ચાર મહિના પછી...
ધાનીની લાસ્ટ એક્ઝામ આવી ગઇ. બોર્ડની એક્ઝામ એટલે સ્ટ્રેસ તો હોય જ. બધુ ઈગ્નોર કરી એક્ઝામ પતાવી. લાસ્ટ પેપર આપી ઘરે આવી ખુશ ખુશ થઈ ગઈ કે હવે વેકેશન. પણ રિઝલ્ટનુ તો ટેન્શન જોડે જ હોય.
એક દિવસ અદિતી અને કાવ્યા ઘરે હતા. હું કહીને ગયો હતો કે કામ હોય તો અત્યારે જ કહી દો મીટિંગમાં હું કોલ રિસીવ નહિ કરી શકુ અને આવીશ પણ મોડો. હું ઓફિસે ગયો. ઘરે સાંજે ધાનીને દાદરમાં ઠેસ વાગી દાઢીમાં વાગ્યુ. લોહી લોહી થઈ ગઈ. કાવ્યા અદિતી હોસ્પિટલ લઈ ગયા. ડોક્ટરે સ્ટીચ લેવાનુ કહ્યુ પણ ધાનીએ ના લેવા દીધા એટલે ડ્રેસિંગ કરી ઘરે આવ્યા.
હું રાતે ઘરે આવ્યો ત્યાં એ સૂઈ ગઈ હતી એટલે તેને ના મળ્યો. સવારે હું તેને જગાડવા ગયો. જોયુ તો....
હું :- ધાનુ, આ શું થયુ? ક્યારે થયુ? કેવી રીતે શું વાગ્યુ?
ધાની :- (ધીમેથી) વાગ્યુ, નીચે ચલો પછી કહીશ.
હું :- કેવી રીતે વાગ્યું? અદિતી... તેં મને કાલે કેમ નહિ કીધુ?
ધાની :- અરે કંઈ નહિ, દાદરની ઠેસ વાગી અને આ કોર મને દાઢીમાં અડી ગઈ. કંઈ વધુ નહિ વાગ્યુ પણ મમ્મા ડ્રેસિંગ કરાવવા લઈ ગયા.
હું :- અદિતી, સાચુ કેને કેટલુ વાગ્યુ છે આને.
અદિતી :- કોર સારી એવી વાગી ગયેલી, સાત-આઠ સ્ટીચ આવે એવુ છે પણ ધાનુએ ના લેવા દીધા.
હું :- કેમ ભઈ, બધુ તારી જ મરજીથી ના ચાલે.
ધાની :- આમાં મારે બ્રશ કેમ કરવુ?
અદિતી :- બ્રશ નહિ કરવુ પાણી ના અડે એ રીતે મોં ધોઈ લે ખાલી.
નાસ્તો કરવા બેઠી, મુવમેન્ટના કારણે થોડુ થોડુ પેઈન થવા લાગ્યુ. થોડુ જમી ઉભી થઈ ગઈ. હું ઓફિસેથી સાંજે આવ્યો ત્યાં ધાની ગુમસૂમ બેઠી હતી.
હું :- હેય અદિતી, હેય બિટ્ટુ...
અદિતી :- બિટ્ટુને પેઈન વધતુ જાય છે હવે. ખવાતુ પણ નથી. માર્કેટ બંધ થવાનો ટાઈમ થતો જાય છે તો તમે ફ્રુટ્સ લેવા જાવ છો કે હું લઈ આવુ.
હું :- હું જાઉ છુ તું ડીશ તૈયાર કર. (ધાનીને) આવવુ છે જોડે તો ચલ.
ધાની :- ના. તમે જાઉ.
હું ફ્રુટ્સ લઈ ઘરે આવ્યો. ધાનીને જ્યુસ પીવડાવ્યુ અને જે ખવાય એવુ થોડુ ખવડાવ્યુ. બોલે તો પણ ખેંચાય એટલે બોલવાનું પણ બંધ થઈ ગયુ. બીજા દિવસે ફરી ડ્રેસિંગ કરવા લઈ ગયા.
હું :- ડોક્ટર તમે સ્ટીચ કરી આપો એટલે વહેલા સારુ થાય.
ધાની :- સ્ટીચ નહિ.
ડોકટર :- કંઈ ના થાય સ્ટીચમાં ખબર પણ નહિ પડે અને જલ્દી સારુ થઈ જશે.
ધાની :- 😢😢 પ્લીઝ સ્ટીચ નહિ.
ડોક્ટર :- રિખીલ, રેવા દે. રડાવીને સ્ટીચ નહિ લેવા. વગર કામનુ વધી જશે.
ડ્રેસિંગ કરાવી ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં કાકી મળ્યા એમને લીફ્ટ જોઈતી હતી. એમને ઘરે મૂકવા ગયા. રસ્તામાં...
કાકી :- આ શું થયુ ધાનીને?
હું :- પડી ગઇ હતી તો વાગ્યુ છે થોડુ.
કાકી :- ઓહહ, અદિતી તુ ક્યારે સારા સમાચાર સંભળાવે છે હવે?
અદિતી :- હું કહી જઈશ તમને.
કાકી :- હવે તો ધાની મોટી થઈ ગઈ છે અને એમ પણ મા-બાપ વગરના છોકરા વહેલા મોટા થઈ જાય.
હું :- તમને ઘર સુધી મૂકવા આવવુ પડશે કે અહિંયાથી જતા રહેશો.
કાકી :- જતી રહીશ હું તો.
એમને ઘર નજીક ઉતારી અમે અમારા ઘરે આવ્યા. ધાની ગુસ્સામાં હતી. એક તો વાગેલુ દુખતુ હતુ ઉપરથી કાકીનો ટોન્ટ.
હું :- ધાનુ, આપણે કાલે બૂકફેરમાં જવાનુ છે. તને ખબર છે બહુ જ મોટી જગ્યા છે એ તારા માટે સરપ્રાઇઝ હતી તો પણ મેં કહી દીધુ.
અદિતી :- તમે એવા જ છો સરપ્રાઇઝ આપતા જ નહિ આવડતુ તમને.
ધાની :- 😰😥😥 તમે મારુ માઈન્ડ ડાયવર્ટ કરવાની ટ્રાય કરો છો મને ખબર છે. (રાડો પાડતા પાડતા) પણ એમને નહિ ખબર પડતી. જ્યારે હોય ત્યારે મારી જ પાછળ પડેલા હોય છે. શું બગાડ્યુ છે મેં એમનુ?
હું :- ધાનુ, ધાનુ, તું શું કામ રાડો પાડીને પેઈન વધારે છે. તને ખબર છે ને એ તારી પાછળ હેરાન કરવા પડ્યા છે તો તુ ઈગ્નોર કર ને એમને.
અદિતી :- અમે ટ્રાય તો કરીએ જ છીએ ને કે એ તારાથી દૂર રહે, તુ પણ ઈગ્નોર કર એમને.
ધાની :- એમની વાતો મને બહુ હેરાન કરે છે કયારેક તો એવુ થાય કે હું પણ મમ્મા પાપા જોડે જતી રહી હોત તો વધારે સારુ હોત.
હું :- (શાંતિથી) ધાનુ યુ નો વોટ, તારા જન્મ પહેલા હું એકલો હતો. મમ્મી પાપા મને બહુ લવ કરતા, મારી બધી વિશીશ પૂરી કરતા. આપણુ જોઈન્ટ ફેમિલી હતુ, કાકી મમ્મીથી ડરતા એટલે કંઈ જ નહિ બોલતા. કાકીની છોકરીને હું બહેન કહેતો પણ સ્કૂલમાં બધાને ભાઈ બહેનની વાતો કરતા સાંભળતો ત્યારે થતુ કે મારી પોતાની બહેન હોય તો કેટલુ સારુ.
હું એના જોડે મારી મરજીથી રહીશ. અમારા મમ્મી પાપા એક જ હોય અને અમે ક્યારેય અલગ જ ના થઈએ. તારા માટે મમ્મી, પાપા, મેં, મામા અમે બધાએ બહુ બધી મન્નત કરેલી, બહુ પ્રાર્થના કરી હતી. મેં ભગવાનને કીધેલુ કે 'મારુ જે જોઈતું હોય એ લઈ લો પણ મારી બહેન મને આપી દો' અને અમે બધુ આપી દીધુ ત્યારે તું ઘરે આવી.
તું ઘરમાં આવી ત્યારથી અમારી લાઈફ ચેન્જ થઈ ગઈ. જે પણ કરતા એ તને હસાવવા માટે જ કરતા. આખો દિવસ ઘરમાં તારુ જ નામ બોલાતુ. મમ્મી તને હંમેશા પરી કહેતા અને પાપા ઢીંગલી. પણ મેં એક ભૂલ કરી હતી.
અદિતી :- શું?
હું :- મેં ભગવાનને ધાનીના બદલામાં જે જોઈએ તે લઈ લેવા કીધેલુ અને એમને પેરેન્ટ્સને જ લઈ લીધા. આજે પણ એ જ ગિલ્ટમાં છુ કે હું કેટલો Selfish થઈ ગયેલો મેં મારુ જ વિચાર્યું હતુ. મારા કારણે તુ પણ પરેશાન થાય છે પણ શું કરુ હવે? તને પણ ખબર છે અને મને પણ ખબર જ છે કે હું આપણા પેરેન્ટ્સને પાછા નહિ લાવી શકુ.
એટલે તને એમની કમી ના લાગે એવી કોશિશ કરુ છુ પણ દર વખતે ફેલ થાવ છુ. હું આ વાત કોઈને કહી નહિ શકતો ઈવન અદિતીને પણ નહિ કેમ કે એને મારા કરતા વધુ તને પોતાની બનાવી છે. મારી પ્રોબ્લેમ્સ છે ને હું હેન્ડલ પણ કરુ છુ. પણ હા જે દિવસે તને હું ખોટો લાગુ ત્યારે કહી દેજે મને. તારા માટે જાન પણ કુરબાન છે મારી.
એન્ડ આઈ એમ સોરી ફોર એવરીથીંગ.
ધાની :- સોરીથી બધુ ઠીક ના થાય ભાઈ.
હું :- ખબર છે મને પણ હું બીજુ કંઈ કરી પણ નથી શકતો ને.
ધાની :- તમારા દિલની વાત તો શેર કરી શકતા હતા ને? હું તો મારી નાની અમથી વાત, આ પેઈન પણ કહી દઉં.
અદિતી :- મને તો કોઈ પૂછતુ જ નથી.
હું :- હા અદિતી તું પણ બોલ આજે.
અદિતી :- વાત શેર કરવા માટે ઘરે રહેવુ પડે. અમને ટાઈમ આપવો પડે. મેં પણ લાઈફ શેર કરી છે તમારા જોડે તો તમારે પણ મને તમારી ખુશી, તમારુ દુખ શેર કરવુ પડે.
હું :- તને પણ પરેશાન નહિ જોઈ શકતો.
અદિતી :- આ ઘરમાં તમે મોટા છો અને આમ જોવા જઈએ તો આપણે ત્રણેય જ એકબીજાનો સહારો છીએ તો આઈ થીંક જે પણ વાત થાય એ બધા વચ્ચે થવી જોઈએ જેનાથી બધાનુ ડિસીઝન મળે અને કોઈને ખોટુ પણ ના લાગે.
ધાની :- હા.
અદિતી :- ધાનુ...
ધાની :- હમ.
હું :- (અદિતીને ના માં ઈશારો કરતા) હવે આપણે આ ટોપીક બંધ કરવો જોઈએ.
અદિતી :- નહિ રિખીલ, હવે નહિ. આપણે બધા સાથે હોઈશું તો બધુ સારુ જ થશે.
ધાની :- શું પણ.
અદિતી :- ધાનુ, તને... તું બિમાર થઈ જાય છે ખબર ને.
ધાની :- હા. તો?
અદિતી :- એનુ રિઝન છે.
ધાનીએ મારો હાથ પકડી લીધો હું ક્યાંય જતો ના રહુ એટલે.
અદિતી :- ધાની તને ટ્યુમર છે. બધી મેડિસિન, ઈન્જેક્શન એના જ હતા.
ધાની :- આઈ નો.
હું :- 😲😮😮😲 વોટ, હાઉ?
ધાની :- એક દિવસ તમે રિપોર્ટ જોતા હતા અને હું ત્યાં આવી ગયેલી ખબર. તમે ગભરાઈ ગયેલા અને રિપોર્ટ ફાઇલમાં મૂકી દીધો હતો. ત્યારે મને ડાઉટ ગયો કે કંઈક છુપાવો છો તમે એટલે તમે નીચે ગયા પછી એ રિપોર્ટ મેં જોઈ લીધો હતો.
અદિતી :- અમને કીધું કેમ નહિ?
ધાની :- આ જ વાત મામીએ ભાઈને પૂછી હતી ત્યારે એમને પણ નહિ કીધી હતી એટલે. ભાઈના મતે શાયદ આ વાત મને ખબર પડી હોત તો વધુ પરેશાન હોત એટલે.
અદિતી :- (મને) જોઈ શેર ના કરવાની સજા.
ધાની :- આમાં વાંક કોઈનો નથી, તમે મારા માટે ના કીધુ અને મેં તમારા માટે. પણ આજે કહી દઉં?
હું-અદિતી :- હા બોલ.
ધાની :- મારાથી હવે સહન નહિ થતુ. મને Headache બહુ જ થાય છે. કહેતી નથી તમને. ઘણી વાર એવુ થાય કે હમણા માથુ ફાટી જશે.
હું જ મોટી થઈ જઈશ તો આ ઘર સૂનુ નહિ થઈ જાય?
હું :- એટલે તો અમે નાની જ રાખીએ છીએ. પણ એ કે મને અત્યારે પણ Headache થાય છે?
ધાની :- આટલી બધી રાડો નાખી છે તો થાય જ ને. અને આ દાઢી પણ.
અદિતી :- હવે તો તું કંઈ નહિ છુપાવે ને?
ધાની :- નહિ.
અદિતી :- અને જો ભૂલથી પણ છુપાવ્યુ ને તો અમારા બંનેની કસમ.
ધાની :- કોઈ ચાન્સ જ નથી હવે તો.
હું :- તું પેઈનકિલર લઈને સૂઈ જા અમે નીચે છીએ.
ધાની :- હું પણ નીચે આવીશ તમારા જોડે.
હું :- ઓકે ચલ.
અદિતીએ પેઈનકિલર આપી. થોડીવાર ટીવી જોઈ સૂઈ ગઈ. બધુ ઓપન બૂક હતુ એટલે હવે કોઈ પ્રોબ્લેમ નહોતી. જે થાય એને ફેસ કરવાનુ હતુ.
બીજા દિવસે સવારે અદિતી કામ કરતી હતી, હું નાસ્તો કરતો હતો.
ધાની :- મમ્મા, ખાવુ છે.
અદિતી :- મોં ધોઈને આવી જા ચલ.
મોં ધોઈને આવી. મને હાથ મારી ઈશારામાં બોલી દુખે છે.
હું :- અદિતી, દૂધ જ લઈને આવજે ખાલી.
અદિતી :- હમમ.
દૂધ ભાવતુ નહિ હતુ પણ થોડુ પીધુ. મારી પાસે ગેમ લઈ રમવા આવી. રમ્યા થોડીવાર પછી મારે કોલ આવ્યો એટલે હું અટેન્ડ કરવા ગયો અને એ ટીવી જોતી હતી. લેન્ડલાઇન પર કોલ આવ્યો ધાનીએ રિસીવ કર્યો. હેલો કહી જે પરિસ્થિતિમાં હતી એમ જ ઉભી રહી ગઈ. આંખમાંથી આંસુ પડવા લાગ્યા, હાથમાંથી ફોન નીચે પડી ગયો.
મેં ફોન ઉંચક્યો ત્યાં કટ થઈ ગયો. ધાની પડી ગઇ. અદિતીએ ધાનીને પકડી મેં ફરી એ જ નંબર પર કોલ કર્યો કોઈએ રિસીવ ના કર્યો. ધાનીને પૂછ્યું તો એ મામી મામી બોલતી હતી.
ફટાફટ હોસ્પિટલ પહોંચી એડમીટ કરી ઈશાનને કોલ કરી મામી વિશે પૂછ્યું એ ઘરે જ હતા. ઈશાન હોસ્પિટલ આવ્યો. અમે એને બધી વાત કરી પણ મામીને કંઈ નહિ થયેલુ. ધાની ICUમાં હતી, તેને હોશ આવ્યો ત્યારે કહ્યું કે મામીનુ એક્સિડન્ટ થયુ છે અને she is no more.
હું :- નહિ ધાનુ, મામીને કંઈ નહિ થયુ એ ઘરે જ છે.
ધાની :- પ્લીઝ બોલાવો એમને. તમે ખોટુ બોલો છો ને. 😰
હું :- ના ધાનુ, હમણાં જ અમારી વાત થઈ એ ઘરે જ છે કોઈકે મજાક કરી છે કોલ પર.
ધાની :- ભાભી પ્લીઝ મામીને બોલાવો પ્લીઝ. ઈશુભાઈ તમે તો મામીને લઈ આવો.
ઈશાન :- ઓકે ઓકે હું લઈ આવુ છુ એમને ત્યાં સુધીમાં તુ ચૂપ થઈ જા.
ઈશાન મામીને લઈ આવ્યો ત્યાં સુધી ધાનીને માંડ માંડ કંટ્રોલ કરી એને લાગતુ હતુ કે મામી પણ એને છોડીને જતા રહ્યા. હાર્ટ-બીટ વધતી જતી હતી, શ્વાસ ધીમો થતો જતો હતો, હાથ ઠંડા થવા લાગ્યા હતા. મામી અંદર આવ્યા એને જોઈને ધાની બિલકુલ શાંત થઈ ગઈ, આંખ બંધ કરી દીધી.
અમને બધાને બહાર મોકલી દીધા, અંદર ટ્રિટમેન્ટ ચાલુ કરી દીધી. ઘણો ટાઈમ થઈ ગયો હતો પણ કોઈ ધાનીની કંડિશન કહેતુ નહોતુ. ડોક્ટર બહાર આવ્યા.
ડોક્ટર :- ડોન્ટ વરી, શી ઈઝ ઈન અન્ડર ઓબ્ઝર્વેશન. તમે મળી શકો પણ એને રેસ્ટની જરુર છે.
હું :- ઓકે.
અદિતી :- કોઈ પ્રોબ્લેમ તો નથી ને?
ડોક્ટર :- અત્યારે બહુ નાજુક છે કંઈ કહી ના શકાય પણ અમે અમારી રીતે પૂરી ટ્રાય કરીએ છીએ.
અદિતી :- અમે અંદર જઈ શકીએ ને?
ડોક્ટર :- તમારે સ્પેસ રાખવી પડશે.
અદિતી :- ઓકે.
અમે અંદર ગયા. હોશમાં આવી ત્યારે થોડુ બોલી ફરી સૂઈ ગઈ. એ દિવસ એમ જ જતો રહ્યો. બીજા દિવસે રિપોર્ટ આવ્યો ટ્યુમર વધતુ જાય છે. ઈશાનને ટયુમરની વાત કરી. મામાના ઘરે ખબર પડી ત્યારે જમીન આસમાન દેખાય ગયુ. અત્યારે તો ધાનુને બહાર લાવવાની હતી.
ધાની :- મમ્મા, ડોન્ટ વરી હું બહુ જલ્દી સારી થઈ જઈશ.
અદિતી :- હા આઈ નો.
ધાની :- ભાઈને સમજાવોને. હોસ્પિટલમાં એ મારાથી દૂર દૂર જ જતા હોય છે.
અદિતી :- હવે ક્યાંય નહિ જાય. 😘
રિખીલ, તમારી દિકરી તમારી વેઈટ કરે છે. તમારા સાથે એ કોન્ફિડન્ટ હોય છે કે એને કંઈ નહિ થાય. એના પાસે જ રહો ને તમે.
હું ધાની પાસે ગયો. એક હાથમાં સોય લગાવેલી હતી, ઉભી થવાની હિંમત નહિ હતી તો પણ એ મને હગ કરવા ઉભી થઈ.
હું :- ધાનુ, શાંતિથી સૂઈ રે ને 🤭.
ધાની :- પાપા, મમ્મા મીસીંગ યુ.
હું :- પાપા વાળી એકવાર સારી થઈ જા પછી જો બહુ મારુ તને.
ઈશાને ઈશારો કર્યો બહાર આવવા એટલે હું ગયો. અદિતી રડતી હતી.
હું :- શું થયુ અદિતી?
ઈશાન :- ધાનીને લઈને પરેશાન છે.
હું :- અરે પાગલ, એ જલ્દી સારી થઈ જશે એમાં રડવાનુ થોડી હોય. હમણાં જ મને કહેતી હતી પાપા મમ્મા મીસીંગ યુ.
અદિતી :- એને કંઈ થશે નહિ ને?
હું :- નહિ જાનુ કંઈ નહિ થાય એને. તું રડ નહિ હવે અને અંદર ચલ નહિ તો મારુ મગજ ખાઈ જશે એ.
અદિતી :- તમે જાઓ હું પછી આવુ.
હું અંદર ગયો
ધાની :- મમ્મા?
હું :- આવે હમણાં જ.
ધાની હાથની સોય નીકાળી બહાર ગઈ હું ના પાડુ પણ એ સાંભળે. ધાનુને લઈ હું બહાર આવ્યો.
ધાની :- (અદિતીને) મને પાપા જોડે મમ્મા પણ જોઈએ.
અદિતી :- ગીવ મી હગ.
અંદર લાવી સુવડાવી. 5 દિવસ વેન્ટિલેટર પર રાખી 10 દિવસ નોર્મલ વોર્ડમાં શિફ્ટ કરી. થોડી સારી થઈ ત્યારે ડિસ્ચાર્જ કરી અમે ઘરે લાવ્યા.
અદિતી :- આપણે થોડો ટાઇમ ગામ રહી આવીએ તો?
હું :- એકલા નહિ ગમે. કંપની મળી રહે તો મજા પડી જાય.
ધાની :- ગરમી કેટલી લાગશે ત્યાં?
અદિતી :- અને ચેકઅપ?.
હું :- એ બંને થઈ જશે. ઈશાનને વાત કરુ પૂછી જોઉં.
અદિતી :- હમમ.
અમે, ઈશાન-કાવ્યા, મામા-મામી બધા ગામ ગયા. ગામડાનું ઘર મસ્ત મોટુ હતુ અને બહાર ફળિયુ પણ મોટુ હતા. મોટા મોટા બે ઝાડ હતા અને એક જૂનો હિંચકો.
ચાર-પાંચ દિવસ મામા-મામી રહ્યા પછી એ જતા રહ્યા. પછી હું અને ઈશાન શહેરમાં જઈ જોઈતી વસ્તુ લઈ આવ્યા.
ગામના બધા ઘરે આંટો મારતા રહેતા. ક્યારેક લોંગડ્રાઈવ પર જતા, ખેતર જતા. 15 દિવસ કેમ જતા રહ્યા ખબર જ ના પડી. ધાની પણ રિકવર થતી જતી હતી.
આખો દિવસ મમ્મા મમ્મા જ ચાલે. બધા જોડે મસ્તી કરે પછી પોતાની વારી આવે એટલે મમ્મા. પોતાની મનમાની કરવી હોય તો ભાઈને મસ્કા લગાવે. અદિતી બહાર ના જવા દે એટલે ભાઈ લઈ જાવ ને કરે.
કાવ્યા :- (અદિતીને) ભાભી, ધાનીનુ જમવાનું ચેન્જ કરીએ તો કેમ થાય?
અદિતી :- ચેન્જ મતલબ?
કાવ્યા :- થોડુ હેલ્ધી ખવડાવીએ તો.
અદિતી :- આપણે ખાઈએ એ જ તો ખાય છે એ પણ.
કાવ્યા :- નહિ ભાભી તમે સમજ્યા નહિ હજુ. ધાનીને દેશી ખાતા શીખવીએ ને આપણે. લાઇક ધી, ગોળ, માખણ, રવો એવુ બધુ. મેગી, પેકેટ્સ લીમીટેડ એમ.
અદિતી :- હા યાર, આ તો મગજમાં જ ના આવ્યુ. થોડી હેલ્ધી થશે તો બિમાર પણ ઓછી થશે.
સાંજે જમવામાં રોટલા અને સબ્જી જ બનાવ્યા જોડે છાશ. બહાર ફળિયામાં જમવા બેઠા...
ઈશાન :- વાઉઉ, બહુ ટાઈમ પછી રોટલા થયા ને.
હું :- હા ખરેખર મજા આવી જશે.
કાવ્યા :- ક્યારેક આવુ પણ ટ્રાય કરવુ જોઈએ.
ધાની :- રોટલી છે જ નહિ?
કાવ્યા :- બધાના માટે રોટલા જ છે. કેમ તને નહિ ભાવતા?
ધાની :- નહિ.
હું :- ક્યારે ખાધા છે તે તો ભાવતા નહિ.
ધાની :- એકવાર ખાધા હતા મને નહિ ભાવતુ એ. હું નહીં ખાઉં.
અદિતી :- આજનો દિવસ ખાય લે ને બેટા, અત્યારે ક્યાં હું ફરી રોટલી કરવા બેસુ.
હું :- હું ખવડાવુ એ ખાયને કેજે નથી ભાવતુ એમ. રોટલો ચોળીને ખવડાવ્યો પણ આદત હોય ને રોટલી જોડે બીજુ બીજુ ખાવાની એટલે નખરા કરે.
ધાની :- હવે બીજુ કંઈક ખાવુ છે.
ઈશાન :- પેલા આ તો ખાય લે પછી બીજુ આપણે.
કાવ્યા :- બીજુ ઘરમાં કંઈ છે જ નહિ એટલે પેટ ભરીને આ જ ખાવાનું છે.
ધાનુએ છાશ જ પીધા કરી. 3-4 ગ્લાસ છાશ. પછી ઉંઘવા ટાઈમે...
ધાની :- મમ્મા, ભૂખ લાગી છે. મને કુરકુરે ખાવા છે.
અદિતી :- અત્યારે તો બધી શોપ બંધ થઇ ગઇ હોય. કાલે રિખીલ નાસ્તો લઈ આવશે. અત્યારે દૂધ પી લે.
ધાની :- દૂધ નહિ.
અદિતી :- તો? કેરી સમારી આપુ ચલ.
ધાની :- બીજુ કંઈ નથી?
અદિતી :- નહિ. જા બધાને બોલાવી લે હું કેરી લઈને આવુ.
કેરી ખાયને સૂઈ ગયા. બે દિવસ સુધી ધાનીને બહારનો નાસ્તો ના આપ્યો એટલે ગુસ્સો ચડ્યો હતો. મને અને ઈશાનને લાવવાની ચોખ્ખી ના પાડી હતી એટલે બહેન ફસાય ગયા.
ગામમાં રહ્યા ત્યાં સુધી બહારનુ ટાળતા હતા રિઝલ્ટની ડેટ આવી ત્યારે પાછા ઘરે આવી ગયા.
રિઝલ્ટ ની સવારે...
આગળના પાર્ટમાં આવશે.