deshnu hruday aetle fouji in Gujarati Adventure Stories by Ami books and stories PDF | દેશનું હ્રદય એટલે ફોજી

The Author
Featured Books
Categories
Share

દેશનું હ્રદય એટલે ફોજી

દેશ પ્રેમ શું ?..હોય દેશ દાઝ કોને કહેવાય.. એ હમણાં સુધી સમજ ન્હોતી પડતી... એવુ જ લાગતું કે બધુ જ રાજકારણ હોય... પણ ઉરી ... પઠાણકોટ .. પુલવામાં... અટેક પછી સમજ પડવા લાગી ... એ પહેલા પણ બોમ્બે તાજહોટલ... એ બધુ ટીવીમાં જોયેલુ પણ એ બાળપણ માં ખાલી જીવ બાળી લેતી કે લોકો કેમ આવુ કરતા હશે....બાળકને પ્રશ્નો હોય એવા સહજ પ્રશ્નો મારા હતા.... ધીરે ધીરે સમય વિતતો ગયો બધુ વાંચતા ,જોતા થઈ સમજતી થઈ એટલે ફોજી ભાઈઓ પ્રત્યે ખૂબ જ અલગ લાગણી થઈ આવી ... પછી ધીમે ધીમે ફોજી ભાઈઓ સાથે સોશિયલ મિડિયા પર મિત્રતા વધી .. એમની વાતો સાંભળી એમની એક એક વાત મને વિચારવા પર મજબૂર કરી દેતી... ઘણાં મિત્રો મોટા ભાગે એવા હતાં જે લગ્ન કરવા જ ન્હોતા માંગતા કારણ એક જ કે.. એમને કંઈક થઈ જાય તો.. ? કોઈ છોકરીની લાઈફ ન બગાડાય.... ઘણાં ભાઈઓ એવા હતાં જે સેફ જગ્યા પર તેનાત હોય પછી લગન માટે તૈયાર થતા...એક ફોજી એના જીવનમાં આઈ લવ યુ કરતા જય હિન્દ વધુ સાંભળે છે.... અને એથી વધુ વાર જય હિન્દ બોલે છે.
જ્યારે સમાચાર વાંચુ કે કોઈ અઠાર વર્ષનો . તો કોઈ એકવીસ વર્ષનો જવાન શહીદ થયો ત્યારે કાળજુ બળી જાય છે પણ.. હું કાંઈ કરી શકુ એમ નથી કદાચ દરેક દેશ પ્રેમીની મારા જેવી જ લાગણી હશે..
એક કુમાર બાળક જ્યારે ફોજમાં કે ઈન્ડીયાની કોઈ પણ ફોર્સમાં જવાનું વિચારે બસ ત્યારે જ એ તનમન એ ભારતમાંને અર્પણ કરી દે છે.. જે જવાનીમાં છોકરા મા -બાપ ના ખર્ચે રખડતાને જવાની માણતા હોય ત્યાં એક ફોજી રાત દિવસ એક કરી પોતાનું શરીર થકાવતો હોય છે... એક કડક શિસ્ત જો દેશમાં કોઈ પાલન કરતુ હોય તો એ એક ફોજી છે... મને નથી લાગતુ કે આટલી શખત રીતે કોઈ બીજુ નિયમોનું પાલન કરતુ હશે .. ? કદાચ નેતાઓ પણ નહીં... મેં ઘણાં ફોજી ભાઈઓ જોયા છે ,જે પોતાની ફરજ આગળ પોતાની પ્રેમીકા આવે તોય પહેલા ફરજને જ મહત્વ આપે છે.. ઘણા લોકો કહે છે કે... ફોજી પૈસા લે.. નોકરી કરે... એ લોકો ઐયાશી મિજાજ ના હોય... વગેરે .... વગેરે .. પણ ક્યારેક એટલુ વિચાર જો કે લાખો કરોડો મળે અને મૌત સામે હોય તો તમે એ સ્વીકારશો... બીજુ કે ફોજી ઘણી વાર પોતાની લાગણીઓ જલ્દી વ્યક્ત કરી દેતા હોય કેમકે એમને પણ ખબર છે કે એમની કાલનો કોઈ ભરોસો નથી હોતો...ઘણા મુદ્દાને રોચક વીરતાઓની વાતો છે પણ હું મારો અનુભવ વ્યક્ત કરવા માંગુ છું..
હું વર્દી જોઈ પાગલ થનાર માણસ છુ. મારા ઘરમાં મારા પતિદેવથી લઈ બધાને ખબર છે કે હું ફોજ પાછળ કેટલી પાગલ છુ.. કોઈ પણ ફોજ વિશે બોલે તો મારાથી ખબર નઈ પણ બિલકુલ સહન ન થાય ..એટલે ઘણાંને એવુ લાગે કે કોઈ ફોજી સાથે મારુ કંઈક કનેક્શન છે😆 પણ એવુ કાંઈ છે નઈ બસ એક રીસપેક્ટ છે એ વર્દી પ્રત્યે એ માણસ પ્રત્યે જે નિસ્વાર્થ આપણા માટે સરહદ પર શહીદ થાય છે.. મને ઘણુ મન કે હું ફોજી ભાઈઓને મળુ વાતો કરુ પણ મારા નશીબ 😕એટલા સારા નઈ..મારા ઘરની બહાર રોજ એક ગાડી આવે જેમાં ચાલીસ જેવા જવાન જમવા આવે પણ એ સમયે હું ફ્રી જ ન હોવ પછી મને સમાચાર મળે...મારા હસબન્ડ જોડે થી કે હાલ જ આર્મી વાળા બાર જમતા હતા.. એટલે હું સાંભળી ખુશ થઈ જવ ... એક દિવસ એવુ થયુ કે હું છાસ લેવા બહાર ગઈને તરત ટ્રક આવી ... મારાથી તો ઉચુએ ના જોવાયું..😅એક ફોજી ભાઈ હું ઉભી હતી ત્યા કંઈક લેવા આયા... મેં એમને " હેપ્પી દિવાલી સર.. " કહ્યુ ..ને જવાબ મળે એ પેલા જ ત્યાં થી ભાગી.. પછી ઘેર આવી ક્યાંય સુધી ખુશ થતી રહી.. બધાને ખુશ થઈ કિધુ કે આજનો દિવસ મારા માટે મસ્ત હતો ..વર્દીના દર્શન થઈ ગયા.. પછી તો મારા માટે આ રોજનુ થયુ .. આમે આમારા રૂટ પર આર્મીની ગાડીઓ ચાલુ જ હોય રોજની ત્રણ ચાર તો જોવા મળે જ પણ બહાર નીકળીએ તો... એટલે જ્યારે અમે બહાર જઈએ એટલે મારા હસબન્ડ મને ખોટુ કંઈ ખિજાવે... જો પાછળ આર્મી વાળા જાય.. હું જોવું..ને 😥મારી મજાક બની જાય.. મેં ગયા વર્ષે પણ અમુક આર્મીના જવાનો જે ફ્રેન્ડ હતાં .સોશિયલ મિડિયામાં એમને રાખડી મોકલેલી પણ આ વખતે અફસોસ હું નઈ મોકલી શકુ...😞 હવે વાત કરુ મારા માટેના સોનાના દિવસની 😍 ઘરના બધાએ નડાબેટ જવાનું ગોઠવ્યુ. તમને જણાવી દઉ કે નડાબેટ એ ઈન્ડિયા પાકિસ્તાન સરહદ છે અને દર રવિવારે તમે આધારકાર્ડ કે કોઈ પણ પ્રુફ લઈ ત્યાં સરહદ જોઈ શકો ફોજી ભાઇઓને મળી શકોને વાતો કરી શકો.😊 હું તો ખૂબ જ ખુશ હતી. ત્યાં પહોંચ્યાને એક ચેક પોસ્ટ આવી ત્યાં ગાડીના નંબરને એવુ નોંધે ત્યાં અમે ઉભા રહ્યા.. એક ઉમંર લાયક ફોજી હતાં ત્યાં જે નોંધ કરતા હતાં. એમણે એક વાત કહી એ અમને ખૂબ ગમી એમને કિધુ... " તમે લોકો આવી રીતે મળવા આવો તો અમને પરીવાર જેવુ લાગે છે... અમુક સમયે બાળકો સાથે આવતા રહેવુ.. અમને ગમશે.. " મેં પણ એમની વાત સાંભળી જવાબ આપેલો.. " સર અમે તો વર્દી જોઈને જ ખુશ થઈ જઈએ છીએ આજે બસ મળવાનું મન થયુ તો આવી ગયા.. " પણ એમની વાતે મારા મનમાં એક અલગ જગ્યા લઈ લીધી..કે આ ફોજી ક્યાંરેય અમને મળ્યા નથી તોય અમને આવતાની સાથે જ પરીવારના ગણ્યા..પછી અમે અંદર ગયા.. ત્યાં એક કેમ્પ હતો .ત્યાં હથિયારો સજાવેલા હતાં..ને ઈન્ડિયન આર્મી ની વિડિઓ ક્લીપ ચાલતી હતી.. સાંજે પરેડ પણ હતી.. અમે બધુ શાંતિથી જોયુ પછી ત્યાંના ફોજી ભાઈઓ જોડે વાતે વળ્યા.. એમાં અમારા જેવા ઘણાં લોકો હતાં જે આમ મુલાકાત લેવા આવ્યા હતાં.. એમાં એક બાળક એક ફોજી ભાઈના પગે લાગી ફોટો પડવા જતો હતો.. પેલા ફોજી ભાઈ ના ના કરી એને ગળે લગાડી દિધો... પણ એ છોકરાના દાદા બોલ્યા કે એને પગે લાગવા દો સાહબ જરૂરી છે... એને શિખવાડવા જ લાવ્યા છીએ .... મને ખૂબ જ ગમી એ દાદાની વાત .. પછી અમે બોડર પર ગયા જે પચીસ કિ.મી દૂર છે.. પોતાના વાહનનું રજીસ્ટ્રેશન બે જગ્યાએ કરી તમને બોડર જોવા જવા દેશે..... વાત જણાવી દઉ કે પચ્ચીસ કિ.મી માં ના તો એક પણ ઝાડ છે ના કંઈ એકલુ મીઠુ જ મીઠુ... મીઠાનીચે કિચ્ચડને પાણી છે... તમને લાગે કે જમીન છે પણ તે કિચ્ચડ નીકળે ... નકરી ગરમ લૂ વાય..આજુ બાજુ માટીના ટીબા હતાં.. પછી ખબર પડી કે એ ટીબા પાકિસ્તાન ના છે નજીકથી એમ જ લાગે આપડા છે.. 150 મીટર જ દુર પાકિસ્તાન હતું... જોઈને નવાઈ તો મને એ લાગી કે આપણી સરહદ બનાવવા આપણે કેટલો ખર્ચો કર્યો છે પણ ત્યાં પાક. વાળાએ કાંઈ નઈ કર્યુ એ આઝાદી વખતના એક ફૂટથીએ નાના થાંભલા.. સફેદ કરેલા છે.. એ જ છે.. ના કોઈ એમના જવાન કે કોઈ જ નઈ .. હદ છે બાપ આપણને ડર છે કે એ લોકો આપણી સરહદમાં ગુસી જશે પણ આપણે તો ઈમાનદાર છીએ આપણે ગુસણખોરી કરીશુ જ નઈ .. એટલે એમની સરહદ પર કોઈ નઈ હોઈ..😅 પછી થોડા ફોટા પાડી પાછા ફોજી ભાઈઓ જોડે બેઠા વાતો કરવા.. એમાં એક બેન પાસે એક વર્ષનું બાળક હતું ..આશરે એને લઈ એ સરહદ જોવા આવેલા.. એમાં એક ફોજી ભાઈએ એ બેનને કિધુ કે તમારા બાળક સાથે હું રમી શકુ.... મારુ બાળક પણ આવડુ જ છે .. એ બેને પોતાનુ બેબી ફોજી ભાઈને આપી દિધુ રમવા.. આ પ્રેમ માં સાચે કોઈ જ સ્વાર્થ ન્હોતો હું તો બધુ ખુશ થઈ જોતી તીને સાંભળતી હતી.. પછી એક બાકળા પર બેસવાની જગ્યા થઈ એટલે મેં એ ફોજી ભાઈને કિધું.. કે સર બેસી જાઓ થાકિ ગયા હશો.. પણ એમને જે જવાબ આપ્યો મેં એની આશા પણ ન્હોતી રાખી... એમણે કહ્યુ કે હું ઓન ડ્યુટી છુ એટલે બેસી ન શકુ.... તમે બેસો... નવાઈની વાત તો એ હતી કે આજુ બાજુ બધા ફરવા આયા હતા . કોઈ ખતરો પણ ન્હોતો એ ભાઈ બેસી ગયા હોત તો શું ફર્ક પડતો.. પણ એ ઉભા રહ્યા . પછી એમણે ઉભા ઉભા જ વાતો ચાલુ રાખી.. કે એમને આ વખતે રજા જ નથી મળી રજા મળે ઉનાળા પહેલા તો સારુ... ઉનાળામાં અહીં વાવાઝોડા ચડે છે. અને આખુ શરીર મીઠાથી બળે આખો બળે... અમે સાંભળી રહ્યા.. જવાબ તો શું આપીએ અમે.. અહીં ખાલી પાંચ મિનિટ પંખો ન હોય તો પણ કેટલુ એ બોલનારા આપણે શું બોલીએ... એ ભર ઉનાળે ખુલ્લી લૂ મીઠા વાળી ગરમ હવા સાથેના સુસવાટા સહન કરનાર ફોજીને .. દૂર દૂર સુધી ના કોઈ માણસ ના કોઈ કૂતરુ... કે ના પક્ષી...દિલ લગાડી વિચારીએ દોસ્તો એક ફોજીની જગ્યાએ પોતાનું સંતાન કે આપણુ અતિ પ્રિય માણસ રાખી જોઈએ તો જ કદાચ એક ફોજીનું દુ :ખ આપણે સમજી શકીએ..😞 કોરોના લીધે લોકડાઉન લામ્બુ ચાલ્યુ એવામાં અમારી દુકાને રોજ આવતા એક ઉંમર લાયક ફોજીનો લોકડાઉનમાં મારા હસબન્ડને કૉલ આવ્યો.. એમણે પહેલા તો નોરમલ વાતો કરી પછી મારા હસબન્ડને કિધુ કે પૈસાની જરૂરતો નથીને બેટા આજ કાલ ધંધા બંધ છે.. તો મને થયુ પૂછીલઉં... સાચે એક ફોજી આજીવન ફોજી જ હોય છે...સેવાભાવી જીવ કહી શકીએ.
.હમણાં કદાચ તમે વિવાદ સાંભળ્યો હશે એકતા કપૂરનો.. ફોજીઓની વાઈફ વિશે એમણે જે ખરાબ પ્બલિશ કર્યુ... યુ ટ્યુબ પર મળી જશે તમને માહિતી.. પણ ખાલી એક સ્ત્રી વિશે વિચારો કે એ પોતાના પતિને સરહદ પર મોકલી પોતાનુ ઘર પરીવાર સંભાળે છે.. એકલી રહેતી સ્ત્રીને સમાજ ખરાબ નજરે જ જુએ છે. મારી એક મિત્ર છે હિન્દી સાહિત્યમાં ખૂબ મોટા લેખિકા છે. એમના પતિ નેવીમાં છે.. જ્યારે આ મુદ્દા પર અમારી વાત થઈ ત્યારે એમણે મને કહ્યુ કે તારા ભાઈને જોયે આઠ મહીના થઈ ગયા.. અને હું સાત વાગ્યા પછી ઘરની બહાર નથી જતી.. જ્યાં જઉં ત્યાં મારા બાબાને સાથે લઈ જઉ છું કે કોઈ મારી પર ખોટુ બોલી ન જાય.. કેમકે મારા હસબન્ડ ફોજી છે.. સાચે મને દુ:ખ પણ થયુ અને મારી ફ્રેન્ડ પર ગર્વ પણ....
આપણે સામાન્ય માણસ છીએ એક ફોજીને કે એના પરીવાર ને શું આપી શકિએ આપણે... પૈસા ? અરે.. કોઈ ફોજી ભાઈ શહીદ થાય બીજા દિવસે આપણે ભૂલી જઈએ છીએ અને કોઈ ટુન્કા કપડાં પહેરી ફરતી એક્ટર મરે તો શોક કરીએ છીએ... ફોજી શહીદ થાય તો ખાલી એક પૂતળુ બનાવવામાં આવે અને ચાર જ દિવસ એને હાર પહેરાવીએ પછી કોઈ જોતુ પણ નથી... આ આપણા જીવતા જાગતા હિરો છે... એમની રીસ્પેક્ટ કરજો.. ક્યાય મળી જાવ તો વાત કરવાની કોશિશ કરજો.. બસમાં કે ટ્રેનમાં જો આ હીરોઝ મળી જાય તો બેસવા જગ્યા આપજો.. જય હિન્દ જય ભારત 🙏
મેં મારા અનુભવ મારી લાગણીઓ આમાં વ્યક્ત કરી છે . ગમે તો લાઈક કરજો.😊 આગળ હું ફોજી ભાઈઓની રીયલ સ્ટોરી તમારા સુધી મારા શબ્દોમાં લાવવાની કોશિશ કરીશ..
તમે ફેશબૂકમાં પણ મારા પેઝને ફોલો કરી શકો છો . મારા પેઝનું નામ "Ami patel "આમાં હું ફોજી ભાઈઓ માટે દેશના અમુક ટોપિક પર વિડિઓ બનાઉં છું ગમે તો સ્પોર્ટ કરજો.. તમારા મંતવ્યો જરૂરથી જણાવજો.🙏જય હિન્દ જય ભારત