"નિલેશ, જો... મને આ દુનિયામાં કોઈના પર પણ વિશ્વાસ નથી... ભૂલી જા તુ મને પ્લીઝ!" સૌ બીજા માળે હતા. સૌથી બચીને એને હળવેકથી કહેલું. નિલેશ બસ ઉદાસ ચહેરે એને જોઈ રહ્યો.
નિલેશ બહુ જ સાલસ સ્વભાવનો છોકરો હતો. એનામા રડતાને પણ હસાવવાની અદભૂત કળા હતી.
એ તાબળતોળ નીચે ગયો અને હાથમાં બ્લેડ મારી, ફરી ઉપર ગયો... આજે સૌ મૂડમા હતા... "ઓહ નિલેશ આવ્યો!" સૌ ખુશ થઈ ગયા... એ સૌમાં એક ખાસ વ્યક્તિ પણ હતી... એનું નામ નિરાલી, પણ સૌ 'નીરુ' કહીને જ બોલાવતાં. નિલેશની ફોઈના દિયરની છોકરી થાય. જ્યારે જ્યારે ફોઈ આવે ત્યારે એમની ફેમિલી સાથે એ પણ અચૂકપણે આવતી.
નીરું દેખાવમાં આકર્ષક હતી... પણ નિલેશને તો એ ક્યૂટ જ લાગતી હતી...
"પાગલ, તને મારા જેવીમાં શું ગમ્યું?" નીરુ અમુકવાર સાહજિકતાથી પૂછતી.
"તારું દિલ પાગલ, ઉપરથી તારો સ્વભાવ પણ તો કેટલો મસ્ત છે..." એ કહેતો.
પાસે હોતાં તો તો સાથે રહેતા જ પણ, જ્યારે દૂર રહે તો તો ચેટ કલાકો ચાલતી. ક્યારેક રાત્રે એક પણ વાગે!
બંને તરફથી હકારાત્મક વલણ સાફ સાફ દેખાતું હતું... પણ અચાનક જ એને આમ કહ્યું તો એને લાઇફમાં પહેલી વાર બ્લેડ મારી હતી.
સૌ હસી મજાકના મૂડમાં હતા.
નિલેશનો ઉદાસ ચહેરો જોઈ એને ઈશારાથી કહ્યું, "ચાલને નિલેશ પાણી પૂરી ખાવા ..."
બંને નીચે આવી ગયા, નિલેશએ બાઈકની કિક મારી અને બંને હવાને ચિરતા જવા લાગ્યા.
"નિક, બ્લેડ કેમ મારી તુયે?" એ અંધારા રસ્તામાં નિલેશ એ બ્રેક મારી દીધી.
"તને કોને કહ્યું..." શુષ્ક અવાજે ચોરી પકડાઈ ગઈ હોય એમ એ બોલ્યો.
એને ઉતારીને બાઈકને ડબલ સ્ટેન્ડ પર કરી, એ એની તરફ ઊંધો બેઠો... બંને આવું જ કરતા અને વાતો કરતા.
"નથી જીવવું મારે, નીરુ, મરી જ જઈશ જોજે તું!!!" નિલેશ રડમસ રીતે બોલ્યો.
"ના... ઓ પાગલ!!! મેં જે કરું છું આપની બે માટે જ તો કરું છું..." એને કહ્યું.
"પણ મેં તને પસંદ જ નહોતો તો કેમ આટલી નજીક આવી મારી?!" એને કહ્યું.
જવાબમાં નીરુ બસ રડી પડી, નિલેશે એને બાહોમાં લીધી.
"નિક, મેં મરી જઈશ પણ, તારાથી દૂર તો નહિ જ રહેવાય, યાર!!! યુ આર માય લાઇફ, નિક!!!" એ રડતી હતી અને નિલેશને વધારે ને વધારે ભીંસતી હતી.
♥♥♥♥♥
ઘણો સમય થઈ ગયો, એ લોકો પાછા વડોદરા ચાલ્યા ગયા. જોકે ચેટ પર વાતો નિયમિત થતી હતી. એક સેકંડ પણ જો મેસેજ લેટ જતો તો સામેથી નીરુના કોલ્સ આવી જતા.
"તું ક્યાં છું હમણાં", નીલેશે વોટ્સેપ પર મેસેજ કર્યો.
"અમે વડોદરા અમારા ઘરે છીએ, કેમ?", નીરુએ રિપ્લાય કર્યો.
"અમે આવીએ છીએ પાગલ, કાલે!!!" એને કહ્યું.
"ઓહ વાઉ! નિક આઇ એમ સો હેપ્પી!!!" બસ આ રાત ક્યારે જાય. એ રાતે તો બંને બે વાગ્યા સુધી જાગેલા!!!
♥♥♥♥♥
"નિક, મરવું છે, મારે!!!" આવતાની સાથે નીરુ બોલી. રાતની વાતનો ઉત્સાહ સાવ વિસરાઈ ગયો હતો.
એને એણે ઇશારાથી બોલાવી બંને ઉપર ધાબે ગયા. નીરુ નિકને વળગી જ પડી.
"જો, પ્લીઝ મારી સાથે લગ્ન ના કરતો તું પ્લીઝ!!!" એને ભારોભાર અફસોસ કરતા કહ્યું.
"પણ થયું શું, તું મને પૂરી વાત તો જણાવ!!!" નિલેશ એ એના ચહેરાને એના હથેળીમાં લઇ કહ્યું.
"મારો ભાઈ છે ને તારી ફોઈનો છોકરો પરેશ બહુ જ ખરાબ છે, મને ગંદી રીતે જોવે છે, અને... એક વાર મોમની બર્થડે પર મને ટચ કરતો હતો... મે પવિત્ર નથી કે તું મેરેજ કરું મારું સાથે!!!" એ રડતી હતી અને કહેતી હતી.
નીલેશે એને બાહોમાં લઇ લીધી... "બસ આટલી જ વાત, એ નીચ હતો તને તારા નિક પર ટ્રસ્ટ નથી?!" એને કહ્યું.
"નિક હમણાં તો એ કહેતો હતો કે તું આવીશ ને પરણીને તો એક બીજો દુલ્હો ફ્રી માં એમ!!!" એને રડતા રડતા કહ્યું.
"પાગલ, મેં છું ને મેં તને એના પડછાયા થી પણ દૂર રાખીશ, એને તને જસ્ટ ટચ જ તો કર્યું છે... તું કોઈ લજામણીનો છોડ થોડી છું તે મુરઝાઇ જા!!!" એ હસ્યો.
"તું ચિંતા ના કર, મોમ આવી છે તારા અને મારા મેરેજની વાત કરવા, ફોઈ એમ બધા જ તૈયાર છે ... આપણે સાથે કોલેજ કરીશું, મારા ઘરે થી, હવે તું ત્યાં જ રહીશ, કોઈ ને કોઈ આપત્તિ નથી!!! એ બધું એક ખરાબ સપનું સમજી ને ભૂલી જા! હવે એ હેવાનથી મેં જ તને બચાવિશ.
♥♥♥♥♥
બંને નીચે આવ્યા, રિશ્તાની વાત થઈ ચુકી હતી. મીઠાઈ લઇને આવેલી સેજલ કે જે પરેશની સગી બેન હતી એને નીલેશે સ્લીવલેસ શોલ્ડર પર ટચ કર્યું.
"તારી તો..." કહી પરેશ નીલેશની બાજુમાં આવી ગયો.
"ઓહ, બીજાની છોકરી સાથે રમાવાય એમ ને!!!" આ એક નિલેશનાં વાક્યે એને છોભીલો અને શાંત કરી દીધો. એને હવે એની ભૂલ સમજાય ગઈ.