મંજીત
પાર્ટ : 10
"અબે ભાઈ યે ગલી કે કુત્તે બનઠન કે કિધર નિકલે..??" મંજીતનું બુલેટ જતાં જોઈને પાન ની ગલ્લા પર બાઈક લઈને ઉભેલા વીરે આશ્ચર્યથી વિશ્વેશને કહ્યું.
"અરે છોડ ના ભાઈ વૉ કુત્તે કે પીછે કોન દૌડેગા." વિશ્વેશે મોઢામાં પાનમસાલા રેડતા કહ્યું.
"નહીં ભાઈ કુછ તો બાત હૈ.." વીરે બેચેન થઈને કહ્યું.
"અચ્છા..!! ચલ નિકલતે હૈ હમદોનો ભી." વિશ્વેશે બાઈક સ્ટાર્ટ કરતાં કહ્યું. બંને મંજીતને ખબર ન પડે એવી રીતે પીછો કરતાં બાઈક આગળ વધાવતાં જતાં હતા.
મંજીત કોલેજ પહોંચ્યો. ત્યાં જ વિશ્વેશ છુપી નજરે જોતાં કહ્યું," યે સાલા મંજીત ખુદકી કોલેજ મેં ક્યાં કર રહા હૈ?"
"સાલો પાછો ભણવા તો નથી જોડાયો ને...?"વીરે પણ સામે સવાલ કર્યો.
"હાય..!!"મંજીતે થોડું શરમાતા સારાને મળીને કહ્યું.
"હાય. કેમ છે??" સારાએ હાથ લંબાવતા ઉછળીને પૂછ્યું. મંજીત સારા સાથે હાથ મેળવતાં જ ફરી શરમાયો.
" હમ્મ. આ તમારો મોબાઈલ." ગોલ્ડની ચીજ સંભાળીને આપતો હોય તેમ મંજીતે સારાને મોબાઈલ સોંપતા કહ્યું.
"ઑહહ રિયલી થેંક્સ." મંજીત તરફ ખૂબ જ પ્રેમ દર્શાવતા સારાએ કહ્યું. સારાનું આખું ગ્રુપ નોટિસ કરી રહ્યું હતું કે સારા આ મંજીત નામનાં છોકરાને જોઈને ભૂલી જ ગઈ છે કે અમે પણ ત્યાં જ એની સાથે ઉભેલા છે.
"સારા... સારા. અમારો પણ થોડો પરિચય કરાવો..!!" નિત્યાએ સારાને ખબા પર ભાન અપાવવા માટે બે વાર ધીમેથી ટપલી મારતાં કહ્યું. પણ સારા તો મંજીતમાં જ ક્યારની ખોવાયેલી હતી.
"સારા મેડમ." આછું સ્મિત કરતા નિત્યા તરફ ધ્યાન દોરાવતા મંજીતે સારાને કહ્યું.
"હં.." સારાનું ધ્યાન ખેંચાયું અને એ નિત્યા તરફ જોયું," સોરી."
"મિટ માય બેસ્ટ ફ્રેન્ડ નિત્યા..!! આ છે અદિતી, નેહા,આ મયૂર, આ સાહિલ, અને કૃપા, વિશાખા." ઉભેલા આખા ગ્રુપનું નામ બોલતા સારાએ મંજીતને કહ્યું.
"અને આ મંજીત. એના વિષે તો મેં તમને બધાને પહેલાથી કીધું જ છે." સારાએ કહ્યું.
બધાએ મંજીતને હાય કરીને આવકાર્યો. મંજીત થોડું અસ્વસ્થ મહેસૂસ કરવા લાગ્યો. બધા ફ્રેન્ડોને સમજાતાં નિત્યાએ જ કહી દીધું," સારા અમે તને પછી મળીયે.." એમ કહીને તેઓ નાસ્તો કરવા માટે મેઈન ગેટથી બહાર નીકળી ગયા. અબ્દુલ તો મળવા આવ્યો જ નહીં. એ જ્યાં બુલેટ પાર્ક કર્યું હતું ત્યાં જ બેસીને મંજીતની રાહ જોવા લાગ્યો.
"મારો બોડીગાર્ડ આવતો જ હશે. મારી પાસે ખૂબ ઓછો સમય છે. નહીં તો હું તારી પાછળ બેસી બુલેટની સવારી જરૂર માણતે." સારાએ કહ્યું. " ચાલો આપને નાસ્તો કરીએ."
મંજીતે હા માં ડોકું ધુણાવ્યું. તે સાથે જ સારાએ એનો હાથ પકડી લીધો. મંજીત સારા પાછળ રીતસરનો ધોરવાઈ ગયો.
સારા પર બધા કોલેજના વિદ્યાર્થી યુવાન છોકરા છોકરીની નજર પડી. સારા પણ થોડી જાણી ચુકી હતી કે આ નવા હેન્ડસમ છોકરા પર બધાની નજર પડી રહી છે.
"ક્યાં બાત હૈ મંજીત..!! એ દિવસે અને આજના દિવસમાં એટલો બધો ફરક?? "સારાએ કહ્યું. એ થોડી ઊભી રહી. મંજીત તરફ ફરી. સારાને લોકોની પરવાહ ન હતી. એ થોડી ઊંચી થઈ બંને ગાલને હળવો ચીમટો ભરતાં કહ્યું," બટ યુ લુકીંગ ડેમ ક્યૂટ..!!" એટલું કહી એને હળવું ચૂબંન મંજીત ના હોઠો પર કરી દીધું. બીજા બધા જ આશ્ચર્યથી સારાને જોતાં જ રહ્યાં.
"અબે યે ક્યાં ગુલ ખીલા રહા હૈ?" છુપાઈને જોતો વીરે કહ્યું.
"વહા બસ્તી વાલી એક ગુડીયા ઔર યહાં એક કોલેજવાલી ગુડીયા.." વિશ્વેશ પણ છુપાઈને જોઈ રહ્યો હતો તેને ખધું હસતાં હસતાં કહ્યું.
"મેડમ, ક્યાં કર રહી હો... વો ભી સબ કે સામને..! સબ દેખ રહે હૈ!!" મંજીતે ગુસ્સામાં કીધું.
(વધું આવતા અંકે)