હાં યાદ આવ્યું કે શેઠાણીબા એવું બોલ્યા હતાં કે આ બધો જ કારસો જગદીશભાઈ નો રચેલો છે. એનું સારું નહીં થાય.
બીજું કશું યાદ આવે છે?
નાં વધુ તો માહિતી નથી. આટલું બધું ઘરમાં ચાલતું હશે પણ અમને ખબર નથી પડી.
વિદેશી મહેમાનો કોણ કોણ આવતાં હતાં?
મોટાં શેઠ સાથે ઘણાં બધાં આવતાં. ઘરે જમીને જ જતાં.
પણ નામ મને યાદ નથી.
સારું રામુકાકા ખૂબ ખૂબ આભાર આપનો.
બેટા તું બધું સારું કરી દે જે. અને મને ફરી તમારા ઘરે બોલાવી લે જો.
હાં કાકા જરુર આપણો બંગલો પાછો મેળવીશું.
શ્રાવસ્ત હવે એકદમ મજબૂત ઈરાદા સાથે બોલ્યો. હવે અનિરુદ્ધ ને પણ શાંતિ થઈ.
જાણે પોતાની અંગત વ્યક્તિ મળી હોય એવું શ્રાવસ્ત અનુભવી રહ્યો હતો.રામુકાકા ને મળવાથી ઘણી બધી વિગતો મળી ગઈ હોય એવું લાગ્યું હતું.
બંને જણા ફરી દરિયા કિનારે આવ્યા. અને એણે કહ્યું આપણે જગદીશભાઈ સાથે શંતરજ ની ચાલ રમવી પડશે . જેમાં આપણે મિત્રોની મદદ લેવી પડશે.
અનિરુદ્ધ એ કીધું કંઈ સમજાય એવું બોલ... બધાં જ મિત્રો તારી સાથે જ છે. પણ એ તો કહે આ જગદીશભાઈ કોણ છે? તું ઓળખે છે એમને?
હાં બહું સારી રીતે ઓળખું છું એમને.
પપ્પા નાં ધંધાના ખાસ મિત્ર. એમને હંમેશા પપ્પા સાથે ભાગીદારી કરવી હતી હોટલમાં પણ પપ્પા હંમેશા એવોઈડ કરતાં હતાં. હા એમને ધંધો કરવામાં સલાહ આપતા એમની સાથે જતાં. પણ કોઈ વાતે એમને પપ્પા ને સાથે લેવા હતાં.
એમાંય એમની દિકરી શ્રેયાને શર્મીલ સાથે મેરેજ કરાવું હતું. એ પણ નાં થયું . કોઈ કારણસર આ વાતે પપ્પા સાથે ઝઘડો થયો અને એમને ધમકી આપી હતી કે હું જોઈ લઈશ તને.
પપ્પા આટલાં આગળ નિકળી ગયા એ એમને કઠતુ હતું.
પણ એટલે એ આટલી હદ સુધી પહોંચી જશે એવું તો માન્યા મા આવે જ નહી.
શ્રાવસ્ત મને એ સમજાતું નથી કે એમણે આવાં માફિયા ડોન નો સાથ કેમ લેવો પડ્યો? શું એમની નિયત પહેલા થી જ આવી હશે?
નહી અનિરુદ્ધ કારણ ખાલી આટલું જ નહિ હોય કોઈ વાત તો છે જ...પણ એ શું હોય શકે?
આપણે હવે ઘરે જઈએ અને કાલે સવારે કુંજન ને ત્યાં જવા નિકળીએ.
બંને ઘરે જઈને કુંજન સાથે બધી વાત કરે છે.
હાં.. મને પણ આ બનાવ યાદ છે જગદીશભાઈ સાથે નો.એ પછી નાની વાતે પપ્પા ને હેરાન કરતાં હતાં. મમ્મી ને પણ આવીને પપ્પા માટે ઉલટી સીધી વાત કરવા આવ્યા હતા પણ.. મમ્મી એ કંઈ સાંભળ્યું જ નહોતુ.
બીજા દિવસે સવારે બોમ્બે જવાં નિકળ્યા. રસ્તામાં શ્રાવસ્તે આખી યોજના કીધી કે આપણે કેવી રીતે પાર પાડ્શુ.
કુંજન ને ઘરે પહોંચ્યા ત્યાં જમ્યા અને ચારેય જણા બેન્કમાં ગયા. કુંજન કાગળિયા અને દાગીના નો ડબ્બો બહાર લાવી. ચારેય જણા નાં ધબકારા વધી ગયા.
શ્રાવસ્તે જોયું તો કાગળિયાં એમની બીજી બધી પ્રોપર્ટી ખરીદી હતી તેનાં હતાં. વચમાં એક કાગળ હતો.
ઓહ બધાં ફફડતા હૈયે શ્રાવસ્ત ને સાંભળવા લાગ્યા.
એમાં કુંજન ને સંબોધી લખ્યું હતું કે..
દિકરી કુંજન,
સારું થયું તમે લોકો દમણ આવ્યા. અમે લોકો મુસીબત માં છીએ. તું શ્રાવસ્ત ને જેમ બને તેમ જલદી બોલાવી લે.
તારાં પપ્પા ની સાથે છેતરપિંડી થઈ છે અને શર્મીલ ની જાન જોખમમાં છે. આ બધું થવા પાછળ કોઈને દોષ આપવાનો સમય નથી.
વિગતમાં એટલું જ કહીશ કે પપ્પા ને હેરાન કરવા માટે કારશો રચનારા ચાર પાંચ જણા મળીને ભેગા થયા છે.
એમનાં એક જગદીશભાઈ, વિદેશી મહિલા સ્ટેલા, હોટલ મેનેજર વલય પરીખ, મિસ્ટર જ્હોની, જેનીયા .
તારાં પપ્પા નો વિડિઓ બનાવ્યો છે જેનીયા સાથે નો અને બ્લેકમેઇલ કરી રહ્યા હતા.
સ્ટેલા એ ઘરોબો કેળવ્યો અને પેપરમાં બધુ લખાવ્યું છે.
જગદીશભાઈ એ ગુંડા મવાલી જેવા લોકો દ્વારા આપણા ઘરે ધમકી આપે છે.
બેટા ધીરજથી કામ લેજે. શ્રાવસ્ત જ અમને બચાવી શકશે. એ ઘરથી દૂર હતો એટલે એ લોકો ને નજરે આવ્યો નથી.
તો પણ ધ્યાન રાખશો . અમારી સાથે ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે.
જેનીયા અને સ્ટેલા ખૂબ ચાલાક છે. સંભાળજો.
તારી મમ્મી.
કુંજન રડવા લાગી... કે મેં કેમ જોયું નહિ ? કદાચ મદદ કરી શકી હોત તો આ બધુ ના થયુ હોત.
શ્રાવસ્તે કહ્યું કુંજુ. રડ નહી. હવે પણ આપણે બધુ ઠીક કરી દઈશું.
આપણી પાસે બધાં નામ આવી ગયાં છે અને આપણે ક્યાં કંઈ ચાલ ચાલવી એ નક્કી કરી લઈએ.
આખી યોજના પાર પાડવા માટે કાલે સાંજે દરિયે ભેગા થઈ નક્કી કરીએ.
ક્રમશઃ
રુપ ✍️