Darek khetrama safdata - 20 in Gujarati Motivational Stories by Amit R Parmar books and stories PDF | દરેક ક્ષેત્રમાં સફળતા - 20

Featured Books
Categories
Share

દરેક ક્ષેત્રમાં સફળતા - 20

ભાગ 20
શા માટે આપણે ગેરમાન્યતાઓ નથી છોળી શકતા ?

તેમ ન કરી શકવાનુ કારણ હોય છે આપણો દ્રષ્ટીકોણ. આપણને અમુક બાબતોને અમુક પ્રકારના દ્રષ્ટીકોણથીજ જોવાની એટલી બધી ટેવ કે સગવળ થઈ ગઈ હોય છે કે પછી તેને બીજા એંગલથી જોવાનુ પસંદ કરતાજ હોતા નથી એટલેકે તલભારનુય જતુ કરવા તૈયાર હોતા નથી. ઉપરાંત ઘણીવખત આપણને પોતાની આવી ગેરમાન્યતાઓને વ્યાજબી ઠેરવવાના એવા એવા લોકો, રસ્તાઓ કે બહાનાઓ મળી જતા હોય છે કે પછી આપણી શંકાઓ કે માન્યતાઓ ખોટી હોવા છતા પણ દ્રઢ થતી જતી હોય છે. તો આવા વાતાવરણમા ક્યારેય કોઇ પરીસ્થીતિ સમજી તેના ઇલાજ કરી શકાય નહી. આમ યોગ્ય અસરકારક અસરો ઉપજાવવા માટે સૌથી પહેલાતો સાચી પરીસ્થીતિ સમજતા શીખવુ જોઇએ. તેના માટે તમામ પ્રકારના ભેદભાવ, ગેરમાન્યતાઓ, ગેરસમજણો દુર કરવી જોઇએ. જ્યારે તમારી આવી ગેરમાન્યતાઓ દુર થઈ જશે ત્યારે આપોઆપ તમને હકીકત સમજાવા લાગશે અને તેને આધારે યોગ્ય નિર્ણય લઈ સફળ થઈ શકાશે.
આ દુનિયામા આપણે બધુજ મેળવી શકીએ તેમ છીએ પણ આપણને આપણી ખોટી નિરાશાજનક ગેરમાન્યતાઓજ નડી જતી હોય છે. આવી માન્યતાઓને કારણેજ આપણે બહાનાઓ કાઢવાના માસ્ટર બની જતા હોઇએ છીએ અને નાની નાની બાબતોમા હું તેમ નહી કરી શકુ તેવા બહાના કાઢી ક્વીટ કરી દેતા હોઇએ છીએ. પછી આપણે ખુલી દુનિયાનો અહેસાસ કરી શકતા હોતા નથી અને કુવાના દેડકા બનીને રહી જતા હોઇએ છીએ. માટે દરેક વ્યક્તીએ સૌપ્રથમતો પોતાને આગળ વધતા અટકાવતા આવા બહાનાઓ ઓળખવા જોઇએ અને તેને જળ મુળથી ઉખેડી ફેંકી દેવા જોઇએ. તેમ કરવાથીજ વ્યક્તિ સફળતા મેળવવા લાયક બની શકતા હોય છે.

છેવટે યાદ રાખો કે સુખ, શાંતી, સફળતા અને ઐશ્વર્યથી ભરપૂર એક પેટી તમે તેને જીદ કરીને મેળવો તેવી અપેક્ષા રાખીને બેઠી છે. જ્યારે તમે આવા ખજાનાની પેટી મેળવી શકો છો તેવો વિશ્વાસ કેળવી લ્યો છો ત્યારે તમે તેને પ્રાપ્ત કરવા આપો આપ લાયક બની જતા હોવ છો.


મેચ્યોર બનો (New topic)

પાંચમા ધોરણમા ભણતા બાળકને ધોરણ ૧૦ ના કે કોલેજ લેવલના પ્રશ્નો પુછવામા આવે કે કોઇ મોટી જવાબદારી સોંપવામા આવે તો તેઓ તેવા કામ સરળતાથી કરી શકતા હોતા નથી કારણકે તેઓ અપરીપક્વ હોય છે. પરંતુ એવા ઘણા બાળકો હોય છે કે જે ખુબજ નાની ઉમરે પણ મોટા કામ કરી બતાવતા હોય છે. સમાજમા એવા ઘણા ઉદાહરણો હોય છે કે જેમા નાની ઉમરમાજ વ્યક્તીએ કોલેજ પાસ કરી લીધી હોય અને મોટેરાઓ પણ ન કરી શકે તેવા કામ કરી બતાવ્યા હોય. તો આવી ઘટનાઓ નજરે નીહાળ્યા બાદ ઘણી વખત આપણને એવો પ્રશ્ન થતો હોય છે કે આવુ શક્ય કેવી રીતે બની શકે? જે કામ ઉમરમા મોટા લોકો નથી કરી શકતા તે કામ નાની ઉમરના વ્યક્તી કેવી રીતે કરી શકે છે? તો આ પ્રશ્નનો જવાબ છે પરીપક્વતા. એટલેકે તે બાળક કે વ્યક્તીના જે તે વિષયને લગતા જ્ઞાન, વિચારો અને સમજણમા પરીપક્વતા હોવાને કારણેજ આવુ શક્ય બનતુ હોય છે. આવી વ્યક્તીઓ ભલે શરીરથી કે અન્ય કોઇ બાબતથી નાની હોય પણ તેના મન, વિચારો અને સમજણમા પરીપક્વતા હોવાને કારણેજ તેઓ અન્યોથી અલગ તરી આવતા હોય છે. આ વાતજ સાબીત કરે છે કે કોઇ પણ કાર્ય પુર્ણ કરવા માટે દેખાવ કે ઉમર કરતા સમજણ શક્તીની વધારે જરુરીયાત રહેતી હોય છે, કોઇ કામ કેવી રીતે પાર પાળવુ તે સમજવાની પરીપક્વતા અને જીવનના તમામ પાયાગત સિદ્ધાંતો સ્પષ્ટ હોય તો કોઇ પણ વ્યક્તી ગમ્મે તે કામ પુર્ણ કરી શકતા હોય છે પછી તેમા ઉમર કે ઉંચ નીચનુ કોઇજ બંધન રહેતુ હોતુ નથી.
તમે ગમ્મે તેવા હોવ ઉંચા કુળના હોવ કે નીચા કુળના હોવ, અમીર હોવ કે ગરીબ હોવ, નાના હોવ કે મોટા હોવ, ધોળા હોવ કે કાળા હોવ તો પણ તમે સફળતા મેળવી શકતા હોવ છો કારણ કે સફળતા તમારા બાહ્ય દેખાવ કરતા તમારી અંદર શું છે તેમજ તમે કેટલી અસરકારકતા અને સમજણથી કામ કરી શકો છો તેના પર વધારે આધારીત રહેતી હોય છે. એટલેકે તમારી પરીપક્વતા અને સમજણના પ્રમાણને આધારેજ વ્યક્તીની સફળતાનુ પ્રમાણ નક્કી થતુ હોય છે. ફુગ્ગાનો કલર ગમ્મે તેવો હોય કાળો હોય કે લાલ હોય તેમ છતા તે બન્ને હવામા સરખી રીતે ઉડે છે કારણ કે તે ફુગ્ગો તેના બાહ્ય દેખાવને કારણે નહી પણ તેની અંદર શું ભર્યુ છે તેને આધારે ઉડતો હોય છે. આ ઉદાહરણ પરથી એવુ તારણ કાઢી શકાય છે કે જો તમારે સફળતા મેળવવી હોય તો તમામ પ્રકારના ભેદભાવ, સુખ દુ:ખ અને લઘુતાગ્રંથી દુર કરીને પરીપક્વતાથી પ્રયત્નો કરવા જોઈએ, પોતાના મન, વિચારો અને પ્રયત્નોને મેચ્યોર બનાવવા જોઈએ. જો આ બધુ સફળતાને અનુરુપ હશે તો ૧૦૦% સફળતા તમનેજ મળશેજ, તેમા કોઈ શંકાને સ્થાન નથી.
સફળતા કેવી રીતે મળે છે તે પ્રશ્નના જવાબમા એમ કહી શકાય કે જેઓ દિલોજાનથી પ્રયત્નો કરે છે તેવી વ્યક્તીઓને સફળતા મળતી હોય છે. નબળા અને આળસુ વ્યક્તીઓ પણ સખત પ્રયત્નો દ્વારા સફળતા મેળવી શકતા હોય છે તેમ છતા સૌથી વધારે સફળતા મેચ્યોર વ્યક્તીઓના ફાળે જતી હોય છે, એટલે કે જેઓ દરેક રીતે પરીપક્વ છે, જેમણે જીવનને ખરેખર સમજ્યુ છે, જીવનના દરેક પાઠને આત્મસાત કર્યા છે અને તે મુજબજ જીવન વિતાવે છે તેવા લોકો વારંવાર સફળતા મેળવી શકતા હોય છે. પરંતુ અહી સવાલ એ થાય છે કે મેચ્યોર વ્યક્તી એટલે કેવા વ્યક્તી અથવાતો મેચ્યોર બનવુ કેવી રીતે? તો આ પ્રશ્નના સંદર્ભમા નીચે પ્રમાણેના ગુણો દર્શાવી શકાય.

૧. ધીરજ

પરીપક્વતાની પહેલી શરત છે ધીરજ. જ્યારે વ્યક્તી પરીસ્થિતીઓને શાંત મન, સિદ્ધાંત અને કુનેહથી હેંડલ કરતા શીખી લે છે ત્યારે તેનામા ધીરજનો ગુણ વિકસી ચુક્યો છે તેમ કહી શકાય. આ ધીરજને લીધેજ વ્યક્તી લાગણીઓ, વિચારો અને વિકારોને કાબુમા રાખી સ્વસ્થતાથી કામ કરી શકતા હોય છે. આવી ધીરજને આધારે વ્યક્તી ઉશ્કેરાટભર્યા વાતાવરણમા પણ શું કરવુ અને શું ન કરવુ તેના નિર્ણયો શાંતીથી લઇ મહત્વની બાબતો પર ધ્યાન કેન્દ્રીત રાખી શકતા હોય છે. નાની નાની બાબતોમા ગુસ્સે થઇ જનાર કે મનફાવે તેમ વર્તનાર વ્યક્તીઓ આ રીતે કામ કરી શકતા હોતા નથી એટલા માટેજ તેઓની ગણતરી બાળબુધ્ધી ધરાવતા વ્યક્તીઓમા થઇ જતી હોય છે. આમ પરીપક્વ બનવા માટે અખુટ ધીરજનો વિકાસ કરવો જોઈએ, દરેક ઘટનાને શાંતીથી તર્ક–વિતર્કથી સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ અને ઘટનાઓ-દુર્ઘટનાઓને હકારાત્મક દ્રષ્ટીકોણથી જોવાનો પ્રયત્ન કરી તેનુ મુલ્યાંકન કરી શાંતીથી તેનો નિવેળો લાવતા શીખવુ જોઈએ. આ રીતે ધીરજથી કાર્ય કરનાર વ્યક્તી પરીપક્વતાની સૌથી નજીક પહોચી જતો હોય છે અને ઉત્ક્રૃષ્ટ સફળતા મેળવી બતાવતો હોય છે.

૨. સજાગતા

સજાગતા એ પણ મેચ્યોર વ્યક્તીનુ એક આગવુ લક્ષણ છે. પાક્કી સમજણ ધરાવતી વ્યક્તીજ ઘટના દુર્ઘટના પ્રત્યે ગંભીરતા દાખવી શું કરવુ અને શું ન કરવુ તે અગાઉથી નક્કી કરી પરીસ્થિતીઓને પહોચી વળવા તૈયાર રહેતા હોય છે. આ રીતે તેઓને ખબર પડતી હોય છે કે શું કરવાથી નુક્શાની થાય અને શું ન કરવાથી ફાયદો થાય. આવા લોકો દરેક બાબતની બારીકાઇથી કાળજી રાખતા હોય છે દરેક બાબતનુ ધ્યાન રાખતા હોય છે અને ઓછામા ઓછો બગાળ થાય તેની તકેદારી રાખતા હોય છે પછી તે વસ્તુ, સમય, શરીર, સંબંધો, વિચારો એમ ગમ્મે તે હોય. તે ઉપરાંત આવી વ્યક્તીઓ લોકોના સુખ દુ:ખ, ગમા અણગમા પ્રત્યે પણ ખુબજ સજાગ રહેતા હોય છે અને તેને આધારે દરેકને ગમે તેવુજ વર્તન કરતા હોય છે. લોકોને ન ગમે તેવુ વર્તન કરનાર વ્યક્તી, તેઓને ન ગમે તો હું શું કરુ, હુતો મારી મરજી મુજબજ વર્તન કરીશ તેવી ટુંકી બુદ્ધી ધરાવનાર વ્યક્તીની ગણતરી બાળબુદ્ધી ધરાવતા અપરીપક્વ વ્યક્તીઓમા થઇ જતી હોય છે એટલા માટેજ મેચ્યોર વ્યક્તીઓ પોતાના લીધે અન્યોને કોઇ દુ:ખ, તકલીફ કે નુક્શાની ન થાય તેની કાળજી રાખતા હોય છે, લોકોની ઇચ્છા, લાગણીઓ અને વિચારોને માન આપીને વર્તતા હોય છે તેમજ તેઓના સુખ, દુ:ખમા સાથ અપવા હંમેશા તૈયાર રહેતા હોય છે.
લોકો આપણા વિશે શું વિચારશે, કોઇ કામ કરવાથી સમાજમા શું સંદેશો જશે, આપણે સમાજમા કેવા લાગીએ છીએ તેના પ્રત્યે સતર્કતા કે અવેરનેસ કેળવવાથી મેચ્યોર બની શકાતુ હોય છે. દા.ત. આપણે નાના હતા ત્યારે કેવા કપડા પહેરવા, કેવી રીતે વાત કરવી તેની ખાસ કશી સમજણ ધરાવતા ન હતા પણ જેમ જેમ આપણે મોટા થતા જઈએ છીએ તેમ તેમ આપણે આપણા કપડા, દેખાવ, ઇમેજ, ભણતર પ્રત્યે સભાન થતા જતા હોઈએ છીએ, તો આવી અવેરનેસનેજ મેચ્યોરીટી કહે છે.

આમ જે વાત આપણા જીવન માટે જરૂરી છે, જે બાબત આપણા જીવનને અસર કરે છે તેના પ્રત્યે સભાન કે સતર્ક બનવાથી મેચ્યોર વ્યકતી બની શકાતુ હોય છે.

૩. સામાજીક પરીપક્વતા

સંપુર્ણ પરીપક્વતા ધરાવતી વ્યક્તી બનવા માટે સામાજીક પરીપક્વતા ફરજીયાત હોવીજ જોઇએ. આપણે અભ્યાસમા ગમે તેટલા હોશીયાર હોઈએ પણ સમાજમા કેમ રહેવુ, સમાજ સાથે કેમ વર્તવુ અને લોકોના સુખ દુ:ખમા કેવી રીતે ભાગીદાર બનવુ તે ન આવળતુ હોય તો સમાજ આપણી કીંમત કરતો હોતો નથી અને છેવટે આપણે એકલા પડી જતા હોઈએ છીએ. આમ કોઇ વ્યક્તી લોકો સાથે કેવી રીતે વાતચીત કરે છે, દરેક પરીસ્થિતીમા સંબંધોને કેટલુ મહત્વ આપે છે, તેને સાચવવા કેટલો ગંભીર છે, સબંધીઓને સુખી કે ખુશ રાખવા કેવા પ્રયત્નો કરે છે અથવાતો તેઓના સુખ દુ:ખ કે પ્રસંગોમા કેટલો ભાગીદાર બને છે, તેના આધારે તેની સામાજીક પરીપક્વતા નક્કી થતી હોય છે. આવી પરીપક્વતા ધરાવતા લોકો વિશાળ પાયા પર સહકાર મેળવી સફળ થઈ શકતા હોય છે. આ રીતે લોકો સાથે વ્યવસ્થીત વાતચીત કરનાર વ્યક્તી, દરેક પરીસ્થિતીમા સબંધોને પ્રાથમિકતા આપનાર વ્યક્તી, તેના પ્રત્યે સજાગ રહેનાર વ્યક્તી, લોકોને સુખ આપનાર અને દુ:ખ દૂર કરનાર, દરેક રીતે મદદરૂપ થનાર, લોકોના સુખ-દુ:ખ-પ્રસંગોમા ભાગીદાર બનનાર, સમાજમા અરાજકતા ન ફેલાય કે કોઇ ગેરમાર્ગે ન દોરવાય તેના માટે સામાજીક નિયમોમા રહેનાર વ્યક્તી, કાયદા–ફરજોનુ પાલન કરનાર વ્યક્તી અને સમાજ, રાષ્ટ્ર કે વિશ્વના હિત માટે કામ કરનાર વ્યક્તી મેચ્યોર ગણાતા હોય છે. આ હદે મેચ્યોરીટી ધરાવનાર વ્યક્તી સુખી કે સફળ ના થાય તેવુ બનેજ નહી કારણકે આખો સમાજ આવા વ્યક્તીઓને પડખે કવચ બનીને ઉભો રહી જતો હોય છે.

૪. જવાબદાર બનો.

મેચ્યોર વ્યક્તીનુ સૌથી મોટુ લક્ષણ છે પોતાની જવાબદારીઓ પ્રત્યેની કટીબદ્ધતા એટલેકે જવાબદારીપણુ. જ્યારે વ્યક્તી પોતાની જવાબદારીઓને ઓળખે છે, તેને સમજે છે અને કોઈ પણ ભોગે તેને નીભાવવા તત્પર રહે છે ત્યારે તે વ્યક્તીની પરીપક્વતા દેખાઈ આવતી હોય છે. પછીતો આવી વ્યક્તીઓને શું કરવુ અને શું ન કરવુ જોઇએ તેવુ કશુ ચીંધવાની જરુરીયાત રહેતી હોતી નથી.
પોતાની જવાબદારીઓ નીભાવનાર વ્યક્તીને મેચ્યોર એટલા માટેજ કહી શકાય છે કારણકે મેચ્યોરેટીનો અર્થજ સક્ષમતા એવો થાય છે. એટલેકે જે વ્યક્તી પોતાની જવાબદારીઓને પોતાના ખભ્ભે રાખી આગળ વધવા સક્ષમ છે તે દેખીતી રીતેજ મેચ્યોર છે જ્યારે પોતાની જવાબદારેઓનો અસ્વીકાર કરનાર, તેમાથી ભાગી જનાર કે છટકબારીઓ ગોતનાર વ્યક્તી જવાબદારીઓને લાયક ન હોવાથી કે તેના માટે અક્ષમ હોવાથી તે અપરીપક્વ ગણાય છે. નાના બાળકો પોતાની જવાબદારીઓ નથી નીભાવી શકતા હોતા એટલા માટેજ તેઓ અપરીપક્વ ગણાતા હોય છે, જો તેઓ નાની ઉમરે પણ પગભર થઇ પોતાની જવાબદારીઓ નીભાવી બતાવે તો તેઓને પણ તેમની ઉમરના પ્રમાણમા પરીપક્વ કહી શકાતા હોય છે.

દરેક વ્યક્તીનુ જીવન જવાબદારીઓથી બનેલુ હોય છે એટલેકે દરેક વ્યક્તીએ પોતાન જીવન પ્રત્યે, પરીવાર પ્રત્યે, સમાજ અને દેશ પ્રત્યેની ફરજો, કર્તવ્યો કે સમાજના ઋણને ચુકવવા તેમજ તેઓના ભરણ પોષણ માટે તૈયાર રહેવાનુ હોય છે. જે લોકો આવી બાબતો માટે તૈયાર રહેતા નથી કે જે વ્યક્તીને પોતાના જીવન વિશે કશી પડી નથી, જે પોતાના મા–બાપ, પરીવારના ઉપકારો કે જરુરીયાતોને સમજી શકતા નથી, જેઓ સમાજના ખપમા આવી શકતા નથી કે જેઓ દેશનુ સમ્માન જાળવવા જેટલીય સમજ ધરાવતા નથી તેઓને કેવી રીતે પરીપક્વ કહી શકાય? આ હદ સુધીની નાસમજીતો બાળબુધ્ધીમાજ હોઇ શકે ને !‍!!

૫. સ્વાવલંબી અને પરસ્પરાવલંબી બનો.

પરીપક્વતાની પાંચમી શરત છે સ્વાવલંબન અને પરસ્પરાવલંબન
જે લોકો પોતાના પગ પર ઉભા રહી પોતાનીજ જરુરીયાતો પુરી નથી કરી શકતા, જેઓ બીજાઓ સાથે અનુકૂલન સાધી કામ નથી કરી શકતા તેઓ અપરીપક્વ છે જ્યારે જે લોકો અન્યો પર આધાર રાખી પડી રહેવાને બદલે આત્મબળે આગળ વધવાનો પ્રયત્ન કરે છે, જેઓ સ્વાવલંબી છે તેઓ પરીપક્વ છે, સાથે સાથે જે લોકો પરસ્પરાવલંબનનુ મહત્વ સમજે છે એટલેકે જે લોકો એ વાત સારી રીતે જાણે છે કે ભેગા મળીને, એક બીજાને માન, મહત્વ અને સહકાર આપીને મોટી સિદ્ધી પ્રાપ્ત કરી શકાય તેમ છે તો આવી વિચારસરણી ધરાવતા લોકોને પણ પરીપક્વ કહી શકાય છે. અપરીપક્વ લોકો હંમેશા “ મને કોઇની જરુર નથી, હું એકલોજ બધુ કરી છુટીશ “ તેવા અભીમાન દર્શાવતા હોય છે, જ્યારે પરીપક્વ લોકો દરેકનો સાથ સહકાર મેળવી પોતાની શક્તીઓનો ઉપયોગ કરવામા માનતા હોય છે એટલેકે સહજીવનમા માનતા હોય છે.

૬. પરીપક્વ બનવા માટે જ્ઞાન, હકારાત્મકતા, સમજણ(કુનેહ) અને આવળત આ ચાર પાયાઓ મજબુત કરવા જોઇ. તેમાથી એક પણ પાયો કાચો રહી જાય તો આપણે હજુ અધુરા છીએ તેમ કહી શકાય. દા.ત. જો વ્યક્તીમા જ્ઞાન અધુરુ હશે કે નહીવત હશે તો તે દરેક ક્ષેત્રોમા કાચો પડશે, તેનામા રહેલી જ્ઞાનની અધુરપ તરતજ દેખાઇ આવશે, સાથે સાથે સમાજમા એવો સંદેશો પણ જશે કે આ વ્યક્તીને હજુ ખબર નથી પળતી કે જીવનમા જ્ઞાન મેળવવુ કેટલુ જરુરી છે ! તમે અજ્ઞાની છો તેનો મતલબ લોકોતો એવોજ કરતા હોય છે કે તમને જ્ઞાન મેળવવુ ગમતુ નથી કે તેના મહત્વને સમજી શકતા નથી. તો આ રીતે પણ લોકો તમને બાળ બુદ્ધીમા ખપાવતા હોય છે અને તમે પણ અજ્ઞાનતાને લીધે પાછળ રહી જતા હોવ છો.

પરીપક્વતાનો બીજો પાયો છે હકારાત્મક વિચારસરણી. હકારાત્મક વિચારસરણી ધરાવતી વ્યક્તી વૈકચારીક રીતે વિકસીત હોય છે, તેઓના વિચારોમા કોઇ ખામી કે ઉણપ હોતી નથી, ઉપરાંત તેઓએ વિચારોના વિકાસનો તબક્કો પણ પુરો કરી લીધો હોવાથી તેઓ હવે એવા કોઇ પણ પ્રકારનુ વર્તન કરતા હોતા નથી કે જેમા તેઓના વિચારો કે માન્યતાઓની ટીકા થાય. તેઓ હવે નાના બાળકની જેમ નહી પણ એક વડીલની જેમ વિચારતા હોય છે, મુશ્કેલીમા હાંફળા ફાંફળા થવાને બદલે શાંતીથી કામ કરી તેમજ દરેક પરીસ્થિતીઓમા પોતાને પ્રોત્સાહન આપી વિકાસ કરી બતાવતા હોય છે. આવા વ્યક્તીઓને વૈચારીક રીતે પ્રોત્સાહન કે મદદની બહુ જરુર રહેતી હોતી નથી કારણ કે તેઓના વિચારો સંપુર્ણતા પ્રાપ્ત કરેલા હોવાથી તેઓ જાતેજ પ્રેરીત થઇને અથાક પ્રયત્નો કરી બતાવતા હોય છે. આમ વૈચારીક રીતે પરીપક્વ વ્યક્તી પોતેજ પોતાના માર્ગદર્શક બની વણથંભ્યે આગળ વધી શકતા હોય છે.

પરીપક્વતાનો ત્રીજો પાયો કે શરત છે સમજણ. સમજણ એટલે શું કરવુ અને શું ન કરવુ જોઇએ તે સમજવાની આવળત. એક પરીપક્વ વ્યક્તી જાણતો હોય છે કે તેણે ક્યારે શું કરવુ જોઇએ અને શેનાથી બચવુ જોઇએ. તેને જીવનમા જરુરી તમામ બાબતોની સમજ હોય છે અને તેના પ્રત્યે તે ગંભીર પણ હોય છે. તે સમજતો હોય છે કે જીવનમા કોઇ હેતુ હોવો જોઇએ, તે હેતુને અનુરૂપજ વર્તન કરવુ જોઇએ, તેને અનુરૂપ શું થવા દેવુ જોઇએ અને શું ન થવા દેવુ જોઇએ, ક્યારે જતુ કરવુ જોઇએ અને ક્યારેય અડગ રહેવુ જોઇએ તે બધુ નક્કી કરતા રહેવુ જોઈએ, તે જાણતો હોય છે કે વ્યસનો, દુર્ગુણો અને કુવિચારોથી દૂર રહેવુ જોઇએ, સમય શક્તી, નાણા કે સંપતીનો બગાળ ન કરવો જોઇએ, નિયમોથી જીવન જીવવુ જોઇએ, સમાજમા હળી મળીને ગ્રુપમા રહેવુ જોઇએ તેમજ જેવા સાથે તેવા થવાને બદલે સમજાવટ, માફી અને પ્રેમથી કામ લેવુ જોઇએ. આ બધી બાબતોજ સાબીત કરે છે કે વ્યક્તીની સમજ સંપુર્ણ વિકસી ચુકી છે. આવી સમજ ધરાવતી વ્યક્તી દરેક બાબતોનુ સમાધાન લાવીજ શકતા હોય છે.

પરીપક્વતાની ચોથી અને આખરી શરત છે આવળત. એક પરીપક્વ વ્યક્તી જીવનમા રહેલી આવળોતોનુ મહત્વ જાણતો હોય છે. તે જાણતો હોય છે કે કોઇ આવળત પર મહારથ પ્રાપ્ત કરી કેવી રીતે નામના અને નાણા બન્ને પ્રાપ્ત કરી શકાતા હોય છે. તેની સાથે સાથે દરેક પ્રકારની અથવાતો જીવન જરૂરી હોય તેવી આવળત ધરાવતી વ્યક્તી પરીપક્વ ગણાય છે. તમારી પાસે જ્ઞાન હોય, સમજણ હોય પણ તે જ્ઞાનને અમલમા મુકી કામ કરતા ન આવળતુ હોય તો તે જ્ઞાન અધુરુ ગણાતુ હોય છે, તે તમારી અણઆવળત ગણાતી હોય છે. એક પરીપક્વ વ્યક્તીને પોતાના જ્ઞાનને અમલમા મુકતા આવળતુ હોય છે, તેનામા આવી ઘણી બધી કળાઓ વિકસેલી હોય છે, દા.ત. તેને ભાવતાલ કરતા આવળતુ હોય છે, સબંધો સ્થાપતા અને જાળવતા આવળતુ હોય છે, વાતચીત કરતા, સ્પર્ધા કરતા, હીંમત અને ધીરજથી કામ કરતા, આયોજન કે વિચારીને કામ કરતા કે પ્રશ્નોનુ નીવારણ લાવતા આવળતુ હોય છે. આ રીતે તેઓ સંપુર્ણતા પ્રાપ્ત કરતા હોય છે જે મેચ્યોરીટીની નીશાની છે.
૭. ફર્યાદો કરવાનુ બંધ કરો.

ઘણા લોકોને વાતે વાતે ફર્યાદો કરવાની કે રોદણા રોવાની ટેવ હોય છે. તેઓતો સારી બાબતોમથી પણ કંઈક ફરીયાદ કરવા જેવુ ગોતતા રહેતા હોય છે અને કંઈકને કંઈક વાધા વચકાઓ કાઢીને બેસી જતા હોય છે. આવા લોકોએ એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે ફર્યાદો કરતા ફરવુ એ અપરીપક્વતાની નિશાની છે. નાના બાળકો અને અશક્ત લોકો ફર્યાદો કરતા હોય છે કારણકે તેઓને હવે શું કરવુ તેની સમજ હોતી નથી પણ જો વ્યક્તી ઘટનાઓને કાબુમા રાખતા શીખી લે, સમસ્યાઓના સમાધાન લાવતા શીખી લે તો પછી તેમણે ક્યાય ફર્યાદ કરવાની જરુર પડતી હોતી નથી. આમ જેઓ પોતાને સામર્થ્યવાન સમજે છે, જેઓ પ્રયત્નોથી ફેરફારો કરી જાણે છે તેઓ ફર્યાદો કરી બેસી જવાને બદલે આત્મબળે જોઇએ તેવા પરીણામો મેળવી બતાવતા હોય છે. આવા લોકો સમસ્યાના રોદણા રોવાને બદલે તેને દુર કરવામા લાગી જતા હોય છે. જો તેનો ઇલાજ ન મળે તો તેની સાથે અનુકૂળતા સાધી આગળ વધતા હોય છે પણ નાના બાળકની જેમ રો કકડ તો નથીજ કરતા હોતા. આમ મેચ્યોર બનવા માટે ફર્યાદો બંધ કરી પોતાના જીવનની કે ભાગ્યની દોરને હાથમા લઈ આત્મબળે આગળ વધવા કે પ્રયત્નો કરવા લાગી જવુ જોઇએ.

છેવટેતો એટલુજ કહીશ કે અહી દર્શાવેલ તમામ બાબતોમા નિપુણ થનાર વ્યક્તી સંપુર્ણ મેચ્યોર બની શકતા હોય છે અને આવી વ્યક્તીઓ જે ધારે તે દર વખતે પ્રાપ્ત કરી શકતા હોય છે પછી ભલે તેઓ ઉમરમા નાના કે આર્થીક રીતે પછાતજ કેમ ન હોય.