Radha ghelo kaan - 17 in Gujarati Love Stories by spshayar books and stories PDF | રાધા ઘેલો કાન - 17

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

Categories
Share

રાધા ઘેલો કાન - 17

રાધા ઘેલો કાન :- 17

ગયા ભાગમાં જોયું કે કિશન ઘરે આવી જાય છે..
કિશનનાં પાપા કિશનને એની કોલેજ અને એની પરીક્ષા માટે બોલતા જ રહેતા હોય છે..
કિશન ઘરની બહાર નીકળે છે ત્યાં એનો મિત્ર મનીષ એને મળે છે અને કિશનને સમજાવે છે કે જે પણ નિર્ણય લે તુ એ સમજી વિચારીને લેજે.. હવે આગળ..

કિશનનાં દરિયાકેરા જીવનમાં ચાલતી આ હાલાક ડોલક નૈયાને તે પાર ઉતારવા માંગે છે પરંતુ તે પોતાનો નિર્ણય લઇ શકતો નથી..
કિશન ઘરમાં બેઠો છે..
હાલ ઘરે કોઇ છે નઈ..
તે અને તેનું એકાંત એક રૂમમાં બેઠા છે..
ટેબલ પર ચાનો કપ પડ્યો છે અને એ પોતાના જ વિચારો સાથે રમી રહ્યો છે..
અને થોડી જ વારમાં નિકિતાની ફ્રેન્ડનો કોલ આવે છે..

હેલો..
હા, બોલ.. કિશન ચેહરા પર એકદમ નીરસ ભાવ લાવતા બોલે છે..
ક્યાં છે તુ?
ખબર પડી ગઈ છે તો પણ પૂછે છે? કિશને કટાક્ષમાં જવાબ આપ્યો..
પણ તુ બે દિવસથી આવ્યો છે..
તો તે તો એક પણ વખત નથી કીધું કે તુ આવી ગયો..
મારું કોઇ મૂડ નથી નિકિતાને મળવાનું અને એમ પણ મારાં ઘરે પણ બવ પ્રોબ્લેમ ચાલે છે કોઇ ઈચ્છા નથી..
હા.. પણ કદાચ હવે નિકિતા પણ તને મળવામાં કોઇ રસ ધરાવતી નથી..
ઓહ એવુ.. કેમ???
એ તો હવે બધું તને જ ખબરને..
તુ કઈ કેહ તો ખબર પડે ને..
આમ કઈ પણ તુ બોલે તો શુ ખબર પડે મને?
ઓકે છોડ.. પણ હું પૂછું એનો સાચો જવાબ આપીશ?
હા.. બોલ..
હું ગોળ ગોળ ફેરવા નથી માંગતી..
જે છે એ સીધું જ પૂછું છું ઓકે..
હા.. બોલને પણ..
તારો અને એક છોકરીનો ફોટો અમને મળ્યો છે આજે..
ઓહહ.. કોણ છે? મારી કોઇ ફ્રેન્ડ હશે..
ના..બેઠા છો એના પરથી તો એવુ નથી લાગતું કે તારી ફ્રેન્ડ છે કોઇ..
અને એમ પણ તારી બધી ફ્રેન્ડને અમે ઓળખીએ જ છીએ..
આ છોકરી તો અમે પેહલી વખત જ જોઈ છે..
કોણે મોકલ્યો છે ફોટો? કિશને આશ્ર્ચર્ય સાથે પણ પોતે નિર્દોષ છે માટે પોતાનો અચરજભર્યો ચેહરો છુપાવતા પૂછ્યું..
એ બધું હું શું કામ ક્વ?..
કોઈએ એડિટ કરેલો ફોટો હશે..
ના હો એડિટ ફોટો નથી આ..
એવુ લાગે તો હું તને મોકલું છું તુ જાતે જ જોઈ લે..
અને કેહ કોણ છે??
કદાચ તુ ઓળખી જાય.. કિશનની ફ્રેન્ડએ કિશનને કટાક્ષમાં જવાબ આપ્યો..
ઓકે મોકલ.. આટલુ કહીને કિશને ફોન ક્ટ કર્યો..

અને મોબાઈલને ગોળ ગોળ ફેરવતા વિચારવા લાગે છે..
આ કયો ફોટો હશે અને છોકરી કોણ હશે..
નક્કી આ અને નિકિતા મજાક કરે છે મારી જોડે..

એટલી જ વારમાં મેસેજટોન વાગે છે..
કિશન બધા વિચારોમાંથી બહાર આવતા જ મેસેજ ખોલે છે..
અને જોવે છે તો કોનો ફોટો??

હા.. હા.. એ જ.. જે તમે વિચારો છો..
એજ છોકરી જેની એક ઝલક માટે કિશન તલપાપડ હોય છે..
હા એ જ ' રાધિકા '..
રાધિકા સાથેનો પીક જોઈને કિશન આશ્ચર્યમાં પડી જાય છે.. અને વિચારમાં પણ
કે આ તો એજ ફોટો છે જયારે અમે બન્ને ચા પીવા બેઠા હતા..
આ ફોટો કોણે લીધો હશે??
એવુ તો કોણ છે ત્યાં..
જેને અમારા બન્નેનું મળવાનું બિલકુલ ના ગમ્યું તો તેને આ ફોટા પાડવાની જરૂર પડી..

કિશનની જેમ તમને પણ નિખિલ પર જ શંકા જશે કારણ કે એ શહેરમાં તો નિખિલ સિવાય બીજું કોઇ જ નહોતું..
જેને કિશન અને રાધિકાનાં મળવા થી પ્રોબ્લેમ હોય..

એટલામાં જ ફરી ફોનની રિંગ વાગે છે..

હા બોલ.. આ વખતે ફોન પર ખુદ નિકિતા બોલી..
નિકિતા : જોયો પીક?
કિશન : હા..
નિકિતા : મને નહોતી ખબર કે તુ આટલો જલ્દી આપડા સંબંધમાંથી બહાર આવી જઈશ.. નિકિતા આટલા દિવસની ફરિયાદને એક પ્રશ્નમાં ઠાલવતા પૂછે છે..
કિશન : આપડો સંબંધ જ ક્યાં હતો..?
આપડા બન્ને વચ્ચે જે હતું એતો એક બંધન જ હતું..
બીજું કઈ જ નહીં..
કિશન નિકિતાની વાતને જડમૂડમાં થી કાપતા બોલે છે..
નિકિતા : ( આટલુ સાંભળતા જ નિકિતા પગ થી લઈને માઠા સુધી તૂટી જાય છે પણ પોતાને સંભાળતા બોલે છે ) હા હા.. મને ખબર છે.. કે તુ આપડા સંબંધથી કંટાળ્યો હતો પણ એનો મતલબ એ પણ નથી ને કે તુ આપણો સંબંધ તૂટતાં પેહલા જ બીજા કોઈનો થઈ જાય..
કિશન : હું બીજા કોઈનો થ્યો નથી..
મોં સંભાળીને બોલ..
એ ઓન્લી ફ્રેન્ડ જ છે..
અને તુ મારી પાછળ આમ માણસ ગોઠવીને શુ સાબિત કરવા માંગે છે?
નિકિતા : મેં કોઇ માણસ નથી ગોઠવ્યા ઓકે..
કિશન : તો આ ફોટો કોણે પાડ્યો છે..?
એણે જ ને? તારા જુના બોયફ્રેન્ડએ..?
નિકિતા : હવે તુ મોં સંભાળ ઓકે.. એ મારો કોઇ બોયફ્રેન્ડ નહોતો..
એને ખોટો ખોટો વચ્ચે ના લાવ ઓકે..
એને તો કઈ ખબર જ નથી આ બધી..
કિશન : શુ ખબર નથી..આ જે છોકરી છે એની ફ્રેન્ડ જ છે.. એટલે આ ફોટો પાડવાવાળો એના સિવાય બીજો કોઇ હોય જ ના..
નિકિતા : કીધું ને એણે ફોટો નથી પાડ્યો.. નિકિતા થોડું ગુસ્સે થતા બોલી..
કિશન : તો સાચું બોલને..
કોણે મોકલ્યો છે તને આ ફોટો?
નિકિતા : ગમે તેણે મોકલ્યો હોય.. પણ જે સાચું છે એ તો દેખાય જ છેને.. કે તુ ભલે મને બેવફા કેહતો પણ તુ જાતે જ બેવફા છે..
કિશન : હું બેવફા નથી ઓકે..
આવું બધું મને નથી આવડતું.. એ બધું તને મુબારક..
અને તુ મને મારો ફોટો મોકલે છે બીજા સાથે એવો..
તારો પણ ફોટો મને મળ્યો છે.. પણ મને એના માટે કોઇ આશ્ચર્ય નથી કારણ કે તારા પાસેથી એવા કામ સિવાય બીજી કોઇ અપેક્ષા પણ નહોતી..
નિકિતા : કેવો ફોટો અને શેનો ફોટો?
કિશન : તારો અને તારા એ મિત્રનો.. જેની સાથે તુ આખી આખી રાતો વાતો કરતી હતી..
નિકિતા : લિમિટમાં બોલ કિશન..
મેં કોઇ જોડે આખી આખી રાત વાત નથી કરી ઓકે..
અને તુ જેની વાત કરે છે.. એને હું હજી મળી જ નથી કોઇ દિવસ.. તો એની સાથે મારો ફોટો કઈ રીતે હોય?
તુ ખોટું બોલે છે..
કિશન : હું ખોટું બોલું એમ?
નિકિતા : હા.. બતાવ મને કયો પીક છે?
કિશન : એ મારી પાસે હાલ નથી પણ હું મંગાવીને તને ચોક્કસ બતાઈશ..
નિકિતા : તુ શુ મઁગાવાનો કિશન..?
મારો એવો કોઇ ફોટો જ નથી યાર..
એક નાની વાતમાં તે આપડો હસતો રમતો સંબંધ બગાડી નાખ્યો યાર.. કિશન આવું કેમ કર્યું તે??
નિકિતા ફોન પર દલીલ કરીને થાકી જાય છે..
અને રડતા રડતા બોલે છે..
કિશન : હવે મને રડી ના બતાવ તુ..
તારા આ આંસુથી મને કોઇ ફર્ક નથી પડવાનો..
નિકિતા : હા નઈ જ પડે ને તને તો..
કારણ કે તારું દિલ હવે દિલ નઈ પથ્થર થઈ ગયું છે..
એ દિલમાં મારાં માટે કયારેય પ્રેમ હતો કે નઈ એ પણ ખબર નઈ..
કિશન : મારાં દિલમાં તો પ્રેમ હતો જ..
તને એ પ્રેમ સાચવતા આવડો નઈ...
તુ મારાં દિલને.. મારાં પ્રેમને કયારેય સમજી જ નથી..
તારા કેટલીય ભૂલોને હમેશા મેં માફ કરી અને હમેશા પોતાની બનાવી રાખવા જીદ કરી.. પણ જયારે જાણ્યું કે તુ મારી સાથે ખુશ જ નથી અને હું તને ખુશ રાખી શકતો નથી પછી મેં આપડા આ બંધન જેવા સંબંધને મુક્ત કરવાનું વિચાર્યું..
મને નથી ગમતું કે કોઇ મારી સાથે ખચકાતા ખચકાતા સંબંધ રાખે..
માત્ર એક જ વાક્ય " પ્રેમ છે "..
આટલુ બોલીને 'તુ મને' કે 'હું તને' કેમ એક બંધનમાં બંધી રાખું.. એ મને ગમતું નથી..
નિકિતા : પણ હું તો હમેશાથી તારી સાથે ખુશ છું.. અને રહીશ..
બસ આપડા નેચર અલગ છે થીંકીંગ અલગ છે..
એના કારણે ઝગડા થાય છે અને આપડે દુઃખી થઈએ છીએ.. બીજું કઈ જ નથી.. પણ એનો મતલબ એવો તો નથી ને કે એક ઝાટકે તુ આપડા સંબંધને તોડીને બીજા કોઈને તારી લાઈફમાં લઇ આવે..
કિશન : કોઇ નથી યાર મારી લાઈફમાં..
આ જેનો ફોટો જોયો તે એ ઓન્લી ફ્રેન્ડ છે.. બીજું કઈ જ નહીં..
નિકિતા :એવુ બની જ ના શકે..
કારણ કે હું તને જ્યાં સુધી ઓળખું છું ત્યાં સુધી મને એટલી ખબર છે કે તુ કોઇને પણ તારી સાથે ચા માટે બેસાડતો નથી.. અને એ પણ કોઇ છોકરીને.. એ તો શક્ય જ નથી..
એ ચોક્કસ તારું કોઇ સ્પેશ્યલ છે..
હવે મને મળવાનું વિચારીશ પણ ના..આટલુ બોલીને રડતા રડતા નિકિતા ફોન ક્ટ કરી દે છે..
અને કિશન પણ ઉદાસ થઈને ફોન ટેબલ પર મુકતા..
ટેબલ પર પડેલા ચાનાં કપને ખસેડતા ટેબલ પર માથું મૂકી દે છે..

હવે કોણે લીધો છે રાધિકા અને કિશનનો ફોટો?
અને કેમ નિકિતા ને કિશનથી અલગ કરવા માંગે છે..
હવે શુ નિકિતા ફરી કિશનને મળવા માંગશે..?
અને રાધિકા??
જલ્દી જ આવશે આગળનો ભાગમાં..
પણ તમારા પ્રતિભાવની રાહ જોવાશે..
વાંચતા રહો અને ઘરમાં રહો..
જય દ્વારકાધીશ.. 😊