2014,....
નવા વાતાવરણ માં નીતિ ધીરે ધીરે સેટ થઇ રહી હતી , નવા મિત્રો અને નવી સ્કૂલ હવે થોડી જાણીતી થઇ રહી હતી. સોનાલી , ધમુ અને રિધ્ધિ એની 3 ફ્રેન્ડ હતી.
ધીમે ધીમે દિવસો પસાર થતાં ગયાં અને સ્કૂલ હવે ગમવા લાગી. અમુક વિષયોમાં મારું મન લાગી ગયું હતું જ્યારે અમુક માટે ખબર પડી ગઈ હતી કે આ આપડા લેવલ નું કામ નથી...જેમકે કેમેસ્ટ્રી અને બાયોલોજી માટે અલગ જ ફિલિંગ હતી, આદર અને સન્માન વાળી જ્યારે ફિઝિક્સ માટે નફરત નો ભાવ !...પણ શાંતિ થી ચાલે એને જીવન કેમ કહી શકીએ!
હોસ્ટેલ માંથી તો હું, 2 મહિના પેહલા જ આવી ગઈ હતી. અને અમે રૂમ રાખી ને રેહતા, પરંતુ કૈક મુશ્કેલી સર્જાઈ એટલે અમારે રૂમ બદલવાનું થયું. અને ઘર એક લાગણી છે અને મને આદતો છોડતાં આવડતું જ નાં હતું ..એટલે નવું ઘર અને નવું વાતાવરણ સેટ થવામાં જ મારે 1- 2 મહિના લાગી જતાં.
એક તો વહેલા 7:30 માં સ્કૂલ પોગવાનું અને રવિવારે પણ રજા નહિ , હોમવર્ક, ટેસ્ટ, ટોપ 10 જેવા સોચલામાં નવું શીખવાની આતુરતા એ હવે ગોખવાની મજબૂરી માં ફેરવાઈ રહી હોય એવું લાગતું હતું . ખબર નહિ શું પણ એકવાર અચાનક સ્કૂલ નાં પ્રિન્સિપાલ ક્લાસ માં આવ્યાં અને બધાની જગ્યા બદલી નાખી . મારા બેન્ચ પાર્ટનર બદલાઈ ગયાં. પ્રિન્સિપાલ એ હાઇટ વાઇઝ ગોઠવણી કરી. મારી એવરેજ ઊંચાઈ નાં લીધે હું છઠ્ઠી બેન્ચ માં આવી ..હું અને ધમું અલગ પડી ગયા અને મને એક નવી બેન્ચ પાર્ટનર મળી જિંકલ ...ક્લાસ ની ટોપર ...
જિંકલનાં હાથમાં હંમેશા બુક જ હોતી થી, કપડાં પણ પ્રેસ કરેલા બધું એકદમ નેટ એન્ડ ક્લીન , કોઈ સાથે જરૂર વગર બોલવાનું પણ નહિ , હંમેશા શાંત અને એકચિત્તે ભણવા વાળી છોકરી . ટેસ્ટ હોય સામાન્ય તો પણ એને 2 વાર રીવિજન થઇ જતું જ્યારે મારે તો અડધો ટોપીક પણ નાં થયો હોય .મિસ પરફેક્ટ ધ્યેય નિષ્ઠ હતી અને મારી ભાષા માં કવ તો પારકી પંચાત થી દુર રેહનાર જીવડું ..એટલે જ નવી રૂમ એ આવ્યાના 1 મહિનો થયો છતાં મે એને કોઈ દિવસ જોઈ જ નહિ .. એ મારી સામે ની સોસાયટી માં જ રહેતી.
હું અને જીંકલ હવે સારા મિત્રો બની ગયા હતાં , અને સાથે જતાં આવતાં .એક દિવસ રજા પડી ને અમે જતાં હતાં ..અને પાછળ થી કોઈ એ સાદ પાડ્યો, જિંકલ !!....અમે બન્ને પાછળ ફર્યા ..તો સોનાલી , પૂર્વી અને ત્રીજી છોકરી જેનું નામ મને ન્હોતું આવડતું , એ ત્રણેય જણાં ચાલીને આવી રહ્યાં હતાં.
પૂર્વી ને જોઈ ને મારી આખો માં ક્રોધાગ્ની ભડક્યો, અને પછી મને ખબર પડી કે જિંકલ અને પૂર્વી તો 9 માં ધોરણ થી જ ફ્રેન્ડ છે અને પૂર્વી અને જિંકલ એક જ સોસાયટી માં રહે છે .
એ જાણી ને ઘડીક માટે હું ઉદાસ થઇ ગઇ. પણ ખબર નહિ અચાનક જ મારો ગુસ્સો શાંત થયો અને મારા મનમાં વિચાર આવ્યો કે એ કોઈ ની પણ ફ્રેન્ડ હોય મને શું ફેર પડે .
કેમિસ્ટ્રી નાં સર ની કેમિસ્ટ્રીને રોજિંદા જીવન સાથે જોડીને ભણવાની અલગ જ રીત , ફિઝિક્સ નાં સરની મસ્તી અને બાયોલોજી નાં પીરીયડ માં સૂવાની મોજ કૈક અલગ જ હતી.
બધાં લોકોને કેમિસ્ટ્રી નાં લેક્ચર ની આતુરતા થી રાહ રહેતી. ભાવિન સર ની બોલવાની રીત જ એવી હતી કે 2 મિનિટ માં બધાં મોજ માં આવી જાઈ.એટલે એ બધાનાં ફેવરિટ સર હતાં.
હું અને જિંકલ ચાલીને સ્કૂલ જતાં અમારું ઘર સ્કૂલથી નજીક થતુ ક્યારેક પૂર્વી પણ અમારી સાથે આવી જતી. હવે મારી અને પૂર્વી વચ્ચે કડવાહટ થોડી ઓછી થવા લાગી હતી. કદાચ જિંકલનાં જ પ્રયાસો હતાં એ અમારી દોસ્તી કરાવવાં માટેનાં.
દર અઠવાડિયે 3 વિષયની ટેસ્ટ આવતી અને એના આધારે ટોપ 10 લિસ્ટ બહાર પડતું. જે કદાચ મારા માટે આઉટ ઓફ કવરેજ જ હતું 😅. જિંકલ પેહલો કા તો બીજો રેન્ક જાળવી રાખતી .
હવે પૂર્વી ની ફ્રેન્ડ દર્શિકા પણ અમારી સાથે ચાલીને આવવા લાગી હતી.
હવે સમ 1 ની એક્ઝામ બસ નજીક જ હતી અને મનમાં કઈ કરી બતાવવાનું જનુંન પણ હતું. દર્શીકા પણ જિંકલની જેમ જ ટોપર હતી . અમારાં ગ્રુપ માં હું અને પૂર્વી બન્ને સરખાં હતાં અમને સ્ટડી નાં ગમતું અને સ્ટડી ને અમે નાં ગમતાં 🤣! ...
સ્કૂલ વાળા પાછાં દર મહિને વાલી મિટિંગ રાખતાં , કસમથી રિપોર્ટ કાર્ડ લઈને પપ્પા સાથે ફેકલ્ટી ને મળવા જવું એ એક જંગ જેવું જ લાગતું .
એવી અસંખ્ય યાદો છે સ્કૂલ લાઇફ ની ..પરંતુ ત્યારે એવું નતું વિચાર્યું કે પૂર્વી અને દર્શિકાં મારી જિંદગીમાં એટલાં સ્પેશિયલ બની જશે.
મિત્ર જે કરમાયેલા ને ખીલવી દે , રડતાં ને હસાવી દે , સપનાં જોતાં શીખવે અને નિઃસ્વાર્થ પણે તમને ચાહે અને તમારા જીવન ના દુઃખો માં તમારી ઢાલ બનીને ઊભા રહે. કદાચ મારા જીવનની સાચી મૂડી આ બન્ને જ છે , પૂર્વી અને દશિકા....
.....મારી લાઇફ ની સૌથી સુંદર યાદ ...એટલે 3 idiots ..
जिंदगी को तूने जीना सीखा दिया ,
मन के अंधेरे को दूर भगा दिया ,
दुःख में मेरे बना तू हमसफ़र
बेजान दिल को तूने धड़कना सीखा दिया ।
- Minii દવે
નિતી , દર્શિકા અને પૂર્વી જે એકબીજા થી દુર ભાગતા તે એકબીજાંના પર્યાય કઈ રીતે બની ગયાં?? .. તો નેક્સટ મંડે ફરીથી મળીશું નિતી નાં 3 idiots ને.....
તો ત્યાં સુધી ...keep smile and being alive 😇😇😇