"
.
વર્ષો પછી આજેય દીકરીના વિદાય પ્રસંગે આ ગીત હાજર જ હોય છે
"બાબુલ કી દુવાએ લેતી જા, જા તુઝકો સુખી સંસાર મિલે ..."
.
વર્ષો પછી આજેય એમના આ બાળગીતો અડીખમ છે
૧. "ચંદા મામા દૂર કે ....", અને
૨. "ટીમટીમ કરતે તારે ..."
.
વર્ષો પછી આજેય ભિખારીઓ સડકો પર રવિની રચનાઓ ગાતા જોવા મળે છે
૧. "અમ્મા એક રોટી દે .....", અને
૨. "ગરીબો કી સુનો વો તુમ્હારી સુનેગા ...."
.
લવલીથી લાઈવલી સંગીતનો જનક કે જેણે જીવનના દરેક રંગોને આસાનીથી પોતાના સંગીતે રંગી નાખ્યા
આ રહયા તેના ઉત્તમ ઉદાહરણો
૧. ચલો એકબાર ફિરસે ...
૨. તુમ્હી મેરી મંદિર તુમ્હી મેરી પૂજા ...
૩. ચૌધવી કા ચાંદ હો....
૪. બાર બાર દેખો .....
૫. શીશે સે પી યા પૈમાનેં સે પી ....
૬. બડી દેર ભયી નંદલાલ ....
પોતાની કારકિર્દીમાં ૧૧૨ ફિલ્મોમાં સંગીત પીરસ્યું
દરેક ફિલ્મોમાં ૨-૩ ચિરસ્મરણીય ગીતો આપ્યા
છતાંયે હિન્દી ફિલ્મજગતનો એક સફળ સંગીતનો અવગણાયેલો જણ એટલે સંગીતકાર રવિ.
.
૧૯૬૦માં મહમ્મદ રફીને શ્રેષ્ઠ ગાયક તરીકે પ્રથમ વખત ફિલ્મફેર અપાવનાર ગીત "ચૌધવી કા ચાંદ હો ......"ના સંગીતકાર રવિ હતા
.
૧૯૮૩માં ફિલ્મ "નિકાહ"ના ગીત "દિલ કે અરમાં આંસુઓં મેં બહે ગયે ..." માટે ગાયીકા સલમા આગાને શ્રેષ્ઠ ગાયીકાનો ફિલ્મફેર એવોર્ડ સૌ પ્રથમ વખત મળ્યો હતો
જે ગીતના સંગીતકાર પણ રવિ હતા.
૧૯૬૫ની ફિલ્મ "ખાનદાન"ના ગીત "તુમ્હી મેરે મંદિર ....." માટે લતાને શ્રેષ્ઠ ગાયીકા તરીકે ફિલ્મફેર એવોર્ડ મળ્યો
અવગણાયેલા ગાયક એવા મહેન્દ્રકપુરને શ્રેષ્ઠ ગાયક તરીકેનો ફિલ્મફેર એવોર્ડ અપાવવામાં સંગીતકાર રવિનો ફાળો હતો
૧. ચલો એકબાર ફિર સે - ગુમરાહ - ૧૯૬૪
૨. નીલે ગગન કે તલે - હમરાઝ - ૧૯૬૮
વર્ષ ૧૯૬૮ના વર્ષમાં જ આશા ભોંસલેને ફિલ્મ દસલાખના ગીત "ગરીબો કી સુનો....." માટે શ્રેષ્ઠ ગાયીકાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
૧૯૯૪માં સંગીતકાર રવિને શ્રેષ્ઠ સંગીત માટે મલયાલી ફિલ્મ "પરિણયમ" માટે એકમાત્ર નેશનલ ફિલ્મ એવોર્ડ મળેલો
સંગીતકાર રવિએ મલયાલી ફિલ્મ "સરગમ"ના અને ફિલ્મ "પરિણયમ"ના શ્રેષ્ટ સંગીત માટે અનુક્રમે ૧૯૯૨ અને ૧૯૯૪માં ફિલ્મફેર એવોર્ડ મેળવેલો
સંગીતકાર રવિના ફિલ્મ નિર્માતાઓ દેવેન્દ્ર ગોયેલ, BR ચોપરા , SS વાસન, શિવાજી ગણેશન, વાસુ મેનન સાથે ઘનિષ્ઠ સંબંધો રહયા
રફી - રવિની જોડીએ ૭૯ ફિલ્મોમાં કુલ ૨૩૫ ગીતો આપ્યા
આ રહ્યા એ જોડીએ સર્જેલા ચિરસ્મરણીય ગીતો
૧. ચૌધવી કા ચાંદ હો
૨. મુઝે પ્યાર કી જિંદગી દેનેવાલે
૩. બાર બાર દેખો
૪. ના ઝટકો ઝુલ્ફ સે પાની
૫. છુ લેને દો નાજુક હોઠો કો કુછ ઔર નહિ હૈ જામ હૈ યે
૬. યે ઝુલ્ફ અગર ખુલકે બિખર જાયે યો અચ્છા
૭. તુઝકો પુકારે મેરા પ્યાર આજા મૈં તો ખડા હું
૮. યે વાદીયાં યે ફીઝાયે બુલા રહી હૈ
૯. બાબુલ કી દુવાએ લેતી જા
૧૦. ભરી દુનિયામેં આખિર દિલ કો સમજાને કહાં જાયે
૧૧. રહા ગરદીશોમેં હરદમ મેરે ઇશ્ક કા સિતારા
૧૨. નસીબમેં જિસકે જો લિખા થા વો તેરી મહેફિલમેં કામ આયા
૧૩. સો બાર જનમ લેંગે સો બાર ફના હોંગે
.
આશા ભોંસલે સંગીતકાર રવિની ખાસ પસંદની ગાયીકા રહી. આશાએ સંગીતકાર રવિ માટે ૩૮૫ ગીતો ગાયા
.
જેમાં અતિ પ્રચલિત ગીતો હતા
૧. હે રોમ રોમ મેં બસનેવાલે રામ
૨. શીશે સે પી યા પૈમાનેં સે પી
૩. ઉલઝન સુલઝે ના રસ્તા સૂઝે ના
૪. મુઝે ગલે સે લગાલો
૫. આગે ભી જાને ના તું પીછે ભી જાને ના તું
૬. તોરા મન દર્પન કહેલાયે
૭. જબ ચલી ઠંડી હવા જબ ઉઠી કાલી ઘટા
.
જયારે લતાએ ખુબ જ ઓછા ગીતો રવિના સંગીત નિર્દેશનમાં ગાયા
જેમના યાદગાર ગીતો હતા
૧. વો દિલ કહાંસે લાઉં તેરી યાદ જો ભુલાદે
૨. એય મેરે દિલે નાદાં તુ ગમ સે ના ગભરાના
૩. લાગે ના મેરા જીયા
૪. લો આ ગયી ઉનકી યાદ
૫. ગૈરોં કે કરમ
૬. તુમ્હી મેરે મંદિર તુમ્હી મેરી પૂજા
૭. આપકી ઈનાયતે આપકે કરમ
.
સંગીતકાર રવિ, ગીતકાર સાહિર અને ગાયક મહેન્દ્ર કપૂરે સાથે મળીને BR ચોપ્રાના બેનર હેઠળ બનેલી ફિલ્મોમાં ખુબ જ યાદગાર ગીતો આપ્યા
.
૧. ચલો એકબાર ફિરસે અજનબી બાણ જાયે હમદોનો
૨. આપ આયે તો ખયાલે દિલ નાશાદ આયા
૩. ઈન હવાઓંમેં ઈન ફીજાઓમાં તુજકો મેરે પ્યાર પુકારે
૪. નીલે ગગન કે તલે
૫. કિસી પથ્થર કી મુરત સે
૬. ના મુહ છુપાકે જીઓ
.
સંગીતકાર રવિએ સંગીતે મઢેલા ફિલ્મ "નરસી ભગત"ના ભજન " દરશન દો ઘનશ્યામ ..."નો ઉપયોગ ફિલ્મ "સ્લમડોગ મિલિયોનર"માં તેમની પરવાનગી લીધા વગર કરાયો હતો
અને એ ગીતના ગીતકાર તરીકે "સુરદાસ" બતાવાયા હતા
જયારે એ ગીત GS નેપાલી ઉર્ફે ગોપાલસિંગ નેપાલીની રચના હતી
સંગીતકાર રવિએ આ બાબતે વિરોધ નોંધાવીને કોર્ટ કેસ કર્યો હતો
.
ત્યારબાદ આ બાબતનું સમાધાન કોર્ટની બહાર થયું હતું
.
.
એમના સંગીતને પસંદ ના કરનાર લોકોએ ક્યારેક એમને ઘોડાગાડીની ટાપવાળા કે થાપવાળા સંગીતકારમાં ખપાવવાનો પ્રયાસ કર્યો પણ એમની કારકિર્દીના ફિલ્મોના નામ વાંચતા સાથે જ તમને એ સાદગીને વરેલ સંગીતકારે આપણને સંગીતનો શું વારસો પ્રદાન કર્યો એ યાદ આવી જ જશે !
ઘરાના અને ખાનદાન સિવાય હમરાઝ, દો બદન, આંખે, વક્ત, ગુમરાહ, નીલકમલ, નઈ રોશની, ઘૂંઘટ, નઝરાના, ગુમરાહ, ગહેરાદાગ, ઉસ્તાદો કે ઉસ્તાદ, ચૌધવી કા ચાંદ, યે રસ્તે હૈ પ્યાર કે, શહેનાઈ , કાજલ, દો કલિયા, ધડકન, ધૂંધ, નિકાહ ...................
.
સફળતમ સંગીતકારના ચમકતા હારના મોતીઓ યાદ કરી એ ભવ્ય મોતીની માળા નીરખીયે
~ તુમ્હી મેરી મંદિર તુમ્હી મેરી પૂજા - ખાનદાન
~ કલ ચમન થા આજ એક સહેરા હુઆ દેખતે હી દેખતે યે ક્યા હુઆ - ખાનદાન
~ બડી દેર ભયી નંદલાલા તેરી રાહ તકે બ્રીજબાલા - ખાનદાન
~ નીલ ગગન પર ઉડતે બાદલ આ આ આ - ખાનદાન
~ ચલો એક બાર ફિરસે અજનબી બન જાયે હમદોનો - ગુમરાહ
~ આપ આયે તો ખયાલે દિલ નાશાદ આયા હૈ - ગુમરાહ
~ ઈન હવાઓંમેં ઈન ફીઝાઓમે તુજકો મેરા પ્યાર પુકારે - ગુમરાહ
~ યે હવા યે હવા યે હવા આ ભી જા આ ભી જા આ ભી જા - ગુમરાહ
~ તુમ અગર સાથ દેને કા વાદા કરો - હમરાઝ
~ ના મુહ છુપાકે જિયો ઔર ના સર ઝુકા કે જીઓ - હમરાઝ
~ કિસી પથ્થર કી મુરત સે - હમરાઝ
~ હે નીલે ગગન કે તલે ધરતી કા પ્યાર પલે - હમરાઝ
~ એ મેરી ઝોહરા ઝબી તુઝે માલુમ નહિ - વક્ત
~ કૌન આયા કે નિગાહોં મેં ચમક જાગ ઉઠી - વક્ત
~ આગે ભી જાને ના તૂ પીછે ભી જાને ના તૂ - વક્ત
~ દિન હૈ બહાર કે તેરે મેરે ઈકરાર કે - વક્ત
~ વક્ત સે દિન ઔર રાત - વક્ત
~ ચહેરે પે ખુશી છા જાતી હૈ - વક્ત
~ યે પરદા હટા દો જરા મુખડા દિખા દો - એક ફૂલ દો માલી
~ ઓ નન્હે સે ફરીસ્તે તુજ સે યે કૈસા નાતા - એક ફૂલ દો માલી
~ તુઝે સુરજ કહું યા ચંદા - એક ફૂલ દો માલી
~ સજના સજના ઓ સજના તેરે પ્યારમેં મૈં ગઈ કહો સજના - એક ફૂલ દો માલી
~ સૈયા લે ગઈ જીયા તેરી પહેલી નજર - એક ફૂલ દો માલી
~ સૌ બાર જન્મ લેંગે - ઉસ્તાદો કે ઉસ્તાદ
~ હુસ્ન સે ચાંદ ભી શરમાયા હૈ - દૂર કી આવાઝ
~ દિલ મેરા આજ કહો ગયા હૈ કહીં - દૂર કી આવાઝ
~ હમ ભી અગર બચ્ચે હોતે હમ ભી અગર - દૂર કી આવાઝ
~ યે વાદીયાં યે ફિઝાએ બુલા રહી હૈ તુમ્હે - આજ ઔર કલ
~ ઇતની હસીન ઇતની જવાં રાત ક્યા કરેં - આજ ઔર કલ
~ મુઝે ગલે સે લગા લો બહોત ઉદાસ હું મૈં - આજ ઔર કલ
~ તુમસે હી મેરી જિંદગી મેરી બહાર તુમ સે - અપના ઘર
~ સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા - અપના ઘર
~ આરામ હૈ હરામ - અપના ઘર
~ છૂ લઈને દો નાજુક હોઠો કો કુછ ઔર નહિ હૈ જામ હૈ યે - કાજલ
~ યે ઝુલ્ફ અગર ખુલ કે બિખર જાયે તો અચ્છા - કાજલ
~ તોરા મન દર્પન કહેલાયે - કાજલ
~ દિલકી યે આરઝૂથી કોઈ દિલરુબા મિલે - નિકાહ
~ દિલકે અરમાં આસુંઓ મેં બહે ગયે - નિકાહ
~ ફીઝ ભી હૈ જવાં જવાં હવા ભી હૈ રવાં રવાં - નિકાહ
~ બીતે હુએ લમ્હોં કી કસક યાદ તો હોગી - નિકાહ
~ તુમ્હારી નજર કયું ખફા હો ગઈ ખાતા બક્ષ દો ગર ખતા હો ગઈ - દો કલિયાં
~ બચ્ચે મન કે સચ્ચે - દો કલિયાં
~ હમ તો મહોબ્બત કરેગા - દિલ્લી કા ઠગ
~ યે રાતે યે મૌસમ નદી કા કિનારા - દિલ્લી કા ઠગ
~ હમ તો મહોબ્બત કરેગા - દિલ્લી કા ઠગ
~ મેરે દોસ્ત તુજે તેરા મીત મુબારક - ધડકન
~ મૈં તો ચલા જીધર ચલે રસ્તા - ધડકન
~ જરા સુન હસીનાએ નાઝનીન - કૌન અપના કૌન પરાયા
~ કૌન અપના કૌન પરાયા - કૌન અપના કૌન પરાયા
~ સદા ખુશ રહે તું જફા કરનેવાલે - પ્યાર કા સાગર
~ વફા જીનસે કી બેવફા હો ગયે - પ્યાર કા સાગર
~ મુજે પ્યાર કી જિંદગી દેનેવાલે - પ્યાર કા સાગર
~ રાત રાત ભર જાગ જાગ કર ઇન્તઝાર કરતે હૈ હમ તુમસે પ્યાર કરતે હૈ - પ્યાર કા સાગર
~ યે ખામોશીયાં યે તન્હાનીયા - યે રાસ્તે હૈ પ્યાર કે
~ યે રાસ્તે હૈ પ્યાર કે - યે રાસ્તે હૈ પ્યાર કે
~ આપકી ઈનાયતે આપકે કરમ - વંદના
~ સબ કુછ લુટા કે હોશ મેં આયે તો ક્યા કીયા - એક સાલ
~ જિંદગી ઇત્તેફાક હૈ - આદમી ઔર ઇન્સાન
~ ઓ નીલે પરબતો કી ધારા - આદમી ઔર ઇન્સાન
~ દિલ કરતા ઓ યારા દિલદારા મેરા દિલ કરતા - આદમી ઔર ઇન્સાન
~ જિંદગી કે રંગ કઈ રે સાથી રે - આદમી ઔર ઇન્સાન
~ જીઓ તો ઐસે જીઓ જૈસે સબ તુમ્હારા હૈ - બહુ બેટી
~ દૂર રહેકર ના કરો બાત કરીબ આ જાઓ - અમાનત
~ મતલબ નિકાલ ગયા હૈ તો પહેચાનતે નહિ - અમાનત
~ ઇસ તરાહ તોડા મેરા દિલ ક્યા મેરા દિલ દિલ ના થા - શહેનાઇ
~ ના ઝટકો ઝુલ્ફ સે પાની - શહેનાઇ
~ કીતની જવાં હૈ જિંદગી કીતની જવાં બહાર - શહેનાઇ
~ ક્યા અજબ સાઝ હૈ યે શહેનાઇ - શહેનાઇ
~ કિસ તરાહ જીતે હૈ યે લોગ બતા દો યારો - નઈ રોશની
~ જીતની લીખી થી મુકદ્દર મેં હમ ઉતની જી ચુકે - નઈ રોશની
~ સપને હૈ સપને કબ હુએ અપને - નઈ રોશની
~ દીવાના કહે કે આજ મુઝે ફિર પુકારીયે - મુલઝીમ
~ સુન લે પુકાર આઈ આજ તેરે દ્વાર લેકે - ફૂલ ઔર પથ્થર
~ શીશે સે પી યા પૈમાનેં સે પી - ફૂલ ઔર પથ્થર
~ જિંદગી મેં પ્યાર કરના શીખ લે - ફૂલ ઔર પથ્થર
~ હુસ્નવાલે તેરા જવાબ નહિ - ઘરાના
~ જબ સે તુમ્હે દેખા હૈ આંખોમેં તુમ્હી તુમ હો - ઘરાના
~ જય રઘુનંદન જય સિયારામ - ઘરાના
~ રહા ગાર્દીશો મેં હરદમ મેરે ઇશ્ક કા સિતારા - દો બદન
~ જબ ચલી ઠન્ડી હવા જબ ઉઠી કાલી ઘટા - દો બદન
~ નસીબ મેં જિસકે જો લિખા થા - દો બદન
~ લો આ ગઈ ઉનકી યાદ વો નહિ આયે - દો બદન
~ ભરી દુનિયામેં આખિર દિલ કો સમજાને કહા જાયે - દો બદન
~ ઉલઝન સુલજે ના રસ્તા સૂઝે ના - ધૂંધ
~ સંસાર કી હે સેં કા - ધૂંધ
~ બાર બાર દેખો હાજર બાર દેખો - ચાઈના ટાઉન
~ ઝૂમતી બહારો કા શમા - દહલીઝ
~ આ લગ જા ગલે દિલરુબા - દસ લાખ
~ ગરીબો કી સુનો વો તુમ્હારી સુનેગા - દસ લાખ
~ એ જાને ચમન તેરા ગોરા બદન - અનમોલ મોતી
~ મીલી ખાક મૈં મહોબત જલા દિલ કા આશિયાના - ચૌંધવી કા ચાંદ
~ ચૌંધવી કા ચાંદ હો - ચૌંધવી કા ચાંદ
~ આજ ઉડતા હુઆ એક પંછી જિંદગી કી બહારો મેં આયા - ગેહરા દાગ
~ ભગવાન ઈક કસૂર કી ઇતની બડી સઝા - ગેહરા દાગ
~ એક મહેલ હો સપનો કા - એક મહેલ હો સપનો કા
~ દિલ મેં કિસી કે પ્યાર કા જલતા હુઆ દિયા - એક મહેલ હો સપનો કા
~ દેખા હૈ જિંદગી કો કુછ ઇતના કરીબ સે - એક મહેલ હો સપનો કા
~ દિલ મેરા તુમ્હારી અદાયે લે ગઈ - ગૌરી
~ લોગ તો મરકર જલતે હોંગે મૈં જીતે જી જલતા હું - ગૌરી
~ મોરી છમછમ બાજે પાયલીયા - ઘૂંઘટ
~ લાગે ના મોરા જીયા - ઘૂંઘટ
~ તુજકો પુકારે મેરા પ્યાર આજા .... - નીલ કમલ
~ બાબુલ કી દુઆએં લેતી જા - નીલ કમલ
~ ઘોડા પીશોરી મેરા - પ્યાર કા બંધન
~ મેરી પહેલી આરઝૂ કા એ પાયમ યાદ રખના - પ્યાર કા બંધન
~ દિલ હી દિલ મેં લે લિયા દિલ મહેરબાની આપકી - આજ કી આવાઝ
~ રાઝ એ દિલ ઉનસે છુપાયા ના ગયા - અપના બનાકે દેખો
~ આરામ હૈ હરામ - અપના ઘર
~~~~~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૧૯
"યે કૈસી અજબ દાસતા હો ગઈ હૈ
છુપાતે છુપાતે બયાં હો ગઈ હૈ !"
સુરૈયા ઉર્ફે સુરૈયા જમાલ શેખ ~~~
મલ્લિકા એ હુસ્ન
મલ્લિકા એ તરન્નુમ
મલ્લિકા એ અદાકારી
સુરૈયા એટલે એક મહાનિબંધનો વિષય
પણ આપણે તો લઘુકથામાં એ આટોપવાનો
૧૫ જૂન ૧૯૨૯ના દિવસે ગુજરાનવાલામાં જન્મ
પિતા અઝીઝ જમાલ શેખ અને માતા મુમતાઝ શેખનું એકમાત્ર સંતાન
સૌંદર્ય, ગાયકી અને અદાકારી એ ત્રણેય કુદરતે જ બક્ષેલા
તેની એક વર્ષની ઉંમરે પરિવાર મુંબઈના નરીમાન પોઈન્ટ વિસ્તારમાં આવી વસેલો
જ્યાં રાજકપૂર, મદનમોહન અને રાજુ ભારતન તેના પાડોશી મિત્રો
જે ઉંમરમાં તેનાથી થોડાક મોટા
.
સુરૈયાએ પોતાની છ વર્ષની ઉંમરે જયારે AIR ( All India Radio ) માટે ગાવાની શરૂઆત કરી ત્યારે AIR પર તેના સહગાયક કલાકારો રાજકપૂર અને મદનમોહન રહેતા !
પોતાની ૭ વર્ષની ઉંમરે તેણે ફિલ્મોમાં બાળકલાકાર તરીકે અભિનય શરુ કર્યો.
પોતાની ૯ વર્ષની ઉંમરે તેણે ફિલ્મોમાં ગાવાની શરૂઆત કરી
પોતાની ૧૪ વર્ષની ઉંમરે તેણે ફિલ્મોમાં અભિનય કરવાની શરૂઆત કરી
પોતાની ૧૭ વર્ષની ઉંમરે તેણે ફિલ્મોમાં અભિનય કરતા "મલ્લિકા એ હુસ્ન"નો ખિતાબ પણ મેળવી લીધો
.
એ સમયે તેના ચાહકો અને તેના એકતરફી પ્રેમીઓનો જમાવડો તેના ઘર "ક્રિષ્ણા મહેલ"ની આસપાસ રહેતો
અને મુંબઈ પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા સુરૈયાના ઘર નજીક ખાસ પોલીસ બંદોબસ્ત રાખવો પડતો
.
૧૯૩૬માં માત્ર ૭ વર્ષની ઉંમરે નરગીસની માતા જદ્દનબાઈ દ્વારા નિર્મિત, નિર્દેશિત ફિલ્મ "મેડમ ફેશન"માં Miss Suraiyaના નામે અભિનય કર્યો
એ ફિલ્મમાં સાથી બાળકલાકાર તરીકે નરગીસ (Baby Rani) પણ હતી
આ ફિલ્મના ગીતો ખુદ જદ્દનબાઈએ લખ્યા હતા, ખુદ ગાયા હતા અને ફિલ્મનું સંગીત પણ જદ્દનબાઈનું જ હતું
.
જે તે જમાનાના ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા કરતા એમ.ઝહૂર એ સુરૈયાના મામા હતા
સુરૈયા અવારનવાર તેના મામા સાથે ફિલ્મોના શૂટિંગ પર જતી
ત્યારે મોહન સ્ટુડિયોમાં નાનુભાઈ વકીલની ફિલ્મ "તાજ મહેલ"ના શૂટિંગ દરમ્યાન નાનુભાઈ વકીલની નજર સુરૈયા નામના હીરા પર પડી
અને નાનુભાઈ વકીલે એ કાચા હીરાને પાસા પાડવાની શરૂઆત કરી
તેમણે સુરૈયાને પોતાની ફિલ્મ "મુમતાઝ મહેલ"માં મુખ્ય અભિનેત્રી તરીકે પસંદ કરી.
અને સુરૈયા અભિનેત્રી બની ગઈ
.
બીજી તરફ સંગીતકાર નૌશાદ પણ સુરૈયાના અવાજથી પ્રભાવિત થઈ ગયા અને તેમણે AR કારદારની ફિલ્મ શારદા (૧૯૪૨) માટે સુરૈયાની ૧૩ વર્ષની ઉંમરે ગીતો ગવડાવ્યા
સુરૈયા નૌશાદની માનીતી ગાયિકા બની ગઈ
નૌશાદ સુરૈયાને ગીત ગાવાની સમજ પણ આપતા ગયા
એટલે સાચા અર્થમાં સુરૈયાના ગુરુ નૌશાદ હતા
.
નૌશાદના સંગીતમાં જ સુરૈયાના શ્રેષ્ઠ ગીતો જન્મ્યા
ફિલ્મો હતી અનમોલ ઘડી, દર્દ , દિલ્લગી, દાસ્તાન વગેરે વગેરે
નૌશાદના સંગીતમાં સુરૈયાએ ૫૧ ગીતો ગાયા
જયારે સંગીતકાર હુસ્નલાલ ભગતરામ માટે સુરૈયાએ ૫૮ ગીતો ગાયા
.
સુરૈયાની દાદી સુરૈયાની દરેક ફિલ્મોના શૂટિંગ વખતે જે તે સેટ પર સુરૈયાની સાથે હાજર જ રહેતી
ફિલ્મ "વિદ્યા" દેવાનંદ અને સુરૈયાની પ્રથમ ફિલ્મ હતી
આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન એક લોન્ગ શોટના દ્રશ્યમાં દેવાનંદ અને સુરૈયા એક હોડીમાં બેઠા હતા
લોન્ગ શોટના કારણે યુનિટના અન્ય સભ્યો એ હોડીથી ઘણા દૂર હતા
ત્યારે જ સુરૈયા અને દેવાનંદ જે હોડીમાં બેઠા હતા તે હોડી પાણીમાં ઉંધી વળી ગઈ
અને ખરેખર ફિલ્મ જેવા દ્રશ્યો સર્જાયા
તરવાનું ના જાણતી અને પાણીમાં ડૂબી રહેલી સુરૈયાને દેવાનંદે ડૂબતી બચાવી
અને બંને વચ્ચેના લાગણીના તાર ઝણઝણી ઉઠ્યા અને એ બંને વચ્ચે તત્ક્ષણ પ્રેમ પાંગર્યો
પણ પેલી સુરૈયાની દાદી વચ્ચે વિલન જે હતી ...........
ફિલ્મના શૂટિંગના દ્રશ્યો સિવાય એ બંનેય એકબીજાને મળી શકતા નહોતા
અને એ બંનેએ પત્રોના આદાનપ્રદાનથી પોતાના પ્રેમની હોડીને હલેસા મારવા શરુ કર્યા
એ બંનેયને પ્રેમપત્રોના આદાનપ્રદાનમાં ગુરુદત્ત, દુર્ગા ખોટે અને કામિની કૌશલ જેવા મિત્રો મદદગાર બન્યા
ના માત્ર સુરૈયા અને દેવાનંદ પણ એ મિત્રો પણ એ બંનેયને લગ્નબંધને બંધાયેલા જોવા માટે અતિ ઉત્સુક હતા !
એ સમયે એ બંનેયના અભિનયવાળી ફિલ્મ "જીત"નું શૂટિંગ ચાલતું 'તું
અને ફિલ્મમાં એ બંનેયને લગ્નવિધિનું એક દ્રશ્ય ફિલ્માવવાનું હતું
ફિલ્મના નિર્માતા - નિર્દેશક અને ફિલ્મના અન્ય સહકલાકારોની હાજરીમાં જ ફિલ્મના જે તે દ્રશ્યને ફિલ્માવાતા સમયે જ એ બંનેયને ખરેખર લગ્ન કરી નાખવાનો ત્રાગડો રચાયો
.
પણ આ બાબતની જાણ કોઈક ફોટોગ્રાફરે ખાનગીમાં સુરૈયાની દાદીને કરી દીધી, જે ફોટોગ્રાફર પોતે સુરૈયાના એકતરફી પ્રેમમાં હતો
એટલે તેણે બળતરામાં ........
અને...........
ફિલ્મના રીલના અને રિયલ એમ બંનેય લગ્નો અટકી ગયા
.
આ બનાવ બાદ સુરૈયાના સગાઓને લગ્ન માટે સમજાવવાના ઈરાદાથી દેવાનંદ સુરૈયાના ઘેર પહોંચી ગયો
જ્યાં સુરૈયાના મામાએ દેવાનંદને તેના કોલર પકડીને સુરૈયાના ઘરની બહાર તગેડી મુક્યો
.
ત્યારબાદ સુરૈયા અને દેવાનંદનું મળવાનું ઓછુ થઈ ગયું
.
૧૯૫૦ની ફિલ્મ "નીલી"ના સેટ પર દેવાનંદ અને સુરૈયા ભેગા થઈ ગયા
ત્યારે એકલતાનો લાભ લઈ દેવાનંદે પોતાના લગ્ન માટે આખરી નિર્ણય જણાવવા સુરૈયાને કહ્યું
અને સુરૈયાએ એ ક્ષણે દેવાનંદ સાથે લગ્ન કરવાની અનિચ્છા દર્શાવી દીધી !
એ સાથે જ દેવાનંદે ગુસ્સાના આવેશમાં સુરૈયાના મોં પર પાંચ - સાત તમાચા જડી દીધા
અને એ સાથે જ સુરૈયા અને દેવાનંદના પ્રેમપ્રકરણ પર પડદો પડી ગયો
"સોચા થા કયા ... કયા હો ગયા ......"
.
મનથી દેવને વરી ચુકેલી સુરૈયા આજીવન કુંવારી રહી
જયારે વાસ્તવિક જિંદગીમાં કલ્પના કાર્તિકને વરેલો દેવાનંદ પોતાની દરેક ફિલ્મમાં નવી નવી અભિનેત્રીઓને તકના નામે જાતજાતના પ્રલોભન આપીને એ દરેક અભિનેત્રીઓને.......
નક્કી દેવાનંદનો જન્મનો શુક્ર બહુ પાવરફુલ હશે !
.
૧૯૫૦ના દાયકાની શરૂઆતે અકારણ કે સકારણ ધીમેધીમે સુરૈયાના ગીતો અને સુરૈયા અભિનીત ફિલ્મોની પડતી આવી
દર્શકો એની ફિલ્મો નકારવા લાગ્યા
સુરૈયાને ફિલ્મોની ઓફર મળતો ઓછી થઈ ગઈ
.
બસ ત્યારે જ ૧૯૫૪માં સોહરાબ મોદીએ ફિલ્મ "મિર્ઝા ગાલિબ" બનાવવાનો નિર્ણય કર્યો
અને એ ફિલ્મમાં મધુબાલા અને નરગીસ જેવી અભિનેત્રીઓની સરખામણીએ સોહરાબ મોદીએ પોતાની પસંદગી સુરૈયા પર ઉતારી
એ ફિલ્મને સૌપ્રથમ વખત "રાષ્ટ્રપતિ એવોર્ડ" મળ્યો હતો
એ એવોર્ડ ફંકશનમાં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ વ્યક્તિગતરીતે સુરૈયાને મળીને ફિલ્મમાં તેના અભિનયના ભરપેટ વખાણ કર્યા
અને કહ્યું કે "તેં મિર્ઝા ગાલિબને જીવંત કરી દીધો"
.
હોલીવુડનો અભિનેતા ગ્રેગરી પેકની સુરૈયાનો ખુબ જ માનીતો અભિનેતા હતો
૧૯૫૨માં સુરૈયાએ પોતાના હસ્તાક્ષરવાળો પોતાનો ફોટો ગ્રેગરી પેકને હોલીવુડની ફિલ્મના નિર્માતા ફ્રેન્ક કાપ્રા સાથે ૧૯૫૨માં મોકલ્યો હતો
૧૯૫૪માં સૌપ્રથમ વખત યોજાયેલા ફિલ્મફેર એવોર્ડના સમારંભમાં હાજર રહેવા માટે ગ્રેગરી પેકને આમંત્રણ અપાયેલું
ત્યારે ગ્રેગરી પેક એ સમયે પોતાની કોઈક ફિલ્મના શૂટિંગ અર્થે શ્રીલંકામાં હતો
પણ શ્રીલંકાથી મુંબઈ આવતી ફ્લાઈટ મોડી પડતા તે જે તે સમારંભમાં હાજર રહી શક્યો નહોતો
પરંતુ ગ્રેગરી પેક સમારંભ પછીના ભોજન સમારંભમાં હાજર રહ્યો હતો
અને ભોજન સમારંભ પછી રાત્રે ૧૨ વાગે તે સીધો જ સુરૈયાના ઘેર સુરૈયાને મળવા ગયો હતો
અને લગભગ બે કલાક તેણે સુરૈયા સાથે ગાળ્યા હતા.
.
સુરૈયા વખતોવખત દેવાનંદ પાસે ગ્રેગરી પેકના વખાણ કરતી
આથી દેવાનંદે પણ પોતાની જાતને ગ્રેગરી પેક જેવી દર્શાવવા માટે ગ્રેગરી પેકની જેવી ચાલ અને બોલચાલની લઢણ અપનાવી હતી
એટલે જ તો તે ભારતીય ફિલ્મજગતના ગ્રેગરી પેક તરીકે ઓળખાતો
.
૧૯૬૩ની ફિલ્મ "રુસ્તમ એ સોહરાબ" એ સુરૈયાની અંતિમ ફિલ્મ બની રહી
જે ફિલ્મનું ગીત "યે કૈસી અજબ દાસતા હો ગઈ ........" આજેય સદાબહાર છે અને સુરૈયાના ગયેલા પાંચ શ્રેષ્ઠ ગીતોમાંનું એક ગીત છે
.
અપરણિત સુરૈયાનું અવસાન ૩૧ જાન્યુઆરી ૨૦૦૪ના દિવસે ૭૫ વર્ષની ઉંમરે મુંબઈમાં અવસાન થયું
.
સુરૈયાની ઢળતી ઉંમરે જયરાજ, નિમ્મી, નિરૂપ રોય અને તબસ્સુમ જેવા જ મિત્રો હતા જે તબસ્સુમની વખતોવખત સારસંભાળ લેતા હતા
.
તેની અંતિમયાત્રામાં ફિલ્મજગતમાંથી માત્ર ધર્મેન્દ્ર, સુનિલદત્ત અને સંગીતકાર નૌશાદ જ હાજર રહ્યા હતા
.
સુરૈયાની જિંદગીના અંતિમ છ - આઠ મહિના સુધી તેની સારસંભાળ તેના પાડોશી અને લીગલ એડવાઈઝર એવા ધીમંત ઠાકરે રાખી હતી.
સુરૈયાએ ધીમંત ઠાકરની દીકરી અમી શાહને દત્તક લીધી હતી
સુરૈયાના અવસાન પછી ટૂંક સમયમાં સુરૈયાના મરીન ડ્રાઈવના ફ્લેટ, વર્લીના બંગલા અને કરોડો રૂપિયાના ઘરેણાંનો કબજો લેવા આગળ આવ્યા હતા
.
આ સમયે એડવોકેટ મજીદ મેમણે મુંબઈ સુરૈયાના શંકાસ્પદ મૃત્યુની તપાસ કરવા ખાસ અરજી કરી હતી
.
દુબઈમાં રહેતા એહમદ નામનો વ્યક્તિ કે જે પોતાને M ઝહૂરનો દીકરો બતાવતો હતો એ કે ગત ૪૦ વર્ષમાં એકપણ વખત સુરૈયાને મળ્યો જ નહોતો તેણે ઉપરોક્ત તમામ મિલકતોનો કબજો લેવા કેસ કર્યો હતો
.
કોર્ટે ક્રિષ્ણા મહેલ કે જ્યાં સુરૈયા આજીવન ભાડાકરાર પર તે મિલ્કતનો કબજો એહમદને આપ્યો હતો જયારે બાકીની મિલકત માટે સુરૈયાએ પોતે દત્તક લીધેલી દીકરીને આપવા Gift Paper કર્યા હોવાથી કોર્ટે એ તમામ મિલકત અમી શાહના નામે કરી હતી
.
.
સુરૈયાની ફિલ્મોના ગીતો અને સુરૈયાએ ગાયેલા એવા જાણીતા ગીતો મમળાવી લઈએ
ફિલ્મ - રુસ્તમ એ સોહરાબ
૧.
ये कैसी अजब दास्ताँ हो गई है
छुपाते छुपाते बयाँ हो गई है) - २
ये कैसी...
૨.
फिर तुम्हारी याद आई ऐ सनम, ऐ सनम
हम न भूलेंगे तुम्हें, अल्लाह क़सम
अल्लाह क़सम, अल्लाह क़सम, अल्लाह क़सम
ફિલ્મ - મિર્ઝા ગાલિબ
૧.
दिल-ए-नादां तुझे हुआ क्या है
आखिर इस दर्द की दवा क्या है
૨.
ये ना थी हमारी क़िस्मत के विसाल-ए-यार होता
अगर और जीते रहते, यही इंतज़ार होता
ફિલ્મ - વારિસ
૧.
राही मतवाले, तू छेड़ इक बार, मन का सितार
जाने कब चोरी-चोरी आई है बहार
छेड़ मन का सितार
૨.
राही मतवाले, तू आजा एक बार, सूनी है सितार
तेरे बिना रूठ गयी हमसे बहार, तू आजा एक बार
ફિલ્મ - શમા
धड़कते दिल की तमन्ना हो मेरा प्यार हो तुम
(मुझे क़रार नहीं) - २
(जब से बेक़रार हो तुम) - २
धड़कते दिल की तमन्ना हो मेरा प्यार हो तुम
ફિલ્મ - પ્યાર કી જીત
૧.
इक दिल के टुकड़े हज़ार हुए -२
कोई यहाँ गिरा कोई वहाँ गिरा -२
बहते हुए आँसू रुक न सके -२
कोई यहाँ गिरा ...
૨.
ओ दूर जाने वाले - २
वादा न भूल जाना - २
रातें हुई अन्धेरी - २
तुम चाँद बन के आना - २
ओ दूर जाने ...
૩.
तेरे नैनों ने चोरी किया, मोरा छोटा सा जिया
परदेसिया, तेरे...
ફિલ્મ - દર્દ
૧.
अफ़साना लिख रही हूँ (२) दिल-ए-बेक़रार का
आँखोँ में रंग भर के तेरे इंतज़ार का
अफ़साना लिख रही हूँ
ફિલ્મ - બડી બહેન
૧.
मोहब्बत के धोखे में कोई न आए
ये एक दिन हँसाए तो सौ दिन रुलाए -२
मोहब्बत के धोखे ...
૨.
चुप-चुप खड़े हो ज़रूर कोई बात है
पहली मुलाक़ात है जी पहली मुलाक़ात है - २
चुप-चुप खड़े हो ...
૩.
तुम मुझ को भूल जाओ, अब हम न मिल सकेंगे
डाली से फूल टूटे, अब कैसे खिल सकेंगे
૪.
वो पास रहें या दूर रहें
नज़रों में समाये रहते हैं
इतना तो बता दे कोई हमें
क्या प्यार इसी को कहते हैं
ફિલ્મ - દિલ્લગી
૧.
तेरा ख़याल दिल से भुलाया न जायेगा
उल्फ़त की ज़िंदगी को मिटाया न जायेगा
૨.
मुरलीवाले मुरली बजा
सुन सुन मुरली को नाचे जिया
૩.
तू मेरा चाँद मैं तेरी चाँदनी
मैं तेरा राग तू मेरी रागिनी
ओ, नहीं दिल क लगाना कोई दिल्लगि, कोई दिल्लगि
ફિલ્મ - અફસર
मन मोर हुआ मतवाला
किसने जादू डाला रे किसने जादू डाला
मन मोर
ફિલ્મ - અનમોલ ઘડી
૧.
आ जा मेरी बरबाद मोहब्बत के सहारे
है कौन जो बिगड़ी हुई तक़दीर सँवारे
૨.
आवाज़ दे कहाँ है दुनिया मेरी जवाँ है
आबाद मेरे दिल में उम्मीद का जहाँ है
दुनिया मेरी जवाँ है ...
૩.
क्या मिल गया भगवान तुम्हें दिल को दुखाके
अरमानों की नगरी में मेरी आग लगाके
क्या मिल गया ...
૪.
क्यों याद आ रहे हैं
गुज़रे हुए ज़माने
ये सुख भरे फ़साने
रोते हुए तराने
किसको सुना रहे हैं
क्यों याद रहे हैं
૫.
मैं दिल में, मैं दिल में
दर्द बसा लाई
नैनों से नैन मिला आई
उनको अपने मन की बातें
बिना कहे समझा आई
मैं दिल में ...
૬.
सोचा था क्या क्या हो गया
अपना जिसे समझे थे हम
अफ़सोस वो अपना ना था
सोचा था क्या ...
~~~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૨૦
" भुला नहीं देना जी भुला नहीं देना
ज़माना खराब है दग़ा नहीं देना "
નાશાદ ~~~
ના માત્ર નવી પેઢી પણ જૂની પેઢી પણ ત્યારે દ્વિધામાં જ હતી કે આ જોડણીની ભૂલ લાગે છે અને "નૌશાદ"ના બદલે "નાશાદ" લખાયું લાગે છે !
નાશાદ ઉર્ફે શૌકત અલી ઉર્ફે શૌકત દેહલવી ઉર્ફે શૌકત અલી દેહલવી ઉર્ફે શૌકત હુસેન દેહલવી ઉર્ફે શૌકત હૈદરી ઉર્ફે શૌકત અલી હાશમી
જન્મે શૌકત અલી હાશમી
૧૧ જુલાઈ ૧૯૨૩ના દિવસે દિલ્હીમાં જન્મ
શાળાકીય અભ્યાસ દરમ્યાન એ વાંસળી વગાડતા શીખ્યા
૧૯૪૦ના દાયકામાં એમનો સંગીતનો શોખ એમને મુંબઈ સુધી ખેંચી લાવ્યો
ગુલામ હૈદર અને નૌશાદના સહાયક તરીકે કામ કર્યા પછી ૧૯૪૭ની ફિલ્મ "દિલદાર"થી સ્વતંત્રપણે સંગીત આપવાની શરૂઆત કરી
ફિલ્મ "દિલદાર" (૧૯૪૭) અને ફિલ્મ "જીને દો" (૧૯૪૮) શૌકત હુસેનના નામે કરી
ફિલ્મ "પાયલ" (૧૯૪૮) શૌકત અલીના નામે કરી
ફિલ્મ "તુટે તારે" (૧૯૪૮) શૌકત દેહલવીના નામે કરી,
જે ફિલ્મની ગઝલ "ના કિસીકી આંખ કા નૂર હું ......" એ જમાનામાં ખુબ જ પ્રખ્યાત થઈ હતી.
હવે સવાલ એ છે કે આ બહુ નામધારી સંગીતકારનું નામ "નાશાદ" કેવીરીતે પડ્યું ?
૧૯૫૩ની ફિલ્મ "નગ્મા"ના પ્રોડ્યૂસર અને ડાયરેક્ટરે ફિલ્મના સંગીત માટે સંગીતકાર નૌશાદનો સંપર્ક કર્યો પણ નૌશાદે અકારણ કે સકારણ એ ફિલ્મના સંગીત માટે સમય ના ફાળવ્યો
અને નગ્મા ફિલ્મમાં શૌકત અલી હૈદરને સંગીતકાર તરીકે કરારબદ્ધ કર્યા
અને બસ એ મિનિટે જ નગ્મા ફિલ્મના પ્રોડ્યૂસર ડાયરેક્ટરે સંગીતકાર "શૌકત અલી હૈદર"નું "નાશાદ" નામકરણ કરી દીધું
બસ ત્યારથી ફિલ્મજગતને જૂનો સંગીતકાર નવા નામે મળ્યો
તમને લતા મંગેશકર અને ગાયીકા પ્રેમલતાનું ગયેલું "ચુપચુપ ખડે હો જરૂર કોઈ બાત હૈ ...." તો યાદ જ હશે
બસ એ ગીતની લતાની સહગાયીકા પ્રેમલતા સાથે નાશાદે લગ્ન કર્યા હતા
આ લગ્નથી તેમને ૧૧ની પ્લેયિંગ ઈલેવન, ૧ બારમો ખેલાડી અને ૩ રિઝર્વ ખેલાડી સહીત કુલ ૧૫ સંતાન હતા !
ટીમનો સૌથી મોટો પુત્ર "વાજિદ અલી નાશાદ" પાપીસ્તાની ફિલ્મોનો સફળ સંગીતકાર છે
૧૯૪૭ના ભાગલા વખતે નાશાદ પાપીસ્તાન જવાનું ભૂલી ગયેલા પણ ભારતમાં કામ મળતું ઓછુ થયા પછી એ ૧૯૬૪માં એ પાપીસ્તાન પહોંચી ગયા
ત્યાં એમણે પાપીસ્તાની ફિલ્મોમાં સંગીત આપવાની શરૂઆત કરી
ભારતીય ફિલ્મ "નગ્મા"ના નિર્માતા અને નિર્દેશક "નક્શબ"ની ૧૯૬૪ની ફિલ્મ "મયખાના" તેમની પ્રથમ પાપીસ્તાની ફિલ્મ હતી
"તું મેરી જિંદગી હૈ..." એ ગીત મૂળ નૂરજહાંના સ્વરમાં સંગીતકાર નાશાદની ૧૯૭૭ની પાપીસ્તાની ફિલ્મ "મહોબ્બત મર નહિ સકતી"નું
૩ જાન્યુઆરી ૧૯૮૧ના દિવસે ૫૭ વર્ષની ઉંમરે "નાશાદ"નું અવસાન થયું
પોતાની કારકિર્દીમાં ૨૯ ભારતીય ફિલ્મો અને +૬૦ પાપીસ્તાની ફિલ્મોમાં સંગીત આપ્યું
"નાશાદ : જરા જો આફતાબ બના"ના નામે તેમની આત્મકથા પ્રસિદ્ધ થયી છે
ઓછા જાણીતા સંગીતકાર એવા નાશાદની સફળતા એ હતી કે ૧૯૫૦ના દાયકામાં એ દર મહિને રુપીયા ૧૫૦૦૦ હજાર આરામથી કમાતા
નૌશાદના જમાનામાં નાશાદની ફિલ્મ "બારાદરી"ના સુપ્રસિદ્ધ ગીતોને લોકો નૌશાદનું ગીતો સમજી બેઠા અને "નાશાદ"ને એ કામનો જશ ના મળ્યો અરે શરૂઆતમાં HMVએ પણ એ ગીતો નૌશાદના જ હોવાનું જાહેર કર્યું
તેમના સંગીતબદ્ધ કરેલા મને ગમતા ગીતો
ફિલ્મ - બારાદરી
૧.
तसवीर बनाता हूँ, तसवीर नहीं बनती, तसवीर नहीं बनती
एक ख्वाब सा देखा है, ताबीर नहीं बनती, तसवीर नहीं बनती
तसवीर बनाता हूँ ...
૨.
भुला नहीं देना जी भुला नहीं देना
ज़माना खराब है दग़ा नहीं देना
૩.
मोहब्बत की बस इतनी दास्तां है -२
बहारें बहारें चार दिन की फिर ख़िज़ां है
मोहब्बत की बस ...
૧૯૭૫ની ફિલ્મ - જીનત (પાપીસ્તાની ફિલ્મ) આ ગીત ખુબ જ પ્રચલિત થયું
ગાયક - મેહંદી હસન, ગીતકાર - તસ્લીમ ફાઝલી, સંગીતકાર - નાશાદ
रफ़्ता रफ़्ता वो मेरे हस्ती का सामां हो गए
पहले जां, फिर जान-ए-जां
फिर जान-ए-जाना हो गए
रफ़्ता...
दिन-ब-दिन बढ़ती गईं, उस हुस्न की रानाइयां
पहले गुल, फिर गुलबदन, फिर गुलबदाना हो गए
रफ़्ता...
आप तो नज़दीक से, नज़दीकतर आते गए
पहले दिल, फिर दिलरुबा, फिर दिल के महमां हो गए
रफ़्ता...
प्यार जब हद से बढ़ा, सारे तकल्लुफ़ मिट गए
आप से फिर तुम हुए, फिर तू का उनवा हो गए
रफ़्ता...
ખરેખર જે ગીત ૧૯૬૬ની ભારતીય ફિલ્મ "હમ કહાં જા રહે હૈ" ની બેઠી નકલ હતી
અસલ ગીત આશા અને મહેન્દ્રકપુરે ગાયેલુ, ગીતકાર હતા કમર જલાલાબાદી અને સંગીતકાર હતા બસંત પ્રકાશ (ખેમચંદ પ્રકાશના ભાઈ)
रफ़्ता रफ़्ता वो हमारे दिल के अर्माँ हो गए
पहले जाँ, फिर जान-ए-जाँ
फिर जान-ए-जानाँ हो गए
रफ़्ता रफ़्ता...
रफ़्ता रफ़्ता वो मेरी तस्कीं का सामाँ हो गए
पहले दिल फिर दिल्रुबा फिर दिल के मेहमाँ हो गए
रफ़्ता रफ़्ता...
रफ़्ता रफ़्ता उन की आँखों का नशा बढ़ने लगा
पहले मय फिर मैकदा फिर मय का तूफ़ाँ हो गए
रफ़्ता रफ़्ता ...
रफ़्ता रफ़्ता हुस्न निखरा और निखरता ही गया
पहले गुल फिर गुल्बदन फिर गुल बदामाँ हो गए
रफ़्ता रफ़्ता ...
મેહંદી હસને ગાયેલા ગીત કરતા આ અસલ ગીતના શબ્દો ખુબ જ અસરકારક હતા પણ પેલું ગીત મેહંદીહસને જે ગાયું એટલે .........
આ ધૂન પર ૧૯૯૫ની આમીરખાનની ફિલ્મ "બાઝી"માં અનુ મલીકે એક બીજું ગીત આપ્યું
જે આજે પણ લોકહૈયે વસેલું છે
ધીરે ધીરે આપ મેરે દિલ કે મહેમાં હો ગયે પહેલે ……
આજની પેઢી નૌશાદથી જ અજાણ છે તો આ નાશાદ એ વળી કઈ બલા ?!
(ક્રમશઃ)