Sky Has No Limit - 38 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-38

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-38

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-38
મોહીતને મૂકીને આવ્યાં પછી હિમાંશુનાં કહેવાથી જોસેફે હિમાંશુ અને ફાલ્ગુનનો ચીલ્ડ બીયરનાં ટીન લાવીને આવ્યાં. અને શિલ્પાની ફરિયાદ થઇ કે તમે તમારું કરીને બેસી ગયાં હમણાં મોહીતભાઇ હોત તો પહેલાં અમારુ વિચાર્યુ હોત. સોનીયા પણ કંઇક બોલવા ગઇ પણ ચૂપ થઇ ગઇ કારણ કે ત્યાંજ મલ્લિકાનાં ફોનમાં રીંગ વાગી અને બધાં જાણે ફરી સજાગ થઇ ગયાં.
મલ્લિકાએ ફોન ઉઠાવ્યો સાથે સાથે એ પણ માર્ક કર્યુ કે બધાં સજાગ અને ફોન કોનો છે શું વાત કરું છું તે સાંભળવા કાન સરવા કરીને બેઠાં. એને અંદરઅંદર ખૂબ ગુસ્સો આવ્યો.
એણે ફોન સ્ક્રીન પર જોયું માં નો ફોન છે એ બે ક્ષણ જોઇ રહી કંઇક વિચાર કરીને ત્યાંજ બેસીને વાત ચાલુ કરી. મલ્લિકાએ ક્યું "હાં બોલ માં... શું થયું ? એની મોમે ક્યુ "મલ્લિકા અહીં મોહીતનાં પાપા ખૂબ જ સીરીયસ છે. મોહીત આવવા નીકળી ગયો કે નહીં ? નહીંતર...
મલ્લિકાએ ક્યું "માં તું શું બોલે છે ? એવું કંઇ નહીં થાય-મોહીત આવવા નીકળી ગયો છે. જેટલો સમય લાગવાનો એટલો લાગવાનો જ છે અને મોહીતે ઘરે વાત કરીજ લીધી હશે કે એ નીકળી ગયો છે.
આજે મલ્લિકાને સૂક્ષ્મ થોડો ગુસ્સો એની માં પર પણ આવી રહેલો એને સમજ નહોતી પડી રહી પણ એવો ગુસ્સામાં એવું તો કહી જ દીધુ કે શું જેમ તેમ બોલો છો ? તમે પણ પ્રાર્થના કરો અને અમે અહીં પણ... કંઇ નહીં.. મુકું છું ફોન એમ કહીને ફોન કટ કરી બધાંની સામે જોયું.
મલ્લિકાનાં ફોન પછી હિમાંશુને અફસોસ થયો કે ત્યાં મોહીતનાં ફાધર સીરીયલ છે અને અમે એનાંજ ઘરમાં બેસીને દારૂ પીએ છીએ ? એણે ટીન પાછાં જોસેફને આપી દીધાં તોડેલું ટીન પુરું કર્યું પછી મલ્લિકાની સામે જોઇને બોલ્યો સોરી મલ્લિકા અમારે બીયર નહોતો પીવો જોઇતો.
મલ્લિકાએ કહ્યુ "ઇટ્સ ઓલ રાઇટ અને પછી બોલી આપણે બધાં પ્રાર્થના કહીનો કે મોહીતનાં પાપાને કંઇનાં થાય અને પછી એ થોડી ઇમોશનલ થઇ એનાં આંખનાં ખૂણાં ભીના થઇ આવ્યાં. એને જ ખબર નહોતી પડી રહી કે એને શું થઇ રહ્યુ છે. એ એસક્યુઝ મી કહીને એનાં બેડરૂમમાં આવી અને એં બેડ પર પડી ઓશીકામાં ચહેરો છૂપાવીને છૂટથી ખૂબ રડી ખૂબ રડી આખું ઓશીકું ભીજાઇ ગયુ ક્યાંય સુધી એ ધુસ્કેને ધૂસ્કો રડી રહી હતી.
થોડી સ્વસ્થ થઇ વોશરૂમમાં જઇને મોં ધોઇને એ બહાર આવી ત્યારે જોયુ શિલ્પાએ એનાં ઘરમંદિરમાં દીવા અને અગરબત્તી કરી હતી અને બધાં બહાર પ્રાર્થના કરવા બેઠાં હતાં. એનાં ખૂણાં ફરી ઉભરાઇ આવ્યાં એ પણ તે ત્યાં ગઇને બેઠી અને બધાં પ્રાર્થના કરવા લાગ્યાં.
**************
હિમાંશુ મોહીતને એરપોર્ટ ડ્રોપ કરીને પાછો ગયો મોહીતે સીક્યુરીટી ચેકીંગ બધીજ ફોર્માલીટી પતાવીને એ પ્લેનમાં બેસી ગયો. બધુ અચાનક ફટાફટ બની ગયુ હતું એની કંપનીની પોસ્ટ અને એની પોઝિશન કામ આવી રહી હતી. પરમીટ્સ બધુ એણે કઢાવી રાખેલું ઇન્ડીયન ગર્વેમેન્ટ ડ્યુઅલ સીટીઝનશીપ ચાલુ કરી ત્યારથી એણે એ પણ કઢાવી લીધેલી એટલે બધુ સરળતાથી બધુ પતી ગયું હતું.
પોતાની સીટ પર આવીને બેઠો અને પાછો વિચારમાં પડ્યો. ઇન્ડીયા માં એકલી છે. પાપાને કેમ આવો એટેક આવ્યો હશે ? આમતો પોતે આરોગ્યની તબીયતનો ખૂબ ખ્યાલ રાખતાં કોઇ ચિંતા નહોતી શું થયું હશે. અચાનક ? એને ચિંતા સતાવી રહી હતી ક્યારે ઇન્ડીયા પહોચી જાય અને પાપાનો ચહેરો જુએ બસ એજ રાહમાં વિચારમાં હતો.
પાછો નીકળતાં એણે મલ્લિકાનો મોબાઇલ પાછો સોંપ્યા હતો અને સોંપતા પહેલાં બધા રેકોર્ડની પોતાનાં ફોનમાં ટ્રાન્સફર કરીને એનાં ફોનમાંથી ડીલીટ કરી નાંખેલા સમજીને એટલે મલ્લિકા સમજે કોઇ રેકોડીંગ છે જ નહીં અથવા ફોન પછાડ્યો તેમાં કંઇક ગરબડ હશે પણ એ એવું તો વિચારી જ નહીં શકે કે મેં ડેટા મારાં ફોનમાં લઇ લીધાં છે.
મલ્લિકાનાં વિચાર કરતાં કરતાં બધાં વિચાર આવી રહગેલો 20-22 કલાકની જરની હતી હવે મોકળાશ જ હતી હવે વિચારો અને નિર્ણયો કરવા સિવાય બીજા કોઇ કામ જ નહોતાં.
એને થયું બધાં રેકર્ડ થયાં ચે એ ફોન કોલ્સ સાંભળી લઊં પણ પચી થયુ ના હમણાં મને એ તરફ નથી વાળવું કંઇક અજુગત સાંભળવા મળ્યું તો મન ખરાબ થઇ ગયો એને એ સાંભળવામાં પણ ભય લાગી રહેલો. એણે એ વિચાર માંડી વાળ્યો. અને માં પાપામાં મન વાળી લીધું.
**********
બધી પ્રાર્થનામાં સમય કાઢ્યાં પછી બધાં મિત્રો મલ્લિકા સાથે ડ્રોઇંગરૂમમાં બેઠાં મલ્લિકાએ કહ્યુ હવે બધું ભગવાનનાં હાથમાં છે આપણે બીજા પણ વિચાર કે નિર્ણય કરવા પડશે. અત્યારે સાંજે શું જમવું છે.
ફાલ્ગુને કહ્યુ "મને કંઇજ ઇચ્છા નથી અત્યારે પ્લીઝ મલ્લિકાએ કહ્યુ "જમવું તો પડશેને એમ ભૂખ્યા રહેવાની કોઇ ઉકેલ નથી માટવાનાં.. એણે શિલ્પા સામે જોયુ અને શિલ્પા બોલી બધુ ભારે ત્યારે ખાધુ છે અત્યારે બસ ખીચડી અને છાશ સાથે પાપડ બીજુ કાંઇ જ નહીં.
બધાએ એક અવાજે કહ્યુ "હાં એવુ જ કરો બીજું કાંઇ ખાવુ નથી બધુ ભારે ભારે અને તેજ તરરાર ખાધુ છે અને મલ્લિકાએ મીનાબહેન ખીચડી શાક બનાવવા જણાવ્યું.
ફાલ્ગુને કહ્યુ "ફોન આવ્યો મોહીતનાં પાપા સીરીયલ છે અને એક કલાકમાં તો મોહીત તૈયાર થઇ ગયો - ટીકીટને બધી ફેર્માલીટી પતાવીને નીકળી ગયો કહેવુ પડે જાણે એ સુરતથી મુંબઇ જવા નીકળ્યો હોય.
હિમાંશુએ ક્યુ "સમાચાર એવાં હતાં કે બીજુ કંઇ વિચારવાનો સમય જ નહોતો પણ એકવાત છે આપણો મિત્ર મોહીત સખત સેન્સીટીવ અને ઇમોશનલ પ્રેમાળ છે એ દુઃખ અને.... કશુ સહી શક્તો નથી.. આવા માણસોને ઇશ્વર સદાય પ્રેમ કરે છે મદદ કરે છે.
શિલ્પાએ ક્યુ "હિમાંશુ તમે સાવ સાચીવાત કીધી મોહીતભાઇ સામે જ ખૂબ લાગણીશીલ છે અને મલ્લિકા બધાની વાતો સાંભળી રહી હતી.
મોહીત મુંબઇ એરપોર્ટ પર ઉતર્યો અને ત્યાંથી રીલેટેડ ડોમેસ્ટીક ફલાઇટમાં સુરત જવા નીકળી ગયો અને અડધો કલાકમાં સુરત પહોચી ગયો. સુરત એરપોર્ટ પર ઉતરીને સીધોજ મોમે કીધેલ સીટી હોસ્પીટલ પહોચી ગયો.
આઇ.સી.યુ.માં પહોચીને એણે રીકવેસ્ટ કરીકે હું મોહીત મારાં પાપા એડમીટ છે હું US થી આવ્યો છું મારે એમને મળવુ છે. અને નર્સે કહ્યું ઓકે તમે આવો તમારીજ રાહ જોવાય છે.
મોહીતને આશ્ચર્ય થયુ. એટલે ? મારી જ રાહ જોવાય છે એટલે ? નર્સે ક્હયું આપ આવો અંદર રૂમમાં અને પછી ચૂપ થઇ ગઇ.
મોહીત આઇ.સી.યુ.માં રૂમમાં પ્રવેશ કર્યો સામે પાપા સૂતેલાં હતાં. બાજુમાં મોમ બેઠી હતી. મોહીતને જોઇને મોમ ઉઠી અને વળગી પડી. બેટા મોહીત જો તારાં પાપા તારીજ રાહ જુએ છે તને જોવા તરસી રહ્યાં છે તારાં નામનું જ રટણ કરી રહ્યાં છે.
મોહીતે જોયુ કે પાપા આંખો બંધ કરીને સૂતાં છે અને એ પાપા પાસે આવ્યો અને ધીમેથી એમનાં કપાળે હાથ મૂક્યો અને બોલ્યો "પાપા... પાપા.... હું આવી ગયો પાપા અને એનાં પાપા સુભાષભાઇની આંખો ધીમે ધીમે ખૂલી એમણે મોહીતની સામે જોયું થોડો વખત જોયાં જ કર્યું. એનાં પાપાની આંખો ઉભરાઇ આવી અને આંસુ દદડી ગયાં એ બોલવા ગયાં. બેટા તું આવી ગયો પણ ફક્ત હવા જ નીકળી શબ્દો રચી ના શક્યાં.
મોહીતની આંખો પણ ઉભરાઇ આવી એણે ક્યુ "પાપા હું આવી ગયો છું તમે કોઇ ચિંતાના કરશો બધું જ સારું થશે. કંઇ નહીં થાય તમને...પાપા... પાપા....
મોહીતનાં આવ્યાની જાણ થતાં ડોક્ટર પણ આવ્યાં એમણે કહ્યું " આવી ગયો મોહિત અમે એમને વેન્ટીલેટર પર રાખ્યાં છે એને ઓક્સીજન ઓછો લેવાય છે. ખૂબ પ્રયત્ન કર્યો છે પણ કઇ જીજીવીષાએ એ એમની જાત સાથે લડી રહ્યાં છે ખબર નથી.. અને ત્યાંજ મોહીતનાં પાપાએ મોઢેથી અવાજ કાઢ્યો.. દીકરા મોહીત...
વધુ આવતા અંકે -- પ્રકરણ-39