Taras premni - 39 in Gujarati Love Stories by Chaudhari sandhya books and stories PDF | તરસ પ્રેમની - ૩૯

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

તરસ પ્રેમની - ૩૯


બીજા દિવસે મેહા કૉલેજ જવા તૈયાર થાય છે. મેહાએ આછો મેકઅપ કર્યો. આંખમાં કાજળ લગાવ્યું. શોર્ટ સ્કર્ટ શોર્ટ ટી શર્ટ પહેર્યું. હાઈ હીલ ના સેન્ડલ પહેર્યાં.

મેહા કૉલેજ પહોંચે છે. રિહર્સલ રૂમમાં રજત ડાન્સ કરી રહ્યો હતો. મેહા રિહર્સલ હૉલ માં જાય છે.
રજત મેહાને જોતો જ રહી ગયો. રજતે Song બદલ્યું અને એ Song પર ડાન્સ કરવા લાગ્યો.

तेरा मुखड़ा चाँद दा टुकड़ा
नी तेरी ऐनक, तेरे शू
क्या बात एय
क्या बात एय

नि तेरा काजल
करदा पागल
hypnotize करे जट्ट
क्या बात एय
क्या बात एय

तेरे लक तों लगदा कराची दी
फैन मरजानिये बुगाटी दी
दिल करे तेरे नाल बनेया रवां
तेरे जिस्म च खुशबू इलायची दी
तेरी अख ते टिक्का नक्
ते उत्तों माशाअल्लाह मम्म..
क्या बात एय
क्या बात एय

नि तेरा काजल
करदा पागल
hypnotize करे जट्ट नु
क्या बात एय
क्या बात एय

तेरा कंगना कंगना कंगना
क्या बात ऐ
लक्क नु पाईआं पाईआं बड़ी मरजानिया
तेनु तक के मेनू
आदे गंदे थॉट मरजानिये
गल्लां ने गुलाबी विच तोये नखरो
कर दे ने मुंडे होय होय नखरो
जेड़ा तेन्नु तक लेवे इक वर नि
3-4 महीने ता ना सोये नखरो
तेरी चाल ते गल्लां लाल
ते सारी दी सारी ही तू
क्या बात एय
क्या बात एय

સાથે સાથે મેહાને પણ ડાન્સ કરાવડાવ્યો.

રજત:- "Wow! મેહા આજે તો તું અલગ જ લુક્સમા છે. આને કહેવાય ક્લાસી બ્યુટી."

મેહા:- "Thanks RR..."

મેહાની નજર બહાર ઉભેલા યુવકો પર જાય છે. મેહા ત્યાં જાય છે.

મેહા:- "Hi boys..."

બે ત્રણ યુવકો મેહાને Hi કહે છે.

મેહા એ યુવકો સાથે વાત કરવામાં બિઝી હતી. રજત તો મેહાની આ હરકતને જોઈ રહ્યો.

રજત:- "મેહા મારે તારું કામ છે. ચલ મારી સાથે."

મેહા:- "જે કામ હોય તે પછી. હું અત્યારે થોડી બિઝી છું."

રજત:- "હા જોઉં છું તું કેટલી બિઝી છે તે! લેક્ચરનો ટાઈમ થઈ રહ્યો છે જલ્દી આવજે."

મેહા:- "ઑકે."

મેહા ક્લાસમાં જાય છે. ક્લાસમાં પણ મેહા યુવકો જોડે વાત કરતી હોય છે.

બપોરે કેન્ટીનમા નાસ્તો કરી બધા ક્લાસમાં જતા રહે છે.

રજત:- "મેહા ચલ તો મારી સાથે."

મેહા:- "શું કામ છે? જે કામ હોય તે પછી."

રજત:- "એક ઉંધા હાથની પડશે ને તો આ બધો ડ્રામા કરવાનું ભૂલી જઈશ. ચૂપચાપ ચાલ મારી સાથે નહીં તો હું તને બધાની સામે ઉપાડીને લઈ જઈશ."

મેહા:- "ઑકે આવું છું."

રજત મેહાને ક્લાસમાં લઈ જાય છે.

રજત:- "શું કરે છે તું?"

મેહા:- "શું કરું છું હું?"

રજત:- "મેહા તું સારી રીતના જાણે છે કે હું શું કહેવા માંગું છું તો અજાણ થવાનું અને ફ્લર્ટિંગ કરવાનું નાટક બંધ કર. સમજી?"

મેહા:- "બોયફ્રેન્ડ ફ્લર્ટિંગ કરી શકે છે તો શું ગર્લફ્રેન્ડ ફ્લર્ટિંગ ન કરી શકે."

રજત:- "ઑહ I see તો આ બધો ડ્રામા એટલા માટે થાય છે કે હું યુવતીઓ સાથે ફ્લર્ટિંગ કરતો હતો."

મેહા:- "હવે ખબર પડીને કે કેવું ફીલ થાય છે તે. તું બીજી યુવતીઓ પાસે જાય છે ત્યારે મને કેટલી તકલીફ થાય છે."

રજત:- "હું ફ્લર્ટ કરું એટલે તારે પણ ફ્લર્ટ કરવાનું એમ. પણ હું તને એમ કરવા નહીં દઉં સમજી?"

મેહા:- "પણ હું ફ્લર્ટ કરીશ. દર વખતે તારી મરજી નહીં ચાલે."

રજત:- "ઑકે તું ફ્લર્ટ કરીને તો બતાવ."

મેહા થોડે દૂર ઉભેલા યુવકો જોડે ફ્લર્ટિંગ કરવા જાય છે. રજત પોતાની પાછળ પાછળ આવે છે એમ ખબર પડતાં જ મેહા યુવકો સાથે વધારે ફ્લર્ટ કરવા લાગી.

રજતે યુવકોને ઈશારો કર્યો અને યુવકો તરફ એવી રીતના નજર કરી કે યુવકો ફટાફટ ત્યાંથી નીકળી ગયા.

મેહા:- "ઑ હેલો ક્યાં જાઓ છો?"

રજત:- "મારાથી ડરીને ભાગી ગયા એ લોકો."

એટલામાં જ ધીમો ધીમો વરસાદ વરસવા લાગ્યો. રજત અને મેહા થોડા પલળી ગયા. મેહા રિહર્સલ રૂમમાં ગઈ. મેહા બારી પાસેની બેન્ચ પર જઈ બેઠી. રજત પણ મેહાની પાછળ આવ્યો. રજતે પોતાનું શર્ટ ઉતાર્યું અને શર્ટથી જ પોતાની બોડીને સાફ કરવા લાગ્યો. મેહાની નજર રજતની બોડી પર જાય છે. મેહા તો રજતની ઉઘાડી બોડીને જોઈ જ રહી. મેહા મનોમન જ કહે છે "Wow! રજતની શું બોડી છે."

પોતાની તરફ એકીટશે જોઈ રહેલી મેહા તરફ રજતની નજર જાય છે. રજત મેહા પાસે જઈને બેસે છે. મેહાની નજર રજતના ખભા પર જાય છે. હજી પણ રજતની બૉડી પર પાણીનાં ટીપાં હતા. મેહા બેગમાંથી સ્કાફ કાઢે છે. સ્કાફથી મેહા રજતની પીઠ પર રહેલાં પાણીનાં ટીપા સાફ કરે છે.

રજત:- "હવે જરા વાળ પણ સાફ કરી દે."

મેહા ઉભી થાય છે. મેહા રજતની સામે ઉભી રહી રજતને જોઈ રહી. રજત બેન્ચ પર બેઠાં બેઠાં વાળ સરખા કરતો હતો. મેહા રજતના વાળ સાફ કરવા લાગી. મેહાએ રજતના વાળ સરખા કર્યાં. મેહાને એક ક્ષણ માટે વિચાર આવ્યો કે રજતને પોતાની બાહોમાં લઈ લઉ.

મેહા રજતને જોઈ વિચાર કરતી હતી કે રજતે મેહાની કમર પકડી મેહાને નજીક ખેંચી. રજત મેહાને બેઠાં બેઠાં જ વળગી પડ્યો. મેહાએ રજતને hug કરી રજતને પોતાની છાતીમાં છૂપાવી લીધો. મેહા રજતના વાળમાં આંગળીઓ ફેરવવા લાગી. રજત પણ મેહાને વળગી રહ્યો. રજતને મેહાની દિલની ધડકનો સ્પષ્ટ સંભળાઈ રહી હતી. રજતને મેહાના બદનમાંથી બોડી સ્પ્રે ની સુગંધ આવી રહી હતી.
મેહાના હાથ રજતના વાળમાં અને ઉઘાડી પીઠ પર ફરે છે.

મેહા:- "રજત ચાલ જઈએ ને હવે."

રજત:- "આટલી જલ્દી. મેહા આજે તું મારા હાથમાં આવી છે. થોડીવાર મને એમજ રહેવા દે ને."

થોડીવાર પછી મેહા કહે છે "રજત બસ હવે. છોડ મને."

મેહા રજતનો હાથ છોડાવી દે છે. મેહા રજતથી અળગી થાય છે. રજત ઉભો થાય છે. મેહાની નજર રજતના શરીર પર ફરે છે.

મેહા:- "બોડી તો સારી બનાવી છે. રોજ જીમ જાય છે કે શું?"

રજત:- "મારે જીમ જવાની જરુર જ નથી."

મેહા:- "મતલબ નકલી બોડી બનાવી છે."

રજત:- "આ નકલી બોડી લાગે છે તને? ઘરમાં જ જીમનાસ્ટિક છે. તો હું શું કરવા જીમ જાઉં?"

મેહાની તો રજત પરથી નજર નથી હટતી.

રજત મેહાને પોતાની તરફ ખેંચતા કહે છે "જોઈ લે. મારી બોડીને સારી રીતે જોઈ લે. આજે તારો વારો છે જોવાનો. કાલે મારો વારો આવશે જોવાનો."

મેહા:- "શટ અપ રજત. તું આજકાલ બહું naughty થઈ ગયો છે."

રજત:- "અચ્છા હું નોટી થઈ ગયો છું. અત્યારે તું મને કેવી લાલચી નજરથી જોઈ રહી હતી. મેં જોયું તારી નજર મારી બોડી પર કેવી રીતના ફરી રહી હતી તે."

મેહા:- "લાલચી નજર? તને કોઈ શબ્દ ન મળ્યો. અને તું મારા પર નજર ફેરવે છે ત્યારે કંઈ નહીં."

રજત:- "ઑહ તો તું મારી સાથે બદલો લે છે. મેં નજર કરી એટલે તારે પણ નજર કરવાની એમ. પણ તે તો મને વગર શર્ટે જોયો અને હું તારા પર નજર કરું છું ત્યારે તો તે કપડાં પહેર્યાં હોય છે."

મેહા રજતનો કાન પકડતાં કહે છે "રજત બસ હો. બહું થઈ ગયું. હવે તું લિમિટ ક્રોસ કરે છે. હવે જો લિમિટ બહાર વાત કરી છે ને તો ગાલ પર એક થપ્પડ મળશે સમજ્યો?"

રજત:- "સમજી ગયો મેડમ. હવે તો મારો કાન છોડી દે."

મેહા સાંજે ઘરે પહોંચે છે. મેહા રજત વિશે વિચારે છે. મેહા તો રજત સાથે જીવવાના સપના જોવા લાગી હતી.

એક રવિવારે મેહા રજતને ઘરે બોલાવે છે. રજત ડોરબેલ વગાડે છે. મેહા દરવાજો ખોલે છે.

રજત:- "Hi."

મેહા:- "Hi અંદર આવ."

રજત અંદર આવે છે અને કહે છે "કોઈ નથી ઘરમાં?"

મેહા:- "ના કોઈ નથી."

રજત:- "સુનિતા પણ નથી."

મેહા:- "એ કોઈ કામ માટે બહાર ગઈ છે."

રજત:- "અને મમ્મી પપ્પા?"

મેહા:- "મમ્મી પપ્પા કોઈ સગાને ત્યાં ગયા છે."

રજત:- "અચ્છા એટલે મેડમે મને બોલાવ્યા છે. મેહા તું મને naughty કહે છે પણ આજે તું naughty
થઈ ગઈ છે. આજે તારા ઈરાદા સારા નથી લાગતા."

મેહાએ દરવાજો બંધ કરતા કહ્યું "શટ અપ રજત. તને તો આવા જ વિચારો આવે છે."

મેહા રજતનો હાથ પકડી પોતાના રૂમમાં લઈ ગઈ.

રજત:- "પણ મને અહીં કેમ બોલાવ્યો છે?"

મેહા:- "હું એકલી જ હતી. અને તારા વગર રહેવાયું નહિ એટલે બોલાવી લીધો તને."

રજત:- "ઑકે તો આખા દિવસનો શું પ્લાન છે."

મેહા:- "કોઈ રોમેન્ટીક મુવી જોઈશું. અચ્છા તુ ટીવી ચાલું કર. હું કંઈક ખાવાનું લઈ આવું."

રજત આમતેમ મેહાના રૂમમાં ફરે છે. રજત ડ્રોઅર ખોલે છે. રજતની નજર ડાયરી પર જાય છે. રજત ડાયરી ખોલે છે અને એક બે લીટી વાંચે છે.
રજત સ્વગત જ બોલે છે કે "ઑહ તો મેડમ ડાયરી પણ લખે છે. ઈન્ટરેસ્ટિગ."

મેહા ખાવાનું લઈને આવે છે. મેહાની નજર રજત તરફ જાય છે તો રજત કંઈક વાંચી રહ્યો હતો. મેહા બંન્ને પ્લેટો ટીપોઈ પર મૂકે છે. મેહા રજત પાસે જાય છે. મેહાએ જોયું તો રજત પોતાની ડાયરી વાંચી રહ્યો હતો.

મેહા:- "રજત તું મારી ડાયરી મારી મંજુરી વગર ન વાંચી શકે સમજ્યો?"

મેહા રજતના હાથમાંથી ડાયરી લેવાની કોશિશ કરે છે પણ રજત ડાયરી નથી આપતો.

રજત:- "જ્યાં સુધી હું ડાયરી વાંચી ન લઉં ત્યાં સુધી તો આ ડાયરી તને નહીં જ આપું."

મેહા:- "પ્લીઝ રજત."

રજત:- "Come અહીં બેડ પર આવ. મારી પાસે. આપણે સાથે વાંચીએ."

મેહા રજત પાસે આવે છે. રજત મેહાની કમર પકડી પોતાની તરફ ખેંચે છે. મેહા રજતના ખભા પર માથું ઢાળી દે છે. રજત ડાયરી વાંચે છે.

રજત:- "પહાડ પર ઘર બનાવવાનું સપનું."

મેહા:- "હા અને એ આપણું ઘર હશે."

રજત આખી ડાયરી વાંચી લે છે. પછી રજત અને મેહા જમી લે છે.

રજત:- "મેહા આ ડાયરી થોડા દિવસ માટે આપીશ?"

મેહા:- "હા પણ કેમ?"

રજત:- "મારે મારી અને તારી લવ સ્ટોરી લખવી છે."

મેહા:- "હા તો લખ ને. પણ મારી ડાયરીની શું જરૂર પડી."

રજત:- "તું મારા વિશે શું ફીલ કરે છે તે માટે આ ડાયરી તો જોઈશે ને!"

મેહા:- "ઑકે. ચલ હવે રોમેન્ટિક મુવી જોઈએ. હું ટીવી ચાલું કરું છું."

મેહા અને રજત સૂતા સૂતા મુવી જોય છે. મેહા રજતની છાતી પર માથું મૂકી મુવી જોવા લાગી. રજતના હાથ મેહાના વાળમાં ફરી રહ્યા હતા.

થોડીવાર પછી રજતે કહ્યુ "મેહા આપણી વચ્ચે હજી સુધી લિપ ટુ લિપ કિસ નથી થઈ."

મેહા કંઈ બોલતી નથી.

રજત:- "મેહા તું સાંભળે છે કે નહીં?"

મેહા તરફથી કોઈ જવાબ ન આવ્યો. રજતે મેહા તરફ જોયું તો મેહાને ઊંઘ આવી ગઈ હતી. રજતે ટીવી બંધ દીધી.

રજત મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયો. થોડીવાર પછી મેહા ઉઠે છે.

મેહા:- "રજત તે દિવસે તમે મોબાઈલમાં શું જોતા હતા?"

રજત:- "physical relationship ને લગતા વીડીયો જોતા હતા."

મેહા:- "આવા વીડીયો જોવા જરૂરી છે."

રજત:- "હાસ્તો વળી. અને તારે પણ જોવા જોઈએ."

મેહા:- "હું શું કામ જોઉં?"

રજત:- "તારે ન જોવા હોય તો વાંધો નહીં. પણ મારે તો જોવા જ પડશે."

મેહા:- "શું કામ?"

રજત:- "લગ્ન પછી આવું બધું કરવું પડે."

મેહા:- "ફરજિયાત કરવું પડશે."

રજત:- "હાસ્તો વળી."

મેહા:- "પણ મને નથી ગમતું."

રજતે મોબાઈલ સાઈડ પર મૂક્યો.

રજતે મેહાના ઉઘાડા પેટ પર હાથ મૂકતા કહ્યુ "હું તને સ્પર્શ કરું તે નથી ગમતું."

રજતના હાથનો સ્પર્શ થતાં જ મેહાની શ્વાસ લેવાની પ્રક્રિયા વધી જાય છે. મેહા કંઈ બોલતી નથી. મેહા રજતની છાતીમાં પોતાની જાતને છૂપાવી લે છે.

રજત:- "મેહા હજી સુધી આપણી વચ્ચે લિપ ટુ લિપ કિસ નથી થઈ."

મેહા:- "હા તો?"

રજત:- "એક કિસ તો બને જ છે."

મેહા:- "નહીં રજત મને શરમ આવે છે."

રજત:- "જો તું મને કિસ નહીં કરવા દે તો લગ્ન પછી હું તને ટચ નહીં કરું."

રજતની વાત સાંભળી મેહા હસી પડી.

મેહા:- "તું અને મને ટચ નહીં કરે! Impossible...
તારી આ વાત પર હસવું આવે છે. લગ્ન પછી તું મને સ્પર્શ નહીં કરે આ વાત જ કેટલી ફની લાગે છે."

રજત:- "મજાક તો કરી રહ્યો છું એટલે તો ફની લાગે છે. Don't worry લગ્ન પછી તો હું તને છોડીશ નહીં. અત્યારે તો શરમ આવે છે પણ લગ્ન પછી આ શરમાવાનું નહીં ચાલે હો."

મેહા:- "પણ રજત મને તો બહું શરમ આવશે."

રજત:- "એ તો પહેલાં પહેલાં એવું લાગે. વાંધો નહીં હું છું ને. જે કરવાનું છે તે મારે કરવાનું છે ને."

મેહા થોડી વિચારમાં પડી જાય છે.

રજત:- "અન્કમ્ફર્ટેબલ ફીલ કરવાની જરૂર નથી. લગ્ન પછી પણ તારી ઈચ્છા વગર આપણે physical relationship માં આગળ નહીં વધીએ.ઑકે?

બીજા દિવસે મેહા કૉલેજ પહોંચે છે. રજત અને મેહા કૉલેજની પાછળ બાગમાં એક વૃક્ષ નીચે બાંકડા પર બેઠાં હોય છે.

મેહા:- "રજત હું તને કંઈક કહેવા માંગું છું. મતલબ કે કંઈ પૂછવા માગું છું."

રજત:- "બોલ..."

મેહા:- "શ્રેયસે દગો આપ્યા પછી મારા માટે આ વાત પર વિશ્વાસ કરવું મુશ્કેલ થઈ ગયું હતું કે કોઈ મને ચાહી શકે. રજત તું મને આટલો લવ કેવી રીતના કરી શકે? મારામાં કેટલી બધી ખામી છે. તારી જગ્યાએ કોઈ બીજું કોઈ હોત તો ચોક્કસ મને નફરત કરે. કદાચ મને છોડીને પણ જતો રહતે. પણ તું મને છોડીને ન ગયો. મને તારી એ જ વાત તો ગમે છે કે તું મારી ખામીઓને એકસેપ્ટ કરે છે. રજત તું મને આટલો લવ કેવી રીતના કરી શકે?"

રજત:- "મેહા તને શું કહું? આનો કોઈ જવાબ નથી કે હું તને કેમ આટલો લવ કરું છું. બસ એટલું કહીશ કે પ્રેમ તો પ્રેમ હોય છે. તને મારી એ વાત ગમે છે ને કે હું તારી ખામીઓને એકસેપ્ટ કરું છું પણ મેહા તું મારી ખામીઓને કેમ એકસેપ્ટ નથી કરી શકતી?"

મેહા:- "તારામાં કોઈ ખામી હોય તો એકસેપ્ટ કરું ને? તારામાં તો કોઈ ખામી જ નથી."

રજત:- "ખામી છે ને મારામાં."

મેહા:- "શું ખામી છે તારામાં?"

રજત:- "યુવતીઓ સાથે ફ્લર્ટિંગ."

મેહા:- "હા યાર આ વિશે તો મેં વિચાર્યું જ નહીં. અચ્છા રજત તું મને કહે ને કે મારામાં શું ખામી છે."

રજત:- "મેહા છોડને આ વાત. જવા દે."

મેહા:- "ના રજત. તારે મને કહેવું જ પડશે."

રજત:- "ઑકે હું તારી ખામીઓ વિશે કહીશ પણ મને પ્રોમિસ કર કે પછી તું આના વિશે કંઈ જ નહીં વિચારીશ. જો હું તને તારી ખામીઓ વિશે કહીશ તો તું અંદરથી ડિસ્ટર્બ થઈ જઈશ."

મેહા:- "ઑકે હું મારી ખામીઓ વિશે કંઈ નહીં વિચારું."

રજત:- "તારામાં ખામી એ કે તું ઝડપથી કોઈ પર વિશ્વાસ નથી કરતી. જો કે આ ખામી નહીં ગણાય. કારણ કે આજના જમાનામાં કોઈ પર સહેલાઈથી વિશ્વાસ નહીં કરવો જોઈએ."

મેહા:- "કેમ અટકી ગયો? મારામાં જેટલી ખામી હોય એ બધું કહી દે."

રજત:- "તું પ્રેમની બાબતમાં બહું જલ્દી કોઈની વાતોમાં આવી જાય છે. તું મેન્ટલી સ્ટ્રોગ નથી. તું બહું જલ્દી ડિસ્ટર્બ થઈ જાય છે. તું મનથી બહું વીક અને કમજોર છે. તું ઈમોશનલ વધારે છે અને લોકો તારી આ જ બાબતનો ફાયદો ઉઠાવે છે. કંઈપણ પ્રોબ્લેમ હોય તો તું એ પરિસ્થિતિથી દૂર ભાગે છે. કોઈપણ બાબતને તું મનથી વિચારે છે. તું દિમાગથી કંઈ વિચારતી નથી. તું નાની નાની બાબતમાં બીજા પર આધાર રાખે છે. તું પોતાની ખુશી માટે બીજા પર આધાર રાખે છે. તારામાં સૌથી મોટી ખામી શું છે તે ખબર છે કે તું હંમેશા બીજા જેવી બનવાની કોશિશ કરે છે. એવું લાગે છે કે તારું પોતાનું કંઈ અસ્તિત્વ નથી."

મેહા થોડી વિચારમાં પડી ગઈ.

રજત:- "એટલે જ હું તને કંઈપણ કહેવા નહોતો માંગતો."

મેહા:- "કહ્યું એ તો મારા માટે સારું જ છે.‌રજત મને હજી વિસ્તારથી કહે. તને આ બધું શાના પરથી લાગ્યું. દા.ત. તે કહ્યું કે પ્રેમની બાબતમાં હું બહું જલ્દી આવી જાઉં છું. એ તને શાના પરથી ખ્યાલ આવ્યો."

રજત:- "શ્રેયસ સાથે તને પહેલી જ નજરે પ્રેમ થઈ ગયો હતો. મતલબ કે તને એના પ્રત્યે પહેલી જ નજરે આકર્ષણ થઈ ગયું હતું."

મેહા:- "ઑકે એવી રીતના બધી વાત વિસ્તારથી મને કહે. મેન્ટલી સ્ટ્રોંગ નથી એનો ખ્યાલ તને કેવી રીતના આવ્યો?"

રજત:- "તારા મમ્મી પપ્પાના ઝઘડાને લીધે તું ડિસ્ટર્બ થઈ જાય છે અને એ પરિસ્થિતિથી દૂર ભાગે છે. એટલે તું મનથી બહું વીક છે. તું ઈમોશનલ થઈને પોતાની વાત કહી દે છે. તારા મમ્મી પપ્પાના ઝઘડા વિશે મને કહ્યું હતું. તું મનથી બહું વિચારે છે. શ્રેયસ સાથે તે મનથી,સાચા દિલથી પ્રેમ કર્યો. પણ તે દિમાગથી વિચાર્યું નહીં કે સાચો પ્રેમ એટલી આસાનાથી નથી મળતો. તે છે ને તારી આસપાસ એક દુનિયા બનાવી દીધી છે. અને તું એ જ દુનિયામાં વ્યસ્ત રહે છે. અસલી દુનિયા કેવી છે એ તને ખબર જ નથી. હકીકતથી દૂર ભાગે છે. એટલે તું દિમાગથી વિચારી જ શકતી નથી. તું હંમેશા બીજાથી ઈમ્પ્રેસ થાય છે. શ્રેયસ જીયા તરફ આકર્ષાયો...જીયાના લુક્સને લીધે. અને જીયા જેવી બનવા માટે તે જીયા જેવો લુક્સ બનાવી લીધો. પ્રાચીએ સારી રસોઈ બનાવી. પ્રાચીથી તું ઈમ્પ્રેસ થઈ ગઈ અને તે પણ રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કર્યું. એટલે તું બીજા જેવી બનવાની કોશિશ કરે છે. તારે જેવું છે એવું જ રહેવું જોઈએ. તારે પોતાનું અસ્તિત્વ બનાવવું જોઈએ."

મેહા:- "Wow! રજત મને ખબર જ નહોતી કે તું મારા વિશે આટલી બારીકાઈથી જાણે છે."

ક્રમશ: