akash ni akanksha - 3 in Gujarati Fiction Stories by Nima Rathod books and stories PDF | આકાશ ની આકાંક્ષા - 3

Featured Books
Categories
Share

આકાશ ની આકાંક્ષા - 3

તમારા કહેવા પર આકાશ પણ movie જોવા જોડે આવે છે.એમને પણ તમારી કંપની ગમે છે.અને તમને પણ કંઈક અંશે. ખુશી ની ગાડી પર તમે અને ખુશાલ જોડે આકાશ. અને બીજા પોતાના વેહિકલ પર એમ બધા movie માટે નીકળે છે. કૉલેજ નું starting એટલે વરસાદ ના આગમન નો સમય. આકાંક્ષા તમને તો વરસાદ માં ભીંજાવા નું ખૂબજ ગમે છે.આજે એવો જ એક મોકો તમને મળે છે. તમારો શોખ પૂરો કરવાનો ભરપૂર મોકો મળે છે.અને તમારી એક બીજી વસ્તું સારી છે એ છે કવિતા... જે તમે લખવા ખાતર જ લખો છો પણ ખૂબજ સારી હોય છે.આજે આકાશ ની જોડે નહી પણ સાથે હોવું તમને ખૂબ ગમે છે.movie કોમેડી હોવા થી આજે તમે બધા ખૂબજ enjoy કર્યું.અને રસ્તા માં વરસાદ આવતા તમે ખુશ થઇ જાવ છો. તમને પલળતા જોઈ આકાશ નું મન પુલકિત થઇ જાય છે. બધા જોડે વરસાદ ની મજા માણી ને ચા અને મકાઈ ખાવા જાય છે. રોડ પર બધા કપલ્સ rain ને enjoy કરતા જોવા મળે છે.એક અલગ જ atmosphere છે. આજે તમને પણ એમ થાય છે કે આકાશ તમને જુવે અને તમે એમને. બન્ને ની નજર એક થતાં બન્ને એક સ્માઈલ આપે છે. નજીક ના ગાર્ડન મા બધા બેસી ને વાતો કરે છે. ચા અને મકાઈ ની મજા વરસાદ માં કંઇક અલગ હોય છે. તમે આજે કોફી ની જગા આ ચા પીવો છો પણ આકાશ જોડે હોવાથી તમને આજે બધું ગમે છે. આજે ઘરે જવાનું કોઇ ને મન નથી પણ સાંજ થતાં બધા ઘરે જવા નીકળે છે. તમે ખુશી જોડે છો પણ મન તો આકાશ જોડે. પલળી ને તમે વધારે સુંદર દેખાવો છો.આજે કોઇ ની પણ નજર તમારા પર થી ખસતી નથી. આવા માં એક મજનું ટાઈપ ના છોકરા નું તમારી આસપાસ ફરવું તમારી સામે જોવું આકાશ ને બઉ જ ખટકે છે. તમે તો ignore જ કરો છો. પણ ત્યાં થી નીકળી જાઉં બધા માટે સારું છે . એમ માની બધા નીકળે છે. પણ આકાશ આજે સામે થી કહે છે કે મોડું થયું છે એટલે ઘરે એકલા જવુ safe નથી એટલે એ આકાંક્ષા ને ઘરે મૂકી ને ઘરે જશે અને ખુશી ને કુશાલ . આ સાંભળી આકાંક્ષા ની હાલત હા કે ના કહેવાની નથી રહેતી. પણ મનોમન ખુશ થાય છે કે ચલો જોડે જવા મળશે.વરસાદ હજુ પણ બંધ થયો નથી. આકાશ જોડે bike પર જતા બન્ને વચ્ચે સારી એવી જગા રહે એમ બેસે છે. આકાશ પણ તમને comfert લાગે એમ બેસે છે. રસ્તા માં આજે અલગ જ feelings છે બન્ને ના માં પણ કોઇ એક શબ્દ બોલતું નથી. ઘર આવી જતા બસ bye કહી તમે જતા રહો છો. ઘર માં આવતા જ મોમ ને જોઈ ને તમને સારું લાગે છે. towel લઇ તમે બાથરૂમ માં જાઓ છો અને મોમ ચા મૂકવા જાય છે. Shower કરી ફ્રેશ થઈ તમે આજે બઉ જ ખુશ છો. આજે ઘણા દિવસ પછી વરસાદ માં ભીંજાઈ એક અનેરો આનંદ પ્રાપ્ત થાય છે તમને આ આનંદ મા રસતરબોળ થઈ તમે તમારા favourite જગા એટલે ક તમારા plants અને ઝૂલો ત્યાં આવી ને બેઠા છો અને ખુલ્લા હદય ના ભાવ થકી નીતરતી એક પ્રેમાળ કવિતા તમે લખો છો. જે આ પ્રમાણે છે

આંખો માં આંજ્યું છે એક સ્વપ્ન નવું.
કહેવુ છે આજે તને અકલ્પ્ય ઘણું...
જે છે મારા અને તારા જ દિલ તણુ.
કહુ છું તને કે હું ફુલ નથી
પણ માત્ર ફોરમ જ છું.
કહુ છું તને કે હું આકાશ નથી
પણ માત્ર રજ છું.
કહુ છું તને કે હું દરિયો નથી
પણ માત્ર કિનારો જ છું.
કહુ છું તને કે હું સોનેરી સ્વપ્ન નથી
પણ માત્ર કડવું સત્ય છું.
જીવન ના આ ઝેર માં છે અમૃત સમુ
સૃષ્ટિ ની રચના ના ભાગ તણુ
જેમાં ફૂલ ની ફોરમ બનવું ઘણું..