Ajib Dastaan he ye - 20 in Gujarati Love Stories by Tasleem Shal books and stories PDF | અજીબ દાસ્તાન હે યે…. - 20

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

Categories
Share

અજીબ દાસ્તાન હે યે…. - 20

અજીબ દાસ્તાન હે યે…..

20

પાછળ ના પાર્ટ માં જોયું કે…..નિયતિ ની સગાઈ અટકી જાય છે…..અને વિરેન ને પોલીસ રિસ્ટ કરી લે છે…..રાહુલ ઘરે આવીને ખૂબ જ ખુશ હોય છે અને તે અર્જુન ને પોતાના દિલ ની વાત કહે છે…..હવે આગળ…..

રાહુલ અર્જુન ને પોતાના નિયતિ સાથે ના પ્રેમ વિશે કહેતો જ હોય છે ત્યાં જ અચાનક દરવાજા પાસે અવાજ આવે છે…..બંને જણા અચાનક અવાજ થી તે તરફ જોવા લાગે છે…..અને ત્યાં જોઈને બંને જોઈને ચોંકી જ જાય છે…..કેમ કે દરવાજા પાસે પરી ઉભી હોય છે….અને તેની આંખોમાં માં આંસુ હોય છે…..પરી ક્યારની દરવાજા પાસે ઉભી ઉભી રાહુલ ની વાતો સાંભળતી હોય છે…..અને એ બધું સાંભળીને પરી રડવા લાગે છે…..પરી ને જોઈ રાહુલ સીધો પરી પાસે જાય છે અને કહે છે…."પરી અંદર આવ હું તને બધું સમજાવું….પ્લીઝ આ રીતે રડ નહીં……"રાહુલ પરી નો હાથ પકડી રૂમમાં લઈ આવે છે…

અર્જુન તે બંને ને એકલા મૂકી રૂમ માંથી બહાર ચાલ્યો જાય છે…..રાહુલ પરી ને બેડ પર બેસાડે છે…..અને પોતે પરી ના બંને હાથ પકડી નીચે બેસે છે અને કહે છે…."પરી i am really sorry…..મને ખબર છે તે આજ સુધી મને ખુબજ પ્રેમ કર્યો છે…..અને મારા સિવાય બીજા કોઈ વિશે વિચાર્યું પણ નથી…...અને એક હું છું કે હમેંશા બીજી ગર્લ પાછળ ભાગતો રહ્યો…...પણ પરી કસમ થી જ્યારથી તે મને પ્રપોઝ કર્યું ત્યારથી મેં કોઈ ગર્લ સાથે રિલેશન નથી રાખ્યું….હું બસ તને જ ખુશ જોવા માંગતો હતો…..અને આજ કારણે હું બધું ભૂલી તારો જ રહેવા માંગતો હતો…..પણ અચાનક નિયતિ ને જોઈને શું થઈ ગયું એ જ નથી સમજાતું…...મારો ખુદ પર જ કાબુ ન રહ્યો અને હું એને પ્રેમ….."રાહુલ એ આગળ નું વાક્ય અધૂરું જ મૂકી દીધું…..

આ બધું સાંભળી અત્યાર સુધી ચુપચાપ રાહુલ ની વાતો સાંભળતી અને રોતી પરી બોલી…."રાહુલ પ્રોબ્લેમ એ નથી તારા દિલ માં નિયતિ માટે ફીલિંગ્સ જાગી…..પણ પ્રોબ્લેમ તો એ છે કે મને એક મિત્ર તરીકે પણ તે આ વાત જણાવવાની કોશિશ ન કરી….તે તારા દિલ ની બધી જ વાત હમેંશા મને કહી અને આજે આટલી મોટી વાત છુપાવી…..આટલા દિવસ થયા તારી સાથે વાત કરવા તડપુ છું પણ તારી પાસે મને 2 મિનિટ આપવા માટે નો પણ સમય નહતો…..અરે તારે એક વાર તો કહેવું હતું કે તું નિયતિ ને પ્રેમ કરવા લાગ્યો છે…..તો હું જ તારી લાઈફ માંથી ચાલી જાત…..પણ તે તો મને કહેવા ને લાયક પણ ન સમજી…...પણ વાંક તારો નથી ભૂલ જ મારી છે કે મેં વધારે આશા રાખી તારી પાસે…..પણ હવે હું કંઈ જ નહીં કહું તું આઝાદ છે…...અને હું પ્રાર્થના કરીશ કે તને નિયતિ મળી જાય…..બાય….."પરી આંખમાં આંસુ સાથે રાહુલ ના રૂમમાંથી ચાલી ગઈ…..અને કદાચ રાહુલ ની જિંદગી માંથી પણ ચાલી ગઈ……

રાહુલ પરી ને બોલાવતો રહ્યો અને કહેતો રહ્યો…."અરે યાર પરી સાંભળ ભૂલ થઈ ગઈ યાર…..પ્લીઝ માફ કરી દે…."પણ એ પહેલાં પરી રાહુલ ના ઘર ની બહાર નીકળી ગઈ હતી…...અર્જુન પરી ની રાહ જોઈ બહાર જ ઉભો હતો…..એ જાણતો હતો કે અત્યારે પરી ને કોઈ ના સહારા ની ખૂબ જ જરૂર હશે…..તેને હમેંશા થી જોયું હતું કે પરી રાહુલ ને ખૂબ જ પ્રેમ કરતી હતી…..અને આજે આ રીતે એનું દિલ તૂટવાથી તે કદાચ ખૂબ જ દુઃખી અને ઉદાસ હશે…..આ કારણે એ પરી ને એકલો નહતો મુકવા ઇચ્છતો…...પરી ના આવતા જ અર્જુન એ એને પોતાની સાથે આવવા કહ્યું….પહેલા તો પરી એ ના કહી પણ પછી અર્જુન ના સમજાવવા થી એ અર્જુન સાથે ગઈ…...રસ્તા માં પરી નું થોડી થોડી વારે રડવા નું ચાલુ જ હતું…..અર્જુન ઘણી વાર સમજાવી ચુક્યો હતો કે.."હવે ચૂપ થઈ જાય અને ભૂલી જાય બધું" આમ છતાં તે સમજવા તૈયાર જ નહતી…..થોડી વાર એમ જ ચાલ્યું પછી અર્જુન પરી ને એની ફેવરિટ જગ્યા એ જ્યાં એ હમેંશા સાંજ ના સમયે જતી હતી ત્યાં લઈ ગયો…..

પરી એ અર્જુન ને અહીં કેમ લાવ્યો એ ન પૂછ્યું કેમ કે એ પણ અહીં આવવા ઇચ્છતી હતી…..એ જ્યારે પણ ઉદાસ કે દુઃખી થતી ત્યારે અહીં આવી જતી…..અને એ જગ્યા હતી પણ ખૂબ જ સુંદર…...નાની એવી ટેકરી અને આજુબાજુ ખુબ જ સુંદર પર્વત…..અને સાંજ ના સમયે સૂરજ ડૂબવાનો નજારો એટલો સુંદર હતો કે કોઈ પણ મંત્રમુગ્ધ થઈ જાય…..અર્જુન અને પરી થોડી વાર ચુપચાપ ત્યાં બેઠા રહ્યા…..થોડી વાર પછી અર્જુન એ પરી ના હાથ પર પોતાનો હાથ રાખી પૂછ્યું……"તું ઠીક છે ને પરી??"પરી એ હા માં માથું હલાવ્યું…...પછી થોડી વાર પછી કહેવા લાગી….."યાર અર્જુન જિંદગી પણ કેટલી અજીબ છે ને…..આપણે જેને સાચા દિલ થી પ્રેમ કર્યો હોય એના જ કારણે આપણું દિલ એક વાર તૂટે જ છે…..જેના થી દુર જવાનું વિચાર્યું પણ ન હોય એ જ આપણને પોતાના થી દુર જવા મજબુર કરી દે છે…..મેં આજ સુધી રાહુલ ને આટલો પ્રેમ કર્યો પણ એના દિલ માં મારા માટે મિત્રતા થી વધારે કોઈ ફીલિંગ્સ આવી જ નહીં…..અને તે ડોક્ટર નિયતિ ને તે થોડા જ દિવસમાં પ્રેમ કરવા લાગ્યો…..લોકો સાચું જ કહે છે કે….ક્યારેક પ્રેમ થવા માટે એક પળ પણ ઘણી હોય છે….અને ક્યારેક આખી જિંદગી પણ ટૂંકી પડી જાય છે…..મને એ અફસોસ નથી કે એ મને પ્રેમ ન આપી શક્યો…..પણ તેને તો મિત્રતા પણ ન નિભાવિ…..આટલું કહી પરી ચૂપ થઈ ગઈ….

અર્જુન એ શાંત પરી ને થોડી વાર જોયા રાખી… પછી કહ્યું… "મને ખબર છે પરી જો કદાચ અત્યારે હું તને કંઈજ કહીશ તો તને નહિ સમજાય…..પણ આમ છતાં હું કહેવા માગું છું કે પ્લીઝ જે થયું એ ભૂલી જા…..કદાચ તારા નસીબ માં રાહુલ થી પણ વધારે સારું પાત્ર લખ્યું હશે…..અને જે થાય તે સારા માટે જ થાય છે…...અને જો રાહુલ નો પ્રેમ તારા નસીબ માં હશે તો એ જરૂર પાછો આવશે…..એને થોડો સમય આપ બધું સમજવા માટે…...અત્યારથી જ કંઈ પણ ફેંસલોઃ કરી લેવો હિતાવહ નથી…..સમય જવા દે બધું જ ઠીક થઈ જશે…..અત્યારે ઉદાસ ન થા પ્લીઝ……"અર્જુન આટલું બોલી ચૂપ થઈ ગયો…..પરી એ જાણે અર્જુન ની વાતો સમજી ગઈ હોય એમ પોતાના આંસુ લૂછી નાખ્યા…..અને અચાનક જ અર્જુન ના ખભે પોતાનું માથું રાખી ડૂબતા સૂરજ ને જોવા લાગી…....અર્જુન એ પણ તેને દૂર કરવા ની કોશિશ ન કરી કેમ કે એ સારી રીતે જાણતો હતો કે અત્યારે પરી ને કોઈ ના સાથ ની ખૂબ જ જરૂર છે….અને તે પણ સુંદર નજારા ને જોવા માં મશગુલ થઈ ગયો…

બીજા દિવસે રાહુલ અને પરી કોલેજ કેમ્પસમાં મળે છે…..પરી ને જોઈ રાહુલ એની પાસે ફરી માફી માંગવા લાગે છે…..આ જોઈ પરી એને બધા થી દુર લઈ જાય છે…...અને એક બાંકડા પર બંને બેસે છે…...ત્યાં જ રાહુલ બોલવા લાગે છે….."યાર પરી પ્લીઝ માફ કરી દે…..હું આ બધું નહતો ઇચ્છતો યાર…...મને નહિ ખબર આ બધું ક્યારે થઈ ગયું…...પ્લીઝ તું તો સમજ…..અત્યારે આમ નારાજ ન થા…..મને ખબર છે હું તારો ગુનેગાર છું અને કદાચ તું મને ક્યારેય માફ નહિ કરી શકે…..પણ આમ છતાં હું માફી માંગી મારી થોડી ભૂલ સુધારવા માંગુ છું….પ્લીઝ યાર મને માફ કરી દે……"હજી રાહુલ નું બોલવાનું ચાલુ જ હતું ત્યાં જ પરી બોલી…"બસ હવે…..ચૂપ થા…..મેં તને માફ કરી દીધો છે…..જો રાહુલ હું તને પ્રેમ કરું છું એ વાત સાચી પણ એ પહેલાં હું તારી એક મિત્ર છું…..મિત્ર હોવાના લીધે હું તારો હમેંશા સાથ આપીશ….બસ તું જો નિયતિ સાથે ખુશ હોય તો હું પણ ખુશ છું….બસ એક વાત કહીશ હવે એની જિંદગી સાથે રમત ન રમતો…...કેમ કે એ પહેલાં થી જ પોતાના પ્રેમ ને ખોઈ બેઠી છે…..અને જો તે એની સાથે કઈ ખોટું કર્યું તો એ સહન નહિ કરી શકે…..જો તું સ્યોર હોય તો જ આગળ વધજે….પરી એ રાહુલ ને સમજાવતા કહ્યું….

આ સાંભળીને રાહુલ બોલ્યો…."હા હું એક દમ સ્યોર છું…હું સાચું એને મારા થી દુર જવા નથી દેવા ઇચ્છતો…..મને સાચું એના થી ખૂબ જ પ્રેમ થઈ ગયો છે…..હું એને પહેલા ની જેમ ખુશ જોવા માંગુ…..અને એની જિંદગી માં ફરી પહેલા જેવા રંગ ભરવા માંગુ છું….."ત્યાં જ પરી બોલી…"હા તો ઠીક છે હું તારી સાથે છું…."હજી તો પરી આગળ બોલે એ પહેલાં જ પાછળ થી અર્જુન નો આવ્યો અને એ બોલ્યો…."હું પણ તારી સાથે જ છું….આ જોઈ રાહુલ ખુશ થઈ ગયો….અને બંને ને હગ કરી લીધું…..રાહુલ ને આ રીતે જોઈ પરી ની આંખમાં આંસુ આવી ગયા…..પણ તે એ ન સમજી શકી કે આ આસું દુઃખ ના છે કે ખુશી ના…..અને એને આંસુ રાહુલ થી છુપાવા લૂછી નાખ્યા..પણ એ આંસુ અર્જુન થી ન છુપાઈ શક્યા……

વધુ આવતા અંકે…….

શું હવે રાહુલ પોતાના દિલ ની વાત નિયતિ ને કરશે?

શું નિયતિ રાહુલ ક્યારેય અપનાવી શકશે??

જાણવા માટે વાંચતા રહો…...અજીબ દાસ્તાન હે યે…...