આનું જ નામ 'પ્રેમ'
આજ્ના સમયમા જેટ્લી સુખ્-સુવિધા યુવાનો પાસે છે તેટ્લી કદાચ આજ્થી 25-30 વર્ષો પહેલા હોત તો આજની કેટ્લીય જોડીઓ એકબીજા મટે આમ તડપતી ના હોત...કદાચ આજે જેમને ફોટામા UNCLE કે AUNTY કહીયે છીયે એમને કઈક અલગ રીતે સંબોધન કરતા હોત. એમાય તે મોબાઇલ ફોન અને ઈંટરનેટ થકી સંદેશા-વ્યવહાર એટલો ઝડપી બની ગયો છે કે વાત જવા દો. કેટલાય લોકોને લાગતું હસે એમા કાઈ નવુ નથી, આજના સમયમા આટલા બધા સાધનો છે પણ હજી દિલ તો તૂટે પણ છે અને તડ્પે પણ છે. તો ચલો આજે આપણે એક એવી જ કથાના સાક્ષી બનીએ.
એક શુક્રવારની ખુશનુમા સવારે સુરજ્દાદા હજી તો આવ્યા જ હસે અને ત્યા પૂજન યોગા કરીને સુર્યનમસ્કાર કરવા બહાર આવે છે. આમતો આ એનો નિત્યક્રમ છે પણ આજે એને થોડું મોડુ થયુ હોય એવુ લાગે છે. જયારે કાઇક કામનો ઉત્સાહ હોય ત્યારે ખાસ આપણે આવું જ કૈક અનુભવ કરતા હોઇશુ. સાચું ને...પૂજન ફટાફટ તૈયાર થવા ગયો પણ એની એક નજર તો ઘડિયાલ તરફ જ હતી. આજે જેને મળવાનુ હતું એને માટે એણે પાછલા કેટલા રાતોની ઊંઘ પણ બગાડી દીધી હતી.
વિચારો તો એવુ જ લાગતુ હશે કે કોઇ છોકરીને મળવા જવાની તૈયારી હશે. પણ ના, પૂજન તો આ બધી વાતોને અને એની અનુભુતિને કયારનોય પટારીમા બંધ કરીને બેઠો હતો. આમતો ૩૦ વર્ષે પણ પૂજન સોહામણો જ લાગે છે પણ હવે આખો સમય નવી ઑફિસ અને પોતાની કારકીર્દી બનાવવામા લગાવી દીધો હતો.
પૂજને ફટાફટ નાસ્તો કરીને પોતાની briefcase લીધી અને ઓફિસ માટે કાર શરૂ કરી. એમ પણ આજે અગત્યની મીટીંગ માટે મોડું થયું હોય એવું એને લાગી રહ્યું હતું એટલે કારની ગતિ વધારી દીધી. પણ થોડી જ ક્ષણોમાં સામે લાલ સિગ્નલ દેખાતા ગતિ પર રોક લગાવી પડી. એણે એની ઘડિયાળ સામે જોયું અને બારીની બહારનું દ્રશ્ય જોવા લાગ્યો, અચાનક જ એક બાઈક વચ્ચે થઈ નીકળી પણ લાલ રંગે એમને પણ રોકી લીધા. બાઈક પર કૉલેજના યુગલને જોઈને એને પણ ઘડીભર પોતાનો કૉલેજ કાળ, કૉલેજના દોસ્તો, કિટલીની મસ્તી યાદ આવી, અને યાદ આવી પ્રાંજલ. સિગ્નલ લાલમાંથી લીલું થયું ને અચાનક ચારે તરફની રેસ અને ઘોંઘાટ પૂજન ને પાછા સિગ્નલ પર લઈ આવ્યા. પુજને ફટાફટ પોતાની કાર ઓફિસ તરફ હંકારી મૂકી.
મિસ્ટર સુંદરરાજન જે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી માં એક પ્રખ્યાત નામ છે અને ખૂબ મોટા બિઝનેસમેન છે એ પોતે ખાસ બેંગલુરુ થી આજની મીટીંગ માટે આવેલા હતા. પૂજન સાથે એમની આજની મીટીંગ સફળ થાય તો બંને કંપનીને મોટો ફાયદો થઈ જાય એવું હતું. પૂજને ઓફિસમાં આવીને તરત જ પ્રેસેંટેશન માટેની તૈયારી શરૂ કરી દીધી. સ્ટાફ સાથે ફાઇનલ થયેલી પ્રપોસલ રિફર કરી ને કન્ફેરેન્સ રૂમ ની ગોઠવણ ચકાસી લીધી.
અવનીને બોલાવી ખાસ મહેમાનની માટે કરેલી વ્યવસ્થા પર તાકીદ કરી દીધી. ટેકનિકલ ટીમ સાથે પ્રિઝન્ટેશન નું મૂલ્યાંકન કરી રહ્યા હતા ત્યાંજ ક્લાયન્ટ આવી ગયા.
નિયત કરેલા સમયે મીટીંગ શરૂ કરાઇ. પૂજન અને ટીમની મેહનત એમના પ્રેસેન્ટેશન માં દેખાઈ રહી હતી, સાથે રહેલા રીપોર્ટસ અને ડીલની નાનામાનાની માહિતી અપેક્ષા કરતા પણ સરસ અને કાબિલે તારીફ હતી. મિસ્ટર સુંદર રાજન દરેક પોઇન્ટ પછી પોતાના ડાયરીમાં કંઇક લખી રહ્યા હતા. લગભગ એકાદ કલાક ચાલેલી મીટીંગ ના અંતે પૂજને ફાઇનલ એજન્ડા મૂકી પોતાની વાતને વિરામ આપ્યો.
મિસ્ટર સુંદર રાજન અને બીજા સભ્યોએ મિટિંગ એજન્ડા અને પ્રીઝન્ટેશન વિશે વખાણ કર્યા, જો કે તેમના તરફથી 3-4 પોઇન્ટ પૂછવામાં પણ આવ્યા. દરેક પોઇન્ટના પૂજને સંતોષકારક જવાબ આપ્યા. લાંબી ચર્ચા વિચારણા પછી ક્લાયન્ટ પોઝિટિવ ફીલ કર્યું અને એક ફાઈનલ વાર રિવ્યુ બાદ ડીલ ફાઇનલ કરવાનું સૂચન કર્યું.
મધ્યાહન થઈ ગયો હતો અને ભોજનની વ્યવસ્થા પૂજને પેહલેથી જ એક ફેમસ હોટેલ માં કરી રાખી હતી. પૂજન મિસ્ટર સુંદર રાજનને સાથે લઈને લંચ માટે નીકળ્યો. રસ્તામાં ફરી લાલ સિગ્નલ પાસે રાહ જોવી પડી. ત્યારે પણ કંઇક બારીની બહાર જાણીતો ચેહરો રહી રહીને દેખાતો હતો. આજે કેમ વારંવાર આવું બની રહ્યું છે.
પૂજન ધ્યાન બદલવા ક્લાયન્ટ જોડે વાત શરૂ કરી. ઘણીવાર આવી મીટીંગની ખાસિયત હોય છે કે એના થકી તમારી રીલેશનશીપ વધુ મજબૂત થાય છે અને બિઝનેસ એક્ટિવિટી પણ સ્મૂથ ચાલે છે. થોડા જ સમયમાં બંને બિઝનેસ પાર્ટનર હોટેલમાં લંચ લઈ રહ્યા હતા.
પૂજન ફોર્મલ વાતો કરતા શરૂ કરે છે. મિસ્ટર રાજન, તમે ખાસ બેંગલુરુ થી સમય કાઢીને આવ્યા એ મારા માટે ખૂબ ખુશીની વાત છે.
Mr. Rajan: Don't be formal youngman. તમારી મેહનત અને લગન જોઈને મને થયું કે કઈક ખાસ છે. આમેય હું તો આ શહેરમાં આવવાનું એક બહાનું શોધતો હતો અને તારા આ પ્રોજેક્ટ થકી એ તક મળી ગઈ. એકચ્યુલી, I am thankful to you.
પૂજન: એવું લાગે છે કે તમે આ શહેરની કોઈ વ્યક્તિ કે વસ્તુને બહુ મિસ કરો છે.
Mr. Rajan: You are right, Youngman. હું અહી મારી જાતને અને બીજી ઘણી વસ્તુને મિસ કરું છું. એમાં એવું છે ને કે મારું graduation આ શહેરમાંથી કરેલું છે. એટલે આ શહેરની સાથે ઘણી યાદો સંકળાયેલી છે.
પૂજન: સાચી વાત છે. મારી પણ એવી જ લાગણીઓ જોડાયેલી છે. એટલે જ તો મારી ઓફિસ મે અહીંથી શરૂ કરી છે.
Mr.Rajan: શું હું એનું નામ જાણી શકું?
પૂજન: પ્રાંજલ પટેલ, પૂજન બોલી તો ગયો પણ તરત જ પૂછયું: તમને કેવીરીતે ખબર પડી કે હું વ્યક્તિની વાત કરું છું નહી કે વસ્તુની.
Mr.Rajan: (થોડુ મલકાઈને) લાગણીઓ... કીધું તું ને કે મારી પણ એવી જ લાગણીઓ જોડાયેલી છે તો જરા ચેક કર્યું...
પૂજન: તમારી યાદોનું શું નામ છે? જો ગમે તો જણાવી શકો છો.
Mr. Rajan: પ્રજ્ઞા ત્રિપાઠી
પૂજન: ક્યાંક એ સિટી કૉલેજમાં લેક્ચરાર તરીકે ગણિત વિષય લે છે એતો નહી ને?
Mr. Rajan: ખબર નહીં. મતલબ કે મને તો એ પણ નથી ખબર કે હજી પણ એ ત્રિપાઠી છે કે નહી. (નિસાસો નાખે છે.)
ક્રમશ:
મિત્રો
આવતા અંકમાં જોઈએ કે રાજન અને પૂજન આપણા અમદાવાદ શહેરની કેવી લાગણીઓ અને યાદો લઈને બેઠા છે...આગળ એમની લાગણીઓ એમને મળે છે કે નહી. અને કેવા સંજોગો એમને ભેગા કરાવે છે.
આપણે આ અંકને અહી જ વિરામ આપીએ... તમને આ અંક કેવો લાગ્યો, તમારા અભિપ્રાય અને સૂચનો જણાવી શકો છો.
Email: tejdhaar2020@gmail.com
Instagram: tejdhar2020