પ્રસંગ 13 : હારીજ અને સાવરકુંડલાના જાસૂસ
હારીજ અને સાવરકુંડલાના વિદ્યાર્થીઓ 9th ધોરણમાં ભણતા હતા. હારીજની સાથે તેના પપ્પા પણ રહેતા હતા અને તેઓ નેટવર્ક માર્કેટિંગનું કામ કરતા હતા. તેઓ એક-બે વખત અમને કંપનીની મિટિંગમાં લઇ ગયા હતા પરંતુ અમને નેટવર્ક માર્કેટિંગમાં કોઈ સમજણ પડતી નહોતી એટલે અમે તેના પર વધુ ધ્યાન આપતા ન હતા. હા, પ્રિતલાને તે કામમાં મજા આવતી હોવાથી તે નેટવર્ક માર્કેટિંગ કંપનીનું કામ કરતો હતો. તેને લીધે અમારે પણ ક્યારેક-ક્યારેક તેની કંપનીની પ્રોડક્ટ ખરીદવી પડતી હતી. પ્રિતલાને લીધે અમે અમારા સગાવહાલાને પણ પ્રોડક્ટ ખરીદવાનો આગ્રહ કરતા પરંતુ આ બિઝનેસ વધારે ચાલ્યો ન હતો પછી પ્રિતલાએ પણ આ બિઝનેસ બંધ કરી દીધો હતો.
સાવરકુંડલાનો જે વિદ્યાર્થી હતો તે સ્વભાવે એકદમ શાંત અને સૌમ્ય હતો. હારીજ અને તે એક જ ધોરણમાં હોવાથી બંનેને સારું ભળતું હતું. તે બંને અમારા ગ્રુપ પ્રત્યે સમર્પિત હતા. એક રીતે તે અમારા જાસૂસ જેવા હતા. હોસ્ટેલની કોઇપણ વાત હોય તે અમારી પાસે આવીને બધી વાતો share કરતા.
પ્રસંગ 14 : મોહબ્બતે movie ની મજા
શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચનનું ફિલ્મ મોહબ્બતે અમારા માટે યાદગાર હતું કારણકે મહોબ્બતે ફિલ્મ અને અમારી હોસ્ટેલ વચ્ચે ઘણી સામ્યતાઓ હતી. મોહબ્બતેમાં પણ ગુરુકુળની વાત હતી અને અમે પણ હોસ્ટેલમાં રહેતા હતા.
સામાન્ય રીતે અમારી પાસે એ સમયે પૈસાનો અભાવ રહતો પરંતુ હું પહેલેથી જ શાહરુખ ખાનનો ફેન હતો એટલે જ્યારે મોહબ્બતે ફિલ્મ આવ્યું ત્યારે એ પિક્ચર જોવા માટે મેં બધાને મનાવી લીધા. અમે જ્યારે મોહબ્બતે ફિલ્મ જોઇને હોસ્ટેલમાં પાછા આવ્યા પછી મારી બધી style શાહરુખ ખાન જેવી થઈ ગઈ. મહોબ્બતે ફિલ્મમાં પણ ગુરુકુળની વાત હતી એટલે તેના પાત્રો સાથે અમે બધા connect થઈ ગયા હતા અને આદિત્ય ચોપરાએ ફિલ્મ અમારી પાસેથી પ્રેરણા લઈને બનાવી હોય તેવું અમને લાગતું હતું. આમેય, મારો look શાહરુખ ખાન જેવો લાગતો હતો. મારા ધોરાજીના મિત્રો પણ મને શાહરુખ કહીને બોલાવતા હતા. અમે એકબીજા સાથે વાતો પણ મોહબ્બતે ફિલ્મના ડાયલોગ સાથે કરવા માંડ્યા. મોહબ્બતે ફિલ્મમાં શાહરુખ ખાનના જેવા ચશ્મા, તેના કપડાં, સ્વેટર વગેરે બધું જ મેં copy મારી દીધું હતું. મહોબ્બતે ફિલ્મને લીધે અમે અમારી જાતને શાહરુખ ખાન અને કન્વીનર જયંતી બાપાને અમિતાભ સમજવા માંડ્યા હતા. આમ, મહોબ્બતે ફિલ્મ જોઈને હું હોસ્ટેલમાં શાહરુખ ખાન બંનીને ભટકતો.
હું શાહરૂખ ખાનનો ફેન હતો જ્યારે વિનયો સલમાન ખાનનો ફોન હતો એટલે અમારા વચ્ચે ક્યારેક nock-jock પણ થતી હતી પરંતુ એ અમારો અંદરો અંદરનો મામલો હતો એટલે અમે સમજી લેતા પણ જ્યારે અમારા રૂમની બહારના કોઈ અમારી સામે આવતા ત્યારે અમે બધા એક જ ડાળના પંખી હતા.
મહોબ્બતે ફિલ્મ જોયા પછી અમારી હોસ્ટેલમાં થોડા દિવસો સુધી શાંતિ અને પ્રેમનું વાતાવરણ ફેલાયું હતું કારણ કે મહોબ્બતે ફિલ્મમાં પણ શાહરુખ ખાન પ્રેમ ફેલાવવાનું કાર્ય કરતો હતો તેથી અમે પણ હોસ્ટેલમાં પ્રેમ ફેલાવવા માંડ્યા અને લડાઈ ઝઘડા બંધ કરી દીધા હતા પરંતુ એ થોડા દિવસો પૂરતા જ, જેવી મહોબ્બતે ફિલ્મની અસર પૂરી થઈ ગઈ કે અમારું જીવન routine મૂજબ પાછું થઈ ગયું.
ક્રમશ: