"અરે..., આજે ફરીથી એ જ સપના માં આવી... તું શું કામ મને હેરાન કરે છે સપના માં નહીં હકીકત માં મારી સામે તો આવ... પછી હું તને ક્યારેય ક્યાંય નઇ જવા દઉં... સપના માં તારો ચહેરો જ નથી દેખાતો તારા ચહેરા સિવાય તને આખી દોરી શકું હું... તું હમેશા સપના માં આવે છે પણ ક્યારેય મો નથી બતાવતી... હવે હું તને કેમ કરી ને શોધું... " રવિ ઊંઘ માંથી ઉઠી ને આવું બોલવા લાગ્યો. સરિતાબેન એ કહ્યું, " મારા લાલા ના સપના માં ફરી પેલી રાજકુમારી આવી લાગે છે..." .
રવિ: હા, મમ્મી જો ને... આ રાજકુમારી સુવા પણ નથી આપતી... રોજ સપના માં આવી જાય છે...
સરિતાબેન: બેટા સુવાનું રાત્રે હોય સુરજ માથે ચડે ત્યાં સુધી નહીં...ચાલ ઉભો થા...
રવિ સરિતાબેન નો એકનો એક દીકરો, સરિતાબેન ના પતિ તો રવિ નાનો હતો ત્યારે જ એક કાર અકસિડેન્ટ માં મૃત્યુ પામ્યા... સરિતાબેન અને મહેશભાઈ એ પ્રેમ લગ્ન કર્યા હોવાથી બંને ને ઘરના એ અપનાવ્યા નહિ... પોતાનાઓ થઈ દૂર બંને એ પોતાનો સંસાર વસાવ્યો...મહેશભાઈ ની આવડત અને સરિતાબેન ના સાથ થી મહેશભાઈ નો ધંધો ખૂબ સારો ચાલતો અને થોડા જ સમય માં તેઓએ પોતાનું ઘર, ગાડી લઇ લીધું હતું... પછી એક વર્ષમાં તો રવિ આવી ગયો... બંને ના જીવન માં એક રંગ પુરાઈ ગયો... કુટુંબ હવે પૂરું થઈ ગયુ... રવિ હજુ માંડ 3 વર્ષ નો થયો અને તેના માથે થી પિતા નો હાથ જતો રહ્યો... પણ સરિતાબેન એ ધંધો સાંભળી લીધો અને રવિ ને ખૂબ લાડકોડ થી એકલે હાથે ઉછેર્યો...
રવિ 20 વર્ષનો થઈ ગયો હતો... વર્ણ માં ગોરો , ઊંચી હાઈટ , ભણવા માં ના હોશિયાર ના નબળો... છેલ્લા દોઢ વર્ષ થી રવિને એક છોકરી સપના માં બઉ સતાવતી... એના ચહેરા સિવાય રવિ એ એને આખી જોઈ હતી... એ હમેશા કાળા કલર ની કુર્તિ અને મરૂન લેંગીસ પેરી ને જ એના સપના માં આવતી... એની સામે આવી ને ધીરે રહી ને મીઠું કોયલ જેવા અવાજે બોલતી, " હવે ઉઠી જાને..." એ જ્યારે પણ સપના માં આવે ત્યારે દિવસ ઉગી જ ગયેલો હોય... રવિને તો જાણે એ સપના ની આદત થઇ ગઇ હોય... રવિને એ સપના ની રાજકુમારી સાથે પ્રેમ થઈ ગયો હતો...
રવિને ચિત્રકામ ખૂબ ગમતું... તેણે પોતાની સપના ની રાજકુમારી ના ઘણા ચિત્રો બનાવ્યા હતા ફક્ત ચહેરો બનાવવા નો જ બાકી હતો... રવિ એની મમ્મી ની સાથે એક મિત્ર ની જેમ જ વાત કરતો... એટલે સપના માં આવતી પેલી રાજકુમારી ની વાતો રોજ એની મમ્મી ને કરતો...
રવિ ના ઘર ની બાજુ ના ખાલી પડેલા ઘર માં એક ફેમિલી રહેવા આવ્યું... એ ફેમિલી માં એક શીતલ નામની છોકરી હતી... બધી રીતે સારી પણ એક વાર રસોઈ બનાવતા સમયે કુકર ફાટતા પોતાનો ડાબી બાજુનો ચહેરો બળી ગયો હતો... પણ છતાંય તે ખૂબ જ સુંદર દેખાતી હતી... બળેલી હોવા છતાં આટલી સુંદર હતી તો પહેલા તો અપ્સરા જ લાગતી હોત... નવા નવા રહેવા આવ્યા હતા એટલે શીતલ ના મમ્મી સરિતાબેન પાસે ક્યારેક વાતો કરવા આવતા... ક્યારેક શીતલ પણ ત્યાં આવતી...
રવિ તો હંમેશા કોલેજ અને પોતાની પાર્ટ ટાઈમ જોબ માં જ વ્યસ્ત રહેતો... એટલે એ તો શીતલ ના ફેમિલી ને કે શીતલ ને જાણતો પણ નહોતો કે જોયા પણ નહોતા...ફક્ત મમ્મી પાસે થી વતો સાંભળેલી... શીતલ ના બળેલા ચહેરા વિષે પણ મમ્મી એ કહેલું... શીતલ તેને ઘણી વાર જોતી... શીતલ ને તો રવિ ખૂબ ગમતો પણ પોતાના બળેલાં ચહેરા ના કારણે ક્યારેય એની સામે ન જતી...
આજે રવિવાર છે અને રવિ હજુ સૂતો હતો... શીતલ સરિતાબેન પાસે જુના ન્યૂઝ પેપર લેવા આવી... જુના ન્યૂઝ પેપર માળીયા પર હતા એટલે સરિતાબેન એ શીતલ ને કહ્યું ," બેટા અંદર રવિ સૂતો છે એને જગાડી આવને હું ત્યાં સુધી ટેબલ ત્યાં મૂકી આવું..." હવે તો શીતલ ને રવિ પાસે પોતાનો ચહેરો બતાવવા જવું જ પડશે...
શીતલ રૂમ માં જઈને રવિને ઉઠવા કહે છે, " હેલ્લો... ઉઠો તમારા મમ્મી તમને બોલાવે છે... " રવિ તો હજુ ઉઠ્યો નહોતો... બઉ બધી વાર કેહવા છતાં રવિ ઉઠતો નથી... શીતલ કંટાળીને જોર થી બૂમપાડે છે " હવે ઉઠી જા ને..." ત્યાં તો રવિ ની આંખ ખુલી જાય છે... હા આ તો એ જ અવાજ... જુવે છે તો શીતલ ત્યાં ઉભી હોય છે... અરે આ તો એ જ છોકરી... મારી સપના ની રાજકુમારી... આજે ચહેરો પણ જોવા મળ્યો... પણ આ શું... ચહેરો તો બળેલો છે... બળેલો છે તો શું થયું... આટલા સમય થી મારા સપના માં આવતી મારી રાજકુમારી ને હું એનો ચહેરો જોયા વિના જ તો ચાહતો હતો... રવિને થયું કદાચ એ ઊંઘ માં છે... રવિ પોતાની જાતે જ ચૂંટલી ભરે છે અને એને ખબર પડે છે કે આ જ વાસ્તવિકતા છે...
રવિ બેડ પર થી ઉઠે છે પણ ઉઠતાની સાથે જ શીતલ ને કહે છે ," i love you મારી સપના ની રાજકુમારી... , thank you so much મારી સામે આવવા બદલ..." શીતલ આ બધું સમજી નથી શકતી... એ ફક્ત રવિ સામે જોઈ રહે છે... શીતલ ને રવિ ગમતો પણ પોતાના ચહેરા ની હાલત જોઈ આટલો સારો દેખાતો છોકરો આમ પહેલી વાર જોતા જ પસંદ કરી લે એ મનાતું નહોતું... શીતલ ના મનની વાત જાણે રવિ જાણી ગયો હતો...
તે શીતલ ને પોતાના બેડ પર બેસાડે છે અને સરિતાબેન ને બોલાવી ને બધી વાત કરે છે... " મમ્મી આ એ જ છોકરી છે જેને હું આટલા સમય થી સપના માં જોવું છું... આ જ છે મારી સપના ની રાજકુમારી..." સરિતાબેન શીતલ ને સારી રીતે ઓળખતા હતા...તે ડાહી અને સારી છોકરી હતી... સરિતાબેન ને તેના ચહેરા ના દાગ થી કોઈ વાંધો નહોતો...
સરિતાબેન અને રવિ પોતાના સપના વિશે શીતલ ને જણાવે છે અને રવિ તેણે બનાવેલા ચિત્રો પણ બતાવે છે... આ વાત ની જાણ થતાં શીતલ રડવા લાગે છે અને કહે છે, " હું જ્યારથી અહીં આવી છું હું તમને રોજ છુપાઈ ને જોઉ છું... મને તમેં ખૂબ ગમો છો પણ આ ચહેરો..." " આટલો સુંદર ચહેરો... મેં ક્યારેય નથી જોયો શીતલ... મને તારા થી ખૂબ જ પ્રેમ છે... પ્લીઝ મારો પ્રેમ સ્વીકાર કર..." રવી શીતલ ને વચ્ચે થી જ અટકાવી દે છે... શીતલ રડતા રડતા ફક્ત માથું હલાવી હા કહે છે...
તે જ સમયે સરિતાબેન શીતલ ના ઘરે વાત કરે છે અને શીતલ નું ફેમિલી પણ આ લગ્ન માટે માની જાય છે... છેવટે રવિ ના સપના ની રાજકુમારી તેને સાચે માં મળી જાય છે...