આજનો વિષય એક એવો કટાક્ષ છે સમાજ પર જેમને હંમેશા બીજાની પંચાત કરવામાં કોઈનું ઘસાતું બોલવમાં ને એમને નીચા દેખાડવમાં એમના સંસ્કાર ને માપવામાં પોતાની તમામ શક્તિ લગાવી દેતા સમાજની વાત છે..
મોટાભાગે દરેક શેરી મહોલ્લામાં તમને દરેક ઘરમાં આવાજ સંસ્કારો થી ભરેલા માણસો મળી જશે .. જે બીજાની ગરિમાને લાંછન લગાવીને ખુદની પ્રતિભા ને સંસ્કાર નું ઘરેણું સાબિત કરશે પણ કોઈએ કહ્યું છે કે..
જે બીજાના સુખે દુઃખી અને એમની પંચાત કરવામાં સમય વ્યતિત કરીને પોતાની ઇમેજ સાફ કરવા મથતા હોયછે એજ સૌથી મોટા અસંસ્કારી હોયછે એમનું કામ જ બીજાને નીચા દેખાડવાનું અને પોતે સંસ્કારનો પુળો હોવાનું જાતે જ સાબિત કરવા મથતા હોય છે એમને માટે એક ચાબખા રૂપ વાર્તા છે
આમા મારો ઈરાદો કોઈની લાગણીને ઠેસ પહોંચડવાનો નથી પણ આ માનસીકતા ઘેરઘેર વ્યાપી છે.જે તમારી સમક્ષ રજુ કરું છું.
આ વાર્તા તમને ગમેતો લાઈક કરજો..
રૂપપુર ગામની એક શેરી માં જાહોજલાલી થી સજ્જનો રહેતા (કહેવાતા સજ્જનો) ગામમાં દરેક ને ઘેર એક તુલસી નો છોડ..
દરેક જણ રોજ પ્રાર્થના આરતી પૂજા કરે અને માવજત પણ ખૂબ કરે..
એજ ગામમા છેવાડે નાત બહાર કરેલી એક બાઈ રહે ''-અનયા'' એનું નામ ..
ગામ માં એની છાપ સારી નહોતી..
આવતા જતા છોકરા ને પુરુષ ને એકીટશે જોઈને એમને લલચાવી ને પછી રૂપિયા લેતી એજ એનો ધંધો હતો..
પતિ ને મૃત્યુ પામે 5 વર્ષ થયાં પછી ધીમે ધીમે પેટ ના ખાડા માટે આ કૃત્ય એને સૌથી વ્યાજબી લાગેલું.
એટલે એને એ વ્યવસાય બનાવી દીધું..
ગામ માં એક નાનકડા છોકરા એ જોયું કે બધાના ઘેર તુલસી નો ક્યારો છે પણ આ માસી જોડે નથી એટલે એને તુલસી ના બીજ એની મમ્મીથી છુપાઈને એને આપ્યા..
અનયાને આ જોઈ આનંદ થયો.. એને એને એ બીજ એના આંગણે નાખી વાવ્યા.. થોડા જ દિવસો માં એ નાનકડો છોડ ઊગી નીકળ્યો..
ગામ લોકો એ એ જોયું ને ગામ મા અંદરોઅંદર ચર્ચા થવા લાગી કોઈએ મુખમે રામ બગલમેં છુરી તો, કોઈએ સો ચુહે ખાકે બિલ્લી હજકો ચલી..જેવાં વ્યંગ બાણ છોડ્યા પણ એથી અનયાને કોઈ ફરક પડ્યો નહીં એની આ એકજ આદત સારી હતી.
એને લોકો શુ કહે એ પરવા નહોતી અને એને બીજા શુ કરે છે એની પંચાત નહોતી.
હવે થયું એવું કે..
અચાનક કોઈ તુલસી માં રોગ આવ્યો હોય એમ ગામમાં એકપછી એક બધાના ઘેર તુલસીછોડ સુકાય ગયો..
ગામના બધા ચિંતા કરવા લાગ્યા અને ઉપાય કાજે બજારમાં દવા લેવા જતા હતા ત્યાંજ એમની નજરે અનયાનો તુલસીછોડ પડ્યો અને આશ્ચર્ય થયું કે આવું કયી રીતે હોઈ શકે..
અમે આટઆટલી પૂજા ને માવજત કરીયે પણ તુલસી માતા બળી ગયા અને અહિતો એવી સ્ત્રી કે જેને એના કુસંસ્કારને કારણે ગામ બહાર કરી એની તુલસી તો લીલીછમ હતી..
આખરે એક સત્ય બહાર આવ્યું કે ...
સંસ્કાર નો સાચો અર્થ બીજા શુ કરે એની પંચાત માં નહીં પણ આપડે આપણું સાંભળીને બેસી રહેવું એમાં જ છે..
આખરે કોઈ તરફ એક આંગળી ચીંધીએ એટલે ચાર આંગળી આપણી તરફ જ હોય છે..એ ના ભૂલવું જોઈએ
એટલે હવે તુલસી એ બધાને સંસ્કારી કોણ છે એની વ્યાખ્યા સમજાયી ગયી..
ચાલો ત્યારે આવજો
લેખક : ભાવના જાદવ (ભાવુ)