Anant naam kogyasa - 2 in Gujarati Love Stories by HEER ZALA books and stories PDF | અનંત નામ જિજ્ઞાસા - 2

Featured Books
Categories
Share

અનંત નામ જિજ્ઞાસા - 2

( ઓફીસ માં બધા કામ ની ચિંતા માં હોય છે. સંજય સર પાયલ ને ફોન કરે છે.પાયલ ઓફીસ માં આવે છે. બધાં કાલે બોસ આવવા ના એની વાત કરી રહ્યા હોય છે.પરંતુ પાયલ પોતાના મસ્તી ભર્યા સ્વભાવ થી બધા ને સમજાવે છે. )


હવે આગળ


સવાર પડે છે અને પાયલ પોતાની આખો ચોળતા ફોન માં જોવે છે અને માં ૮:૩૦ વાગી ગયા હોય છે.


(પાયલ ગભરાઈ જાય છે અને ફટાફટ તૈયાર થાય છે.)


પાયલ ના કાકી તેને નાસ્તો કરવા કહે છે પણ પાયલ જલ્દી જલ્દી માં નાસ્તો પણ નથી કરતી.




######################


(બીજી તરફ ઓબરોય ઇન્ડસ્ટ્રીઝ ના માલિક અનંત ઓબરોય ઓફીસ માં પહોંચે છે.)


(ફોર્મલ શૂઝ , બ્લેઝર ,હાથ માં રોલેક્સ,
એમનો આવો અંદાઝ જોઈ ઓફીસ માંં બધાં જ ચોકી જાઈ છે પરંતુ એમનો ચહરો નથી દેખાતો.)


પાયલ ઓફીસ પહોંચવા ગાડી ફાસ
ચલાવે છે પરંતુ રસ્તા માં એની ગાડી નું ટાયર પંચર
થઈ જાય છે.


ઓફીસ માં પાયલ ની ગેરહાજરી હોવાથી બધા એક બીજા તરફ જોઈ ઈશારા કરે છે કે પાયલ આટલું સમજવા છતાં આટલી બેદરકારી કરે છે.

ગાડી સરખી કરવતા કરવતા પાયલ ને ઘણી વાર થઈ જાય છે અને એ ૯:૩૦ વાગે ઓફીસ પહોંચે છે.


પાયલ ઉપર જાઈ છે ત્યાં તો રિસેપ્શનિષ્ટ
તેને રોકી ને કહે છે કે મેડમ બૉસ નો ઓર્ડર છે કે મીટીંગ પત્યા પહેલા કોઈ જ અંદર આવી શકશે નહીં.


પાયલ કહે છે કે નમ્રતા ,પણ મારી ગાડી પંચર થઈ ગઈ હતી

પણ નમ્રતા એને ઉપર જવા નથી દેતી અને પાયલ પોતાના ટેબલ પર જઈને પોતાનું કામ કરવા માંડે છે.



૧૧:૦૦ વાગે મીટીંગ પૂરી થાય છે.


બધાં મીટીંગ રૂમ માંથી બહાર આવી રહ્યા હોય છે.અને એ લોકો પાયલ ને જોવે છે.


આકાશ : તોહ ..આજે શું બહાનું છે તમારી પાસે

પાયલ : આઇ એમ સોરી..પણ મારી ગાડી નું ટાયર પંચર થઈ ગયું છું.
સાક્ષી : પાયલ તને ખબર છે સંજય સર બોવ જ ગુસ્સા માં છે ,તારા લીધે બૉસ એ એમને બોલ્યા

પાયલ : પણ મારો વાંક નથી હું વાત કરું એમને

પાયલ ઉપર જાઈ છે અને અચાનક એના ફોન ની રીંગ વાગે છે અને એ ફોન ઉપાડી ઉપર ના તરફ ભાગે છે.


( પણ બીજી તરફ થી અનંત આવી રહ્યા હોય છે અને પાયલ વાત કરતા કરતા સીડી થી લપસવા જતી હોય છે ત્યાં અનંત - પાયલ ને પોતાના બને હાથો થી એની કમર પકડી અને એને બચાવી લેઈ છે અને ત્યાં અનંત નો ચહેરો દેખાઈ છે.

( તેજસ્વી સ્વાભિમાન , ૩૯ વર્ષ ઉંમર હોવા છતાં એ જ ૨૫ વર્ષ જેટલી જવાની, સક્સેસ માણસ હોવાનુ એમના ચહેરા થી સાફ સાફ દેખાઈ રહ્યું હતું.પરંતુ આ બધા ની સાથે સાથે આંખો માં આગ થી પણ વધારે સડગ તોહ ગુસ્સો )
ઓફીસ માં બધા ડરી જાઈ છે.અને એક બીજા ને ઈશારા માં કહે છે કે આજે તોહ પાયલ ગઈ

થોડી વાર બને એક બીજા ને જોયા રાખે છે અને પછી અચાનક અનંત પાયલ ને છોડી દેઇ છે.


પાછળ થી સંજય સર આ બધું જોઈ જાઈ છે અને મન માં વિચારે છે કે આ પાયલ એમની સામે કંઈ બોલે નઈ તોહ સારું


અનંત : આર યુ બ્લાઈન્ડ

પાયલ : વોટ.. સોરી..
સંજય સર આવી અનંત ને કહે છે , સોરી સર .. સોરી

પાયલ : પણ
સંજય સર પાયલ ને ચૂપ રહેવા નો ઈશારો કરે છે .

અનંત નીચે આવી પાછળ પાયલ ને જોઈ ને કહે છે ,કોઈ ને પણ ચાલુ કંપની માં ફોન વાપરવાની
પરમિશન નથી ,જેને ફોન વાપરવા ની શોખ હોય એ કાલ થી પોતાના ઘરે આખો દિવસ ફોન વાપરી શકે છે.

અને અનંત જતા રહે છે અને પાયલ તેમને ગુસ્સા માં જોઈ રહી હોય છે

##############


{ Next day }
બધા પાયલ ને સમજાવે છે ,બીજા દિવસે પાયલ અનંત ની ઓફીસ માં જાઈ છે ત્યાં ત્યાં એની રીંગ વાગે છે જે અનંત ને ખુબ વલ્ગર લાગે છે. ફાઈલ બતાવતા બતાવતા પેપર પર પાણી ઢોળાઇ જાઈ છે}