hart repairs - 3 in Gujarati Fiction Stories by jaan books and stories PDF | હાર્ટ રેપાઇર્સ - 3

The Author
Featured Books
Categories
Share

હાર્ટ રેપાઇર્સ - 3

સવાર થવા લાગી હતી. સુરજ દાદા આકાશ માં આવી ચુક્યા હતા. માનસી રૂમના કોરિડોર માં ઉભી ઉભી સૂર્યોદય નિહાળી રહી હતી. સાથે સાથે પોતે વેદ સાથે વિતાવેલ સમય વિશે વિચારતિ હોવાથી તેના મુખ પર નાનું એવું સ્મિત રમતું હતું. થોડી વારમાં નીચેથી અવાજ આવ્યો.
"માનસી"
માનસી હોલ તરફ જાય છે. અને જોવે છે મયુર આવી ગયો હોઈ છે.
"માનસી"
એટલું બોલતાની સાથે જ મયુર માનસીને ભેટી પડે છે. તું તો સાવ મને ભૂલી જ ગઈ. તને મારી યાદ નાં આવી એક પણ વાર ફોન નાં કર્યો....... નઈ ભાઈ, એવું કઇ નથી. તને હું ભૂલી શકું ક્યારેય.
હવે આમ ફરિયાદ જ કરતો રહીશ કે કંઈક ચા,નાસ્તો કરીશ. મનીષાબેન ટ્રે ટેબલ પર મુકતા કહ્યું. બધા સાથે નાસ્તો કરતા હતા એકાએક માનસીને પોતાનો પેહલો દિવસ યાદ આવી ગયો આવી જ રીતે પોતે ટેબલ પર આવી બેઠી હતી ને વેદ ને પેહલી વખત જોયો હતો. વેદની યાદ આવતાની સાથે જ માનસી ઉભી થઈ પોતાનો ફોન ગોતવા લાગી.
" ક્યાં જાય છે માનસી "
મનીષાબેને સવાલ કરતા માનસી ને પૂછ્યું.
મારો મોબાઈલ........
ત્યાં ટેબલ લેમ્પ વાળા પ્લગમાં ચાર્જ માટે લગાવ્યો છે.
કાર્તિક બોલ્યો.
માનસી ફટાફટ જઈ પોતાનો ફોન જોવે છે, પણ વેદનો કોઈ મિસકોલ અથવા મેસેજ હોતો નથી. તેનું મોં થોડું ઉદાસ થાય છે પણ કાર્તિકે કહેલી વાત યાદ આવતા જ તે સરખી થઈ જાય છે. છતાં,તેની નઝર વેદ ને ગોતતી હોઈ છે. તે વિચારે છે કે હું જાવ ત્યારે વેદ મારી સામે હોઈ.
ચાલો માસી અમે નીકળીએ વાતાવરણ પણ વરસાદી થવા લાગ્યું છે. માસી નાં ઘરે આવવા જેટલી ઉતાવળી થતી હતી. એટલી પાછા જવા મા માનસી ખુશ લગતી નહતી.
માનસી અને મયુર ઘરે જવા તૈયાર થાય છે. કાર્તિક સમાન ગાડીમાં મુકાવે છે હવે બધા બાર આવી માનસીને વિદાઈ આપે છે. માનસીની આંખો વેદ માટે તરવરતી હોઈ છે. 'ચાલ માનસી ગાડીમાં બેસ' ગાડીનો દરવાજો ખોલતા મયુર બોલ્યો. માનસી અંદર બેસવા જાય છે ત્યાં અચાનક તેની નઝર દૂરથી આવતા વેદ પર પડે છે. જાણે તરસ્યા ને પાણી મળ્યું હોઈ તેવો સંતોષ માનસીનાં મોં પર દેખાઈ આવે છે. તેના મનમાં ખુશી નું મોજું ફરી વડે છે.
ગાડી ચાલુ થાય છે. માનસી અને મયુર ઘરે જવા રવાના થાય છે. વેદને જોયા પછી હવે માનસી નાં ચેહરા પરની ઉદાસી દૂર થઈ ગઈ હોઈ છે.
" મારે થોડું કામ છે હું પછી આવીશ " બોલતા મયુર ડ્રાઈવરને ગાડી થોભવવા ઈશારો કરે છે. મયુર ડ્રાઈવર ને માનસીને ઘરે મૂકી ઓફિસે આવવાનું કહે છે. માનસી ઘરે પોંહચી તેના ભાભી ને મળે છે. માનસીએ માસીના ઘરે કેટલી મજા કરી એ બધું ભાભીને કહી સંભળાવે છે. સાથે સાથે વેદને પોતાના પોંહચી ગયા ની જાણ પર કરે છે.
વેદ અને માનસીની દુનિયા હવે અલગ થવા લાગી હતી. માનસી પોતાની સ્ટડીમા ખુબ વ્યસ્ત રહેતી અને વેદ પણ હવે તેના પપ્પા સાથે તેમનાં બિઝિનેશ મા મદદ કરાવતો. પણ છતાં એક હતું કે વેદ દર અઠવાડિયે માનસીને મળવા અમદાવાદ આવતો, માનસી તેને મળવા પોતાના લેક્ચર્સ બંક કરતી.
અઠવાડિયાનો એક દિવસ માનસી અને વેદ માટે બહુ ખાસ રહેતો. પરંતુ વેદ સાથે વાત કરવામાં અને તેને મળવાના કારણે માનસી પોતાની સ્ટડી પરથી ધ્યાન જ આપતી નતી, એવામાં માનસીના પેહલા મન્થલી પ્રેક્ટિકલ નું પરિણામ આવ્યું. જેમાં માનસી સાતમા ક્રમે હતી. આ જોઈ તેના પ્રોફેસર ડો. જ્યોતિ પાલાચારી એ તેને મળવા બોલાવી.
"મેં આઈ કમ ઈન મેમ"
માનસીએ મેડમ નાં કેબીનનો દરવાજો ખખડાવતા કહ્યું.
ઓહ માય ડીઅર માનસી,
કમ કમ એન્ડ સીટ , હાવ આર યુ ડીઅર.
આમ ફાઈન મેમ, 'હાવ આર યુ મેમ '
જો બેટા મને ફેરવીને વાત કરવાની આદત નથી. હું ડાઇરેક્ટ પોઈન્ટ પર આવું છું.
"ઘરે બધું બરાબર છે " જ્યોતિમેમ બોલ્યા.
યેસ મેમ એવરીથીંગ ઇઝ ગુડ.
તો પછી તારું આમ ડિસ્ટ્રેક થવાનું કારણ શું છે. કેમ તું તારી સ્ટડી પર ધ્યાન નથી આપી શક્તિ, હું હમણાં કેટલા સમયથી જોવ છું તું થૉડી બદલાયેલી લાગે છે. લેક્ચર મા પણ તારું કઈ ખાસું ધ્યાન હોતું નથી. હું તને લેબ મા પણ ઓછી જોવ છું. માનસીનાં માથા પર હાથ ફેરવતા પ્રેમથી જ્યોતિમેમ બોલ્યા.
માનસીમેમ સામે નઝર નતી કરી શક્તિ, તે બધું સાંભળ્યા પછી ચૂપ રહી. આટલા બધા સવાલ પણ કોઈ જવાબ નઈ. જ્યોતીમેમ સમજી ગયા હતા કદાચ કોઈ છોકરા વિશે હશે એટલે બોલવામાં અચકાઈ છે.
"ઇટ્સ ઓકે ડીઅર" હું સમજી શકું છું. હું તને ફોર્સ નઈ કરું એ જે કઈ પણ છે એના વિશે કહેવા પણ , હા તારું આવી રીતે ડિસ્ટ્રેક રહેવું તારા ડ્રીમ અને કરીઅર માટે સારું નથી. બાકી તારી ઈચ્છા એટલું કહેતાંની સાથે જ્યોતીમેમ ત્યાંથી ઉભા થઈ બાર ચાલ્યા ગયા માનસી પણ કેબીન માંથી બાર આવે છે.
આખો દિવસ તે મેમની કીધેલી વાત વિશે વિચારે છે, વેદનાં મેસેજ, કોલ પણ લેવાનું ભૂલી જાય છે. આખરે પોતે નિશ્ચય કરે છે કે હવે થી તેની સ્ટડી ને જ પ્રાથમિકતા આપશે. તેને આશા ન હતી કે વેદ આ વાત માનસે એટલે તેણે તેને એ વાત નાં કહી.
થોડા દિવસો વીત્યા માનસીનું બીજું મંથલી પરિણામ આવ્યું. પેહલાની જેમ તેના માર્ક્સ સારા હતા આ જોઈ જ્યોતિમેમ પણ ખુશ હતા. પરંતુ માનસી હવે વેદને પેલા જેટલો સમય આપી નાં શક્તિ, જોકે આનાથી તેના મનની લાગણી કઈ ઓછી નતી થઈ.
બીજી બાજુ વેદ પણ કામમાં વ્યસ્ત રહેતો, પણ છતાં માનસીનાં કોલ, મેસેજ ની રાહ જોતો, માનસી હવે એની આદત થઈ ગઈ હોઈ એવું લાગતું. પણ છતાં માનસીથી દૂર હોવાના કારણે એકલો હોઈ એવું લાગતું. સમય વીતતો જાય છે, વેદ હવે પોતાની ઘણી બધી ફ્રેન્ડ્સ સાથે વાત કરતો થઈ જાય છે, માનસી જાણે હવે એના માટે એક ફ્રેન્ડ હોઈ એવું લાગતું.
એવામાં માનસીનાં કોલેજ માંથી વન ડે પીકનીક નું આયોજન થાય છે. એ પણ વેદની કોલેજ ની બાજુની એક જગ્યામા માનસી ખુબ ખુશ થઈ જાય છે. પીકનીક નાં બહાને એ વેદ ને મળવા જવાની હતી. પોતે આ વાતની જાણ વેદને કરે છે. વેદ પણ તૈયાર થઈ જાય છે.
પીકનીકમા બધા પોતાની રીતે ફરતા હોય છે. માનસી પણ વેદની રાહમાં ઉભી હોઈ છે એટલામાં જ વેદ આવે છે બને સાથે થોડો સમય બેસે છે વાતો કરે છે.જોતજોતામાં માનસી લગ્નની વાત ઉખેરે છે. વેદ વાત ને ટાળવાની કોશિશ કરે છે,પણ માનસી એ વાત વિશે જ બોલ્યા કરે છે.
આખરે "મારે થોડું કામ છે " એમ કહી વેદ ત્યાંથી નીકળી જાય છે.
માનસી કોલેજે થી ઘરે આવે છે. દરવાજા ને અડકતાની સાથે જ વિના અને મયુર ની વાતો સંભળાઈ છે.
તમને ખબર છે આપડા લગ્ન પેહલા મેં મારા જીવનસાથી ની મારા મનમાં એક છબી બનાવી હતી. તેનામાં કઈ પ્રકારની વિશેષતા હોવી જોઈ એ પહેલેથી જ વિચારી રાખ્યું હતું.
ઓહો, તો હવે એ વિશેષતા કઈ હતી એ પણ કઈ દે..
એ વિશેષતા બધી તમારા મા છે....
જેવી કે......... મયુર બોલ્યો.
જેવીકે તમે મારુ આટલું ધ્યાન રાખો છો. અને સૌથી સારી કે હું હંમેશાથી ઈચ્છા હતી કે મારો પાર્ટનર એક નામી વ્યક્તિ હોઈ પરંતુ, તેનું નામી હોવા પાછળ તેમનો પોતાનો શ્રમ હોઈ નાં કે પોતાના પિતાના નામ અને પૈસા. અને બીજી ખુશી ની વાત એ પણ છે કે તમારી બહેન પણ તમારા જેવીજ છે તેમને પણ ક્યારેય પોતાનું કામ કરાવવા પપ્પા નાં નામ નો ઉપયોગ કર્યો નથી. હંમેશા પોતાના દમ પર કામ કરવાનું વિચાર ધારા વાળા છે.
હા, એ નાનપણ થીજ ખુબ જિદ્દી હતી એટલે તેને પોતાને જોઈતી વસ્તુ માટે જાતે મેહનત કરવાની આદત છે. મયુરે માનસી નાં વખાણ કરતા કહ્યું. અને ખાસ કરીને તમારો એકબીજા પરનો વિશ્વાશ પણ ખુબ છે. વિના એ કહ્યું.
માનસી આ સાંભળી ખુબ ખુશ થાય છે. તે અંદર આવે છે.
" ભાભી હું ફ્રેશ થઈ હમણાં આવું "
માનસી પોતાનું બેગ ટેબલ પર મૂકી રૂમ તરફ જાય છે ત્યાં ભૂલથી મયુર નાં બેગ ને ધક્કો લગતા બેગ નીચે પડે છે અને તેમાં રહેલ સિગરેટ નું પેકેટ વિનાના પગ પાસે ઘસી આવે છે...
'મયુર, આ તમારું છે. એનો મતલબ તમે ખોટું બોલ્યા કે હું સિગરેટ નથી પીતો. વિના શકીલા સ્વરે મયુરને સવાલ કરે છે.
એવું નથી વિના, મને એમ હતું કે તને ખરાબ લાગશે એટલે નાતુ કીધું..... વિનાને માનવતા મયુર કહે છે.
માનસી આ બધું જોઈ રહી હોઈ છે.
મને એ વાત નું દુઃખ નથી કે તમે સિગરેટ પીવો છો. પરંતુ આ વાત મારાથી છુપાવી એ વાત નું માઠું લાગે છે. મારાથી છુપાવાની જરૂર શા માટે પડે છે.
સોરી, વિના આજ પછી હું ક્યારેય સિગરેટને હાથ નઈ લાગવું, પ્રોમિસ........
તમારે પ્રોમિસ કરવું હોઈ તો એ કરો કે આજ પછી તમે ક્યારેય મારાથી કઈ નઈ છુપાવો........ આજે જે થયું એવું ક્યારેય નઈ થાય. જે વાત ની ખબર મને તમારી પાસે થઈ પડવી જોઈતી હતી એ વાત બાર થઈ ખબર નઈ પડે..
પ્રોમિસ કરો......... વિના હાથ લંબાવતા મયુરને કહે છે.
પાકું, આજ પછી એવું ક્યારેય નઈ બને, મયુર વિનાના હાથ પર હાથ રાખી વચન આપે છે.
' સંબંધ ની નીવ વિશ્વાસ હોઈ છે.' એવું વિના મયુરને કહે છે જે માનસી પણ સાંભળે છે, તેને યાદ આવે છે કે આજ સુધી તે પણ પોતાના ભાઈને અંધારામાં રાખ્યો છે. તેને વેદ વિશે બધી વાત મયુરને કહી દેવી જોઈ, આવો વિચાર આવતાની સાથે જ તે વેદને મેસેજ કરે છે.....
" મળવું છે, એક જરૂરી વાત કરવી છે. "
જમી ઉઠ્યા બાદ માનસી પોતાના રૂમમાં જાય છે અને પોતાનો મોબાઈલ જોવે છે. વેદે પોતાની વાત નો શું જવાબ આપ્યો તે જોવા મેસેજબોક્સ ખોલે છે.....
શું થયું અચાનક ?
શેની વાત ?
ક્યારે મળવું છે ?
માનસી જવાબ મા લખે છે 'જેટલું જલ્દી થઈ શકે એટલું '
વેદ તરત જ પૂછે છે એવું તે વળી શું થઈ ગયું. એટલું લખ્યા પછી તરત જ એ માનસી ને ફોન કરે છે..
માનસી ફોન ઉપાડે છે અને આજે ઘરે બનેલી ઘટના વિશે વેદ ને કહે છે.
વેદ, મને લાગે છે અપડે હવે આપડા ઘરે બધી જ વાત કરી દેવી જોઈ.એમને ક્યાંક બારથી ખબર પડશે તો એમને માઠું લાગશે એના કરતા આપડે..... વેદ માનસીને બોલતા અટકાવે છે.
આપડા વિશે, શું કેવું છે આપડા વિશે.
તું તો એમ વાત કરે છે જાણે તું કઈ જાણતો જ નથી. માનસી વેદ ને કહે છે. એક મિનિટ તું સરખું બોલ શું કેવું છે તારે ઘરના માણસો ને..........
અરે એ જ ધેટ વિ લાઈક ઈચ અધર,
ઓલ્સો વિ આર ઈન લવ,
એન્ડ વિ વોન્ટ ટુ ગેટ મેરી.
વેદ એકદમ થી ડઘાઈ ગયો. તે પોતાના પપ્પા થી બહુ ડરતો અને એમાં તેના પપ્પા ને આવી વાત જાણ થાય તો...
માનસી તું આ શું બોલે છે, મેં તને એવું ક્યારે કહેલું કે હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. હું લગ્ન વિશે નથી કેતી હું તો બસ આપડા પ્રેમ વિશે આપડા ઘરે વાત કરવા ક્વ છું જેથી આગળ કોઈ તકલીફ નાં આવે.
માનસી આ વાત ને લઈને ખુબ સિરિયસ હતી. વેદ હવે ખુબ ગભરાઈ ગયો હતો. હડબડીમાં બોલી ઉઠ્યો...
"પ્રેમ તો આપડે જાનવરને પણ કરીયે છીએ એનો મતલબ એવો કે અપડે એની જોડે લગ્ન કરવાના.
આ સાંભળી માનસી ને આઘાત લાગ્યો. તેના હાથમાંથી મોબાઈલ નીચે પડી ગયો અને પોતે પણ બાજુમાં પડેલા સોફા પર ઢસડાઈ પડી અને ત્યાંજ સુઇ ગઈ.
સવાર પડી.
માનસીને રાતની બનેલી ઘટના યાદ આવી તે ઝડપથી તૈયાર થઈ કોલેજ જવા નીકળી ગઈ. વિના નાસ્તા માટે કહે છે પરંતુ માનસી સાંભળ્યા વિના ત્યાં થી નીકળી જાય છે.
કોલેજ પહોંચી તે વેદ ને ફોન કરે છે અને રાત વાળી વાત વિશે સમજાવે છે. પણ વેદ કઈ સાંભળવા જ નથી માંગતો. તે ગુસ્સો કરી ફોન કટ કરી નાખે છે. માનસી કાર્તિક ને ફોન કરે છે અને બધી વાત કહે છે.
તું ચિંતા નાં કર હું વેદ સાથે વાત કરીશ અને બધું પેહલા જેવું થઈ જશે. કાર્તિક માનસીને આશ્વાશન આપે છે. બીજો દિવસ થાય છે. માનસી કાર્તિકને ફોન કરી પૂછે છે કાર્તિક પાસે દેવા માટે કોઈ જવાબ હોતો નથી.
કાર્તિક, તને મારા સમ છે. વેદે કહેલી બધી વાત કર, વેદ હવે તારી સાથે કોઈ વાત નથી કરવા માંગતો, સાથે એમ પણ કીધું કે હું તારા વિશે વાત કરવા એની પાસે નાં જાવ, એ તારું મોઢું પણ જોવા નથી માંગતો. માનસી, તું એને ભૂલી જા એ તારા સારો છોકરો નથી.
કાર્તિક, તે જ કીધું હતું ને એના જેવું કોઈ નથી, આમેય મને એના પર ભરોસો છે. કંઈક છે જે એને રોકે છે......
માનસી બોલે છે...
થોડા દિવસ જાય છે માનસી ઉદાસ રહેવા લાગી છે. અચાનક વેદ નો મેસેજ આવે છે. તેના મુખ પર સ્મિત ચળકી રહ્યું હોઈ એવું લાગે છે. બંને વાત કરે છે. થૉડી આમતેમ ની વાત કર્યા પછી માનસી ગત દિવસ જે થયું એના વિશે પૂછે છે...
તું હજુ એજ વાત પર અટકેલી છો. એ બધું ભૂલી જા. ચીડાતા વેદ બોલ્યો... માનસીને થોડું અલગ લાગ્યું. જે કઈ પણ હતું એ વેદ આટલી જલ્દી કેવી રીતે ભુલાવી શકે. માનસી થૉડી ગુંચવણ મા હતી.
માનસી નું ધ્યાન પાછું વેદ તરફ વળતું હતું. ફરીથી માનસી પેલી વાત યાદ કરે છે વેદ ગુસ્સે થઈ માનસી નો નંબર પોતાના ફોનમાં બંધ કરી દે છે, વેદના મનમાં હવે માનસી માટે કઈ હતું જ નઈ.

To be continue........


* Thank you *