અગાઉ ના પ્રકરણ 2 માં આપણે જોયું કે....
વિજય ના પપ્પા એક લેબોરેટરી માં વૈજ્ઞાનિક અને ડ્રગ એડવાઇઝર તરીકે કામ કરતા હતા અને એમણે કોરોના ની રસી ના ફોર્મ્યુલા ની શોધ કરવા માં સફળ રહ્યા...
આ દવા ની પેટન્ટ વેચવા માટે વિજય ના પપ્પા ને અઢળક પૈસા ની ઓફર આવી પણ તેઓ આ શોધ ને લોકો ની સેવા માટે ઉપયોગ કરવા માંગતા હતા...
એક અન્ય કંપની ના ચેરમેન ડો.મેહરા એ મૂલાકાત ના બહાને વિજય ના પપ્પા ને બોલાવે છે અને એમને આ દવા ની ફોર્મ્યુલા ની મોં માંગી કિંમત આપવા ની તૈયારી બતાવે છે ત્યારે મનાવસેવા ની ભાવના ધરાવતા વિજય ના પપ્પા એ ઓફર ઠુકરાવી દે છે અને ડો.મેહરા વિજય ના પપ્પા ષડયંત્ર દ્વારા ફસાવી દે છે...અને વિજયના પપ્પા જેલ માંથી છૂટયા બાદ અન્ય શહેર જવા નિકળી પડે છે...
હવે આગળ ની કથા........
.ડો.મેહરા ને બિક હતી કે જો વીજય ના પપ્પા એમના વિરુધ્ધ પુરાવાઓ શોધી લેશે તો તેને જેલ થશે અને ડ્રગ માર્કેટમાં એની ખૂબ બેઇજ્જતી થઇ જશે.આથી એ વીજય ના પપ્પા ની હત્યા કરાવવા માટે ગુંડાઓ ને પૈસા આપી ને વીજય ના પપ્પા તથા એમના પરિવાર પર ગોળીબાર કરાવે છે અને વિજય અનાથ બની જાય છે.
(Now)
વિજય માં શારીરિક તાકત નો અભાવ હતો એટલે એ પોતાનાં શરીર ને ખડતલ બનાવવા માટે મહેનત શરૂ કરે છે અને પોતાનાં શરીર ને મજબુત બનાવે છે.
બાદ એ ડો.મેહરા ને મળવા માટે એમની કંપની માં કૉલ કરે છે અને કહે છે કે તે ડો.મેહરા ને મળવા માંગે છે પણ ડો.મેહરા એક નામી વ્યકતિ હોવાથી એની મુલાકાત માટે અરજી થઈ શકતી નથી.
વિજય ત્યારબાદ ડો.મેહરા અને એના ફૅમિલી વિશે શોધખોળ શરૂ કરે છે અને તેને જાણ થાય છે કે ડો.મેહરા ની દીકરી શ્રેયા પણ મેડિકલ કોલેજ ના ત્રીજા વર્ષ માં અભ્યાસ કરે છે.
હાલ તો લોકડાઉન હોવાને કારણે કૉલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ બન્ધ હોય છે પણ એક ડોકટર તરીકે શ્રેયા હોસ્પિટલમાં સેવા કરવા જતી હોય છે.
વિજય ડૉ. મેહરા ની દીકરી શ્રેયા ને કિડનેપ કરવાનો પ્લાન બનાવે છે. એ એક ડૉક્ટરો માટે એક મીટિંગ નું આયોજન કરે છે એ મેસેજ શ્રેયાને પણ મળે છે અને એ મીટિંગ માટે તે ડો.વીજય ના હોસ્પિટલમાં માં પહોંચી જાય છે. ત્યારે વિજય એને પકડી લે છે અને એનું અપહરણ કરી ને શ્રેયા ને એની લેબોરેટરીમાં પુરી દે છે.
વિજય એક ડોક્ટર હતો એમણે ઘણા કોરોના ના રોગીઓ ની તપાસ કરી હતી અને લોહીના સેમ્પલ લઇ ને એના પર રિસર્ચ કરતો હતો.એટલે એ લોહી નું ઇન્જેક્શન લે છે એને શ્રેયા ના મોબાઈલ માંથી જ ડો.મેહરા ને કોલ કરે છે. અને ડૉ.મેહરા ને કહે છે કે એ દવાઓ ની કીમત સસ્તી કરે અને પોતાનાં તમામ ગુનાઓ ને સ્વીકારી ને સરકાર સામે સરેન્ડર કરે અને જો એ એવું નહીં કરે તો વિજય શ્રેયા ને એ કોરોના યુકત લોહી નું ઇન્જેકશન આપી દેશે.પણ ડો.મેહરા પૈસા ના નશા માં એટલા ધૂત હોય છે કે એ પૈસા માટે પોતાની સગી દીકરી શ્રેયા ને પણ કુરબાન કરવા માટે તૈયાર થઈ જાય છે.
શ્રેયા નું અપહરણ થયું એ જાણી ને ડો.મેહરા ખૂબ જ ડરી જાય છે અને એ પોતાના ગુંડાઓ ને શ્રેયા ને છોડાવવા માટે મોકલે છૅ.
આગળ ની કથા આવતા અંક માં....
-કૌશલ એન જાદવ
રાજકોટ
99094 70483
kaushalnjadav@gmail.com
ઈન્સ્ટાગ્રામ
@mr_kaushal_n_jadav
@the_kavi_talks