પાણીના ગ્લાસ સાથે જ સ્નેહાએ હોલમાં પ્રવેશ કર્યો. દર વખતની જેમ જ આ વખતે પણ તેમને ના તો છોકરા સામે નજર કરી ના કોઈ બીજા સામે. તેને આ રીતે સગાઈ કે લગ્ન કરવા જ નહોતા, એટલે તે જે પણ આવે તેમને ચા અને પાણી આપી તેમની એક ફરજ બજાવી લેતી ને પછી રૂમમાં જ્ઇ બેસી જતી. આજે પણ તેમને કંઈક એવું જ કર્યું.
અમદાવાદથી આવેલો તે છોકરો દેખાવમાં થોડોક ઠીક લાગતો હતો. પણ તેની જોડી સ્નેહા સાથે બંધ બેસતી હતી. અહીં છોકરા છોકરીને પહેલી મુલાકાતમાં વાત કરવાની પરમિશન નહોતી. જો ફેમિલીને પસંદ આવે તો વાત આગળ વધે નહીંતર આ વાત અહીં જ થંભી જતી. સ્નેહાને સૌથી વધારે આ વાત જ ના ગમતી. જેની સાથે જેને જિંદગી જીવવાની છે તેમની પસંદ તેમને કરવાની જગ્યાએ કોઈ બીજું કેવી રીતે કરી શકે. પણ પરિવારના કેટલાંક આવા નિયમો તે સ્વીકારી હંમેશા ચુપ બેસી રહેતી.
સ્નેહાના ભાઈ સાગરે છોકરા સાથે વાત કરી જે સવાલ પુછવા હતા તે પુછી લીધા. સાગર સ્નેહા કરતાં ઉંમરે થોડો નાનો હતો પણ આખરે તે છોકરો કહેવાય એટલે છોકરી કરતાં તે મોટો જ ગણાય. તેમને છોકરાના નામથી લઇ ને તેમનું ભણતર ને હાલ શું કરે છે બધું પુછી લીધું. એક કલાક વાતો બધાની એમ જ ચાલી. પછી મહેમાનના જતા જ ઘરે ચર્ચા વિચારણા શરૂ થઈ ગયા.
છોકરાનું નામ શુભમ હતું. તેમને બીબીએને અધુરું છોડી તેમના પપ્પાની સાથે બિઝનેસમા જોડાઈ ગયો. આમ તો તે થોડાક દુરના સંબધી હતા એટલે થોડીક ધણી તો જાણ હતી જ. પણ, હજું છોકરો કેવો છે તે જાણવું બધા માટે જરૂરી હતું. આ બધી ચર્ચા ચુપ રહી સ્નેહા સાંભળી રહી હતી. ઘરમાં બધાને છોકરો પસંદ આવ્યો હતો.
"સ્નેહા, કેવો લાગ્યો શુભમ...??" બધા જ જાણતા હતા કે સ્નેહા પાસેથી કોઈ જવાબ નહીં મળે છતાં પણ એક ફોર્મુલા ખાતર તેમના મમ્મી તેમને પુછી રહયા હતા.
'આમ એક જ નજરમાં કેવો લાગ્યો કેવી રીતે ખબર પડે..?? જયારે મે તેનો ચહેરો પણ બરાબર નથી જોયો.' પોતાના જ મનને જવાબ તેમને આપી દીધો પણ પરિવારની સામે આવું બોલવાની તેમની હિમ્મત નહોતી ચાલતી.
ખાલી મમ્મી કે બહેન હોત તો તે કહી પણ દેત કે મને એમ ખબર ના પડે. પણ, અહીં તો કાકા- કાકી, દાદા -દાદી બધા આવ્યા હતા છોકરો જોવા. બધાની વચ્ચે તે કંઈ પણ બોલી શકે એમ ના હતી. ઘરની મર્યાદા ને સંસ્કારનો ભાર એક છોકરી રુપે તેમને હંમેશા કંઈ પણ કરવા રોકી લેતો હતો.
આ વાતની ચર્ચા લાંબી ચાલી. દુર દુર સુધી ફેલાતા આ સંબધની કડી કંઈકને કંઇ જગ્યાએ અડતી જરૂર હતી. આવી ચર્ચા દર વખતે થતી જ હતી એટલે સ્નેહાને કંઈ ફેર ના પડયો. બધાની વાતો વચ્ચે તે તેમના મોબાઈલમાં જ ખોવાઈ ગઈ.
વાતોમાં રાત થઈ ગઈ હતી. બધા તેમના ઘરે જતા રહયા હતા ને સ્નેહાએ પણ સુવાની તૈયારી કરી. મમ્મીએ બધાના જતા ફરી એકવાર પુછ્યું. "તને ગમતો હોય તો જ આગળ વાત વધારીએ."
"મે તમને આ જ વસ્તું કેટલીવાર કિધી છે. જે તમને પસંદ આવે તે કરો. મને આમ દર વખતે ના પુછા કરો. જો હવે પુછ્યુંને હું ના કહી દેઈ. " દરવખતે તે ખાલી આટલો જવાબ આપી ચુપ થઈ જતી.
તે જાણતી હતી કે કદાચ હું ના પણ કહીશ તો ઘરના લોકો તેમનું કારણ પુછશે. જે કારણ તેમની પાસે નહોતું. ને હા કહશે તો આખી જિંદગી ન ગમતા માણસ સાથે જિંદગી જીવવાનો સમય આવશે. એટલે તેમને બધું જ મમ્મી પપ્પા પર છોડી દીધું.
તેમની મમ્મી પણ જાણતી જ હતી કે સ્નેહાને આ બધું નથી ગમતું. પણ, સમાજ ખાતર તે કંઈ કહી નહોતી શકતી. મમ્મી-પપ્પા માટે તો તેમના બાળકથી ખુશી જ હોય છે. સ્નેહાથી મોટી એક બેન પણ છે સપના. જેમના લગ્ન ચાર વર્ષ પહેલાં થઈ ગયા. તેમને હાલ એક બેટી પણ છે. તેમની જિંદગીમાં બધી જ રીતની ખુશી છે. તેમના જીજાજી પણ સપના માટે બેસ્ટ લાઈફ પાટૅનર છે. જેમની પસંદ સપનાની નહીં પણ તેમના પપ્પાની છે.
આ બધી વાતો તેમની રાત ખરાબ કરવા આવી હતી. જયારે પણ કોઈ આવતું તેમને જોવા તેમની હાલત વિચારો વચ્ચે ખામોશ બની જતી હતી. આજે પણ વિચારોની વચ્ચે જ તેમની રાત પુરી થઈ ને સવાર થયું. રોજના સમયે ઊઠી તે ઓફિસ જવા માટે તૈયાર થઈ. ઓફિસમાં પહોંચતા તે સૌથી પહેલાં મોબાઈલ પરના મેસેજ વાચવાનું શરૂ કરતી. આજે પણ તેમને પર્સ મુકી સીધો હાથમાં મોબાઈલ લીધો. ત્યાં જ નિરાલી તેમની પાસે આવી બેસી ગઈ.
"શું થયું કાલે....??કેવો લાગ્યો છોકરો...!!" નિરાલીના આવતા જ તેમના સવાલો સીધા શરૂ થઈ ગયા.
"ખબર નહીં, મે તેમની સામે નજર જ ના કરી." સ્નેહાએ કહયું.
"પાગલ છે તું.....!!! એક વાર જોઈ તો લેવું જ જોઈએ ને."
"તને ખબર છે ને મને એ બધું નથી ગમતું." થોડાક ગુસ્સામાં જ સ્નેહાએ જવાબ આપ્યો.
" કામડાઉન, શું નામ છે તેમનું.....?? " નિરાલીએ પુછ્યું.
"શુંભમ...."
"ફેસબુકમાં ખોલ તેમને. મારે જોવો છે. "
"શું કરવાનું જોઈને યાર.....??"
"જો તો ખરી પછી વિચારીએ, જો તને ગમે તો." સ્નેહાએ ફેસબુક પર શુંભમના નામને ચર્ચ કર્યું એટલે પહેલાં જ નામ પર તે મળી ગયો.
"સારો તો છે, આમા શું પ્રોબ્લેમ છે તને....??" નિરાલીએ શુંભમ નો ફોટો જોતા કહયું.
"પ્રોબ્લેમ મને નહીં પ્રોબ્લેમ લોકો ને છે."
"લોકોની પ્રોબ્લેમને લોકો પાસે જ રહેવા દેને. તું શું કામ તેનું ટેન્શન લેઈ છે."- થોડીવાર કંઈક વિચારી નિરાલી ફરી વાર બોલી. "આ્ઈથીગ તું પહેલાં વાત કરતી હતી આ તે જ છે ને...???"
"હા. તેમનું ફેમિલી બ્રેગાઉન્ટ સારું છે. અમારા ઘરની જેમ તેમના ઘરે નથી. ત્યા લોકોના વિચારો મોડન છે. મને જેવું જોઈએ તેવું જ તેમનું ઘર છે પણ..!!!!" સ્નેહા કંઈ કહેતા પહેલાં જ અટકી ગઈ. કંઈક વિચારતી હોય તેમ તે એકદમ ચુપ થઈ ગઈ.
"પણ, શું...??" નિરાલીએ તેમના ખંભા પર હાથ મુક્યોને પુછ્યું. તે વિચારોમાંથી બહાર આવી.
"એ જ કે હું તેમને પસંદ ના આવી તો....!!"
"તું ખરેખર પાગલ છે. કંઈ પણ થયા પહેલાં જ તું હંમેશા આગળનું વિચારી લેઈ છે. "
" હા તો તારી જેમ થોડી છું કોઈ પસંદ આવ્યો ને તરત જ તેની સાથે વાત કરી લીધી ને પ્રેમ કરી લીધો."
"તેમાં પણ હિમ્મત જોઇએ બકા, આમ વિચાર્યા કરીએ ને તો આખી જિંદગી બધાનું વિચારતા જ રહેવું પડે."
"તારે કેબિનમાં નથી જવું. ઓલો આવી જશે ને તો ખબર પડશે કે તારી હિમ્મત કેટલી છે." સ્નેહાએ તેમને ડરાવી કેબિનમાં મોકલી દીધી. તેને આ વિશે વધારે વાત કરવાનું મન ના હતું.
નિરાલી આમ તો મોટી વાતો કરી લેતી પણ તે સૌથી વધારે શેઠથી ડરતી હતી. જયારે સ્નેહાને તેમના પોતાના સમાજ સિવાય બીજા કોઈનો ડર નહોતો. નિરાલીના જતા જ તે તેમના કામમાં લાગી ગઈ. જોકે અહીં ઓફિસમાં અગિયાર વાગયાં પહેલાં કોઈ કામ શરૂ નહોતું થતું જયાં સુધી શેઠ ના આવે. પણ સ્નેહાને સમય કરતા થોડો વહેલો સમય હતો એટલે તે સમય પર કામે લાગી જતી. નિરાલીના ગયા પછી તરત જ તેમનો સિનિયર અંકલ પણ કેબિનમાં આવી ગયા. તેમને ફોનને સાઈટ પર મુક્યો ને તે કામે લાગી ગઈ. કામની સાથે તેમના વિચારો પણ એટલા જ ઝડપી ભાગતા હતા.
"કદાચ કાલે તેમની સાથે વાતચીત કરવાનો મોકો મળ્યો હોત તો..!!" તે વિચારની સાથે જ તેમનું મન શુંભમ સાથે જોડાઈ ગયું.
♥♥♥♥♥♥♥♥♥♥♥♥
સ્નેહાના ઘરે તો બધાને શુંભમ પસંદ આવ્યો હતો...??શું શુંભમ ને સ્નેહા પસંદ આવી હશે..??જો શુંભમને સ્નેહા પસંદ નહીં આવી હોય તો સ્નેહા શું કરશે...??શું આ કહાની પરિવારની વાતથી આગળ વધશે કે તે પહેલાં પ્રેમની એક નવી શરૂઆત થશે તે જાણવા વાંચતા રહો "લાગણી ભીનો પ્રેમનો અહેસાસ"