કદાચ આ મારો પ્રથમ પ્રયત્ન લખવાનો સુજ્ઞ વાચકોના હૃદયને સ્પર્શવાનો પ્રયત્ન કરે એવી જ અનુભૂતિ સાથે
આપનો સુરેશ ગોલેતર
એક એવી વાર્તા જે દરેક પાત્રના અભિગમો થી લખાયેલી છે કે જે બધા જ પાત્રોને યોગ્ય સમનવય આપશે એવી અભ્યર્થના
આ વાર્તા છે એક ખૂબ જ સફળ વ્યાપારી મિલાપ પટેલ ની જે જિંદગી ના ઘણા પાસાઓ માં હાર્યો છે. તેમની અર્ધાંગિની રાધાબહેન નું મૃદુ વ્યક્તિત્વ કંઇક અનેરી ભાત ઉપસાવે છે .
આ જોડી ની લાડલી પણ થોડી અલગારી વિધિ અને તેમની જીવનની પળો નો એક ગ્રાફ .
આ વાર્તા નું પ્રથમ પ્રકરણ થોડું લાંબુ અને ખેંચાણ ભર્યું લાગશે પણ પછીથી કંઇક અલગ જ લઢણ અપનાવી છે .
Chapter 1
અતીતની સફરે
અત્યારે મિલાપ પટેલ ની આંખો માંથી અને આભ ની નાભિ માંથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. પલળેલા કપડાં અને ઠુંઠવાતા અંગો ને સામે હૈયું કંઇક વરાળ ઠાલવી રહ્યું હતું . કંઇક અંશે તો દરેક ભાગ કંઇક પૂછી રહ્યા હતા.
કદાચ જિંદગીની સંધ્યાએ તેમને વીતેલી જિંદગી ની યાદગાર પળો યાદ આવી રહી હતી. ખૂબ જ લાડકોડમાં ગુજરેલા બાળપણ થી લઈને સંતાનોએ તરછોડ્યા પછી મૃત્યુ પણ ભય પમાડે એવું રહ્યું ન હતું. દરેક પળ આંખો માં ચિત્રપટ ની જેમ જીવંત તરવરી રહી હતી .
પોતાના સંતાનોએ તરછોડ્યા બાદ સૌથી ગેરહાજરી તો અર્ધાંગિની ની સાલતી હતી. એને આવી બાબતો ભગ્ન હ્રદય ને વધુ લોહીલુહાણ બનાવતી હતી .
ક્યાંક પોતે વૃદ્ધાશ્રમ ના બાંકડે થી ભૂતકાળ માં ખોવાયા લાગ્યા હતા . વર્તમાન ની પારાવાર વેદના કરતા ભૂતકાળ વિશે ખુશી ઘણી હતી .
' પપ્પા , તમને અમારી જનરેશન ની વાતો નહિ સમજાય . અત્યારે તો આ ટ્રેન્ડ છે '
' વિધિ બેટા , બધાય કરે એ કરવું જરૂરી નથી '
મિલાપભાઈનો અવાજ થોડો કડકાયો .
' તમે તમારી વિચારસરણી મારા પર ઠોપવાનો પ્રયત્ન ના કરો '
વિધી એ તોછડાઈ થી છણકો કર્યો .
મિલાપ ભાઈ એની લાડકવાયી ને ગલીના લોફરો સાથે કેમ જોઈ જ શકે.
અરે રાધા હું આને છેલબટાઉ છોકરાઓ ની સાથે કેવી રીતે જોઈ શકું .
' તમે જ મારી દીકરી કરીને માથા પર ચડાવી છે ,
હવે ભોગવો બીજું તો શું '
રાધા બહેન એ પણ મોઢું ફેરવી લીધું .
પોતાના પિતાની સંપત્તિને ઠેબે ચડાવી આ દીકરી માટે ખુદે કેટલાય બલિદાનો આપેલા . પણ મન માં તો એમ બાળક છે સમય આવ્યે સાન આવી જાશે .
કંઇક હજુ બહાર આવવા લાગ્યું .
પિતાનો ઘેરો પણ સ્પષ્ટ આવાજ ૫૦ વરશ બાદ પણ કાન માં એજ સ્વરૂપે ગુંજી રહ્યો હતો .
જો દીકરા મિલાપ ,
કાં તો મે તારી હાટુ જોયેલી પરષોત્તમ ની દીકરી હારે લગન કર બાકી નઈ તો ૧૦૦ વીઘા નો વારસો નઈ મળે
આ સંવાદો રોજના થઈ ગયા અને એક દિવસ ઘર છોડવાનો વારો આવી ગયો.
બાપુને ઘણું સમજાવવા ના પ્રયત્ન કર્યા પણ બધા પત્થર પર પાણી ઢોળવા સમાન થઈ ગયા. બાપુજી હવે ટસના મસ થાય એવું લાગતું ના હતું .
આ બાજુ તેની પ્રિયતમા ને પરણવાના કોલ આપેલા જે નિભાવવા પણ તેમની ફરજ હતી . એટલે ૨ જોડી કપડાં સાથે કોઈ પણ ઘરેણાં વિના ઘરનો ત્યાગ કર્યો અને બસ પૈસા કમાવવા ખુદ થી જ શરૂઆત કરવી એમ ગણીને ૧૦૦૦ ની નોકરી સ્વીકારી લીધી .
પ્રકરણ -૨ ' દીકરી વંશ નઈ વધારે '
વધુ આવતા અંકે ,
તમે તમારો review આપવાનું નહિ ભૂલતા .
ધન્યવાદ
Matrubharti
સુરેશ રાજપુત
ભાવનગર