Milan - 1 in Gujarati Love Stories by Meet Vaghani books and stories PDF | મિલન - 1

Featured Books
  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

Categories
Share

મિલન - 1

School નો પ્રથમ દિવસ એટલે તમને ખબર જ છે કે nervousness એના extream level પર જ હોય છે. મલય આપણી વાર્તાનો પ્રથમ કિરદાર તેનો પણ આજે શાળામાં પ્રથમ દિવસ છે. આમ તો મલયને શાળા બદલવાનો જરાપણ વિચાર ન હો તો. પણ તેમને મકાન બદલવાનું થયું એટલે નાછૂટકે તેને શાળા બદલવી પડી. મલય શાળા માં પ્રવેશ્યો કે બધા શિક્ષકો તેનું સ્વાગત કરવા ઉભા હતા. આચાર્ય તેને ફૂલોનો હાર પહેરાવવા આવતા હતા.હજુ હાર પહેરાવ્યો ત્યાં બૂમ પડી.
" બેટા, મલય ઉભો થા હવે school ના પ્રથમ દિવસે જ late થવુ છે કે શું."

મલય: " શું મમ્મી કેવુ સરસ સપનું જોતો હતો."

મનીષાબેન:" હા હવે સપના માંથી બહાર આવ અને નહાવા જા."

મલય જલ્દી શાળા એ જવા માટે તૈયાર થઈ ગયો.

મલયને રસ્તામાં તેના સપના ના વિચાર આવતા હતા.
મલય શાળાએ પહોંચ્યો તેણે જોયું કે સપના જેવું વાતાવરણ તો હતુ જ નહી.

મલય (મનમાં) : "અરે , ડોબા કેવા સપના જોવે છો તું."
મલય આચાર્ય ને મળીને પોતે ક્યા વર્ગમાં બેસવું તે confirm કરી લે છે.

જેવો તે વર્ગ માં પ્રવેશ કરે છે તે જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે.

ક્લાસ માં બધા છોકરા કોઈને કોઈ છોકરી સાથે મળીને ધીંગામસ્તી કરતા હતા. આમ જોવા જઈએ તો મલય ને આશ્રર્ય થવુ ન જોઈએ પણ એ જે શાળામાંથી આવ્યો હતો ત્યાં કોઈ છોકરીઓ સાથે વાતો તો ઠીક સામું પણ ન જોતા. એ શાળા એટલી કડક તો નહોતી પણ કોઈને ફુરસત જ ન મળતી.

પણ અહી આવુ વાતાવરણ જોઈને મલયને નવાઈ લાગી.

મલય એ પોતાની જગ્યા લીધી. પ્રથમ ગણિતનો period હતો.

આમ તો ગણિત ના સાહેબ નિલેશભાઈ રમૂજી સ્વભાવ ના હતા પણ નિયમિતતા અને શિસ્તના વિષયમાં કડક પણ એટલા.

ક્લાસ માં આવતા ની સાથે મલય ને ઊભો કર્યો.
"તો મહાશય તમારો યુનિફોર્મ ક્યાં છે?"
મલય નો યુનિફોર્મ હજુ સિવાઈ ને આવ્યો ન હોવાથી તેણે પહેર્યો નહોતો. સાહેબ મલય ને ખૂબ ખિજવાયા.
આવો પહેલો દિવસ તો કોઈનો નહી ગયો હોય. પણ પ્રથમ દિવસ હોય એટલે નવા મિત્રો પણ બને ખરા.
મલયે બધાની સાથે Hi Hello કર્યુ. અને નવા મિત્ર પણ બનાવ્યા.

ધીમે ધીમે દિવસો પસાર થતા ગયા.હજુ પણ મલયને નવાઈ લાગતી કે બધા છોકરીઓ સાથે વાતો કરતા.
અંતે નવમાં ધોરણની વાર્ષિક પરીક્ષા આવી ગઈ. મલય આમ સાવ simple છોકરો. ભણવામાં ખૂબ હોશિયાર. ભણવા સિવાયની પ્રવૃત્તિમાં તેનું ધ્યાન જ નહોતું.
નવમાં ધોરણમાં મલય પ્રથમ ક્રમે પાસ થયો. ત્યારથી ક્લાસ માં બધા તેને ઓળખાતા થયા.
હવે મલયને પણ છોકરીઓ સાથે વાત કરવામાં સંકોચ થતો નહી. તે પણ બધી છોકરીઓ સાથે મજાકમસ્તી કરતો. ક્લાસમાં બધા couple ને બઉ ચિડવતા.
પણ મલય આમાં બઉ પડતો નઈ..

પણ કહેવાય છે ને પુરુષ ગમે ત્યારે કોઈ સ્ત્રી તરફ તો આકર્ષાય જ છે. આપણા હીરો મલય ને પણ થયું.

એ છે આપણી વાર્તાની બીજી કિરદાર વીણા. જેટલું મોહક તેનું નામ હતુ તેનાથી ક્યાંય સુંદર એ લાગતી.

મલયને વીણા જોતા જ ગમી ગઈ. તમને ખબર જ છે ને love at first sight એવો જ મામલો કાંઈક મલયનો છે. મલયના દિલ ના તાર વાગવા લાગ્યા.

देखा हजारो दफा आपको फिर बेकरारी केसी है
संभाले संभलता नही ये दिल कुछ आपमे बात एसी है .

મલયને આખો દિવસ વીણાને બસ જોયા જ કરવાનું મન થતું. મલયે તેના આ વિશે તેના મિત્ર જતીન ને કહ્યું.પણ જતીને તેને જે કહ્યું તે સાંભળીને મલય ઉદાસ થઈ ગયો.

એવું તે શું કહ્યું હશે જતીને .......

જોઈએ આવતા પ્રકરણ માં ........