નહિ માનસી તું મારી સાથે એવું ન કર.હું તો તને દરરોજ મળીશ..!!મળીશું વિશાલસર આપણે દરરોજ મળીશું કોલસેન્ટરમાં પણ એકબીજા સાથે વાત કે એકાંત નહિ.
********************************
મને આવી શરત તારી મંજુર નથી..!!!મને ખબર છે તું શા માટે કે છો કે આવી શરત તને મંજુર નથી.તું પાયલ સાથે રહેવા માંગે છે,અને મારો લાભ લેવા માંગે છે.
નહિ હું કદાપી એવું બનવા નહિ દવ વિશાલ.
ઓકે માનસી તો તું પણ યાદ રાખજે.હું પણ તને છ મહિના પછી પણ હવે નહિ મળું,અને મારી સાથે લગ્ન કરવાનું પણ સપનું પણ તું ભૂલી જજે.ફટાક કરતો દરવાજો વિશાલે સર ખોલ્યો અને તે દરવાજાની બહાર નીકળી ગયા.
માનસી એ જોરથી રાડ નાંખી વિશાલ..!!વિશાલ..!!!
અને તે બિસ્તર પર બેઠી થઈ.શરીર પણ પરસેવાથી રેબઝેબ થઇ ગયું હતું.તે એક સપનું જોઈ રહી હતી.ઘડિયાળ પર જોયું તો સવારના સાત વાગી ગયા હતા.આઠ વાગ્યે મીટીંગમાં જવાનો સમય હતો.તે જલ્દી ત્યાર થઈ મીટીંગ રૂમમાં આવી.
થોડીજવારમાં અમારી મીટીંગ શરૂ થવાની હતી.આજ અમારી મીટીંગનો છઠો દિવસ હતો.આજના ગેસ્ટ હતા "મનહર ઓજા" થોડીજવારમાં વિશાલસરની સાથે મનહર ઓજા મીટીંગ રૂમમાં હાજર થયા.
આજ તેમનો વિષય હતો."જિંદગી એક સ્કૂલ છે" થોડીજવારમાં તેમણે તેની વાત રજૂ કરી. રાહુલ એક મોચી હતો એક દિવસ તેનો બધો જ સમય રાજકારણની ચર્ચામાં જતો રહ્યો,અને પોતાનું કામ તેમણે કર્યું ન હતું.પોતાની આ કમી પૂરી કરવા તે રાત્રે મોડે સુધી મોચી કામ કરતો રહ્યો.મધરાત થઈ ગયેલ પણ તે કામમાં જ હતો તેના કામના અવાજથી એક છોકરાની ઉંઘ ઉડી ગઈ ઉઠ્યો અને તિરાડમાંથી જોતો હતો તે બોલ્યો..મોચી..!!!એ મોચી... આખો દિવસ તો નકામી દોડધામ કરે છે રખડતો રહે છે અને રાત્રે કામ કરે છે,રાહુલને આ બાળકના શબ્દો કાને પડ્યા બાળકની વાતથી તેણે એ જ ઘડીએ પોતાનું કામ બંધ કરી દીધું.
બીજે દિવસે રાહુલે પોતાના મિત્રને આ વાત જણાવી મિત્રે કહ્યું તે છોકરાને ધમકાવ્યો નહીં ના રાહુલે કહ્યું તારે તો એને પકડીને મેથીપાક આપવાનો હતો મિત્ર બોલ્યો ના ભાઈ ના મેં તો એ જ કર્યું મારા હાથમાં નો ઓજારો હેઠા મૂકી દીધા તે ખરેખર સાચું કહેતો હતો.
રાહુલને બાળકનો અવાજ દેવદૂત જેવો લાગ્યો તેને પોતાની ભૂલ તરત જ સમજાય એ ઘડી તે પોતાનું બધું કામ સમયસર કરવા લાગ્યો સમય વેડફી નાખવાનું તેણે તદ્દન બંધ કરી દીધું અને પછી તે વિશ્વ ના મહાન વૈજ્ઞાનિક તથા લેખક બન્યો.(સેમ્યુઅલ ડ્રયું)
ક્યારેક ક્યારેક આવી નાની નાની વાતોમાં માનવીના જીવનમાં એકદમ પરિવર્તન લાવે છે.એવું જ મનીષના જીવનમાં બનેલ તે પુસ્તક બાઇન્ડીંગ નું કામ કરતો હતો તેની પાસે બાઇન્ડીગમાં ગણિતનુ પુસ્તક આવેલું ગણિતનું પુસ્તક પર તે કાગળ લગાવતો હતો ત્યાં એક કાગળ પર અચાનક તેની નજર પડી આંગળી ઉપર લખ્યું હતું
"ચાલ..ચાલતો રહે,મારા ભાઈ ! તારી સામે જે કાંઈ વિઘ્નો આવશે.તે તારી પ્રગતિ આગળ ધીમે ધીમે પુરા થવા માંડશે આગળ વધતો જા.એક દિવસ જરૂર અજવાળું થશે અને મારા ભાઈ તારું જીવન ઝગમગી ઉઠશે પણ તું આગળ વધતો રહજે.એ કાગાળિયા પર લખેલા એ વાક્યથી તેની કાયા પલટ થઈ ગઈ.ઈશ્વરનો સંકેત સમજી તે આગળ વધવા લાગ્યો.
સ્કૂલમાં તમે ગમે તેટલું તમે ભણો પરંતુ જિંદગીની નિશાળના પાઠ તમે નહીં શીખો ત્યાં સુધી તમે જીવનમાં કંઇ જ કરી શકવાના નથી.
પ્રવીણ પોતાના વિરોધી શત્રુના વખાણ કરતા કહ્યું મારો પ્રતિસ્પર્ધી જ મારો સાચો સહાયક છે મુશ્કેલીઓ વચ્ચે આપણો તો સંઘર્ષ જ આપણને આપણા દેશ પ્રત્યે સજાગ રાખે છે,તે આપણને મજબૂર કરે છે કે આપણે આપણા મુખ્ય ઉદ્દેશ સાથે બધી જ દૃષ્ટિએ જોડાયેલા રહીએ આપણે આપણા પ્રતિસ્પર્ધીને લીધે જ આપણે આપણા કામની ઉપરછલ્લું ન કરતા ઝીણવટથી તપાસ કરીએ છીએ.
જીવનની વાસ્તવિક્તા છે,આથી આપણા વિરોધીને આપણે બરાબર ઓળખી લેવો જોઈએ.આપણા વિરોધને કારણે જ આપણી સુષુપ્ત શક્તિઓ જાગ્રત થઈને કાર્યોમાં પરિણમે છે.વિશ્વના બધા જ મહાપુરુષો કોઈને કોઈ વિરોધી ને કારણે જ પ્રગતિ સાધી શક્યા છે આપણું કોઈ વિરોધી ન હોય અપમાન કરનાર કોઈ ન હોય તો તો આપણે અવગણી આળસુ અને નકામાં થઇ જઇશું આથી જ આપણે આપણા વિરોધીઓનો આભાર માનવો જોઈએ જીવનની પાઠશાળામાં આપણને સાચો માર્ગ દર્શાવનાર આપણો વિરોધી છે,શત્રુ જ છે.
બે બાળકો હતા,એક બાળક માતા પિતાને ખૂબ વહાલું સંતાન હતું.શિયાળામાં ઠંડીમાં બીજા બાળકો બરફમાં રેહેતા હોય છે ત્યારે આ બાળક તાપણું કરીને ગરમી લેતું હોઈ છે.પથારીમાં મોડે સુધી આરામ થી ઊંઘયા કરે છે.તેના ગજવામાં હંમેશા સારી સારી મીઠાઇ હોય છે.તેના માતા-પિતા રાત-દિવસ સતત તેની સંભાળ રાખે છે.
આવું બાળક ઉઘાડા પગે ફરતા પોતાની સહાય ને જુએ અને તેના પ્રત્યે દયા દાખવવી તેના તરફ દુઃખ થાય અને બીજો બાળક સવારે વહેલા ઊઠીને ગાયો ભેંસો ચરાવવા જતો હોય બાળક ને પેટ પૂરતું ખાવા ન મળતું હોય તેના માતા-પિતા તેની કોઈ ચિંતા ન કરતા હોય પહેરવા માટે ગણ્યાગાંઠયા કપડા તેની પાસે હોય ગળ્યું ખાવાનું તેને ક્યારેય મળતું જ ન હોય તો બાળક જીવનમાં પોતાની કાયાકલ્પ કેવી રીતે કરશે.આવા ઉછેર પામેલ બાળક સફળતાનાં શિખરો કેવી રીતે સર કરશે,પણ માનવ ઇતિહાસ અને માનવીના અનુભવ વાતના સાક્ષી છે કે આવું બાળક જ જીવનમાં સફળતા હાંસલ કરી શકે છે જીવનની સાચી શાળાનો આ જ આદર્શ વિદ્યાર્થી છે જીવનની પ્રત્યેક પરીક્ષામાં તે સદા ઉત્તીર્ણ થાય છે.
કુદરતને બેકારી અને ગરીબી પ્રત્યે નફરત છે, ગતિહીનતાને કુદરત ધિક્કારે છે,આ બધા તો દુર્ગુણ છે તે ગરીબ છે કે નહિ તે સવાલ જ ઉભો થતો નથી.
એક વ્યક્તિ તેના ગધેડા પર દૂધ પહોંચાડવાનું કામ કરતો હતો.એક દિવસ એક શિલ્પી એની મૂર્તિ ગધેડા પર લઈ જવાનું કહ્યું એ વ્યક્તિ તો મૂર્તિને ગધેડા પર લઇને ચાલવા માંડ્યો પણ તે થોડા આગળ જતાં મૂર્તિ તૂટી ગઈ.પહેલો શિલ્પકાર ખુબ રોષે ભરાયો અને એ વ્યક્તિ જેલમાં ધકેલી દીધો.તેને ખૂબ મોટો આંચકો અનુભવ્યો.
પણ જેલમાં તે માટીની મૂર્તિઓ બનાવવા માટે જેલમાંથી છૂટ્યો પછી તો તે મોટો શિલ્પી બની ગયો અને જોતજોતામાં તેનો વ્યવસાય ખૂબ ધમધોકાર ચાલવા માંડ્યો.તેમણે ઘણી બધી મૂર્તિઓ ઊભી કરી દીધી અને તે વિશ્વવિખ્યાત બની ગયો.જોયું તમે બંને વ્યક્તિઓએ જીવનની પાઠશાળા માંથી જ્ઞાન લઈ ને કેવી રીતે પ્રસિદ્ધિનો સોપાન સર કરે છે.
જીવનની નિશાળમાંથી પાઠ ભણીએ,પોતાની જાતને ક્યારેય હીન ન સમજો અને જીવનના કાયાકલ્પનો સંકલ્પ કરો.તમે જે ઈચ્છતા હશો તે બધું તમને અચૂક મળશે.
થોડીવારમાં વિશાલ સર સ્ટેજ પર આવ્યા,અને મનહર ઓજાનો આભાર માન્યો.અમે બધા બપોરનું ભોજન લઇ અમારી રૂમમાં ગયા.આજ કોઈને કોઇ પણ જગ્યાએ જવાનો મૂડ ન હતો.માનસી વિશાલસરના ટેન્શનમાં હતી તો ધવલ માનસીના ટેન્શનમાં હતો.વિશાલ સર માનસી અને પાયલના બંનેમાં ટેન્શનમાં હતા.અનુપમ આ બધાની ચિંતા કરી રહ્યો હતો.પલવીને તો આ બધી રામાયણની કઈ ખબર જ ન હતી એટલે તે તેનું જીવન એ જ રીતે જીવી રહી હતી કે જેવું કાલ જેવી રહી હતી.
થોડો આરામ કરી ધવલ અનુપમની રૂમમાં ગયો.અનુપમ હજુ આરામાં જ હતો.તે ધવલના આવાથી બેડ પર બેઠો થયો.કેમ કાલ સાંજે પલવી ફોનમાં વાતો કરી હતી?હા,યાર પ્રેમ કરવા માટે થોડું બલિદાન તો આપવું પડે ને..!!!વાહ રે અનુપમ તું તો શોર્ટ મારવા લાગ્યો.હજુ તો થોડાદિવસ થયા તારે અને પલવીને.
આજ સાંજે પલવી એ મને તેની રૂમમાં બોલાવ્યો છે.હું સાંજે તેની રૂમમાં જશ કયારે બહાર આવું તે નક્કી નહિં,પણ આજ વિશાલસર પર ધ્યાન રાખજે તું આજ સાંજે તે માનસીના રૂમમાં આવશે જ.માનસીને તેના ચક્રવ્યૂમાં વિશાલસર ફસાવી રહ્યા છે,પણ માનસીને આપણે એ ચક્રવ્યૂમાં ફસાવા દેવી નથી.
***********ક્રમશ**************
લેખક -કલ્પેશ દિયોરા.
આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...
મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.
મો-8140732001(whtup)