સિદ્ધિ વિનાયક
આપણે આગળ જોયું કે વિનાયક રિદ્ધિ ને ચેલેન્જ કરે કરે છે કે તે બીજા દિવસે રિદ્ધિ ના મોંઢેથી હા બોલાવડાવશે અને પછી બંને છુટા પડે છે હવે આગળ જોઈએ....
બીજા દિવસે સવારે જાવેદભાઈ ની જીમમાં
જાવેદભાઈ જીમમાં તેમનું રેગ્યુલર વર્કઆઉટ કરી રહ્યા હોય છે ત્યાં જ વિનાયક આવે છે તેને આવતા જોઈ ને જાવેદભાઈ કહે છે
"આવો!આવો!! ,જીજાજી સવાર સવાર માં અહીં શું કામ પડ્યું?"
" જાવેદભાઈ પ્લીશ તમે તો ચીડવો નહિ આમ પણ તમારી બેને મને કોઈ જવાબ નહિ આપ્યો અને એ જવાબ આપે તો પણ આપણે ફ્રેંડસ જ રહીશું આ જીજાજી મને નહિ ગમતું"
"કેમ રિદ્ધિ એ તને ના પાડી...?"
"ના તો નથી પાડી પણ હા પણ ના કહી"
"તો એને શું જવાબ આપ્યો"
"એને કહ્યું ભૂખ લાગી છે ડિનર કરીએ"
જાવેદભાઈ તેની વાત સાંભળીને જોર જોર થી હશે છે એટલે વિનાયક પડેલા મોંએ કહે છે
"ઉડાવો ઉડાવો જ્યારે તમને કોઈ સાથે પ્રેમ થશે ત્યારે સમજશે કેવું ફિલ થાય"
વિનાયક ની વાત સાંભળી ને જાવેદભાઈ નું મોં એકદમ ઉદાસ થઈ જાય છે એટલે વિનાયક જાવેદભાઈ ની નજીક જાય અને તેમની પાસે બેસીને પૂછે છે...
"શું થયું બધું ઠીક છે ને તમે અચાનક જ બદલાઈ ગયા મારાથી કાંઈ ખોટું તો નહીં બોલાઈ ગયું ને..?"
"ના બધું ઠીક છે તું બોલ તે કંઈ વિચાર્યું છે આગળ"
"વિચારવાનું .....?હું તો કાલે રાતે જ રિદ્ધિ ને ચેલેન્જ આપીને આવ્યો તો કે આજે તેના મોંએથી હા બોલવડાવીશ જ...."
"આ તે શું કર્યું ચેલેન્જ....?અને એ પણ મારી બેન ને...?
"હમ્મ મેં બરોબર કર્યું ને જાવેદભાઈ...?"
"શું બરોબર કર્યું બધુંય બગાડ્યું હવે તો એ કહેવાની હશે તો પણ તને હા નહી કે",
"કેમ....?"
"તને નથી ખબર વિનાયક રિદ્ધિ ચેલેન્જ ની પાછળ તો પાગલ છે આજ સુધી તે કોઈ પણ ચેલેન્જ નથી હારી"
"જો તમે મારી મદદ કરશો ને તો તે આ ચેલેન્જ જરૂર હારશે...."
"હું કેવી રીતે મદદ કરી શકું"
"પ્લીશ તમે ના નહિ પાડતાં પ્લીશ પ્લીશ....",
"પેલાં કહીશ મદદ શું કરવાની છે",
વિનાયક જાવેદભાઈ ની એકદમ નજીક જાય છે અને તેમના કાન માં આખો પ્લાન કહે છે અને તેનો પ્લાન સાંભળી ને જાવેદભાઈ પેલા તો ના જ પાડે છે તેઓ કહે છે કે
"ઈમ્પોસીબલ વિનાયક આ તો ડેન્જર પ્લાન છે હું મારી બેન ને દુઃખી ના કરી શકું"
"2 મિનિટ નું દુઃખ અને પછી એ ખુશ પણ તો થશે પ્લીશ ના નહિ પાડો તમે આપણી ફ્રેંડશીપ માટે આટલું પણ ના કરી શકો? રિદ્ધિ તો કે તી કે તમે દોસ્ત માટે જાન પણ આપી દો અને મારા માટે આટલું પણ ન કરી શકો...?
"જો તું સમજ હું ક્યારેય રિદ્ધિ સામે ખોટું નથી બોલ્યો અને એ પછી મારાથી નારાજ થઈ જશે"
"આપણે સાથે મળીને મનાવી લઈશું પણ જો હાલ તમે નહિ માનો તો હું ચોક્કસ તમારી કિટ્ટી"
"હું ખોટું કઈ રીતે બોલી શકું? એ પણ રિદ્ધિ થી?"
"ખાલી હા જ બોલવાનું છે બીજું બધું પરેશ સંભાળી લે શે"
"ઓકે હું તૈયાર છું તારી મદદ કરવા"
"ધેટ્સ લાઈક માય બ્રો"ખુશ થઈ ને ભેટી પડે છે અને પૂછે છે ,"પાકું ને...?"
"બીજો કોઈ રસ્તો છે મારી પાસે....?
જાવેદભાઈ ની વાત સાંભળી ને વિનાયક નકારમાં માથું હલાવે છે અને કહે છે...
"હું પ્લાન ની તૈયારી કરી ને આવું છું "
"બાય ઓલ ધ બેસ્ટ"
વિનાયક ત્યાંથી બાય કહીને નીકળી જાય છે......
***********************************
બીજી તરફ રિદ્ધિ તેના ઘરે રિદ્ધિ વિનાયક વિશે જ વિચારી રહી હોય છે તે અરીસાની સામે જોઈ ને કહે છે કે વિનાયક ની હિંમત કેવી રીતે થઈ મને રિદ્ધિ સોની ને ચેલેન્જ કરવાની એ સમજે છે શું એની જાત ને આજે તો એને બ્લોક જ કરી દઈશ જેથી એ મને બોલાવેજ નહિ કાલે થોડોક ભાવ ખાઈ ને હા પાડી દઈશ અને સાથે ચેલેન્જ પણ જીતી જઈશ...
રિદ્ધિ સવાર સવાર માં અરીસા ની સામે જ પોતાની જાત ને કોન્ફિડન્સ આપી રહી હોય છે ત્યાં જ તેની નેની બેન નો અવાજ આવે છે કે ,'દીદી નાસ્તો તૈયાર છે....'
અવાજ સાંભળી ને રિદ્ધિ અરીસાની સામે જોવે છે એકદમ ખુલ્લા વિખરાયેલા વાળ જેમાં કોઈપણ હેરસ્ટાઈલ ન હોવા છતાંય ખૂબ સુંદર લાગતી હતી તેના કાન ની પાછળ થી આવી રહી બે વાકળી લટો અને સાથે આછા પિંક કલર નો નાઈટ ડ્રેસ રિદ્ધિ એકદમ સિમ્પલ અને સુંદર લાગતી હતી....
તે અરીસા સામેથી હટે છે અને હટતાં ની સાથે જ અરીસા માં એક કાળો પડછાયો દેખાય છે તે પડછાયો ઘણી વાર સુધી અરીસામાં જ દેખાયેલો રહે છે અને પછી રિદ્ધિ ની પાછળ એ પડછાયો જાય છે ...
રિદ્ધિ બાથરૂમ માં બ્રશ કરી રહી હોય છે ત્યારે તેને સામેના કાચ માં એ પડછાયો દેખાય છે તેને જાવેદભાઈ નો આપેલ દોરો યાદ આવે છે તે દોરા ને પકડી ને ભગવાનનું નામ લે છે અને પછી પડછાયો ત્યાથી અદ્રશ્ય થઈ જાય છે રિદ્ધિ ફટાફટ સ્નાન કરી ને તેના રૂમમાં આવે છે...
ભીના ભીના વાળ ને હળવેકથી ટોવાલ વડે લૂછે છે અને ફોન જોવે છે તો ત્યાં સ્ક્રીન પર જાવેદભાઈ નો મેસેજ આવેલો છે અને મેસેજ માં લખ્યું છે કે 'વિનાયક નો ચોકડી આગળ અકસ્માત થયો છે'
રિદ્ધિ મેસેજ વાંચીને ખૂબ જ ઘભરાઈ જાય છે તે ઝડપથી તેનો વાઈટ ડ્રેસ પહેરે છે અને જાવેદભાઈ ને કોલ કરે છે સામેથી હેલ્લો નો અવાજ આવતા તે કહે છે...
"હેલો ભાઈ તમે ક્યાં છો વિનાયક ઠીક તો છે ને"
"હા, રિદ્ધિ તું જલ્દીથી ચોકડી આવી જા બધું સમજાઈ જશે''
"હા હું હાલ જ નીકળું છું"
રિદ્ધિ ઝડપથી દોડતી દોડતી રીક્ષા લઈને ચોકડી પર જવા નીકળે છે...
શું થશે આગળ...................?
બવું જલ્દી મળીએ નવા ભાગ માં.......