મે પાછળ તરફ ફરીને જોયું. એ હાથ વંશિકાનો હતો. અચાનક હાથ મુકવાના કારણે હું શોક થઈ ગયેલો. મારી નજર વંશિકા પર પડી. એને બ્લેક કલરનું ફૂલ સ્લીવવાળું ટીશર્ટ પહેર્યું હતું અને બ્લુ લાઈટ જીન્સ પહેરેલું હતું. એના આ લૂકમાં એ હમેશા સુંદર લાગતી હતી. આજે એનો એજ લૂક હતો જે મેં પહેલીવાર એને ઉસમાનપુર ચાર રસ્તા પર જોઈ હતી ત્યારે હતો. એની આંખો હમેશા મને ઘાયલ કરવા માટે કાફી હતી. હું એને એમજ એકીટશે જોઈ રહ્યો હતો.
વંશિકા : રુદ્ર…રુદ્ર….
હું : હા, બોલ.
વંશિકા : ક્યાં વિચારોમાં ખોવાઈ ગયા ?
હું : ક્યાંય નહીં, કાંઈ નહોતો વિચારતો.
વંશિકા : તો મારી સામે કેમ જોઈ રહ્યા હતા ?
હું : અરે કાંઈ નહિ, એ તો એમ જ. ચાલ હવે જઈએ અંદર તારે શોપિંગ કરવામાં મોડું થશે.
વંશિકા સમજી ગઈ કે મે તરત વાત ફેરવી નાખી. કદાચ હવે તે પણ મને સારી રીતે સમજી શકતી હતી. તે પણ મારી આંખોમાં એના પ્રત્યે પ્રેમ જોઈ શકતી હતી. અમે બંને મોલમાં ગયા. હું મારા જીવનમાં પહેલીવાર કોઈ છોકરી જોડે શોપિંગ કરવા માટે આવ્યો હતો. જનરલી હું,અવી અને વિકી શોપિંગ કરવા જતાં હતાં ત્યારે અમે થોડીવારમાં અમારી શોપિંગ પતાવી દેતા હતા. મેં ઘણા બધા ફ્રેન્ડ્સ પાસેથી સાંભળ્યું હતું કે છોકરી સાથે શોપિંગ પર જવું એટલે કંટાળાજનક ટાસ્ક પૂરો કરવો. એકવાર મોલમાં અંદર ગયા પછી નક્કી નહિ તમે ક્યારે મોલની બહાર નીકળો. અત્યાર સુધી ફક્ત આ વાતોજ સાંભળી હતી પણ આજે એ સાબિત પણ થવાનું હતું કે આ સાંભળેલી વાતો સાચી હોય છે કે ખોટી. હું અને વંશિકા અંદર દાખલ થયા. મેં એને પૂછ્યું કે તારે શુ-શુ લેવાનું છે ? એના જવાબમાં એને પોતાના પર્સમાં હાથ નાખ્યો અને તેમાંથી પોતાનો મોબાઈલ કાઢ્યો. મને લાગ્યું કદાચ મોબાઈલમાં એની લિસ્ટ હશે. એને પોતાના મોબાઈલમાં એક ફોટો કાઢ્યો અને મને દેખાડ્યો. એ ફોટો કોઈ લેડીઝ શૂઝનો હતો.
વંશિકા : આ શૂઝ લેવાના છે. અહીંયા મળી રહેશે. મારી એક ફ્રેન્ડ લાવી હતી તો મને ખુબજ ગમ્યા. એને અહીંયાંથી લીધા હતા.
હું : નોટ બેડ, સો ચાલો જોઈએ.
અમે બંને શોપ સાઈડ ચાલતા થયા. શોપમાં દાખલ થઈને પેલા એને શોપકીપરને પોતાના મોબાઈલમાં રહેલો ફોટો દેખાડ્યો. એણે અમને સામેની સાઈડ જવાનો ઈશારો કર્યો અને ત્યાં એક માણસને મોકલ્યો. તેણે એક બોક્સ કાઢ્યું અને એ બોક્સ ખોલીને વંશિકાને દેખાડ્યું. બોક્સ જોતાજ વંશિકાના ચહેરા પર એક અલગ ખુશીની લહેર આવી ગઈ કારણકે આ એજ શૂઝ હતા જે લેવા માટે તે અહીંયા આવી હતી. તેણે એ શૂઝ કાઢીને પોતાના હાથમાં પકડ્યા અને મારી સામે દેખાડીને બોલી.
વંશિકા : પ્લીઝ, રુદ્ર સાચું કેજો કેવા લાગશે આ મારા પર ?
હું : ખૂબ, સરસ લાગશે.
વંશિકા : તમને ગમ્યા ?
હા : હા, ગમ્યા.
વંશિકા : મને પણ ખૂબ ગમ્યા હતા એટલે જ અહીંયા સુધી લેવા માટે આવી હતી.
હું : હા, તો હવે મળી ગયાને લઈ લે હવે.
વંશિકા : હા, થેન્ક યુ.
વંશિકા એકદમ ચાઇલ્ડીસ બીહેવ કરી રહી હતી. જાણે મને દેખાડવા માટે એ આ શૂઝ લઈ રહી હોય એવી રીતે મને પૂછતી હતી કે તમને ગમ્યા કે નહીં. છતાં પણ એના ફેસ પર સ્માઈલ જોઈને ખૂબ સરસ લાગતું હતું અને એનું આ ચાઈલ્ડીસ બીહેવ પણ ખૂબ સારું લાગતું હતું. મારી નજર એના ચહેરા તરફજ હતી. એની એ સ્માઈલ જોઈને હું ખુશ થતો હતો. ફાઇનલી એને જોઈતી વસ્તુ એ એ મળી ગઈ હતી અને અમે પેક કરાવી દીધી. કાઉન્ટર પર જઈને મે બિલ પે કરવામાટે પોતાનું પાકીટ કાઢ્યું એ જોતાજ વંશિકા મારી સામે આંખો કાઢીને ઉભી રહી અને બોલી.
વંશિકા : આ શું છે ?
હું : બિલ પે કરી રહ્યો છું તારું.
વંશિકા : કેમ ? મે શુ તમને એના માટે અહીંયા બોલાવ્યા છે ?
હું : ના, પણ આપણે ફ્રેન્ડ છીએ તો હું તને એક ગિફ્ટતો આપી શકું ને!
વંશિકા : મે અત્યારે તમારી પાસે નથી માંગી. હું સામેથી માંગીશ ગિફ્ટ ત્યારે જરૂર આપવી પડશે મને. અત્યારે રહેવા દો.
હું : ઓકે.
એના આંખમાં ગુસ્સો દેખાઈ રહ્યો હતો મને એના કારણે મારે મારુ પાકીટ પાછું મૂકવું પડ્યું. વંશિકાએ બિલ પે કર્યું અને એના શૂઝ લઈને અમે લોકો શોપની બહાર નીકળ્યા.
વંશિકા : સોરી રુદ્ર.
હું : કેમ સોરી ?
વંશિકા : હું તમારા પર પહેલીવાર ગુસ્સે થઈ એના માટે. તમને ખોટું નથી લાગ્યું ને ?
હું : ના, જરાય નથી લાગ્યું.
વંશિકા : તો ઠીક છે. હા, રહી વાત ગિફ્ટની તો એ હું તમારી પાસેથી જરૂર માંગીશ જયારે મારે જરૂર પડશે.
હું : સ્યોર.
વંશિકા : ચાલો હવે કોફી પીશું ?
હું : હા સ્યોર.
વંશિકા : પણ મારી એક શરત છે.
હું : શું શરત છે ?
વંશિકા : મે તમને ઇનવાઈટ કર્યા છે એટલે બિલ હું પે કરીશ. નહિ તો આપણે કોફી નથી પીવી અને અહીંયાંથી જ ઘરે જવા નીકળીએ. મને ખબર હતી કે જો હું બિલ પે કરવાની જીદ કરીશ તો વંશિકા સાથે કૉફી નહિ પી શકાય. મારે ફક્ત એની સાથે સમય ગાળવો હતો કારણકે એની સાથે જેટલો સમય વિતાવું મારા માટે ખૂબ ઓછો હતો એટલે મેં વગર જીદ કર્યે કહ્યું.
હું : ઠીક છે બસ તું બિલ પે કરજે ચાલ હવે જઈએ.
અમે બંને અંદર કોફી શોપ પર ગયા. વંશિકાએ ૨ કેપેચીનો ઓર્ડર કરી.
અમે થોડીવાર એમ જ ચૂપ ચાપ બેસી રહ્યા. મારી આવી રીતે ચુપકીદી જોઈને વંશિકાએ વાતોની શરૂઆત કરી.
વંશિકા : તમે બહુ ઓછું બોલો છો મિ. ઓથોર
હું : ના એવું કાંઈ નથી. આ તો એમજ હું થોડો સાઇલેન્ટ ટાઈપ છું એટલે.
વંશિકા : એવું એમ. મારી સાથે ફરીને તમે પણ બોલતા થઈ જશો.
હું : ઓકે…એક મિનિટ વેઇટ..મિ. ઓથોર ?
વંશિકા : તમે તો મને ના જણાવ્યું કે તમે એક રાઇટર છો પણ તમારા વિશે થોડી રિસર્ચ કરી થોડી એટલે ખબર પડી ગઈ તમારી. તમે છુપાવ્યું મારાથી ?
હું : ના, છુપાવ્યું નથી..બસ ક્યારેય કહ્યું નથી
વંશિકા : કેમ હું તમારી બેસ્ટ ફ્રેન્ડ નથી ?
મને કહી શકો ને ?
હું : અચ્છા, સોરી. પણ તને કઈ રીતે ખબર ?
વંશિકા : કહ્યું તો ખરી કે તમારા વિશે રિસર્ચ કરી થોડી. આટલી સરસ સ્ટોરી લખો છો તો ક્યારેક અમને પણ વંચાવો. બાય ધ વે ક્યારે લખો છો હવે તમારી નેક્સ્ટ સ્ટોરી ?
હું : મને સમય મળે ત્યારેજ લખું છું. બાકી હું કોઈ પ્રોફેશનલ રાઇટર નથી.
વંશિકા : હા, પણ લખશો ત્યારે તમારી સ્ટોરી સૌથી પહેલા હું વાંચીશ. મને હું તારી યાદમાં ખૂબ જ ગમી.
હું : ખૂબ ખૂબ આભાર તારો વાંચવા માટે.
વંશિકા : અંશ-અદિતિની લવ સ્ટોરીની સફર તમે ખૂબ સરસ વર્ણવી છે. તમને ખબર છે એ આખી નોવેલ મે એકજ દિવસમાં વાંચી નાખી. મને ખુબજ ગમી.
હું : વાહ, મને ખબર નહોતી કે તે પણ વાંચી એ સ્ટોરી.
વંશિકા : હા, કારણકે મને લવ સ્ટોરી ખુબજ ગમે છે. ખાસ કરીને અંશ અને અદિતિની કોલેજ લાઈફની સફર મને ખુબ જ ગમી.
હું : ખૂબ ખૂબ આભાર તમારો.
અમે વાત કરી રહ્યા હતા એટલામાં કૉફી આવી ગઈ. અત્યાર સુધીમાં મને લાગતું હતું કે ફક્ત મેં જ વંશિકા વિશે રિસર્ચ કરી છે પણ આજે એની સાથે વાત કરતા ખબર પડી કે એણે પણ મારા વિશે રિસર્ચ કરી છે. અમારી બંનેની વાતો ચાલુ હતી. અમે કોફી પીવાની ચાલુ કરી. કૉફી પિતા પિતા એને વાત આગળ વધારી.
વંશિકા : ભલે દેખાવમાં સાઇલેન્ટ છો પણ અંદરથી રોમેન્ટિક ટાઈપ લાગો છો.
હું : ના, તો એવું કાંઈ જ નથી.
વંશિકા : એવું નથી તો આવી રોમેન્ટિક સ્ટોરીનો આઈડિયા કઈ રીતે આવે છે તમને ?
હું : એ તો ગોડ ગિફ્ટ છે. ક્યારેક ક્યારે આવી જાય વળી..
હું હસવા લાગ્યો અને મને જોઈને હસવા લાગી. કૉફી શોપમાં ધીમે-ધીમે રોમેન્ટિક સોન્ગ વાગતું હતું.
તું ધૂપ સુનહેરી ફિઝઓમેં, રહેતી હો મેરી દુઆઓ મેં…
તેરા નામ જિસ લમહે મેં લુ, બેહદ મિલે આરામ હે..
તેરી હી ગલિયોમે આવારા શામ હે…તેરી હી ગલિયોમે આવારા શામ હે…
જેની ધ્વનિ વાતાવરણ રોમૅન્ટિક ટાઈપ બનાવતું હતું.
વંશિકા : કેટલું સરસ સોન્ગ વાગે છે ને ?
હું : હા.
વંશિકા : આવા સોન્ગ સાંભળીને તમને આવા રોમેન્ટિક આઈડિયા આવતા હશે ને ?
હું : એવું ના હોય.
વંશિકા : ઓકે, બાય ધ વે તમે સ્ટોરી કેરેકટર તો લખો છો પણ અત્યાર સુધીમાં તમને તમારી લાઈફનું કેરેકટર મળ્યું કે નહીં ?
હું : ના, હજી સુધીતો નથી મળ્યું.
વંશિકા : માન્યા માં નથી આવતું કે તમને કોઈ ગર્લફ્રેન્ડ ના મળી શકે ?
હું : કેમ નથી આવતું ?
વંશિકા : આઈ મીન, યુ આર મેચ્યોર્ડ, વેલ લૂક છે, કેરિંગ નેચર છે, સારી જોબ છે, અને બાકી રહેતું હતું તો રાઇટર પણ છો. તમને આરામથી કોઈ ગર્લફ્રેન્ડ મળી જાય.
હું : હા, પણ જે સત્ય છે એ છે. જરૂરી નથી ને કે મળી પણ જાય. સામે પાત્ર પણ એવું હોવું જોઈએ જે આપણને સમજી શકે. ખાલી આ બધું વસ્તુ જોવાથી એક રિલેશનશિપ નથી ચાલતી. એક બીજાને સમજવું પણ જરૂરી છે. જ્યારે બે પાત્રોના મન એક હોય, એકબીજાને સારી રીતે સમજતા હોય ત્યારે રિલેશનશિપ બેસ્ટ બને છે. બાકી આ બધી વસ્તુ કોઈજ મેટર નથી કરતી એવું મારુ માનવું છે. હવે બધા લોકોના વિચારો અલગ અલગ હોય છે.
વંશિકા : હા, સાચી વાત છે. હું પણ તમારા વિચારો સાથે સહમત છું.
હું : અચ્છા.
વંશિકા : ક્યાં સુધી સાઇલેન્ટ રહેશો આમ ?
હું : જ્યાં સુધી તું મને બોલતા નહીં શીખવાડે ત્યાં સુધી ?
અચાનક મારા મોઢામાંથી આ શબ્દો નીકળી પડ્યા. મને લાગ્યું આ શબો સાંભળીને કદાચ વંશિકાને એવું લાગશે કે હું એની સાથે ફ્લર્ટ કરી રહ્યો છું. આટલું સાંભળતા એ તરત હસવા લાગી અને કોફી પિતા પિતા બોલી.
વંશિકા : બહુ જ જલ્દી શીખવાડી દઈશ તમને. એક સમય આવશે જ્યારે વાતો નહિ ખૂટે.
રોમેન્ટિક સોન્ગ સાથે અમારા બંને વચ્ચેનું વાતાવરણ પણ રોમેન્ટિક બની રહ્યું હતું. મને પોતાને પણ નહોતી ખબર કે આજે હું કઈ રીતે એની સામે આ બધું બોલતો હતો. અમે બંને એકબીજા પ્રત્યે ખેંચતા જતા હોય એવું મને લાગતું હતું. મને પોતાને ખબર નહોતી કે શું અમારા વચ્ચે ફક્ત આ મિત્રતા જ છે કે અમારો સંબંધ મિત્રતાથી વધુ આગળ વધી રહ્યો હતો.