Man to Ironman - 4 in Gujarati Biography by Nilesh N. Shah books and stories PDF | પુરુષ થી લોખંડી પુરુષ - 4

Featured Books
Categories
Share

પુરુષ થી લોખંડી પુરુષ - 4

પુરુષ થી લોખંડી પુરુષ

નિલેશ એન. શાહ

દોડવાની તૈયારી

ભાગ - 4

લગભગ ૩-4 વર્ષ સુધી બરોબર સ્વિમિંગ ગુજરાત વિદ્યાપીઠમાં કર્યા પછી સ્વિમિંગ કરીને મન ભરાઈ ગયું થાકી ગયો હતો, મન તો ઘણું ચંચળ હોય છે. એકજ વસ્તુ કરવાથી કંટાળો આવવા લાગે. દરેક વ્યક્તિને વિવિધતા જોઈએ. વિદ્યાપીઠમાં સ્વિમિંગ બંધ કર્યા પછી મેં અને નીતાએ કર્ણાવતી કલબ માં કસરત કરવા જવાનું નક્કી કર્યું. અમારા નિયમ મુજબ રોજ 1 કલાક કસરત કર્યા વગર ઓફીસ જવાનું નહિ અને માટે અમે બંને એ આખા વર્ષની જીમ ની ફી ભરી દીધી. સવારે 8:00 વાગે નીકળી ત્યાં 1 કલાક કસરત કરતા. જીમમાં જુદા જુદા કાર્ડીઓ મશીનથી કસરત કરવા લાગ્યા. ઓવરઓલ મજા આવવા લાગી. ઘણા લોકો સાથે વાતો કરવા મળતી. 2010 માં અમદાવાદમાં પહેલી વાર મેરાથોન ની ઘોષણા થઇ. હાફ મેરાથોન 21.1 કિલોમીટરની અને ફૂલ મેરાથોન 42.1 કિલોમીટરની હોય છે. શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના C.M. હતા અને તેમણે જણાવ્યું કે તે પોતે Flag Off કરશે. અમદાવાદ સાબરમતી ના કિનારે વલ્લભસદન પાછળથી બરાબર 6:00 વાગે ફ્લેગ ઓફ થયું. મોદી સાહેબે સમયસર Flag Off કર્યું અને હું પેહલીવાર હા્ફ મેરાથોન દોડ્યો. લગભગ 2.45 કલાક માં પતાવી મજા પડી આત્મવિશ્વાસ વધી ગયો.

કર્ણાવતી ક્લબ માં મેં અને નીતા એ આખા વર્ષના પૈસા ભરી દીધા માટે મનમાં સારું પણ લાગતું કે જયારે જઈએ ત્યારે એવું ન થાય કે પૈસા આપવા પડશે. ઘણીવાર તમારે તમારી જાત પર ભરોસો કરવો પડે અને તે માટે અમુક બદલાવ જરૂરી છે. કર્ણાવતી ક્લબ માં ઘણા કપલ આવતા અને અમે પણ જતા તો મિત્રતા વધવા માંડી. શરૂઆત માં ખબર પડતી નહોતી કે ખરેખર જીમ નો સદુપયોગ કેવીરીતે કરવો. પણ ત્યાનાં Instructor ની સલાહથી પુશ થવા માંડ્યા. ત્યાનાં કરણ કરીને Instructor એ જણાવ્યું કે જો વજન ઉતારવું હોય તો એકલું કાર્ડીઓ વધારે કરો. દોડવાથી 100% વજન ઘટશે. માટે Tread Mill પર 18 મિનીટ પછી 27 મિનીટ પછી 36 મિનીટ કરવા લાગ્યો. સ્પીડ વધઘટ કરતો થયો એકંદરે સ્પીડ 10 કિલોમીટર પ્રતિ કલાક પર આવી ગયો. Tread Mill પર મશીન અડધું તમારા માટે કામ કરે છે. માટે મશીન 1 પર Recline રાખતો કે જેથી બહાર દોડવા જઈએ તો લગભગ સરખી સ્પીડ મેન્ટેન થઇ રહે.

2010 થી શરુ કરેલી મેરાથોન ની દોડ દર વર્ષે કરવા લાગ્યો. 2010માં સૌથી વધુ સમય લાગ્યો. અને 2010 થી 2020 સુધીમાં 10 વર્ષમાં લગભગ 18 થી વધુ મેરાથોન દોડ્યો હોઈશ. દર વર્ષે ઓછામાં ઓછી 1 તો ઓફ્ફિસિઅલ રેસમાં ભાગ લેવા માંડ્યો. મારી આદત મુજબ જ્યાં સુધી હું પોતે કોન્ફીડન્સ ન થાઉં ત્યાં સુધી પ્રેકટીશ કરતો માટે મને રેસ પહેલા 1-2 વાર પ્રેક્ટીસ મેરાથોન દોડીને સમય ઘટાડવા પ્રયત્નો કરતો. Best Time Was 2:15 મિનીટ હા્ફ મેરાથોન નો આવ્યો. 2010 થી લોકોમાં વધુ અવર્નેસ આવવા માંડી માટે વર્ષમાં 2-4 મેરાથોન અમદાવાદ માં થવા માંડી અને હું પણ વધારે રેસ માં ભાગ લેવા માંડ્યો. મારાથી પ્રભાવિત થઇ મેં ઓછામાં ઓછા 54 બીજા લોકોને દોડવા માટે તૈયાર કર્યા હશે. તેઓને મદદ પણ કરી. આર્યમાન ના લગભગ 18 જણા અમારા ગ્રુપ ના લેડીઝ અને જેન્ટસ ભેગા થઇ 10 જણા અને ઓફીસ ના 8-10 જણા તેમાં મારો પાર્ટનર મહેન્દ્ર શર્મા પણ જોડાયો. બહારના મિત્ર મંડળ થઇ 9-10 જણા. ટોટલ 54 ઉપર માણસોને પ્રભાવિત કર્યા. 2015માં મેં ફૂલ મેરાથોન માં પણ ભાગ લીધો. 5:40 કલાક નોન-સ્ટોપ દોડીને 42.1 કિલોમીટર મેં પતાવ્યા હતા તેમાં નીતા નો ઘણો મોટો ફાળો હતો.

Full Marathon is one of the Biggest Achievement in my Life 2015 માં ફેબ્રુઆરી મહિનામાં મેં 42.1 કિલોમીટર લગભગ 27-29 ડીગ્રી તાપમાન માં 5 કલાક અને 40 મિનીટ માં પૂરી કરી તે અશક્ય હતું. જયારે શરુ થઇ ત્યારે હાફ મેરાથોનના સમય સુધી વ્યવસ્થા ઘણી સારી હતી. લગભગ 4 કલાક પછી વ્યવસ્થા ખરાબ થવા માંડી. લોકો સપોર્ટ તો આમેય ઓછું કરતા પણ વ્યવસ્થાપક ના બુથ પણ ઉઠવા માંડ્યા અને પાણીથી માંડી કશું ખાવા માટે ન મળતું. નીતા મારી સાથે મેરાથોન દોડી તેવું લાગ્યું. દર 1 કિલોમીટર ના અંતરે તે સ્કુટર લઇ આગળ જતી અને મને મદદ કરતી. સવારે 6 વાગ્યાથી લગભગ બપોર ના 12 વાગ્યા સુધીમાં તો હું લોથપોથ થઇ ગયો હતો. ઇન્કમટેક્ષ આગળ ના છેલ્લા પડાવ માં શક્તિ રહી ન હતી. છતાં પતાવ્યું. અને મારા મિત્ર ભાવિન શાહ કે જે ખાસ મિત્ર છે. તેઓ ઉભા રહ્યા હતા. મને ચીઅર્સ કર્યો અને વધાવ્યો એટલી ખબર પડી કે સારા Gears અને Nutrition નું હોવું ખુબ જરૂરી છે. માણસના શરીરને ઇંધણ જરૂરી છે તોજ ચાલે. આમ રનીંગ નું મોટામાં મોટું Achievement 2015 માં પતાવ્યું.

*****