Yaad in Gujarati Short Stories by Jay Rathod books and stories PDF | યાદ

Featured Books
Categories
Share

યાદ

નમસ્કાર મિત્રો
રાજે જ્યારે આરતી ને પહેલીવાર જોઇ ત્યારે તેને પ્રેમ થઈ ગયો.
પરંતુ આરતી ખૂબ ધનવાન કુટુંબમાં થી આવતી હોવાથી રાજ પોતાના મનની વાત મનમાં રાખી.
આ વાતને થોડો સમય વીતી ગયો આરતી અને રાજના પરિવારો વચ્ચે સારા સંબંધો હતા. આથી બંને પરિવારો વચ્ચે પ્રસંગોપાત આવવા જવાનો વ્યવહાર હતો.
થર્ટીફર્સ્ટ ડીસેમ્બર ના રોજ રાજ તેનાા મિત્રો સાથે બેઠો હતો ત્યાં રાત્રે અચાનક આરતી નો
નવાવર્ષનીશુભકામના આપવા માટે ફોન આવ્યો.
થોડી વાતો થઈ અને આરતી એ ફોન મૂકી દીધો થોડીવાર પછી ફરી આરતી નો ફોન આવ્યો અને તેણે રાજ I Love You કહી ફોન મૂકી દીધો.
રાજ ને સમજ ના પડી કે અચાનક શું થયું. થર્ટી ફર્સ્ટ ના એટલા કોલાહલ વચ્ચે પણ રાજ એકદમ શુુન્ય્્ બની ગયો તેના મિત્રો તેને બોલાવી રહ્યા હતા પણ રાજ અનંત શૂન્યતામાં ખોવાઈ ગયો હતો.
તેને સમજ નથી પડતી શું કરું ને શું ના કરુ
આમ જ થોડા દિવસો વીત્યા અને અચાનક એક દિવસ રાજને કોઈ કારણોસર આરતી ની ઘરે ફોન કરવાનું થયું.
આરતી એ ફોન ઉપાડ્યો અને તે હલો બોલી તેનો અવાજ સાંભળતા જ રાજ ને તે યાદ જ ના રહ્યું કે તેણે શું કરવા ફોન કર્યો હતો સામેથી આરતી હલો હલો કરતી હતી ત્યારે રાજના મોઢામાંથી એટલું જ નીકળ્યું નીકળ્યો કે તને શું જવાબ આપું?
આરતી બોલી એતો તને ખબર મારા મનમાં જે હતું એ મેં તને કહી દીધું હું તને ફોર્સ નથી કરતી. આટલી વાત કરી આરતી યે ફોન મૂકી દીધો.
થોડીવાર પછી રાજને ધ્યાન આવ્યૂ તેણે ફરી ફોન લગાડ્યો સામેથી આરતી યે ફોન ઉપાડ્યો રાજ ફક્ત I love you બોલી ફોન મૂકી દીધો. એ પછી ધીરે ધીરે બંને વચ્ચે ફોન અનેે મેસેજ થી વાતચીત શરૂ થયી આરતી કહેતી કે મારે કોઈ સારો મિત્ર નથી તું ખૂબ સારો છે આમવાત કરવામાં બંને એટલા ખોવાઈ જતા કે સમયનુ ભાન પણ ન રહેતું ધીરે ધીરે આ સમય ખૂબ સારો વીતવા લાગ્યો રાજ એ વાત ભૂલી ગયો હતો કે બન્નેની વચ્ચે ખૂબ જ મોટું અંતર હતું થોોડા સમય વિતયો ત્યાં આરતીનુ સગપણ નક્કી થયું. આમ છતાં રાજ અને આરતીના સંબંધમાં કોઈ ફરક ના પડ્યો આરતી હંમેશા રાજને કહેતી કે હું ગમે ત્યાં રહીશ પણ હું તારો સાથ ક્યારે નહીં છોડુ
સમય વિતતા આરતીના લગ્ન લેવાયાં રાજ તેની યાદ ખૂબ દુખી રહેવા લાગ્યો થોડા સમય પછી આરતી તેની સાથે પહેલાની જેમ વાત કરવા લાગી થોડા સમય પછી આરતી એક સ્કૂલ માં શિક્ષક તરીકેની નોકરી શરૂ કરી ધીરે ધીરે તેને મિત્ર વર્તુળ મોટું થવા લાગ્યું અને આ વર્તુળમાંથી જય બહાર ધકેલાવા લાગ્યો અને એક સમય એવો આવ્યો કે હવે આરતી પાસે રાજ માટે બિલકુલ સમય નહોતો.
આ બાજુ રાજ ને આરતી નું વ્યસન થઈ ગયું હતું કે જ્યાં સુધી તે આરતી સાથે વાત ના કરે ત્યાં સુધી જમતો પણ નહીં આખો દિવસ તે આરતીના ફોન ની અને મેસેજ ની રાહ
જોતો પણ આરતી તેના નવા મિત્રો સાથે એટલી બધી વ્યસ્ત થઈ ગઈ હતી કે તેને રાજ યાદ જ નહોતો આવતો અને બીજી બાજુ રાજ આરતીની યાદ તેના મિત્રોથી દૂૂર દૂર એકલતાના અંધકારમાં ધકેલાતો ગયો અને તે એટલો બધો તૂટી ગયો કે તે પાગલની જેમ કામ ધંધો છોડીને બસ આમતેમ ભટકીયા કરતો અને આરતી ને મેસેજ કરતો પણ આરતી તેના મેસેજનો કોઈ જવાબ ના આપતી સમય જતા રાજ આરતીની યાદ માં દિવસો વિતાવે છે કે ક્યારે આરતી સમય મળે અને એક મેસેજ આવે રાજ હર પલ બસ આરતીની યાદ મા ખોવાયેલો રહે છે.