ભાગ 10 : કોઈ ખાસ અલગ ટાઇટલ નથી
હાહ..! વાતો વાતોમાં જ 10મો ભાગ ઓહોંચી ગયા નહિ ? અરે હા..ગયા શનિવારે ભાગ ન પબ્લીશ થઈ શક્યો, એ પાછળ અમુક ટેક્નિકલ કારણો હતા.
ગયા ભાગમાં આપે જોઈ મન અને મગજ વચ્ચેની વિચારોની લડાઈ. શુ કહેવાય અંગ્રેજીમાં , કોંફ્લીકટ ઓફ ઇન્ટરેસ્ટ. હા..હા..હા..! 😅
પણ ભાઈ, મન તો પોતાની જ કરવાનો, મગજ ભલે ગમે તેટલી સાચી સલાહ આપતો હોય 🤷🏻♂️
હવે આગળ...
અમે , અર્થાત હું ને નિધુ દિપાલીની મસ્તી કરવામાં લાગ્યા હતા. ત્યાં, પાછળથી નિખિલનો અવાજ સંભળાયો, "મનનને બહુ રસ પડ્યો છે દિપાલીની વાતો સાંભળવાનો !"
મેં પાછળ નજર કરી તો મારી સામે એક મસ્તીભરી આંખ મારી.
"અહા, મિસ્ટર નિખિલ, કેવી રહી ઊંઘ હે ?" મેં પૂછ્યું.
"અરે બવ જોરદાર હો ભાઈ..!"
"એ તો મારો ફોન સાથે નહોતો, બાકી બતાવત કેટલું જોરદાર સુતા હતા..!" હું ફરી હસતા હસતા બોલી ગયો.
"કેમ ? એવું તે શું હતું ?" નિખિલે પૂછ્યું.
"બસ, કશું ખાસ નહિ, 90 અંશે- કાટખૂણે આખા પલંગ પર ફેલાયેલા તમારા પગ, એક હાથમાં કસીને પકડેલો મોબાઈલ ને હલકા bass સાથે આવતા નસકોરા..! 😂😂😂 " હું વર્ણન કરતા બોલ્યો.
"બસ કર પગલે, રુલાયેગા કયા ?" નિખિલ બોલી પડ્યો.
"અરે મનન, આ ભાઈ સુવે એને તો કશો ફેર ન પડે, પણ જો કોઈ મહેમાન આવે ને એની સાથે પલંગ શેર કરે, એની તો આવી જ બને." નિધીએ હવે નિખિલનું વર્ણન શરૂ કર્યું.
"અરે અરે, આ શું કાંડ કર્યા તમે..!" અમારી વાત વચ્ચેથી કાપતા ત્યાં ઊંઘમાંથી ઉઠીને આવેલી મીનું , ત્યાં પડેલા ફર્સ્ટ એઇડ બોક્સ જોઈને બોલી.
"લંબી કહાની હૈ..!" અમે ત્રણે સાથે બોલી પડ્યા.
"હા એ તો ઠીક, પણ તમે કઈ નિખિલની વાર્તા કરતા હતા, એ તો સંભળાવો. ને મને એકલા મૂકીને ક્યાં તમે ગપ્પા લડાવવા લાગ્યા." મીનું મારા ને નિધિના માથા પર ટાપલી મારતા બોલી.
"હા, ચલો તો આપણે ક્યાં હતા ?" નિધીએ વાત શરૂ કરી.
"અરે પહેલેથી યાર, હું નહોતી..!" મીનું બોલી પડી.
"એ વેઇટ વેઇટ વેઇટ વેઇટ, આપણે તો દિપુની વાત કરતા હતા ને, એના રોતલ હોવાની..! હું ક્યાંથી વચ્ચે આવી ગયો..!" નિખિલ બધાની વાત કાપતા બોલ્યો.
"વો રાઝ ઉસી કે સાથ ચલા ગયા.!" દિપુએ ડાયલોગબાઝી શરૂ કરી.
બસ આ જ યાદો અને સંબંધોની ધમાચકરી સાથે સમય પસાર થઈ રહ્યો હતો. હા, એ વકટ અલગ છે કે આ વખતે સમય અમારી ભાવનાઓનું માં રાખીને ધીમો ધીમો ચાલી રહ્યો હતો. બાકી ઇસ વક્ત કી બડી ગંદી આદત હૈ કી, અગર ખુશી કા માહોલ હો તો બડી જલ્દી બીત જાતા હૈ, પર જબ બાત બીતે લમહો કી વો કડવી યાદો કી હોતી હૈ, તો કછુએ સે ભી ધીમા ચલતા હૈ 💔
પણ આ વખતે તો બંધુ લાગે છે વક્ત ભી હમ પે મહેરબાન થા. 🤷🏻♂️🤷🏻♂️
આજુ બાજુ હસતા ચહેરાઓને જોઈને એ આહલાદક હાસ્ય પોતાના ચહેરા પર રેલાવતા રેલાવતા હું આ બધું જ વિચારી રહ્યો હતો ને એક હાથમાં ડિટોલ ની બોટલ ને બીજા હાથમાં રૂ..! ને દિપુનો પગ મારા પાસે લઈ સાફ કરતો હતો.
"ક્યાં ખોવાઈ ગયો મજનું ભાઈ, આઈ મીન મન્યા !" નિધિ ટાપલી મારતા બોલી.
"કશે નહિ નિધિસા...!" હું દિપાલીના પગ પર ફર્સ્ટ એઇડ કરતા બોલ્યો.
"આઆઆયય્યય....!😪" દિપુની રાડ તો નીકળી અંતે રે..! 😬😬
"અરે શુ થયું મેરે ચિત્તે..?" હું મસ્તી કરતા ફરી બોલી પડ્યો.
"શું કરશ યાર, બળે છે બવ..!"
"મેં કહ્યું હતું ને મનન, બહુ સેન્સિટિવ હૈ અપની દીપલી..! તું હી નહિ માન રહા થા..!" નિધિ બોલી પડી.
"અરે દિપુ, છોટી સી બચ્ચી હૈ ક્યાં..?"
"યાર આયાં જીવ નીકળે છે ને તને મસ્તી ચડી છે ?"
"આલેલેલેલે...મેરા બચ્ચા..! ગુચા આયા દિપુ કો ..?"
"યાર મનન પ્લીઝ..!"
"જો જો જો , કીડી મરી ગઈ..!"
હા, એ અકળાયેલી હતી, પણ શું થાય ? મેં પણ ધીરે ધીરે કરતા સાફ કરી ને મલમ ચોપડી દીધો.
"હાશ...! થઈ ગયું..!" હાશકારો બોલાવતા હું બોલ્યો અને મીનું, નિખિલ ને નિધિ - ત્રણેય તાળીઓ પાડવા લાગ્યા. અઘરા છે હો એ ખરેખર.
ખરેખર જંગ જીતવા જેવી જ ફીલિંગ્સ હતી.
"અરે યાર, શુ કરશ ? બેઠી રે ચૂપચાપ થોડી વાર તું !"
દિપુ હજુ પોતાનો એ પગ મારા ખોળામાં રાખીને જ બેઠી હતી , ને મારો મલમવાળો હાથ પણ તેના પગ પાસે જ હતો. એવામાં મેડમે મલમ વાળા પગે ઉભા થવાની કોશિશ કરી ને મેં હલકો ઠપકો આપ્યો. ઇતના તો હક હૈ યાર મેરા. 😬
"અલાઓ શું ધમાચોકડી મચાવીને બેઠા છો તમે ?"
મમ્મી અને આંટી પોતાની લાંબા ગપ્પા મારીને કરેલી એ ઊંઘ પુરી કરીને રૂમમાંથી બહાર આવ્યા, ને અમને આ રીતે હોલમાં બેઠેલા જોઈ બંને એકસથે જ બોલી પડ્યા.
"અરે મમ્મી આ...
ડોન્ટ વરી બંધુઓ, આ તારક મહેતાનો પ્રોગ્રામ નથી કે શું થયું હતું એ ડિટેઇલમાં મમ્મીને કહીશ ને એ મેં જેટલી વાર કહ્યું એ તમને પણ સાંભલાવીશ.🤷🏻♂️🤷🏻♂️🤷🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️
હા થાય ને તારક મેહતામાં ? ધારો કે ભીડભાઈનું સ્કૂટર કશે થોકાઈ જાય કે પંચર પડી જાય, એટલે સોસાયટીમાં બધા ભેગા થઈ જાય.
પછી ભીડબેનને પહેલા દયાબેન પૂછે, "શુ થયું ભીડબેન ?"
ને બેન જવાબ આપે, "અસાકાઈ ! આ સોનુંના પાપા અથાણાંની ડિલિવરી કરીને આવતા હતા ને, પછી શુ થયું કે , રસ્તામાં એક કૂતરો દેખાયો, તો ગાડી સાઈડમાં કરવાની કોશિશ કરી. તો જેવી ગાડી વાળી, એમ ડાયવરઝનમાં ઘુસી ગઈ ને ત્યાં કાંટાળા બાવળ રાખ્યા હતા, એમાં પડી ને આગળનું વિલ પંચર થઈ ગયું..!"
એટલે દયાબેન બોલે, "હે માં, માતાજી !"
હવે ત્યાં ચંપકદાદા આવે ને પૂછે, "ઓ મધવીબેન, આ ભીંડી માસ્ટરના આ સ્કુટરને હું થયું ?"
એટલે બેન ફરી જવાબ આપે, "અરે ચાચાજી, અસાકાઈ ! આ સોનુંના પાપા અથાણાંની ડિલિવરી કરીને આવતા હતા ને, પછી શુ થયું કે , રસ્તામાં એક કૂતરો દેખાયો, તો ગાડી સાઈડમાં કરવાની કોશિશ કરી. તો જેવી ગાડી વાળી, એમ ડાયવરઝનમાં ઘુસી ગઈ ને ત્યાં કાંટાળા બાવળ રાખ્યા હતા, એમાં પડી ને આગળનું વિલ પંચર થઈ ગયું..!"
પછી આપણો પોપટલાલ આવે..!
બસ હવે , એની માને હું લખીને કંટાળી ગયો ને આગળ લખવાનું કહો છો ?
(હા, કોપી પેસ્ટ જ કરી, એમાંય કંટાળી ગયો, તો વાંચીને તમારી શુ હાલત થાય ?" )
એટલે એ વાત અમે પણ મમ્મીને કહી દીધી કે - ઠું ઠું ઠું ઠું......ઠુઠુથુઠું લોલ
"મનન બેટા, ડિપાલિને કાચ લાગ્યો છે ને, ત્યાં પેલું મલમ પણ લગાવી દેજે, પાક ન થાય. એ નાની હતી ત્યારે ય એને જરા અમથમાં પાકી જતું, ત્યારે એ મલમ જ લગાવતી."
"હા માં..! મને યાદ છે ને મેં એ જ મલમ ચોપડી દીધું છે, જો..!"
આંટી વધુ કશું બોલી નહોતા રહ્યા, પણ લાગે છે ઘણું બધું વિચારી તો રહ્યા જ હતા. શુ ? એ તમે જ વિચારી જુઓ.
આ તારક મહેતાનું ઉદાહરણ આપવામાં બહુ લાબું થઈ ગયું યાર, હવે આવતા શનિવારે રાખો ને ..!
ગયા ભાગમાં કહ્યું એ રીતે , ટેક્નિકલ ડખા...! એપિસોડ્સ મિસ..! ઇટ સક્સ રે..🤦🏻♂️
બીજું, આ ભાગ લખવામાં મને થોડું બોરીયતની ફીલિંગ આવી, જો તમને પણ લાગી હોય તો જરૂરથી જણાવજો.
ત્રીજું, તમને વાર્તા કેવી લાગી, એ પણ પ્રતિભાવ કે મેઇલમાં છૂટથી દર્શાવજો. અહીં બધા શીખી જ રહ્યા છીએ.
બાકી તો શું કહેવું ? અરે હા, તમને પણ તમારી દિપાલી યાદ આવી કે નહીં ? એ પણ જરૂરથી જણાવજો. તબ તક કે લિયે, મુસ્કુરાતે રહીએ..