chaman bahar in Gujarati Film Reviews by Darshini Vashi books and stories PDF | ચમન બહાર

Featured Books
Categories
Share

ચમન બહાર

પગની પાનીથી લઈને માથાનાં વાળ સુધી ઢંકાયેલી રહેતી સ્ત્રીઓ જ હંમેશા જોવા મળતી હોય તેવાં ચમન સમાન ગામડામાં અચાનક કોઈ રૂપાળી અને શોર્ટસ પહેરીને સ્ફુટી ચલાવતી છોકરી રહેવા આવે ત્યારે કેવી બહાર આવે છે. ખાસ કરીને ગામડાંમાં રહેતા યુવકોમાં કેવી બહાર આવે છે તેની કહાણી એટલે ચમન બહાર.

એ ગ્રેડની સ્ટાર કાસ્ટ, સુમધુર ગીતો અને જબરદસ્ત લોકેશનની ગેરહાજરી હોવા છતાં આ ફિલ્મ ખૂબ જ સરસ બની છે. તેમાં કોઈ બે મત નથી. આ ફિલ્મની કહાણીની ઝલક ઘણી ફિલ્મોમાં જોવા મળી ચુકી છે છતાં અહીં તેને જે રીતે રજૂ કરવામાં આવી છે તે ખરેખર કાબિલે તારીફ છે.

છત્તીસગઢમાં આવેલાં એક ગામડાંની આસપાસ આ ફિલ્મની વાર્તા આકાર લેઈ છે. ફિલ્મનો હીરો બિલ્લુ(જીતેન્દ્ર યાદવ) તેના પિતાની સાથે ગામડામાં રહેતો હોય છે. તેના પિતાની ભલામણથી તેને ફોરેસ્ટ વિભાગમાં નોકરી તો મળે છે પરતું તેને ત્યાં જામતું નથી અને તે નોકરી છોડી દેઈ છે. પિતાનો ઠપકાથી કંટાળીને તે મિત્રની સહાય લેઇ છે અને ગામની બહાર આવેલા રસ્તા પર પાન-બિડી ની એક ગાળાની દુકાન ખરીદી લેઈ છે. શરુઆતમાં તો તેનો ધન્ધો સારો ચાલે છે કેમ કે આ રસ્તા પરથી આગળ જતાં કોર્ટ કચેરી અને કેટલીક ફેકટરી ચાલુ થાય છે પરંતુ હવે આ બધું બીજે શિફ્ટ થઈ રહ્યું હોય બિલ્લુનો ધંધો મંદ થઈ જાય છે તે દુકાન બંધ કરવાનું વિચારતો જ હોય છે. ત્યાં બીજી એક ઘટના આકાર લેઈ છે. ઇન્ડસ્ટ્રી ની જગ્યાએ કોઈ બીજો મોટો પ્રોજેક્ટ શરૂ થવાનો હોય છે અને તેની દેખરેખ જે અધિકારી કરવાનાં હોય છે તેનો પરિવાર બિલ્લુની દુકાનની એકદમ સામે આવેલા સરકારી ઘરમાં રહેવા આવે છે આ પરિવારમાં એક ટીનએજ છોકરી રીંકુ (રિતિકા બદીયાની) છે જે શહેરથી આવી હોવાથી એકદમ મોર્ડન કપડાં પહેરે છે અને પોતાની સ્ફુટી પર ગામની સરકારી શાળામાં ભણવા આવે છે.

ફિલ્મની મૂળ વાર્તા અહીંથી શરૂ થાય છે. આજ સુધી માત્ર ફિલ્મોમાં જ સુંદર અને ટૂંકા કપડાં પહેરીને ફરતી છોકરીઓ જ આ યુવાનોએ જોઈ હોય છે ત્યારે હકીકતમાં તેવી કોઈ છોકરી નજર સમક્ષ જોવા મળે છે ત્યારે ગામના યુવકો ઘેલા થઈ જાય છે અને તેનો પીછો કરવા માંડે છે અને તેના ઘરની બહાર આંટા ફેરા શરૂ કરી દેઈ છે. જેને લીધે બિલ્લુનો ધન્ધો વધી જાય છે. મહિનામાં જેટલા ગ્રાહક આવતાં નહતાં એટલા ગ્રાહક રોજ આવતાં થઈ જાય છે. બિલ્લુને ચાંદી થઈ જાય છે પરંતુ સ્ટોરી ત્યારે ટર્ન મારે છે જ્યારે બિલ્લુને રીંકુ સાથે વન સાઈડ લવ થઈ જાય છે અને સ્ટોરી તેનો વેગ પકડે છે...

બસ આનાથી વધારે લખીશ તો જોવાની મજા બગડી જશે. આ ફિલ્મમાં લેવામાં આવેલા તમામ કલાકારની કામગીરી વખાણવા લાયક છે. આ ફિલ્મે ફરી એક વખત સાબિત કરી આપ્યું છે કે બિગ કલાકાર, બિગ બજેટ અને બિગ બેનર વિના પર ફિલ્મ હિટ થઈ શકે છે. ખૂબ જ સરળ વાર્તા છતાં સમયે સમયે મુકાયેલા કેટલાક પન્ચ, હરકતો તેમજ પરિસ્થિતિ આબેહૂબ રજૂ કરવામાં આવી છે. ફિલ્મના નાયકને તમે આગળ કેટલીક ફિલ્મોમાં જોઈ ચુક્યા છો કુમારે તાજેતરમાં આવેલી વેબસિરિઝ પંચાયતમાં કરેલો અભિનય ખૂબ જ સુંદર હતો. એવું લાગે છે કે વૈવિધ્યસભર અભિનય કરવામાં રાજકુમાર રાવ પછી જીતેન્દ્ર કુમારનું નામ ઉમેરાઈ તો નવાઈ પામવા જેવું હશે નહિ.

ચમન બહાર ફિલ્મ ૧૯ જૂનના નેટફ્લિક્સ પર રજૂ થઈ ચૂકી છે. હળવી ફૂલ એવી આ ફિલ્મ વિકેન્ડમાં જોવી હોય તો જોઈ લેજો. રિલેક્સ થઈ જશો.