ભાગ - 5
"ગોળ" સર્કલ ફરતે સ્કૂટર રાઉન્ડ મારી રહ્યુ છે.
સ્કૂટરના બન્ને વ્હીલની "ગોળ ફરવાની ગતી અત્યારે એકસરખી" છે.
સ્કૂટરના સ્ટેરિંગનું, ડાબી બાજુનું હેન્ડલ મામાએ "ડાબા હાથથી" અને જમણી બાજુનું હેન્ડલ "જમણા હાથે" પકડ્યું છે.
ભાણાને તેનાં ગામ "પાછા" મોકલવાનો આઈડિયા જયાં સુધી મગજમાં ના આવે, ત્યાં સુધી, બસ આમ ગોળ-ગોળ ફરવાનું છે,
મામાને બસ અત્યારે આટલુજ યાદ છે.
પાછળ બેઠેલ ભાણો શુ કરે છે ?
એનાથી પણ હવે મામાને મતલબ નથી.
સામે ભાણાને પણ મામા શુ કરે છે ?
શા માટે ગોળ ફરે છે ?
એનાથી કોઈ મતલબ નથી.
પહેલેથીજ ભાણાનો સ્વભાવ સામે વાળી વ્યક્તી શુ કરે છે ?
કે આવુ કેમ કરે છે ?
તે જાણવાનો નથી.
હા પણ, સામેવાળી વ્યક્તી જે પણ કંઇ અજુગતુ કરે, એનું સાચું કારણ "અડવીતરો પોતેજ" હોય એમા "મીનમેખ" નહીં.
મામાનું મગજ અત્યારે એક્દમ શાર્પ થઈ ગયુ છે.
એક-એક વાત કે એક-એક વસ્તુની જડ સુધી જઈ મામા, ડિટેલમા વિચારી રહ્યાં છે.
એમાનેએમા,
એ સર્કલ પાસેના એક ચાવાળા ભાઈ, કે જે ચાર-રસ્તાની આજુબાજુની દુકાનો અને ઓફિસોમા ચા આપતા હતા, અને મામાને પણ ઓળખતા હતાં, તેમને મામાને આ રીતે સર્કલની ગોળ-ગોળ ફરતા જોઇ નવાઈ લાગે છે.
આમતો ચાવાળા ભાઈને મામાને સર્કલ પર જોતા, પહેલીવારમા તો કંઈ અજુગતું ન લાગ્યું.
પણ તેણે હમણાં-હમણાં, બેવાર સર્કલ ક્રોસ કર્યું, અને મામાને ચારવાર સર્કલના રાઉન્ડ મારતા જોતા, તે ઉભો રહી જાય છે. એને એમ કે મામા ઘરે કંઈ ભૂલી ગયા હસે, એટલે પાછા વળવા ગોળ ફરતા હશે.
પરંતુ મામાને સર્કલનો ત્રીજો રાઉન્ડ મારતા જોયા,
તો પાછુ એને એકવાર એવુ પણ થયુ કે,
મામાએ કોઈ બાધા રાખી હશે, એટલે આમ ગોળ ફરતા હશે.
પછી એને થયુ કે આવી બાધા તો કોઈ રાખે નહીં.
છેલ્લે ચાવાળાને, મામાને ઉભા રાખી પૂછવાનું મન થઈ ગયુ કે, તેઓ આમ ગોળ-ગોળ શા માટે ફરે છે ?
આ સમયે અડવીતરો સ્કૂટર પાછળ બેઠો-બેઠો શુ કરી રહ્યો હતો ?
તે આપણે જાણી લઇએ.
અડવીતરાને તો કોઈ શુ કરે છે ?
શા માટે કરે છે ?
એવી પારકી પંચાતમા પડવાવાળો સ્વભાવ નહીં હોવાથી, તે ખાલી સ્કૂટર ક્યારે ઉભુ રહેશે ?
તે જાણવા સ્કૂટરની બે સીટ વચ્ચે આવતી પેટ્રોલની લોક વગરની, ખાલી આંટાવાળી ચાકી ખોલી પેટ્રોલ કેટલુ છે, તે જોઈ લે છે. એણે ટાંકીમાં પેટ્રોલ ચેક કરતા એટલો ખ્યાલ આવી ગયો કે, અડધો કલાક તો મારે આમ પાછળ બેસીને કાઢવાનો છે, એટલે એ થોડો વધારે રિલેક્ષ થઈને બેસે છે.
મામા સ્કૂટર ચલાવતા-ચલાવતા અને વિચારતા-વિચારતા થોડી-થોડી વારે આજુ-બાજુ નજર કરે છે.
ત્યાંજ મામાનું ધ્યાન દૂરથી આવતી એમનાં મીત્રની જાણીતી ગાડી પર જાય છે.
ડિટેલમા ઓબઝરવ કરતા મામા દરેક રાઉન્ડમા થોડી-થોડી નજીક આવતી ગાડીને જુએ છે.
એમણે જોયું કે ચાર પૈડાંવાળી અને ચાર દરવાજાવાળી મિત્રની ગાળી, ધીરે-ધીરે ચાર-રસ્તા પર આવીને ઊભી રહે છે. એમણે એ પણ નોટીસ કર્યું કે,
જે ડ્રાઇવર ગાડી ચલાવતો હતો, તે ગાડીમાં આગળ બેઠો હતો. તેમજ તેમનો મિત્ર અને એનો નાનો ભાઈ પાછળની સીટમાં બેઠા હતા.
ચારરસ્તા પર ગાડી બિલકુલ ઊભી રહેતાં, ગાડીના ચારે વ્હીલ એક સાથે થંભી જતા મામા જુએ છે.
ગાડીમાં બેઠેલ મિત્ર મામાને જોઇ જતા ઉભા રહી જાય છે.
અને તે મિત્ર પણ આ રીતે મામાને સર્કલના ચક્કર લગાવતા જોઇ, ગાડીમાં બેઠા-બેઠાજ મામાનો મિત્ર, થોડીવાર પોતાના નાનાભાઈને અને થોડીવાર મામાને જુએ છે.
એને એમકે અજીબ વસ્તુ છે આતો,
લાગે છે, મારા ભાઈની જેમ મામા પણ....
ત્યારબાદ તેઓ મામાને મળવા ગાડીના પોતપોતાના દરવાજા ખોલી ગાડીમાંથી બહાર આવે છે.
વધુ આગળના ભાગ 6 મા