વીરેન સરનું જોશિલું ભાષણ સાંભળ્યા પછી મનાલીએ પોતાના સમ્રાટ વગર જ જવાનું નક્કી કર્યું. તેણીએ હિંમત ના હારી, તેણે અનુભવાયું કે સાચી પરીક્ષા હંમેશા પ્રતિકૂળ પરિસ્થિતિમાં જ થાય છે. અને એમાંથી જ સાચી કલાકારા બહાર આવે છે. મનાલીએ પોતાના ગુસ્સા પર હલકી એવી બ્રેક મારીને કાબૂ કર્યો. હવે મનાલી ઓડિશન આપવા માટે જવાની હતી. અક્ષર તો મનાલી થી દૂર ચાલ્યો ગયો હતો. અક્ષરને ડર હતો કે આજે મનાલી તેનું પતન ના કરી નાખે. મનાલીએ બધા લોકોને પોતાના ખરાબ વર્તન માટે માફી માંગી, અને પોતાનું ગુસ્સે હોવાનું કારણ જણાવ્યું. મનાલીએ તેના સમ્રાટ વગર જવાનું નક્કી કર્યું. વીરેન સર દ્વારા આપવામાં આવેલ મોટીવેશન તેમજ ઉદાહરણ દ્વારા મનાલીમાં એક અલગ જ પ્રકારનો નશો છવાઈ ગયો હતો. આજે મનાલીએ રાઉન્ડમાં સારુ પર્ફોમન્સ આપ્યું હતું. ફાઇનલ માટે ચાર લોકો સિલેક્ટ થવાના હતા. આ ઓડિશનનું પરિણામ રેડિયો પર જાણીતા હોસ્ટ તેમજ આર.જે. ગૌતમ પોતાના શોમાં જાહેર કરવાના હતા.
સાંજનો સમય થયો, સાડા ચાર વાગ્યા હતા. મનાલીએ રેડીયો ચાલુ કર્યો.
"હેલો ફ્રેન્ડ્સ, ધિસ ઈઝ આર.જે. ગૌતમ.
આવી ગયો છું આજના ચટાકેદાર ગપાટા લઈને, પણ એ પહેલાં ગુજરાતના પ્રખ્યાત બિઝનેસ મેન સેઠ બ્રધર્સ દ્વારા આયોજિત ધી વોઇસ ઓફ ગુજરાત સીઝન 3 ના ચાર ફાઈનલ ગાયકોના નામ જાહેર કરીશ.
1. રાજ મહેરા, 2. ઝલક ઝા, 3. મનાલી પાઠક અને 4. વિવિધા ભટ્ટ. તો હવે થોડી વાર લઈશું એક નાનકડો બ્રેક. ત્યાં સુધી બન્યા રહો તમારા ફેવરિટ શો ગપાટા વિથ ગૌતમ પર."
મનાલી રેડિયો પર ઓડીશનનું રીઝલ્ટ સાંભળીને ખુબ જ ખુશ થઇ ગઈ હતી. મનાલીની આ મહેનત રંગ લાવી હતી સાથે સાથે વીરેન સરે આપેલું ભાષણ પણ સફળ થયું હતું.
મિત્રો, સારો શિક્ષક સમજણ આપે છે. ઉત્તમ શિક્ષક નિર્દેશન આપે છે અને મહાન શિક્ષક પ્રેરણા આપે છે. દરેક વ્યક્તિના જીવનમાં શાળાનાં સંભારણાં યાદગાર બની રહે છે. આપણે જો યાદ કરીએ તો આપણા જીવનમાં કેટલાક શિક્ષક આપણને આદર્શરૂપ બને છે તેવા શિક્ષકો પોતાનામાં રહેલા ગુણોને કારણે વિદ્યાર્થીઓને પ્રભાવિત કરે છે. શિક્ષકે Counsellor તરીકે વિદ્યાર્થીઓના શિક્ષણ, શાળા પર્યાવરણ, મિત્રો અને કુટુંબને લગતા પ્રશ્નો જાણી તેને દૂર કરવા વિદ્યાર્થીઓનું Counselling કરવું. સલાહકાર તરીકે શિક્ષકે લાગણીશીલ, પ્રેમાળ બનવું અને વિદ્યાર્થીઓ સાથે આત્મીયતા કેળવી તેમના મિત્ર બનવું.
અહીં એક પંક્તિ યાદ આવે છે કે
કાષ્ઠને ચંદન કરે,
ઉરને નંદન કરે,
તેવા શિક્ષકને
કોણ ન વંદન કરે ?
આ નવલકથામાં શિક્ષક અને શિક્ષણ બંને શબ્દોને અમુક ફકરાઓ સ્વરૂપે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ નવલકથામાં લખાયેલા ફકરાઓમાંથી અમુક લેખકના પોતાના વિચારો પણ છે અને બાહ્ય સ્ત્રોતોનો ઉપયોગ કરીને લીધેલા ફકરાઓ પણ છે આ ફકરાઓ શિક્ષણ અને શિક્ષક શબ્દો શ્રેષ્ઠ રીતે સમજાવવા માટે જ લીધાં છે.
આદર્શ શિક્ષક એ છે જે વિદ્યાર્થીનું સન્માન કરે છે. વિદ્યાર્થીમાં સમાજિક સભાનતા કેળવે છે. માયાળુ અને પ્રેમાળ હોય છે. દરેક વિદ્યાર્થી માટે સરખું માન ધરાવે છે. ભણવવા પ્રત્યે પ્રેમ ધરાવે છે. વિષયમાં તજજ્ઞ હોય છે. વિષયને રસમય શૈલીમાં રજુ કરવાની ક્ષમતા ધરવતો હોય છે. વિદ્યાર્થીઓ સાથે જીવંત સંપર્ક રાખવાની તેનામ ક્ષમતા છે. અને વિષયમાં વ્યવસાયિકતાને પ્રાધાન્ય આપે છે.
આ નવલકથામાં અને શિક્ષણ બંને શબ્દોના અને અમુક પકરા સ્વરૂપે સમજાવવાનો પ્રયત્ન છે આ નવલકથામાં લખાયેલા ફકરાઓ માંથી અમુક લેખકના પોતાના વિચારો પણ છે અંક બાહ્ય સ્ત્રોતોનો ઉપયોગ કરીને લીધેલા ફકરાઓ પણ છે આ ફકરાઓ શિક્ષણ અને શિક્ષક શબ્દો શ્રેષ્ઠ રીતે સમજાવવા માટે જ લીધાં છે.
આદર્શ શિક્ષક એ છે જે વિદ્યાર્થીનું સન્માન કરે છે. વિદ્યાર્થીમાં સમાજિક સભાનતા કેળવે છે. માયાળુ અને પ્રેમાળ હોય છે. દરેક વિદ્યાર્થી માટે સરખું માન ધરાવે છે. ભણવવા પ્રત્યે પ્રેમ ધરાવે છે. વિષયમાં તજજ્ઞ હોય છે. વિષયને રસમય શૈલીમાં રજુ કરવાની ક્ષમતા ધરવતો હોય છે. વિદ્યાર્થીઓ સાથે જીવંત સંપર્ક રાખવાની તેનામ ક્ષમતા છે. અને વિષયમાં વ્યવસાયિકતાને પ્રાધાન્ય આપે છે.
શિક્ષણમાં, શિક્ષક એ વ્યક્તિ છે જે અન્યોને શાળાકીય શિક્ષણ પૂરું પાડે છે. એક એકલા વિદ્યાર્થીને શિક્ષણની સુવિધા આપનાર શિક્ષકને વ્યક્તિગત શિક્ષક પણ કહી શકાય. ઘણા દેશોમાં, રાજ્યદ્વારા ચાલતી શાળાઓમાં શિક્ષક બનવા ઈચ્છતી વ્યક્તિએ પ્રથમ યુનિવર્સીટી(વિદ્યાપીઠ) કે કોલેજ(મહા શાળા) તરફથી વ્યાવસાયિક યોગ્યતા કે પ્રમાણપત્રો ફરજિયાતપણે પ્રાપ્ત કરવા પડે છે. શિક્ષકની ભૂમિકા સંસ્કૃતિઓ મુજબ બદલાઈ શકે. શિક્ષકો વાંચન-લેખન અને સંખ્યા-જ્ઞાન, કે અમુક અન્ય શાળાના વિષયો શીખવી શકે. અન્ય શિક્ષકો કારીગરી કે રોજગારલક્ષી તાલીમ, કલાઓ, ધર્મ કે અધ્યાત્મ, નાગરિકશાસ્ત્ર, સામુદાયિક ભૂમિકાઓ, કે જીવન જીવવાની કળાનું માર્ગદર્શન પૂરું પાડી શકે. ધાર્મિક અને આધ્યાત્મિક શિક્ષકો, જેમ કે ગુરુઓ,મુલ્લાઓ, રબ્બીઓ પાદરીઓ/યુવા પાદરીઓ અને લામાઓ ધાર્મિક પાઠો શીખવે છે જેમ કે કુરાન, તોરાહ કે બાઈબલ.
હવે વિદ્યાર્થીઓની નવમા ધોરણની વાર્ષિક પરીક્ષા નજીક આવી રહી હતી આ વખતે પણ ધારા કિશન અને અક્ષરની ટીચર બનીને ભણાવી રહી હતી. આ વખતે ધારાને નવી જ સ્ટુડન્ટ મળી હતી. આ સ્ટુડન્ટ એટલે દવે દેવાંશી. દેવાંશી અને અક્ષર ખૂબ જ મસ્તી કરતા. આ બંને કિશનને ભણવા પણ ન દેતા. કિશનને પાસીંગ માર્ક્સ મેળવવાના પણ વાંધા હતા, એટલે ધારા અક્ષર અને દેવાંશીને ખીજાતી હતી. આવું પરીક્ષા સુધી ચાલતું રહ્યું, હવે પરીક્ષા પૂર્ણ થઇ હતી. બધાએ ખૂબ જ સારી રીતે પરીક્ષા આપી હતી. આ વખતે પણ અક્ષરનું રીઝલ્ટ પાસ જેટલે પહોંચી ગયું હતું. કિશનના રીઝલ્ટમાં ગણિત વિષયમાં 37 ગુણ આવ્યા હતા. વિદ્યાર્થીઓને વેકેશન તો પડી જ ગયું હતું. વેકેશન પછી વિદ્યાર્થીઓએ બોર્ડ નામના જમ્બો વિલનનું સામનો કરવાનો હતો તેમજ સ્કુલનું છેલ્લું વર્ષ પણ હતું.
હવે મળીશું નવા ધોરણમાં નવી ધમાલ સાથે.
આગળ જાણવા માટે વાંચતા રહો....
ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી
ig:- @author.dk15
FB:- Davda Kishan
eMail:- kishandavda91868@gmail.com