Help After Death in Gujarati Horror Stories by Hitesh Parmar books and stories PDF | મર્યા પછીની મદદ

Featured Books
Categories
Share

મર્યા પછીની મદદ




"યાર જગ્યા તો બહુ જ વિચિત્ર છે!" એક વંદો વંદા પર પડ્યો તો એ તો સમચી જ ગઈ!

"કઈ નહિ એ તો બસ વંદો જ છે..." વિરાજે કહ્યું કે એ વધારે ના ડરી જાય!

જગ્યા ડરવાની તો લાગી જ રહી હતી સાથે સાથે કોઈ ક્રાઇમ સીન જેવુ પણ લાગી રહ્યું હતું.

"હા... બૉસ હું આવી ગયો છું, તમે પણ આવી જાવ!" એક કૉલ પર વિરાજે કહ્યું તો એમનો જ ફ્રેન્ડ નીરજ આવ્યો. એના લુક પરથી જ એ કોઈ ગુંડા જેવો જ માલૂમ પડી રહ્યો હતો! કાળું પેન્ટ અને લાલ ચટ્ટક શર્ટ નીચેથી શર્ટ ના ખૂણા થી ગાંઠ મરેલી હતી. મોં માં જ સિક્રેટ દબાવતા એ બોલ્યો - "ઓહ વંદુ આવી છે... મારી વંદુ!" એ ખરેખર કોઈ ગુંડા ની જેમ જ બોલ્યો.

"શું મતલબ?!" બંદા એ સ્વાભાવિક જ કહ્યું.

"મતલબ એ કે... તારી આ કંચન કાયા પર હું ફિદા જ હતો! પણ તું તો પેલા તારા સ્વશિસ્ત ની પાછળ પાગલ હતી ને! પણ અમારા શિસ્ત માં તો જે વસ્તુ ગમે એણે લઈ લેવામાં આવે છે!" એ એક હલકટ રીતે હસતાં બોલ્યો.

"જો તું મારા સ્વશિસ્ત વિશે એક શબ્દ પણ ના બોલ... જો હમણાં જીવતો હોત તો..." એ આગળનું બોલી જ ના શકી!

"એક સરસ વાત જણાવું... એણે પણ મે જ માર્યો છે! પેલા દિવસે હું જે રીતથી તને જોયા કરતો હતો એ તો મારી ઉપર ઝાપટ્યો! મારે એનું મર્ડર કરવું જ પડ્યું!" એ બોલ્યો તો બંદા તો બેસુધ બની ગઈ!

"યુ બ્લડી મર્ડરર... શું બગાડેલું એણે તારું?! કેમ આવું કર્યું તેં?! મારો સ્વશિસ્ત!" એ રડી રહી હતી.

"યે જીસ્મ મુઝે દે દે વંદુ..." એ ઘીનોની રીતે બોલ્યો અને વંદા ને ટચ કરવા એનો જમનો હાથ આગળ કર્યો પણ આ શું?! કોઈ એ એણે વીજળી નો ઝટકો આપ્યો હોય એમ એણે એક ઝાટકા સાથે હાથ પાછો લઈ લીધો!

"મને... ધોખામાં રાખીને માર્યો હતો ને... પણ હું તો તને આમ જ મારી દઈશ!" વંદા સ્વશિસ્તના અવાજમાં બોલી રહી હતી! આ જોઇને જ નીરજના અમુક આદમી તો ભાગી ગયા! નીરજ હવે બસ એકલો અને નિસહાય હતો!

હજી પણ અંદર ક્યાંય બંદા નું મન પણ વિચારી રહ્યું હતું કે એક વાર સ્વશિસ્તએ એણે કહેલું - "તું જરાય ચિંતા ના કર જો હું મરી પણ જઇશ ને તો પણ તને બચાવવા તો આવી જ જઈશ! તને કોઈ કઈ જ નહિ કરે!" શું એણે ખરેખર એવું કદી બતાવ્યું હતું!

મોટા મોટા સૂરમાં ઓ ને ધૂળ ચતાવતો નીરજ આજે વંદના માસૂમ અને મુલાયમ હાથથી બહુ જ માર ખાઈ રહ્યો હતો! એક બે ફેટો માર્યો બાદ વંદા એ એનું ગળું દબાવ્યું.

"કેમ તુંયે તારા હવસ ના લીધે, અમારી હસતી ખેલતી લાઇફ ને આમ બરબાદ કરી દીધી?! કેમ?! શું મળ્યું તને આવું કરી ને?!" સ્વશિસ્ત ની આત્મા વંદા ના શરીર માંથી બોલી રહી હતી. વચ્ચે વચ્ચે વંદા નું રડવાનું પણ સંભળાઈ જતું હતું.

"મને માફ કરી દે... ભૂલ થઈ ગઈ મારી!" ગળું દબાઈ જતાં નીરજ માંડ બોલી શકતો હતો.

અમુક સેકંડ પછી ગૂંગળામણ ને લીધે નીરજ મરી ગયો.

ત્યાં જ બાજુ માં ક્યારનો ઊભો રહેલ વિરાજ ડર નો માર્યો ત્યાં જ પેશાબ કરી ગયો હતો!!!

દૂરથી જ વંદાનો હાથ મોટો થઈ ગયો અને એણે વિરાજ ના ગળા ને જકડી લીધું! અમુક સેકંડ પછી એ પણ મોતને ઘાટ થઈ ગયો.

અચાનક જ વંદા ના શરીરમાંથી એક સફેદ આકૃતિ બહાર આવી અને ધીમે ધીમે ઉપર ઉઠવા લાગી.

"સ્વશિસ્ત પ્લીઝ મને છોડી ને ના જઈશ! પ્લીઝ!" વંદા હોશમાં આવી ગઈ હતી અને બોલી રહી હતી. પણ એની આંખોની સામે થી જ એ આકૃતિ ઉપર તરફ ચાલી ગઈ અને અદૃશ્ય થઈ ગઈ.

થોડી વારમાં જ વંદા એ જ પોલીસ ને પણ કૉલ કર્યો અને કહ્યું કે આ લોકો એની સાથે જબરદસ્તી કરવા જઈ રહ્યા હતા તો એણે એમનું મર્ડર કરવું પડ્યું. ખુદ પોતે તો ક્યારેય એ આવું કરી જ ના શકી હોત ને!

"તું બહુ જ પાગલ છું! મને તો બહુ જ ડર લાગે છે! હું નહિ હોય તો તારું શું થશે?!" સ્વશિસ્તએ એકવાર કહેલું એ એણે યાદ આવી ગયું.

"અરે... એવું તો કઈ બની શકે! તું હંમેશા મારી સાથે જ મારી પાસે જ હોવું છું!" એ બોલી હતી.