Reva - 5 in Gujarati Love Stories by Sachin Soni books and stories PDF | રેવા..ભાગ-૫

Featured Books
Categories
Share

રેવા..ભાગ-૫

અને આવેલા મહેમાનો ગાડીમાં ગોઠવાઈ રેવાના મમ્મી પપપ્પાની રજા લઈ રાજકોટ જવા માટે રવાના થયાં.
મહેમાનના ગયા પછી ધરનું કામકાજ પતાવી બેઠક રુમમાં, વિનયભાઈ, પુષ્પાબહેન, અલ્પાબહેન સગપણ વિશે ચર્ચા કરતા ત્યાં "વિનયભાઈ એ કહ્યું સાંજે ફોન કરી મોટી બહેનને જણાવી દઉં કે સગપણ માટે અમારા તરફથી ના જ છે."

"વિનયભાઈની વાત સાંભળી અલ્પાબહેને કહ્યું
અરે..! વિનય કુમાર આમ થોડી ના કહી દેવાય આપણે રેવાના મનની વાત પહેલાં જાણવી જોઈએ. મારા અનુભવ મુજબ કહું તો સાગરને મળ્યા પછી રેવાને સાગર પસંદ આવી ગયો હોય મને એવું લાગ્યું. છતાં એકવખત રેવાના મનની વાત જાણી લઉં, રેવા તમને નહીં કહી શકે હું એની માસી કરતા મિત્ર વધુ છું માટે મને બધું કહેશે." આટલું બોલી અલ્પાબહેન રેવાના રુમ તરફ પ્રયાણ કરતાં રવાના થયા.

"અલ્પાબહેન રુમમાં પહોંચતાની સાથે બોલ્યાં બહું થાકી ગઈને આજે તો તું રેવા."
"ના..રે માસી થાકે શું આ તો બસ આડે પડખે પડી છું આવો અહીં મારી પાસે બેસો રેવા એ અલ્પા માસીને કહ્યું."

"અલ્પાબહેન રેવા પાસે બેડ પર આવીને બેઠા અને બોલ્યાં ,રેવા એક વાત તને પૂછવી છે, સાચે સાચો જવાબ આપવાનો છે તારે આજે હું તારી માસી કે તારી મેમ નથી તું મને તારી ફ્રેન્ડ રિના સમજી જવાબ આપજે.."

"રેવા હસતી હસતી બોલી હા બોલ મારી ડિયર ફ્રેન્ડ રિના શું પૂછવા માંગે છે ?"
"સાચે સાચું કહેજે પેલો છોકરો મતલબ તને સાગર કેવો લાગ્યો ? સાગર તને પસંદ આવ્યો ? અને આ સગપણ વિસે પહેલીથી તારી તો ના જ હતી, માટે ચાલ તારા પપ્પાને જણાવી દઉં કે તમે વીણાબહેનને કોલ કરી ના પાડી દો આટલું કહી અલ્પાબહેન બેડ પરથી ઉભા થવા જઈ રહ્યાં હતાં કે રેવા એ અલ્પાબહેનનો હાથ પકડી બોલી" અરે..! માસી પ્લીઝ અહીં બેસો તમે મારો જવાબ સાંભળ્યા વિના તમે અહીંથી કઈ રીતે જઈ શકો.માસી તમે મારા પપ્પાને જણાવો સગપણની વાત આગળ ચલાવે સાગર મને પસંદ છે,અને હું સાગર સાથે મારું જીવન વિતાવવા માંગુ છું.હું સાગર સાથે લગ્નગ્રંથિથી જોડાવવા માંગુ છું."

"રેવાની વાત સાંભળી અલ્પાબહેન ખડખડાટ હસતાં બોલ્યાં શા માટે માસી પાસે ખોટું બોલે છે, શા માટે મારી મજાક કરે છે ? ગઈ કાલે તો તું આ સગપણ વિસે ના કહેતી હતી અને આજે એક કલાકની સાગર સાથેની મુલાકાત શું થઈ કે તું એને ચાહવા લાગી, તું એને પ્રેમ કરવા લાગી.મને લાગે છે તું સાગરના દેખાવથી આકર્ષિત થઈ ગઈ કે શું ?
સગપણની વાત ચાલી ત્યારથી ના કહેનારી રેવા તું આજે સામેથી હા કહે છે. સાગરે એવો તે શું જાદુ ચલાવ્યો મારી દીકરી પર કે તું લગ્ન માટે પણ તૈયાર થઈ ગઈ.?
ચાલ તો માસીને કહે સાગરમાં તને શું ગમ્યું એ બોલ."

"માસી હું સાગરના દેખાવથી તો પ્રભાવિત નથી થઈ,મને તો સાગરનો બોલકો સ્વભાવ બહુ ગમ્યો અને ઉપરથી સાગરે કહ્યું બોલવું એ મારું વ્યસન છે મને બોલ્યા વગર બિલકુલ ન ચાલે મને એ ગમ્યું. સાગરે એના વિશે ઘણું બોલતો હતો માસી પણ સાચે એ શું બોલ્યો મને કંઈ જ ખબર નથી કારણકે હું તો એની લીંબુના ફાડ જેવી મોટી માંઝરી આંખોમાં ક્યાંય દૂર સુધી ખોવાઈ ગઈ હતી,એની આંખોમાં મારી છબી જોવા મળતા જાણે એની આંખો મને કહેતી હતી કે રેવા તું સાગર માટે જ બની છે, તું સાગરની જ છે બસ... માસી આથી વિશેષ હું સાગર માટે કંઈ વધુ...
(વધુ આવતા અંકે)