Sambandhoni kasoti - 1 in Gujarati Fiction Stories by ક્રિષ્ના પારેખ_ક્રિયશ books and stories PDF | સંબંધોની કસોટી - 1

Featured Books
Categories
Share

સંબંધોની કસોટી - 1

'નીલ, બોલનેે ક્યાં જવાનું છે? તે કીધું હતું કે, આજે તો તને એક મસ્ત જગ્યા એ લઇ જઈશ અને તું લાવી લાવીને મને અહીંયા રિવરફ્રન્ટ લાવ્યો જ્યાં આપણે પાંચસો વાર આવી ગયા છે. નથિંગ સ્પેશ્યિલ યાર.. ' નેત્રા એ રીસામણા પણ મીઠા અવાજ માં નીલ ને કહ્યું.
નેત્રા અમદાવાદના પ્રતિષ્ઠિત વેપારી નિશીથ શાહની એકમાત્ર દીકરી હતી. નેત્રાની મમ્મી એને આઠ વર્ષની મૂકીને જ બીમારીમાં મૃત્યુ પામી હતી. પરંતુ નિશીથભાઈ એ સહેજ પણ માં ની કમી મેહસૂસ નહતી થવા દીધી. નેત્રા નિશીથભાઈ નું સર્વસ્વ હતી. લાડકોડ માં ઉછરેલી નેત્રા પણ ખુબજ સમજદાર અને ડાહ્યી હતી ક્યારેય એણે કોઈ પણ વસ્તુ માટે જીદ નહતી કરી. એને ક્યારેય જીદ કરવાની જરૂર પણ નહતી પડી એનો પડ્યો બોલ જીલી લેવાતો અને એક નહીં એવી દસ વસ્તુ હાજર થઈ જતી.
નીલ એક વર્ષ પહેલા જ એની મમ્મી માલિની બહેન જોડે કૅનેડા થી અમદાવાદ શિફ્ટ થયો હતો. નીલ ના પપ્પા પણ નીલ નાનો હતો ત્યારેજ મૃત્યુ પામ્યા હતા. માલિની બહેનને ત્યાંની એક સારી કંપની માં જૉબ પણ મળી ગઈ હતી એટલે બન્ને માં દીકરો આરામથી પોતાનું ગુજરાન ચલાવતા હતાં. પગાર માંથી બચત કરીને એમણે અમુક મૂડી એકઠી કરી હતી એનાથી અમદાવાદ માં એક બંગલો પણ ખરીદ્યો જેથી કરીને ક્યારેક અમદાવાદ આવીને 2-3 મહિના રોકાવું હોય તો રહેવા માટે પોતાનું એક ઘર હોય.
નીલ મોટો થયો કૅનેડા માં એને એનો ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ પૂરો કર્યો. આટલા સમય માં એ ક્યારેય પોતાના વતન આવ્યો નહતો. પરંતુ એને પોતાના વતન પ્રત્યે ખુબજ માન હતું. વિદેશમાં પણ તે બધા જ તહેવાર ખુબજ ઉત્સાહથી ઉજવતો. નીલ એ ઘણી વાર માલિની બહેન ને કહ્યું હતું કે એને પોતાના દેશ જવું છે પણ માલિની બહેન દરેક વખતે કંઈક બહાનું કાઢીને છટકી જતા. પરંતુ કૉલેજ નો અભ્યાસ પૂરો કર્યા બાદ ઉચ્ચ અભ્યાસ તેને અમદાવાદની યુનિવર્સિટી માં જ કરવો હતો અને એની જીદ આગળ માલિની બહેન જીતી ના શક્યા અને અત્યારે એક વર્ષ થી તેઓ અમદાવાદ માં રહેતા હતાં.
નીલ પહેલી વાર નેત્રાને નવરાત્રી માં મળ્યો હતો. જયારે નીલ કૅનેડાથી આવ્યો ત્યારે નવરાત્રીનો સમય હતો. નીલ તેની કઝિન દિવ્યા સાથે ગરબા રમવા અમદાવાદના એક પાર્ટી પ્લોટ માં ગયો હતો. નીલ એ ડાર્ક બ્લ્યુ કલરનું દેશી ભરતકામ વાળું કેડિયું અને વ્હાઇટ કલરની ધોતી પહેરી હતી. નીલ ના વાળ સિલ્કી અને સહેજ લાંબા હતા. તેના વાળથી તેનું મોટાભાગનું કપાળ ઢંકાઈ જતું હતું. નીલ નું નામ તેની નીલા રંગની આંખોના લીધે જ પાડ્યું હતુ. નીલ ની એ નીલી આંખો માં જાણે દરિયા જેવી ગહેરાઈ હતી. તેના ચહેરો આત્મવિશ્વાસ થી છલકાતો હતો.

ગરબામાં બ્રેક પડી અને બન્ને ભાઈ બહેન ત્યાં ગ્રાઉન્ડ પર જ ઉભા ઉભા વાતો કરતા હતા એટલા માં નીલ ની નજર એક છેલછબીલી રંગરંગીલી નાર પર પડી. તે મનમોહિની એ બ્લેક કલરનું દેશી ભારત અને કાચ ના આભલા વાળા ખુબજ સુંદર ચણીયાચોળી પહેર્યા હતા. ખુલ્લા સહેજ વાંકડીયા વાળ હવામાં મસ્ત ઝુલતા હતા. એના ચણિયાચોળી ને એકદમ અનુરૂપ ઓક્સઓડાઈઝ ના ઘરેણાં હતાં. એની મોર જેવી પાતળી ડોકમાં ઓક્સોડાઈઝનો નૅકપીસ,અને એમાં સુંદર અને બારીક નક્શીકામ કરેલું હતું અને કાંચના આભલા લગાવેલા હતાં. એની આંખો હરણ જેવી મોટી અને ખુબજ આકર્ષક હતી કોઈને પણ વશમાં કરવા એની આંખો જ કાફી હતી....અને એ આંખોમાં લગાવેલું કાજલ આજે કયામત બન્યું હતું. લાલ ચટ્ટક લિપસ્ટિક તેના ગુલાબ જેવા હોઠ ને વધારે રસદાર બનાવતી હતી. કમર પર ખન -ખન કરતો કેડ કંદોરો તેની પાતળી કમ્મર ને આકર્ષતો હતો. તેના ગોરા ગોરા પગમાં મોટા ઘૂઘરી વાળા પાયલ છમ્મ -છમ્મનો અવાજ કરીને એના અવાની આગાહી કરતા હતાં. અને આ કામણગારી કન્યા પોતાની તરફ કેમ આવતી હશે નીલ એ વિચારી રહ્યો હતો.
'હેય દિવ્યા.. હાઉં આર યૂ?? આફ્ટર સો લોન્ગ ટાઈમ.. કેમ છે?' 'હેય, નેત્રા..યા આફ્ટર સ્કૂલ આઈ થિન્ક વિ મીટ નાઉ. હું એક દમ મજામાં છું તું કેમ છે?'
'ઓહ.. તો આ ગૉર્જિયસ લેડી દિવ્યાની ફ્રૅન્ડ છે. વાહ !!આ લાઉડસ્પીકરના કલાબલમાં એનો અવાજ સાંભળ્યો અને કાનને સુકુન મળી ગયું હવે તો લાઉડસ્પીકર નો ઘોંઘાટ પણ નથી સંભળાતો કાન માં બસ એનોજ અવાજ સંભળાય છે... આઈ થિન્ક આઈ વિલ ફોલેન લવ વિથ હર.. ઓહહ ગોડ '

'હેય નીલ..શી ઇઝ માય સ્કૂલ ટાઈમ બેસ્ટફ્રૅન્ડ.. નેત્રા. એન્ડ નેત્રા હી ઇઝ માય કઝિન નીલ. '
'હાઈ ',નેત્રા એ નીલ સામે મીઠુ હસીને કહ્યું.
'હાઈ.. નાઇસ ટૂ મીટ યૂ ',નીલ એ પણ એની એક આંખની ભમર ઊંચી ચઢાવી એક મીઠાં સ્મિત સાથે કહ્યું.
દિવ્યા એ નેત્રા નો મોબાઇલ નંબર લીધો અને ઘરે આવાનું પણ કહ્યું,'નેત્રા હું હમણાં અમદાવાદમાં જ છું. મારી ફોઈ ના ઘરે. પ્લીઝ તું આવજે આપણે બહુ બધી વાતો કરીશું. આપણે સ્કૂલ માંથી છુટા પડ્યા મારાં પપ્પાને બરોડા ટ્રાન્સફર થયું પછી આપણે છેક હવે ત્રણ વર્ષ પછી મળ્યા.. પ્લીઝ કમ. '

' ઓકે. હું ચોક્કસ આવીશ. પણ હવે મારે અત્યારે જવું પડશે ડેડીના પાંચ મિસ્ડકોલ છે.. એટલે હવે નીકળવું પડશે.. બાય.. સી યૂ સૂન '

'દિવ્યા યાર.. તારી આ ફ્રૅન્ડ ને મે ક્યારેય નથી જોઈ!!'
'હા.. અમે સ્કૂલમાં જોડે હતાં. જ્યારથી સ્ટડી સ્ટાર્ટ કરી ત્યારથી.. BFF.'
'ઓકે ઓકે.. ચાલને યાર કંઈક ખાઈએ મને બહુ ભૂખ લાગી છે. લૂક એટ ધેર.. મેગી.. મને તો જોઈને જ પાણી આવી ગયું ચાલ ફટાફટ ખાઈને પછી ઘરે જઈએ મામ્મા વેઇટ કરતી હશે એના માટે પણ લઇ જઈશુ એને પણ બહુજ ભાવે છે. '
* * *
' નીલુ ઉઠ નવ વાગી ગયા છે અને તારે કૉલેજ એડમિશન માટે પણ જવાનું છે. આમ પણ તું મિડસેમ થી સ્ટાર્ટ કરવાનો છે.. ઉઠ '
' ઓહહ નો.. બહુજ લૅટ થઇ ગયું યાર.. મમ્મી વહેલા ઉઠાડવો જોઈએને તારે.. શીટ.. '
' તું ફટાફટ રેડી થઇજા હું નાસ્તો બનાવી દઉં અને પાછા આવતી વખતે રસ્તામાં દિવ્યાની કોલૅજ આવશે એને લેતો આવજે. '
'હા,મમ્મી મને કાલે જ દિવ્યા એ કહી દીધું હતું.' નીલ ફટાફટ એના બેડ માંથી ઊભો થતા બોલ્યો. અને સીધો જ બાથરૂમમાં ઘૂસી ગયો.

નીલ નાસ્તો કરીને એનું બાઈક લઈને કૉલેજ જવા નીકળ્યો. નીલને કૉલેજમાં બીજા સેમેસ્ટરથી એડમિશન લેવાનું હતું એના માટે પહેલા જ એની કૅનેડાની કૉલેજના પ્રૉફેસરએ વાત કરી દીધી હતી. નીલએ પહેલા જ દિવ્યા જોડે જઈને કૉલેજ જવાનો રસ્તો જોઈ લીધો હતો એટલે એને કૉલેજ પહોંચતા વાર ના લાગી. કૉલેજ ના પાર્કિંગ એરિયા એનું બાઈક પાર્ક કર્યું અને જેવો અંદર જવા ગયો ત્યાં જ એની નજર એક જગ્યા એ ચોંટી ગઈ.
'આ એજ છે.. હા.. એજ છે.. વાહ ગોડ તુસ્સી ગ્રેટ હો.. '
સામે જ એક છોકરી પગથિયાં ઉતરીને નીચે આવી રહી હતી તેની જોડે તેની બીજી સહેલીઓ પણ હતી. આ એજ છોકરી હતી જેને એક અઠવાડિયા પહેલા નવરાત્રીમાં જોઈને નીલ પાગલ થઇ ગયો હતો.. હા એ નેત્રા જ હતી.

નીલ ત્યાં સીડીઓ જોડે ઊભો રહ્યો નેત્રા એ પણ પગથિયાં ઉતરતી વખતે જ એને જોઈ લીધો હતો અને તરત જ ઓળખી ગઈ હતી કારણે દિવ્યાએ પણ નીલ ની દરિયા જેવી નીલી આંખોમાં ડૂબકી તો લગાવી જ દીધી હતી.
'હાઈ.. તમે અહીંયા?? 'નેત્રા એ પ્રશ્ન કર્યો.

' હા, હું એક્ચુઅલી મારાં એડમિશન માટે આવ્યો છું. કૅન યૂ પ્લીઝ હેલ્પ મી? '
'ઓહ.. શ્યૉર.. '
'ઓકે તો મને પહેલા એ કહો કે પ્રિન્સિપાલ ની ઑફિસ ક્યાં છે? '
'ઑકે..ચાલો હું મારી જોડે હું લઇ જવ. '

બંને પ્રિન્સિપાલની ઑફિસ બાજુ જાય છે નીલ અંદર કૅબિન માં જાય છે અને નેત્રા બહાર જ ઉભી રહે છે. પ્રિન્સિપાલ જોડે વાત કરીને નીલ બહાર આવ્યો.
'ત્રણ દિવસ પછી જોઈન કરવાનું કહ્યું.. પણ હવે હું એક ટૅન્શન માંથી તો ફ્રી કે મારે ન્યૂ ફ્રેન્ડ્સ ક્યારે બનશે !!' આટલું બોલીને નીલ નેત્રા સામે જોઈને હસ્યો.
નેત્રા પણ હસવા લાગી અને બોલી, 'હા, ફ્રેન્ડ્સ નું તો ટૅન્શન નથી હવે તમને પણ મને એક વાત ખબર ના પડી કે તમને આમ અડધેથી કેવી રીતે એડમિશન મળ્યું?? '
' એક્ચુઅલી, મે એક સેમેસ્ટર ત્યાં કૅનેડામાં જ સ્ટડી કરી લીધું પણ મારી જીદ હતી કે મારે માસ્ટર્સ અહીંયા જ કરવું છે. એટલે પરાણે મમ્મીને કન્વિન્સ કરીને અહીંયા લઈને આવ્યો છું અને મારી કૉલેજના સર અને આ કૉલેજના પ્રિન્સિપાલ સારા ફ્રેન્ડ્સ છે એટલે મારું કામ થઇ ગયું.' એટલામાં નીલ ના મોબાઈલની રિંગ વાગે છે...(દિવ્યા નો કોલ આવે છે )
'ઓહ..સૉરી.. સૉરી હું બસ હવે નીકળું જ છું. તારી ફ્રૅન્ડ મળી ગઈ એટલે થોડો વધારે ટાઈમ થઇ ગયો.'
'કોણ ફ્રૅન્ડ?? '
'અરે આપણને મળી હતીને નવરાત્રીમાં એ '
'ઓહ !! નેત્રા !! એ તારી કૉલેજમાં છે?? સરસ ચલો હવે એ બહાને મારે પણ વાત થઇ જશે અને તને પણ અજાણ્યું નહિ લાગે.. એને ફોને આપતો.. ' નીલ નેત્રા ને ફોને આપે છે.
'હાઈ.. દિવ્યા..કેમ છે? '
'હાઈ.. હેલો નહિ.. તું ઘરે આવ. તું આવી કેમ નહિ ઘરે??'
'ઓકે ઓકે.. આમ પણ હવે મારે લેકચર નથી તો અત્યારે હું આવી શકીશ. અને અત્યારે શોધવું પણ નઈ પડે. '
'ગુડ.. '
નીલ એ તેના બાઈકને કિક મારી.. નેત્રા એનું એકટીવા લઈને એની જોડે આવી. નેત્રા અને નીલ નીકળ્યાં અને દિવ્યા ની કૉલેજ પહોંચ્યા. આખા રસ્તામાં નીલ નેત્રા ને જ જોતો હતો. નેત્રા રેડ એન્ડ બ્લેક ચૅક્સ શર્ટ અને નેવી બ્લ્યૂ જિન્સ માં ખુબજ સુંદર લગતી હતી. એના સહેજ વાંકડીયા વાળ હવામાં લ્હેરાતા હતાં. બ્રાઉન કલરના ગૉગલ્સ એના ચ્હેરા પર એકદમ જચતા હતાં.
'હેય.. નેત્રા હાઉ આર યૂ?? '
'આઈ એમ ફાઈન '
'ચલો જઈશુ?? '
' વેઇટ.. વેઇટ.. મામ્મા નો કોલ છે એક મિનિટ. '
'શું કીધું ફોઈએ? '
'મમ્મી બહાર જાય છે એની ફ્રેન્ડ ના ઘરે તો બીજી ચાવી મારી જોડે છે કે નહિ એ પૂછવા કોલ કર્યો હતો. '
નીલ, દિવ્યા અને નેત્રા ઘરે પહોંચે છે.
'નેત્રા આપણે ઉપર રૂમમાં બેસીએ. '
નીલ પણ ઉત્સાહિત થઈને બોલ્યો, 'હા હા ચલો. '
'ઓહ.. ભાઈ ખાલી હું અને નેત્રા જ. તમે અમારા માટે શરબત અને મેગી બનાવો. '
'હુહ.. બહુ સારું.. ચિબાવલી.. '
નેત્રા અને દિવ્યા ઉપર રૂમમાં ગયા થોડી વારમાં નીલ પણ શરબત અને ગરમા-ગરમ નાસ્તો લઈને આવ્યો. બધાએ ગરમા-ગરમ મેગી ખાધી.
'હમમ..ઓસ્સમ... યમ્મી.. યાર મેગી સાચે બહુજ ટેસ્ટી છે.. હવે તમારે કૉલેજમાં મારાં માટે અઠવાડિયામાં ઓછામાં ઓછી બે વાર તો મેગી બનાવીને લાવવી જ પડશે. '
'ઓકે.. ડન. '
પછી નીલ નીચે આવ્યો અને ટીવી ચાલું કરીને બેઠો. એક-બે કલાકે બન્ને દેવીઓ નીચે આવી. 'ઓકે નીલ બાય.. ત્રણ દિવસ પછી મળીએ કૉલેજમાં. '
'હેય.. વેઇટ કૉલેજનો ટાઈમ તો કહે '
'મોર્નિંગમાં આઠથી બપોરના બે વાગ્યાં સુધી અને દસ વાગે એક બ્રેક અને પછી બાર વાગે એક બ્રૅક. '
'ઓકે.. તમે પ્લીઝ પાર્કિંગ એરિયામાં મારાં માટે વેઇટ કરજો. '
'ઓકે..હું વેઇટ કરીશ પણ તમે જલ્દી આવજો બીકોઝ ફર્સ્ટ લેકચર મીરા મૅડમ નો હોય છે એન્ડ શી ઇસ વેરી સ્ટ્રીક્ટ.. ઓકે.. બાય દિવ્યા..બાય નીલ '
બન્ને ભાઈ બહેને મહેમાનને વિદાય આપી અને આવીને બેઠા. ત્યારે દિવ્યાએ કહ્યું, 'નીલ મારે કામ પતી ગયું છે મારું સર્ટિફિકેટ મને મળી ગયું છે હવે કાલે હું બરોડા માટે નીકળી જઈશ '
'અરે.. દિવ્યા રોકાઈજાને થોડા દિવસ શું ઉતાવળ છે.'
'હું આવીશ પછી. પરમદિવસે મારે જૉબ ઇન્ટરવ્યૂ પણ છે એટલે જવું જ પડશે. '
'ઓકે.. જેવી તમારી મરજી. '
'શું વાતો કરો છો ભાઈ બહેન ભેગા થઈને!?'
'ઓહ મમ્મી!! સારુ થયું તું આવી ગઈ.. બહુજ ભૂખ લાગી છે પ્લીઝ કંઈક બનાવીદેને જલ્દી '
માલિનીબહેન બહારથી આવીને પછી સીધા રસોડામાં ગયા ત્યાં ત્રણ પ્લેટસ પડી હતી ટે જોઈને બોલ્યાં,'કોઈ આવ્યું હતું ઘરે?? '
'હા ફોઈ, મારી એક ફ્રૅન્ડ આવી હતી અને હવે નીલુની પણ.. હા.. હા.. હા.. ' દિવ્યા નીલ સામે બન્ને ભમરો ઊંચી કરીને ખિજાવતી હોય એમ બોલી.

'ઓહ.. નીલુની પણ ફ્રૅન્ડ !!!નીલુ.. તે તો મને ક્યારેય નથી કીધું કે ઇન્ડિયામાં પણ તારી કોઈ ફ્રૅન્ડ છે. ક્યાંક એ ફ્રૅન્ડના લીધે તો અહીંયા સ્ટડી કરવાની જીદ નહતી કરીને !!??'
'અરે.. મમ્મા.. શું તું પણ.. આ ચિબાવલી તો એમનેમ બકવાસ કર્યા રાખે અને તું માની પણ લે છે.'

'ઓકે.. ઓકે.. એડમિશન થઇ ગયું? ક્યારથી જોઈન કરવાની છે કૉલેજ? '
'હા મારી મા.. થઈ ગયું એડમિશન.. ત્રણ દિવસ પછી જોઈન કરવાની છે કૉલેજ.. એ બધું છોડ તું ક્યાં જઈને આવી? '
'હું મારી બેસ્ટ ફ્રૅન્ડને મળવા ગઈ હતી.. તમારી ભાષામાં કહું તો BFF.. '
'નિત્યા આંટી? ' નીલએ વિચારીને પૂછ્યું.
'હા.. નિત્યાને જ મળવા ગઈ હતી. '
'યાર.. મને કેમ ના લઇ ગઈ મારે પણ મળવું હતું એમને'
'હવે પછી ક્યારેક 'માલિની એ નીલને વાયદો આપતા કહ્યું 'એને પણ મળવું હતું તને પણ તું કૉલેજ હતો એટલે હવે બીજી વાર જઈશ ત્યારે લઈ જઈશ. '

'ફોઈ, હું પણ કાલે બરોડા પછી જઈશ કૉલેજનું જે કામ હતું એ પણ પતી ગયું છે અને મારે જૉબ ઇન્ટરવ્યૂ પણ છે. '
'સારું બેટા, હું ગાજર લઈને આવી છું તો સાંજ હલવો બનાવીશ અને તું પણ લઈ કાલે પેક કરીને લઈ જજે. ભાઈ અને પપ્પાને મારા હાથનો બનાવેલો હલવો બહુજ ભાવે છે. '
'વાહ મા વાહ.. આપણા ચરણ ક્યાં છે..હું તમારો ખુબ આભારી છું કે તમે મારો વિચાર કર્યો.. ' નીલ ગાજરના હલવાનું નામ સાંભળીને કૂદી પડ્યો.
'બસ બસ હવે નૌટંકી '

રાતે જયારે નીલ પલંગમા પડ્યો હતો અને આંખ બંધ કરીને સુવાનો પ્રયત્ન કરતો હતો એની સામે નેત્રાનો જ ચહેરો સામે આવતો હતો. નીલ શરમથી લાલ થઈ ગયો પલંગ પર ઊંધો સૂઈને એના ઓશિકા જોડે વાત કરવા લાગ્યો,'ઓહ.. મહામાયા નેત્રા રાની.. શું જાદુ કર્યું છે તમે!!??'આટલું બોલીને તેણે આંખો બંધ કરી.

'ઓહો.. મારી પ્રિન્સેસ આવી ગઈ. શું વાત છે આજે ખુશ લાગે છે?? કોઈ બોયફ્રેન્ડ મળી ગયો કે શું !!??'
'ડૅડા.. શું તમે પણ.. હું આજે મારી ફ્રૅન્ડના ઘરે ગઈ હતી મે તમને કીધું હતુંને નવરાત્રીમાં મને મળી હતી દિવ્યા એના ત્યાં. અને અમે આજે બઉ બધી વાતો કરી જુના સ્કૂલ ટાઈમના દિવસો યાદ કર્યા અને બહુજ હસ્યાં. '
'ઓકે ઓકે..તો તો હવે તું રોજ ત્યાં જઈ આવ ' આવું બોલીને નિશિથભાઈ હસવા લાગ્યા.
'પણ દિવ્યા એના ફોઈના ઘરે હતી એતો બરોડા રહે છે અહીંયા એના કામથી આવી હતી ' નેત્રાએ થોડા ઉદાસ થઈને કહ્યું.
પછી નેત્રા એના રૂમમાં ચાલી ગઈ અને પલંગ પર કૂદીને આડી પડી. એના ટેડીબેરને હાથમાં લીધું અને મલકાતાં મલકાતાં કહ્યું, 'દિવ્યા નથી પણ હવે નીલ તો છેને '
રાતે જયારે નેત્રા સુવા માટે પલંગ પર પડી ત્યારે તેને પણ નીલની જેમ આંખ બંધ કરે તો નીલ જ દેખાતો હતો એની નીલી આંખો નેત્રા ને ખુબજ ગમી ગઈ હતી. હવે ત્રણ દિવસ પછી મળવાનું છે એ ત્રણ દિવસ ક્યારે જતા રહે એજ વિચારતા વિચારતા એની આંખ મીંચાઈ ગઈ..
આ બાજુ નીલ પણ એજ વિચારતો હતો કે ક્યારે આ ત્રણ દિવસ પતી જાય અને તે નેત્રાને મળે. આજ વિચારોમાં તેને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર પણ ના પડી.