જય શ્રી કૃષ્ણ મિત્રો,તમારો આટલો સરસ પ્રતિભાવ આપવા માટે ધન્યવાદ..આગળ નાં ભાગ માં આપણે જોયું કે સંજના નું ટ્રાન્સફર થઈ જાય છે બીજા વિભાગ માં ને એ ચિંતા માં આવી જાય છે.. ને રાહુલ એને સમજાવે છે કે તું ચિંતા ના કર કાઈ જ નાઈ થાય..હવે આગળ..
બીજા દિવસે સંજના બહુ જ ગભરાયેલી હોય છે…કે એનો દિવસ કેવો જશે..એટલું વિચારતા વિચારતા તો એ ઓફીસ પહોંચી જાય છે અને એના પપ્પા એને જ્યાં એને ટ્રાન્સફર કરવામાં આવી હોય છે.. ત્યાં મૂકવાં માટે જાય છે..ત્યાંના મેડમ ને મળે છે.. અને કહે છે કે આ મારી દીકરી છે…આનું ધ્યાન રાખજો..એને સમજાવજો કામ કેવી રીતે કરવાનું હોય છે.. ત્યાંના મેડમ સંજના ના પપ્પા ને કહે છે કે તમે ચિંતા નઇ કરો એતો બધું ધ્યાન થી શીખી જશે.સંજના નવી ઓફીસ જોઈને થોડી ઇમોશનલ થઈ જાય છે…એના પપ્પા એને મૂકીને જતા રહે છે ને પછી સંજના ને એકલું એકલું લાગે છે.. ને પોતે એકલી છે એવું ફિલ કરીને એ રડવા લાગે છે..રાહુલ સાથે વાત કરતાં એ ઇમોશનલ થઈ જાય છે..રાહુલ એને સંભાળે છે..આશ્વાસન આપે છે.. કે તું ચિંતા ના કર બધું સારું થઈ જશે..
એમ ને એમ દિવસો વીતતાં જાય છે…ને રાહુલ ને સંજના નો પ્રેમ વધારે ગાઢ બનતો જાય છે.. ને એક દિવસ ના બનવાનું બની જાય છે..સંજના પહેલા જે ઓફીસ માં કામ કરતી હતી ત્યાં એક સાથે કામ કરતો કર્મચારી હોય છે સુરેશ જેને સંજના પણ ખરાબ નજર કરી..સંજના એમને ભાઈ કહીને બોલાવતી હતી ..પણ સુરેશે સંજના પર ખરાબ નજર નાખી..સંજના નો ખબર નહીં કઈ રીતે ફોન નંબર લીધો ..અને સંજના ને ફોન કર્યો..સંજના તો એમના સાથે એક દમ સારી રીતે વાત કરી રહી હતી..સંજના ને તો ખબર પણ ન હતી કે એ સુરેશ એના વિશે શું વિચારી રહ્યો હતો…સંજના ને એ સુરેશે એવું કહ્યું કે મેં તને કાંઈ કહેવા માગું છું..સંજના એ કહયું કે શું કહેવા માગો છો?તો સુરેશ એને I love you કહે છે…સંજના એક દમ ડઘાઈ જાય છે.. કે આ શું કહી દીધું.. એને તો સમજ માં જ નતું આવતું કે એ શું કહે..એને સુરેશ ને કહયું કે હું તમને ભાઈ કહીને બોલવું છું..ને તમે આ બધું વિચારો છો…સુરેશે એને કહ્યું કે તું મને બહું પસંદ છે..પણ સંજના પોતાને મજબૂત કરીને કહે છે કે હું already કોઈને પ્રેમ કરું છું હું તમારા સાથે કોઈ સંબંધ નથી રાખી શક્તી.. બસ હું તમારી દોસ્ત જ રહી શકું છું.. સુરેશ કહે છે કે સારું આપણે સારા દોસ્ત રહીશું.. પણ સંજન ને એ પણ પસંદ નહોતું…જેમતેમ કરીને એ પોતાને સંભાળે છે.. સાંજે જ્યારે એ ઘરે જાય છે તો પણ એ ચિંતા માં જ હોય છે…ને રાહુલ ને કહે છે.. આ બધી વાત કરે છે.. સંજના કહે છે કે હું શું કરું …રાહુલ કહે છે કે હવે એનો ફોન આવે તો એને કહી દેજે કે મારે તારા સાથે કોઈ વાત નથી કરવી …તો પછી એ એનાં જ્યાં પહેલાં ઓફીસ માં હતી ત્યાં એ મેડમ અને એ ભાઈ સાથે વાત કરે છે કે સુરેશ એ મારા સાથે આવી વાત કરી રડતાં રડતાં એ કહે છે આ બધું અને એ મેડમ એને કહે છે કે સંજના તારે આ બધું મને પહેલાં કેમ ના કીધું?કીધુંl હોત તો
અત્યારે તો મેં એને બરાબર સમજાઈ દીધું હોત…સંજના ને એના સાથે કામ કરતાં ભાઈ કહે છે કે તમે એનો ફોન આવે એટલે સીધે સીધું જણાવી દેજો કે હું તમને એવી છોકરી લાગું છું?હું એવી ખરાબ છોકરી નથી જે આ બધું કરું…આજ પછી મારા વિશે આવું બધું વિચારતાં નહીં…એવું ચોખ્ખા શબ્દો માં જ કહી દેજો…એટલે એ બીજી વાર એવું કરવાની હિંમત જ નહીં કરે…સંજના કહે છે..કે સારું હવે આવશે તો હું એવું જ કહીશ…સંજના ચૂપચાપ એની ઓફીસ જતી રહે છે…અને થોડી વારમાં સુરેશ નો ફોન આવે છે.. સંજના હિમ્મત કરીને ફોન ઉઠાવે છે….અને એક જ શ્વાસ માં એને કહી દે છે કે આજ પછી એ આવું બધું સહન નહીં કરે અને એના મોબાઈલ માં થી એનો નંબર delete કરી દેવા કહે છે….અને આજ પછી એના સાથે વાત કરવાનું પણ ના કહી દે છે…સંજના ને આવું કહીને એટલી શાંતિ મળે છે…એને બહુ જ હાશ થાય છે…પછી રાહુલ નો ફોન આવે છે.. અને સંજના રાહુલ ને બધું જ જણાવે છે…રાહુલ પણ એને કહે છે કે જોયું મેં તને કહ્યું હતું ને કાંઈ નહીં થાય બધું સારું થઈ જશે ..થઈ ગયું ને હવે તું બિલકુલ ચિંતા ના કર હું છું ને તારા સાથે…
સંજના પણ આ વાત ને ત્યાં જ દબાઈ દે છે એ કોઇને આ વાત કહેતી નથી…એવામાં તહેવારો ની શરૂઆત થઈ જાય છે…ને રક્ષાબંધન આવે છે…રક્ષાબંધન આવતાં પેહલા સંજના રાહુલ ને કહે છે કે એ રાહુલ ને મળવા માગે છે…રાહુલ પણ કહે છે કે મારે પણ તને મળવું છે…તને જોવી છે…મન ભરીને ….સંજના કહે છે કે તો પછી મને મળવા કેમ નથી આવતો?મારે પણ તને જોવો છે …મળવું છે…કેમ કે આપણે બંને એ રિયાલિટી માં એકબીજા ને જોયા જ નથી બસ ફોટો માં જ જોયા છે…રાહુલ કહે છે કે હા હું પણ ચાહું છું..કે આપણે મળીએ.. એક બીજાને જોઈએ વાત કરીએ ,એક બીજા સાથે સમય પસાર કરીએ…પણ મન માં એક ડર છે…સંજના કહે છે કે ડર કઈ વાત નો ડર?રાહુલ કહે છે કે તું આટલી સારી દેખાય છે ને હું તો એવો છું પણ નહીં …તો તું મને રિજેક્ટ કરી દઈશ તો?સંજના કહે છે કે આપણે એક બીજાને દિલ થી પ્રેમ કરેલો છે..ચહેરો જોઈને નહીં…સંજના કહે છે કે ડર તો મને પણ લાગે છે.. રાહુલ કહે છે શાનો ડર?સંજના કહે છે કે તારી height મારા કરતાં બહુ વધારે હશે તો?રાહુલ કહે છે કે બસ તને આટલી જ ચિંતા છે?હમણાં તે જ તો મને સમજાયું કે પ્રેમ દિલ થી કરેલો છે..તો આ બધું શુ જોવાનું?સંજના ને રાહુલ સાંત્વના આપતાં કહે છે કે ચિંતા ના કર મારી height તારા best friend જેટલી જ છે…કાઈ વધારે નથી…એટલે તું ચિંતા ના કર તું તો બસ મળવાની તૈયારી કર …કાલે રક્ષાબંધન છે..ને …full enjoy કરજે…ok.. સંજના જવાબ આપતાં કહે છે કે સારું..રક્ષાબંધન પતશે એટલે હું તને મળવાનું બધું કહીશ ક્યારે અને ક્યાં મળવાનું છે એ રાહુલ સંજના ને જવાબ આપતાં કહે છે…
ક્રમશઃ
મિત્રો શું લાગે છે તમને રાહુલ અને સંજના એક બીજાને મળી શકશે?કે બંને વચ્ચે કોઈ તૂફાન આવશે?બંને એકબીજા ને જોઈને ખુશ થશે કે નહીં?જાણવાં માટે વાંચતા રહો જીવન નો સંગાથ પ્રેમ…મિત્રો તમારો ખૂબ આભાર.. કે તમે મારી આ પ્રેમકથા ને આટલો પ્રતિભાવ આપ્યો…આવી જ રીતે પ્રતિભાવ આપતાં રહો…મારાથી કાંઈ ભૂલ થઈ હોય તો તમે inbox માં કહી શકો છો.. અને તમે મને ઇન્ટ્રાગ્રામ પર પણ follow કરી શકો છો.. surbhi.parmar.581 પર….