પરિમલ પૂરપાટ ગાડી ચલાવતો પોતાના ઘરે જાય છે... રમાબેન કે જે તેમના ઘરે કામ કરતા હતા તેમણે કહ્યું "પુષ્પાબેનને ચક્કર આવતા તેઓ પડી ગયા એટલે મેં જ તમને બોલાવ્યા છે."
પરિમલ તરત પુષ્પા પાસે ગયો..એ અંદર દાખલ થયો કે તરત પુષ્પાએ પોતાનુ કામ ચાલુ કરી દીધું.
પરિમલ:"પુષ્પા શું થયું હતું કેમ તને ચક્કર આવ્યા હતા? તારે મને ફોન તો કરવો જોઈએ ને?? "
પુષ્પા:"અરે શાંતિ રાખો બધું આજેજ પૂછી લેશો કે શું? આજે મજા જેવું નહોતુ એટલે જરા ચક્કર આવી ગયા હતા.
પરિમલ:"અરે પણ તો તારે ઉપવાસ કરવાની જરૂર ક્યાં છે? હવે ઉપવાસ ન કરતી "
પુષ્પા:"ઓકે હવે નહીં કરુ બસ!! "
પુષ્પાએ હસીને બહાનુ બનાવી વાતને ટાળી નાખી પરંતું એ જાણતી હતી કે હશે તે બહુ થોડા દિવસની મહેમાન છે!! તેણે પહેલાજ બધા રિપોર્ટ કરાવી લીધા હતા... તેને કેન્સર હતું,!!! ક્યારેય તકલીફ નહોતી થઈ પરંતું તેની પુત્રી અવનીનો જન્મ થયો ત્યારે જ ડોક્ટરે તેને કહ્યું હતું કે એને છેલ્લાં સ્ટેજનું કેન્સર છે!!!
વાત કહેવાનો યોગ્ય મોકો તે હજુ તલાશી રહી હતી..ઘરે જાણ કરે તો બધા ભાંગી પડશે એમ વિચારીને તે કોઈને જાણ કરવા માંગતી ન હતી...એક દિવસ તેણે પરિમલને ખૂબ ખુશ જોયો ત્યારે તેણે કહ્યું
"પરિમલ આજથી અવનીને દૂકાને લઇ જાવ તો કેમ રહેશે."
પરિમલ ચોંક્યો "પુષ્પા કેમ આજે અવનીને લઇ જવાનું કહે છે? તારી તબીયત તો ઠીક છે ને?"
પુષ્પા:"અરે માનો કે કદાચ મને કંઈક થઈ જાય તો તમે એને સાચવી શકો કે નહીં એ મારે જોવુ છે."
પરિમલ:"પણ તને કેમ કાંઈ થઈ જાય?જીંદગીભર સાથ નિભાવવાની કસમો કાંઈ અમથી થોડી ખાધી છે? જાનેમન તને બચાવવા હું મારો પણ જીવ આપી દઉં ખબર છે?"
પુષ્પા:"પણ તમારો જીવ આપતા પણ મને ન બચાવી શકો તો શું તમે પપ્પા માટે, અવની માટે ન જીવી શકો?"
પરિમલ આવા સવાલ-જવાબથી અકળાયો હતો.. તે પુષ્પાના આવા વર્તનને સમજી શકતો નહોતો..
પુષ્પા આડકતરી રીતે હવે અવનિ અને પરિમલ તરફ ઓછુ ધ્યાન દેતી હતી..
પરિમલને પણ કાંઇક અજુગતું લાગતું હતું પરંતું થોડા સમયમાં બધું સામાન્ય થઇ જશે એવું વિચારી તે ચૂપ રહ્યો...
એક દિવસ અચાનક તેના હાથમાં પુષ્પાની ફાઈલ આવી,તેણે બધા રિપોર્ટ જોઈ લીધા હતા... તે પુષ્પાને ખોવાના ડર માત્રથી ધ્રુજી ઉઠ્યો!!! તેનુ મગજ સુન્ન થઇ ગયુ હતું.વિચાર શક્તિ જાણે કે હણાઈ ગઈ હતી..આખી દુનિયા વચ્ચે પોતાની અને પોતાની અવનિને જાણે કે એકલા પડી ગયા હોય એવું અનુભવી રહ્યો હતો...
તે ફાઇલ લઈ સીધો પુષ્પા પાસે ગયો...નાના બાળક માફક રડી પડ્યો,,,પુષ્પાને ખબર પડી ગઈ કે નક્કી પરિમલ જાણી ગયો છે... પરિમલના વાળમાં આંગળા ફેરવતા તે બોલી,"જે જન્મે છે તે અવશ્ય મરે છે, મારા મરવા પર શોક ન કરતા તમેજ ભાંગી પડશો તો પપ્પા અને અવનિને કોણ સંભાળશે??? એમ રડવાથી કાંઈ મળવાનું નથી."
પરિમલની તો જાણે દુનિયા લૂંટાઈ ગઈ હતી,તે બોલ્યો"તારા મૃત્યુ ને રોકવાની સંભવ કોશિશ કરીશ,ગમે તેટલો ખર્ચ કરીને પણ તને બચાવી લઈશ પણ તને ખબર હતી તો પહેલા મને કહેવું તો પડેને?
હું ગમે તેમ કરીને તને બચાવી લેત."
પુષ્પા બોલી"મને પણ ક્યાં ખબર હતી? પરંતું દુખાવો થતાં હું તપાસ અર્થે હોસ્પિટલ ખાતે ગઈ હતી ને ત્યારે ખબર પડી કે ત્રીજા સ્ટેજનું કેન્સર છે.. હવે કાંઈ થઈ શકે એમ નથી.. મૃત્યુ નજીક આવીને ઊભુ છે ને હું તમારાથી જોજનો દુર પહોંચી ગઈ છું,,હવે તો આવતે ભવ મળીશું.. તમે સાચા હ્રદયથી જો મને ચાહી હોય તો આપણી અવનિને જીવનભર સુખ આપવાનો વાયદો કરો."
પરિમલ કહે"હું તને મારાથી દૂર નહીં જવા દઉં. તારા વગર મેં મારા જીવનની કલ્પનાજ નથી કરી. તુજ કહે આત્મા વગર વ્યક્તિ કેમ જીવે? "
પુષ્પા બોલી"કલ્પના તો કોઈ એ નથી કરી હોતી પરંતું દરેકને મરવું પડે છે. હું પણ મારા પિતાને ખૂબ ચાહતી હતી પરંતુ તેમના અવસાન પછી પણ જીવન જીવવું પડ્યું ને? અવનિ, પપ્પા, તમને કોઇને છોડીને જવા હું ક્યાં માંગુ છું પરંતું તોય જવુ પડે છે ને? કોઇના જવાથી દુનિયા પૂરી નથી થઈ જતી.. જિંદગી નવેસરથી જીવવી પડે. મારા મૃત્યુના પ્રસંગને અવસરમાં ફેરવજો,રડશો તો મને દુઃખ થશે."
પરિમલ હજુ હિંમત નહોતો હાર્યો. પોતાના ડોક્ટર મિત્ર મેહૂલ દેસાઈ ને મળ્યો,દવાઓ કરાવી પરંતું એમણે પણ હાથ હેઠા મૂકી દીધા..હવેતો શેક લઇ ને પુષ્પા પણ હિંમત હારી ચૂકી હતી,, ગાંઠો પણ નીકળી આવી હતી.. પરિમલ એક નાના બાળકને સાચવે એમ પુષ્પાને સાચવતો હતો પરંતુ એ જાણતો હતો કે હવે પુષ્પા બહુ લાંબુ નહીં ખેંચે....
પરિમલની મુશ્કેલીઓ ઘટવાનું નામ લેતી નહોતી.એક તરફ નાનકડી અવનિ, વૃદ્ધ પિતા, કેન્સર પીડિત પુષ્પા કોને સંભાળે એ?
પુષ્પાએ એને પોતાના મરણ બાદ નહીં પરંતું પોતાના જીવતે જીવ બીજા લગ્ન માટે દબાણ કર્યું..અવનિને સાચવનાર તેની નવી મમ્મી કેવી હશે?એ અવનિનું કેવુ ધ્યાન રાખશે? એ બધું જીવતે જીવ જોવા માંગતી હતી.
પરિમલના પિતાએ કહ્યું તારી આશા માસીની જેઠની દિકરીના ડિવોર્સ થઇ ગયા છે એ સુગંધા કદાચ આપણી અવનિને સાચવી લેશે.તારી હા હોય તો હું વાત કરીજોઉ.
પરિમલ બીજા લગ્ન કરવા માગતો ન હતો પરંતું પિતા અને પુષ્પાના દબાણને વશ થઈને તેમજ અવનિના ભાવિનો વિચાર કરીને તેણે નાછૂટકે હામી ભરી દીધી..
લગ્ન લેવાયા,અંદરથી અશક્ત પરંતુ કોઈની પરવા કર્યા વગર પુષ્પા હોંશથી કામ કરતી રહી..એવુ લાગતુ હતુ જાણે પોતે હમણા ફસડાઈ પડશે.. પરંતુ એ હિંમત ન હારી..
વાજતે ગાજતે જાન લઇને જવાની પુષ્પાની ઈચ્છા હતી પરંતુ પરિમલ તૈયાર ન થયો.. ચોરીના મંડપમાં પોતાના પતિને અવિરત નિહાળી રહી હતી.. તે સુગંધાનો હાથ પરિમલના હાથમાં આપી બોલી"આજથી મારા ઈશ્વર તને સોંપુ છું,એમનુ ધ્યાન રાખજે,"
જાન પરણીને આવી તો પોંખવા માટે તે તૈયાર થઈ ગઈ,, જોનાર લોકો હીબકાં ભરી રડતા રહ્યાં... આ તે કેવો ૠણાનુબંધ!!! એક પત્ની પોતાના પતિના બીજા લગ્ન માટે આટલી ખુશ!!! પોતાના મૃત્યુ ના ભયને તો એ જાણે ભૂલીજ ગઈ છે!!! આ દ્રશ્ય લોકોએ પહેલી વાર જોયું...
આગળ શું થશે એ જાણવા હવે છેલ્લો ભાગ વાંચવો પડશે