પ્રાર્થના
સત્ય ઘટના. પ્રાર્થના માં બહુ મોટી તાકાત હોય છે. પ્રાર્થના સાચા હ્દય થી અને લોક કલ્યાણ અંગે હોય તો જરૂર થી સ્વીકારાય છે. આ વાત નો પરિચય મને ઘણીવાર થઇ ગયો છે. પ્રાર્થનામાં જાદુઇ શક્તિ રહેલી છે. કોકવાર લાખ પ્રયત્નો છતાં સમસ્યાનો ઉકેલ ના મળતો હોય ત્યાં સાચા દિલ થી કરેલી પ્રાર્થના થી તે સમસ્યા ક્ષણવાર માં નાબૂદ થઇ જાય છે.
આ પ્રાર્થનાના તો કોઇ નું ભલું કરવા માટૅ હતી. એક નહી બે નહી પણ ૧૫
વ્યક્તિઓ ના કલ્યાણ ની વાત હતી.
મારું કામ સમાજ સેવા નું જ તેની સાથે સાથે મારા સંપર્ક માં જે આવે
તેના જીવન માં રસ લઉં. તેની રુચિ, તેની તકલીફો અને તેના પરિવાર અંગે પૂછી લઉં. આ ઘટના પણ કાંઇક આવી જ હતી. સોમવાર હું ઓફિસ
જવા નીકળી ત્યાં યાદ આવ્યું આજે સોમવારે હું મહાદેવ જઇને જ ઓફિસ
જાઉ છું, ગાડી મહાદેવ તરફ વાળી, પણ મનમાં તો ઘણાં વિચારો ચાલી
રહ્યાં હતાં. દરરોજ કોઇ નું કોઇ હાજર જ હોય, બહેન મારે સ્કુલ ફી, કોલેજ
ફી, કેલીપર્સ, ઘોડી, પાટલા, વોકર, નોટ બુક્સ, ટેક્ષ્સ બુક્સ વગેરે…
આ બધાં માટે રૂપિયા તો જોઇએ. કાયમ ફંડ માયનસ માં ચાલતું હોય.
તેમાં વળી સરકાર નો ફંડ ફાળો, બેંક ચાર્જીસ વગેરે.. ઉભા હોય.
વિચારોમાં હતી, ને મંદિર ક્યાં આવી ગયું તેની ખબર જ ના પડી.
ગાડી પાર્ક કરી, મંદિર માં અંદર ગઇ, અને હાથ જોડીને ભગવાન ને
પ્રાર્થના કરી, કે તું સાથે રહેજે. મારે અને ભગવાન ને આખો દિવસ
વાર્તાલાપ ચાલુ હોય. મારી મમ્મી પરણી ને આવી ત્યારે તેના પિયર થી
મહાદેવજી-શંકર નો છબી લઇને આવી હતી. મારો જન્મ થયો તે દિવસ થી
હું જે રૂમમાં હોઉ તે રૂમમાં તે છબી લગાવી દે. મને પણ તે છબી ખૂબ જ
ગમતી આજે છબી હજી પણ મારા બેડરૂમમાં લગાવી છે. બેસતાં,ઉઠતાં, સૂતાં, જાગતાં . તે મારી નજર સામે હોય. એટ્લે કે નાનપણ થી જ શંકર
સાથે વાતો કરવાની આદત પડી ગઇ છે.
આજે પણ કંઇક આવું જ બન્યું. મારે ભગવાનના સાથની ખૂબ જ જરૂર હતી. મંદિરે થી પ્રાર્થના કરી ઓફિસ પહોચી. રસ્તામાં વિચારોની
હારમાળા ચાલુ હતી. ઓફિસ પહોચી ત્યાં જ એક છોકરો મારી રાહ જોઇને
બેઠો હતો. તેના મોઢા પરથી થાકેલો, ભૂખ્યો અને ઉદાસ લાગતો હતો. તેને
જોઇ ને મને ખૂબ જ દુઃખ થયું. મેં પહેલા જ તેને મારી કેબીન માં બોલાવ્યો અને ખુરશી પર બેસવા માટૅ કહી, પટવાળા ને પાણી લાવવા માટે ઇન્ટરકોમ – ફોન માં કહ્યું. પાણી પીવડાવ્યાં બાદ મે એની સામે જોયું, તેની
આંખોમાંથી ચોધાર આંસું પડી રહ્યાં હતાં. મેં એને રડવા દીધો. ફરી પાણી
આપ્યું. પાંચ મિનિટ મેં એને સ્વસ્થ થવા દીધો. ત્યાં સુધી મેં મારું લેપટોપ
ચાલુ કર્યુ. ફરી વાત કરવાની શરૂઆત મેં જ કરી, અને તેને પૂછ્યું શું તકલીફ છે તારે? તે મોઢું નીચું રાખી બેસી રહ્યો હતો. મને લાગ્યું તેને ચક્કર આવતા લાગે છે. મેં પટાવાળા ભાઇ ને બોલાવ્યાં અને ચા તથા વેફર- બિસ્કીટ નાં પેકેટો લાવા રૂપિયા આપ્યાં.
હવે તે છોકરો થોડો સ્વસ્થ થયેલ લાગતાં, તેનું મારી પાસે આવવાનું અને રડવાનું કારણ પૂછ્યું. સામાન્ય રીતે કોઇ છોકરો કે પુરુષ કોઇ સામે રડે નહી, નક્કી કારણ ખૂબ મોટું હોય ત્યારે જ તેની આંખમાં
આંસુ આવે. મારા પૂછવા છતાં તે મૌન રહ્યો. બીજી પાંચેક મિનિટ મે મારુ
રૂટિન કામ પતાવ્યું. હવે મેં સંપૂર્ણપણે તેનો મુદ્દો ઉકેલવા માટે તેની સામે જોઇ અને ફરી તેનું મારી પાસે આવવાનું કારણ પૂછ્યું. એવામાં પટાવાળા ભાઇ તેને માટે ચા-નાસ્તા, પાણી ની ટ્રે મૂકી ગયાં, મે તેને ઇશારાથી નાસ્તો
કરવાનું કહી, મનમાં ને મનમાં વિચારવા લાગી, દુનિયામાં સુખ ક્યાં જઇને
શોધવું. દસ મિનિટ માં તેણે નાસ્તો પૂરો કર્યો, હવે તે વધારે સ્વસ્થ લાગતો
હતો. તેના મોઢા પર હાસ્ય આવ્યું.
પટાવાળા ભાઇ ને ફોન કરી નાસ્તા ની ટ્રે લઇ જવા માટે કહ્યું અને
મેં તેને તેનું નામ પૂછ્યું. તે એકદમ ધીમા અવાજે બોલ્યો નિખિલ જોષી. મેં તેને જણાવ્યું જરા મોટે થી બોલ, ત્યારે તેને મોટેથી નિખિલ જોષી કહ્યું. હું તેની સામે જોતી રહી ગઇ, સારા ઘરનો છોકરો લાગતો હતો. ત્યાં તેણે બોલવાનું ચાલું કર્યું. હું તમારી ત્રણ કલાક થી ઓફિસ માં રાહ જોતો હતો.
ત્યારે મને ખૂબ દુઃખ થયું કે ત્રણ કલાક થી તે અહી છે અને કોઇએ તેને ચા-પાણી પણ ના પૂછ્યું. મેં તરત સ્વસ્થતા જાળવી લીધી. એને બોલવાનું
ચાલું કર્યુ. હું અપંગ છું અને મારા બૂટ તૂટી ગયા છે. મેં સાભળ્યું છે કે તમે
અપંગો ને મદદ કરો છો, એટલે હું અહી આવ્યો છું . હું વિરમગામ નો છું.
મારી પાસે ખીસ્સામાં એક પૈસો પણ નથી. મારુ ઘર બે દિવસ પહેલાં જ
બહુ જ જૂનું હોવાથી પડી ગયું છે. મારા પિતા વિરમગામ ના બસ ડૅપો પર
ભજીયા ની લારી ચલાવે છે.
હું હબક ખાઇ ગઇ. મારા આંખમાં પાણી આવી ગયાં. વાત આટલે થી નથી પતતી. મેં તેના બીજા ઘર ના સભ્ય અંગે પૂછ્યું ત્યારે તેણે
જણાવ્યું મારા પિતા નો સ્વભાવ સખત ગરમ, ગુસ્સાવાળો અને તુમાખીભર્યો છે એટ્લે મારો મોટો ભાઇ ૫ વર્ષ પહેલા જ ઘર છોડીને જતો રહ્યો છે. અને મારી માતા હું ખૂબ નાનો હતો ત્યારે મારા પિતા સાથે ઝગડો
કરીને ઘર છોડીને જતી રહી છે. મેં તેને તેની અપંગતા નું કારણ પૂછ્યું ત્યારે તે જે જણાવ્યું ત્યારે હું પણ ચોધાર આંસુ એ રડી પડી, તેણે કહ્યું તે દિવસે મારી માતા-પિતા નો ઝગડો થયો અને મારી માતાએ ઘર છોડ્યું એ દિવસે મને મારી માતાએ મોટા લાકડાથી મારા પગ ઉપર વીસ વાર જોરથી માર માર્યો હતો. હું તે વખતે નાનો હતો. ઘણાં ફેકચર થયા હતાં.
સમયસર સારવાર થી પગ બચી ગયો, તે વખતે મારા પાડોશી બહેને મને
ઊચકી દવાખાને લઇ ગયા હતાં. પગ બચી ગયો પણ મારી ઊમર વધતા
મારી ઊચાઇ વધી પણ જે પગે મારી માતાએ ઘા કર્યા હતાં તેની ઊચાઇ ના વધી, માટે મારે તે પગે બૂટ પહેરવો પડે નહિતર હૂ ચાલી ના શકું.
હું સખત શોક માં ગરકાવ થઇ ગઇ, પાચ મિનિટ હું કંઇ જ ના બોલી શકી. ત્યાર બાદ હું પાણી પીને સવસ્થ થઇ ત્યાં જ પટાવાળા ભાઇ મારા અને નિખિલ માટે ચા મૂકી ગયા. મેં ચા પીને નિખિલ ને પૂછ્યું આ પહેલા બૂટ કોણ બનાવી આપતું હતું, તે બોલ્યો હું સિવિલ હોસ્પિટલ માં બનાવડાવતો હતો પણ મને તે ફાવતા જ નથી. આપનું નામ બહુ સાંભળ્યું છે, જો આપ બનાવી આપો તો મહેરબાની. મેં વિચાર્યું કે મારી પાસે બૂટ માટે ૧૪ અરજી આવી છે આ પંદરમી થઇ. મારે તેને નિરાશ ન્હોતો કરવો.
મારી કેબીન માં કૈલાશ માનસરોવર નો ફોટો છે, મેં નિખિલ ને કહ્યું કે હૂ
કાંઇ કોઇને કશું અપાવતી નથી અને ફોટા સામે જોઇ અને તેને આંગળીથી
ફોટો બતાવી કહ્યું કે જે કાંઇ હું સેવા કરું છું તે આ ભોળો શંકર કરે છે મારું તો ખાલી નામ જ છે. કર્તાધર્તા એ જ છે. મને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે તારા સહિત પંદર લોકો ના બૂટ બની જશે. તેના મોઢા પર હાસ્ય છવાઇ ગયું.
મને પણ આનંદ થયો કે ચલો નિખિલ હસ્યો તો ખરો.
હવે મેં પહેલા બૂટ બનાવવા વાળા ભાઇ અજયભાઇ ને ફોન કર્યો કે
ત્રણ વાગ્યાં છે. તમારે નિખિલ ના બૂટ બનવવા ના છે તો મારી ઓફિસ તાત્કાલિક આવી તેના પગ નું માપ લઇ લો. રાત પડ્તા પહેલા મારે તેને
વિરમગામ પાછો મોકલવાનો છે વળી હું ઓફિસ ૬ વાગ્યાં સુધી જ બેઠી છું.
અજયભાઇ ને સ્વભાવ પણ ખૂબ સારો, તેમણે જણાવ્યું કે તમે બેન સારું થયું કે પાંચ મિનિટ વહેલો ફોન કર્યો. હું તમારી ઓફિસ થી દસ મિનિટ ના અંતરે જ કામે આવ્યો છું. હમણાં જ આવી જાઊ છું. મેં નિખિલ ને કહ્યું તું
નસીબદાર છે કે અજયભાઇ અહી આસપાસ છે અને આવે છે. અજયભાઇ આવતાં પહેલાં મેં એને પૂછ્યું કે તું વિરમગામ કેવી રીતે પાછો જઇશ તેણે
જણાવ્યું આ ઓફિસ થી પાંચ મિનિટ ના અંતરે મારી બસ મળી જશે. મેં
ફરી પૂછ્યું કે ત્યાં સુધી કેવી રીતે જઇશ અને અહી આવ્યો ત્યારે કેમ કરીને આયો હતો. કારણકે મેં જોયું કે તેના બૂટ આવ તૂટી ગયાં હતાં, તે બોલ્યો
બેન ચાલતાં ચાલતાં ધીમે ધીમે આયો છું રસ્તા માં ત્રણ વખત તો પડી
ગયો, હું ખૂબ દુઃખી થઇ ગઇ. મે હોસ્ટેલ માંથી મારા જાણીતા છોકરાને
બોલાવી આવવા પટાવાળા ભાઇ ને કહ્યું અને તેમને પૈસા આપી નિખિલ માટૅ બીજો નાસ્તો મંગાવી લીધો. પટાવાળા ભાઇ મારો સ્વભાવ જાણતા હતાં કે બેન કોઇ ને ભૂખ્યો ના રહેવા દે.તેઓ તરત જ કામે ઉપડ્યાં.
પંદર મિનિટ બીજી વીતી ગઇ. હું મારું રૂટિન કામે વળગી.
ત્યાં જ અજયભાઇ આવી ગયાં અને તેમણે બૂટ નું માપ લઇ લીધું અને
મેં તેમને તરત રવાના કર્યા. મે તેમણે જણાવ્યું કે બૂટ નો જે ખર્ચો થાય તે મને ફોન પર કાલે જણાવે. અજયભાઇ આવજો બેન કહી નીકળી ગયાં.
થોડીવાર માં પટાવાળા ભાઇ નાસ્તો લઇ ને આવી ગયાં. મેં નિખિલ ને નાસ્તો હાથમાં આપ્યો અને જણાવ્યું કે બૂટ તૈયાર થઇ જશે એટલે ફોનથી
બોલાવી લઇશ અને તેનો નંબર મારા મોબાઇલ માં સેવ કરી લીધો.
નિખિલ પાસે અપંગતા નું કાર્ડ હતું તેથી તે વિરમગામ ની બસમાં
મફત મૂસાફરી કરી શકે છે. તેના ગયાં બાદ રાહત નો શ્વાસ લીધો. પાંચ મિનિટ આંખો બંધ કરીને ભગવાન ને પ્રાર્થના કરવા લાગી હે ભગવાન મદદ કરજે. તારે પંદર લોકો ના બૂટ ના રૂપિયા ની વ્યવસ્થા કરવાની છે,
મેં તારા ભરોસે કામ હાથમાં લીધું છે. કોઇ માર્ગ સૂઝાડજે. ૬ વાગે ઓફિસ થી ઘરે જતાં ફરી મંદિરે દર્શને ગઇ અને ભગવાન ને હાથ જોડી પ્રાર્થના
કરી મારા શબ્દો ની લાજ રાખજે અને કામ પૂરું પાડજે.
આમ ને આમ આખો દિવસ ગયો. બીજે દિવસે સવારે જલ્દી ઊઠી
ને મોબાઇલ પર કામ કરવા બેસી ગઇ. અને દાન માટૅ બધા ને ફોન કર્યા અને વોટસઅપ પર બૂટ માટે દાન ની અરજી મોકલી. રકમ મોટી હતી એટલે વિચારીને દાન માંગવું પડે તેમ હતું. ભગવાન જાણે માર્ગદર્શન આપતા હતાં. ચારેક જણ ને અપીલ મોકલી. અઠવાડિયું વીતી ગયું
આજે સોમવાર હતો. ઓફિસ જતા પહેલા મંદિર જઇશ તેમ વિચારી
ફટાફટ કામ પતાવતી હતી ત્યાં વોટસઅપ પર ટીન ટીન વાગી. મને ઓફિસ જવાની ઉતાવળ હતી તેથી થયું કે પહેલા ઓફિસ પહોચી જાઉ
પછી શાંતિ થી મેસેજ વાંચીશ.
ત્યાં તો મોબાઇલ ની રીંગ વાગી. મેં ફોન ઉપાડ્યો. નિખિલ નો ફોન હતો. તેને જ્ણાવ્યું કે બૂટવાળા અજયભાઇ નો ફોન આવ્યો હતો. કે
બૂટ ના ટ્રાયલ માટે આવી જા, તો હું આવું અમદાવાદ. મેં હા પાડી અને
મોબાઇલ બંધ કર્યો ત્યાં જ મારી નજર વોટસઅપ પર ના નોટીફીકેશન
માં પડી. જે દાતાઓને દાન માટે ફોન કર્યો હતો તેમાંથી બે જણ ટ્રસ્ટ ના
બેક ખાતામાં રૂપિયા જમા કરાવી દીધા હતાં, મેં તેનું ટોટલ કર્યું તો ૧૫ બૂટ
માટે જેટલા રૂપિયા જોઇતા હતાં તે રકમ ખાતા માં આવી ગઇ હતી. હું ખૂબ જ ખુશ થઇ ગઇ. મારા આંખમાં આંસુ આવી ગયાં. મેં આખો બંધ કરી ભગવાન ને ખૂબ ખૂબ આભાર કહ્યાં. પ્રાર્થના માં અગમ્ય તાકાત હોય છે તેનો આજે મને પૂરેપૂરો વિશ્વાસ બેસી ગયો. મેં અજયભાઇ ને ફોન કરી
૧૫ વ્યક્તિઓ ના બૂટ બનાવવાનું કહી દીધું. ચૈન નો શ્વાસ લીધો અને
મંદિર જવા ઉપડી. મનોમન બન્ને દાતાઓનો ખૂબ ખૂબ આભાર માન્યો અને તેમને આભાર મો મેસેજ વોટસઅપ પર મોકલી દીધો.
આ બન્ને દાતાઓના નામ છે, રાજેશભાઇ- મુંબઇ અને દિલીપભાઇ
- લંડન. સારું કામ કરવાનું નક્કી કરીએ તો ભગવાન સાથ આપે છે.