The journey of love is infinite. in Gujarati Thriller by Milan Mehta books and stories PDF | પ્રેમની અનંત છે યાત્રા.

Featured Books
  • YoYo प्रसंग!

    YoYo प्रसंग! "चल मैं निकलत हंव! ते लिख के डार दे! नए शहर को...

  • कहानी फ्रेंडशिप की - 3

    Friendship Story in Hindi : ‘‘साहब मैं आपका सामान उठा लूं क्...

  • बैरी पिया.... - 33

    शिविका ने फोन की स्क्रीन को देखा तो फोन उठा लिया । संयम " कौ...

  • Dard...e lotus

    दर्द का रिश्ता तो मेरा बचपन से रहा है और आज भी वही सिलसिला च...

  • You Are My Choice - 23

    जब जय पुलिस स्टेशन से निकल कर बाहर आया तो उसने देखा की आकाश...

Categories
Share

પ્રેમની અનંત છે યાત્રા.


પ્રેમ એ અનંત છે.કારણ કે ક્યારેય કોઈ પૂરેપૂરો કરી શકે નહિ અને તમે ક્યારેય કોઈને પૂરેપૂરો આપી શકો નહિ.પ્રેમનો પાસવર્ડ ત્યાગ., સમપર્ણ., મિત્ર ભાવ., હંમેશા જતું કરવાની ભાવના અને સઘળું સ્વીકારવાની તૈયારી. શરૂઆતનો પ્રેમ અનન્ય અને અપાર હોય છે જે સમય જતાં ક્યાં ખોવાઈ જાય છે તેની ખબર નથી પડતી..? પ્રેમમાં સહજ અને સ્વાભાવિક ચઢાવ ઉતાર આવે અને વૃક્ષની જેમ પાનખર આવે પણ અત્યારે બને છે એવું કે પાનખર આવ્યા પછી તેની જગ્યાએ નવી કુંપળો ફૂટતી નથી. શા માટે એક હાલી-ચાલી નથી શકતું અને બોલી નથી શકતું તે વૃક્ષની કુંપળ ફૂટે છે તો માણસ તો ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે તેના જીવનમાં કેમ પાનખર આવ્યા પછી વસંત ખીલતી નથી..? ચાલો તે આજે જાણીએ.

પ્રેમ હોવો અને પ્રેમ લગ્ન કરવા તે મારી દ્રષ્ટીએ ક્યારેય ખરાબ કે ખોટું નથી જ પણ તેમાં થોડી જાળવણી તમારા પ્રેમને પેલે પાર લઈ જાય છે. તમે પસંદ કરેલું પાત્ર પાણી વગરનું ના હોવું જોઈએ. પાત્રમાં કંઈક અલગ અને વિશેષ કૌશલ્ય હોવું જોઈએ. પછી રૂપ રંગ અને આકાર ગૌણ છે.

આજકાલ ફેસબુક પરથી એક ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલવાથી શરૂમાં ફ્રેન્ડ અને પછી પ્રેમ અને પછી વાત લગ્ન સુધી આવે છે.પણ બને છે એવું કે અનલીમીટેડ ઈન્ટરનેટ અને અનલીમીટેડ કોલિંગ સર્વિસના કારણે પ્રેમમાં મોટી – મોટી કરેલી વાતો લગ્નબાદ ૧૦ ટકા પણ પૂરી થતી નથી.તેનું કારણ માત્ર દેખાવ અને કરેલી સારી સારી વાતો જ છે અને એવું નથી કે પૈસાથી જ પ્રેમ પામી શકાય તેના માટે સમયનું પણ બલિદાન આપવું જ પડતું હોય છે. મારો ખાસ અને જીગરી મિત્ર મલય છે તેના પણ ફેસબુકના માધ્યમથી જ લગ્ન થયા છે. મલયને સોપારી તો દૂરની વાત છે ચા સુધ્ધાંનું વ્યસન નહિ અને સામે મળેલી વ્યક્તિ માનસીનો પણ શ્રેષ્ઠ સ્વભાવ પરિવારનું ધ્યાન રાખે ., નોકરી કરતાં કરતાં વહેવાર પણ સાચવી જાણે.બંને નોકરી કરે છે અને લગ્નના આટલાં વર્ષો પછી પણ કોઈ ફરિયાદ નથી
મે જોયેલા ૧૦ પ્રેમ લગ્નના અંતે એક એવા સમીકરણ પર પહોચ્યો છું કે મિત્રતા પહેલાનો પ્રેમ.,સગાઈ બાદ., લગ્ન બાદનો પ્રેમ અને બાળકો પછીનો પ્રેમ મનને સંપૂણ વિચલિત કરી દે તેવો હોય છે. બોટમ ટુ ડાઉન થઈ ગયો હોય છે. વધવાના બદલે સતત ઘટતો હોય છે. જેનો અવાજ સાંભળવાની રાહે અને મેસેજમાં વાત કરવામાં ક્યારેક જમવાનું પણ સમય જતો રહે છે તે આજે નજર સમક્ષ હોય છે ત્યારે પણ ગમતું નથી..‼! અને સમય જતાં પ્રેમ દુશ્મનાવટમાં પરિણમતો હોય છે અને ક્યારેક બેમાંથી એક અયોગ્ય અથવા બંને અયોગ્ય પગલું પણ ભરી બેસતાં હોય છે. આ કેટલું વાજબી ગણાય..??

પ્રેમ એટલે જીવનભર સાથ, તે ગમે તેવી કપરી પરિસ્તિતિ કેમ ના હોય..”હું કેટલો તેને પ્રેમ કરું છું સાથ છોડવામાં પણ તેને સાથ આપું છું “ તે સાચો પ્રેમ છે .અરે ના મનમેળ થાય તો રાજી ખુશીથી છુટા પડી જવું જોઈએ. તમે કેટલાય પ્રમાણિક પ્રયત્ન કર્યા છતાં હવે કોઈ પણ સંજોગોમાં આગળ સબંધ ચાલે તેમ નથી તો તે વ્યક્તિ અને સ્થળ છોડીને આગળ વધવું જોઈએ. કારણ કે સાથે રહીને દરરોજ માનસિક અશાંતિ અનુભવવી તેના કરતાં જે – તે વ્યક્તિથી દૂર થવું જ જોઈએ. કારણ કે દરરોજ કોઈને સહન કરવા અને મજબૂરીમાં પડ્યા રહેવું તેનું નામ જીવન નથી. જીવનમાં હજી ઘણી મઝલ કાપવાની છે અને કદાચ એવું પણ બને કે તમારી આજ કરતાં આવતી કાલ શ્રેષ્ઠ હોય. થોડા વર્ષ પહેલા જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના અભિનેતા ઋતિક રોશન અને સુજેન ખાન પણ અલગ થયા જ છે ને. વિશ્વના ધનાઢ્ય ગણાતા બે વ્યક્તિ ગયા વર્ષે જ અલગ થયા છે ને .
મહાન હસ્તીઓ .,પ્રતિષ્ટિત વ્યક્તિઓ., મોટા ઘરના વ્યક્તિઓ., રાજી ખુશીથી અલગ થઈને નવું જીવન જીવે છે અને મારી દ્રષ્ટીએ પણ સર્વશ્રેષ્ઠ વિકલ્પ પણ આ જ છે. તો અમુક વ્યક્તિઓ કેમ સમજી શકતા નથી કે આપણને ઠેસ પહોંચે તો રસ્તે ચાલવાનું બંધ ના કરી દેવાનું હોય..!

મિત્રો આપના પ્રતિભાવ મારા માટે સદૈવ આવકાર્ય અને શિરોમાન્ય રહેશે. તો આપ સર્વે વાંચક મિત્રોને આપના પ્રતિભાવ જણાવવા અનુરોધ કરુ છું.આભાર. .🙏
મિલન મહેતા – બુ ઢ ણા
૯૮૨૪૩૫૦૯૪૨