taras - 10 in Gujarati Fiction Stories by S.S .Saiyed books and stories PDF | તરસ - 10

Featured Books
Categories
Share

તરસ - 10

(પ્રકરણ દશ)


ઘડિકભરમાં જે બની ગયું હતું તેનાથી તન્વી સહિત આખું યુનિટ સ્તબ્ધ થઈ ગયું હતું.તો તન્વીની હાલત અત્યારે સૌથી કફોડી હતી.તેને જાણે ટાઢિયો તાવ ચડ્યો હોય તેમ તે થર થર કાંપી રહી હતી.નતાશાએ શાર્લી ની જે હાલત કરી હતી તે જોઈને તે ડઘાઈ ગઈ હતી. તે બાઘાની જેમ ઘડીકમાં સમીર સામે તો ઘડીકમાં નતાશા અને શાર્લી સામે તાકી રહી હતી અને ત્યાંજ આખાયે કમરામાં નાતાશનું ખડખડાટ હાંસ્ય ગુંજી ઉઠયું.
હા..હા..હા .હા..હા…!
નહિ છોડૂ…! કોઇને પણ નહિ છોડુ..!ની "ચીશો પાડતા બીજીજ પ‌‌ળે તે "ધબ"ના અવાજ સાથે નીચે પછડાઈ અને બેહોશ થઈ ગઈ.
એટલે સમીર સહિત બધાજ હવે નતાશા અને શર્લી તરફ દોડ્યા આકાશ અને સમીર શર્લી પાસે જ્યારે મંદાર નતાશા પાસે બેઠો. સમીર જોયૂતો શર્લીની ગરદન એક બાજુ ઢળી ગઈ હતી. ત્યાંજ ડૉક્ટર આલોકે તેની નાડી તપાસી જોકે પહેલીજ નજરે સમીર જાણી ચુક્યો હતો કે શર્લી મરણ પામી છે
સમીર..! "ડોક્ટર આલોકે દુઃખ ભર્યા આવજે કહ્યું . શર્લી આપણને બધાને છોડીને ચાલી ગઈ છે..!
એટલે આ સાંભળીને ઘડીકભર શું બોલવું તે સમીરને સમજાયું નહિ. તેણે માત્ર હકાર મા ગરદન હલાવી. આલોક અને સમીર બંને હવે મંદાર તથા નતાશા પાસે પહોંચ્યા. મંદાર ક્યારનો નતાશાનો ચહેરો પોતાના હાથમાં લઈ તેને હોશમાં લાવવા ‌મથી રહ્યો હતો. આલોકે નતાશાને પણ તપાસી .તેની નાડી બરાબર ચાલી રહી હતી.
ગભરાવાની જરૂર નથી.!. નતાશા ફક્ત બેહોશ થઈ છે..!.! થોડીવારમાં હોશમાં આવી જશે..!..!..!. કેહતા તેણે આકાશને એક ગ્લાસમાં‌ પાણી લાવવા કહ્યુ.
મંદાર..! શર્લી મરણ પામી છે..! થોડે દુર પડેલી શર્લીની લાશ તરફ જોતા સમીરે ગંભીર ચેહરે કહ્યું. એટલે આ સાંભળી મંદાર ના ચેહરા પર નિરાશાના વાદળો છવાઈ ગયા. ત્યાંજ આકાશ પાણી લઈને આવ્યો એટલે ડોક્ટર આલોકે ગ્લાસમાંથી થોડું પાણી હથેળીમાં લઈને નતાશાના ચેહરા પર છાંટ્યું પણ એમ છતાં પણ તેના હોશમાં આવવાના કોઈ અણસાર દેખાયા નહિ એટલે આલોકે ફરી થોડું પાણી તેના ચેહરાપર છાંટ્યું એટલે આ વખતે નતાશાએ આંખોની પાંપણો પટપટાવી અને આશ્ર્ચર્ય ભરી નજરે બધાને જોવા લાગી.
શું થયું હતું મને..? જાણે કઈ બન્યું ના હોય એમ બેખબર રીતે તેણે બધાના ચેહરા પર વારા ફરથી નજર કરતા પૂછ્યું.
કઈ નહિ નતાશા..! તને થોડા ચક્કર આવી ગયા હતા..! નતાશા ડરીને ગભરાઈ ના જાય માટે મંદાર તેને બેઠી કરતા બોલ્યો. અને ત્યાંજ નતશાની નજર શર્લીની લાશ તરફ પડી અને તે ધ્રુજી ઉઠી.
આ..આ..શર્લીને શું થયું..? વિસ્ફારિત નજરે જોતા તેણે મંદાર ને પૂછ્યું.
તે મરણ પામી છે..! મંદાર નતાશા ને કોઈ આશ્વાશન આપે એ પહેલાંજ તેમની નજીક પહોંચી ચૂકેલ તન્વી એ કોઈ પણ જાતની આનાકાની વગર કહી દીધું.
પણ..પણ…કેવી રીતે…? તૂટતાં અવાજે આટલું બોલતા નતાશાથી આ વખતે એક ધ્રુસકુ મુકાઈ ગયું અને તેની આંખોમાંથી આંસુની ટપકવા માંડ્યા.
તેજ મારી નાખી છે એને..! "ગુસ્સભરી નજરે નતાશા તરફ જોતા તન્વી બોલી ઉઠી.
શું..? આ..આ તું શું બોલે છે તન્વી..?..? હું શું કામ શર્લીને મારું…?.?.? નતાશાએ ભયભીત નજરે પોતાના ચેહરા પર વહી રહેલ આંસુ સાફ કરતા કહ્યું
તેંજ એનું ગળું દબાવી એની હત્યા કરી નાખી..! નતાશા જોશભેર બોલી ઉઠી.
બસ તન્વી..! હવે કઇ પણ બોલતી નહિ…! "સમીરે બન્ને ની વાત કાપતા કહ્યું.
જો નતાશા ખરેખર શું થયું છે એ અત્યારે કોયજ કહી શકે તેમ નથી..! પણ એ હકીકત છે કે તારા હાથેથી જ શર્લી નું ખૂન થયું છે..!
એટલે આ સાંભળીને નતાશા મંદારને વળગી પાડતા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી.

અને ત્યાંજ સમીરની નજર નતાશા ના ગળા પર પડી અને તે ચોંકી ઉઠ્યો.
નતાશા..! "સમીરે ગુસ્સે થતા કહ્યું. તારા ગાળામાં પહેરેલ પેલા તાંત્રિક નું માદળિયું ક્યાં છે..!
એ તો…મેં મંદાર ના કહેવા થી કાઢી નાખ્યું હતું..! મંદારથી અળગા થતા નતાશા બોલી ઉઠી.
શું..? આ વખતે મંદાર ચોંકી ઉઠતા બોલ્યો. " મેં વળી ક્યારે તને માદળિયું કાઢવા કહ્યું હતું..?
આ તું શું બોલે છે મંદાર..? નવાઇભરી નજરે મંદાર અને સમીર તરફ જોતા નતાશા બોલી ઉઠી. શૂટિંગ શરૂ થવાના અડધા કલાક પહેલા તો તું ઉપર મારા કમરા મા આવ્યો હતો. ને તેંજતો મને એ માદળિયું કાઢવા કહ્યું હતું..!
નતાશા..! મને લાગે છે તારી તબિયત ઠીક નથી..! મંદાર નતાશા નેં સમજાવતા બોલ્યો. " હૂ તો છેલ્લા દોઢ કલાકથી ઉપર આવ્યો જ નથી.તો હું તને માદળિયું કાઢવાનું કહું એવો સવાલ જ ઉભો નથી થતો..!
ના મંદાર..! હું સાચ્ચું કહું છું તુંજ ઉપર મારા કમરામાં આવ્યો હતો અને તે તારું માદળિયું કાઢી નાખ્યું છે એમ કહી મારું માદળિયું પણ કઢાવી નાખ્યું હતું..!
પણ હું શું કામ મારું માદળિયું કાઢું..? કેહતા મંદારે પોતાના ગળામાં પહેરેલ માદળિયુ નાતાશને બતાવ્યું..જો આ રહ્યું મારું માદળિયું હજુ પણ મે પહેરેલ જ છે..!
એક મિનિટ..! અચાનકજ કઈક યાદ આવ્યું હોય તેમ આકાશ બોલ્યો અને હળવે થી શર્લિં ની લાશ પાસે ગયો અને ધ્યાનથી તેણે શર્લીના ગળા તરફ જોયું અને તે ચોંકી ગયો.
મંદાર..! શર્લિન ના ગાળામાં પણ માદળિયું નથી..! કેહતાં તે ઊભો થયો.
શું..? હવે મંદાર ની સાથે સમીર પણ અવાચક થઈ ગયો.
અને ત્યાંજ તન્વી અને નતાશા અને સાથે સમીર તથા મંદાર બધાના મનમાં એક થથરાવી દેનાર વિચાર પસાર થઈ ગયો.
ક્યાંક.. ક્યાંક પેલી આત્માએ તો શરલી અને નતાશા બન્નેના ગળામાંથી એમને ભરમાવિને માદળિયું નહિ કઢાવી નાખ્યું હોય ને..?

સમીર..! ક્યાંક એવુતો નહિ હોયને મારું રૂપ ધારણ કરીને પેલા આત્માએજ નતાશા ના ગળામાંથી માદળિયું કઢાવી નાખ્યું હોય અને શાર્લી ને પણ કોઈ રીતે ભરમાવી માદળિયું કઢાવી નાંખ્યું હોય..!
હાં..તારી વાત સાચી લાગે છે મને..!સમીરે પોતાની આંખો પર પહેરેલ ચશ્માં ઉતારતા કહ્યું. " કારણ કે આત્માઓ માટે બીજાનું રૂપ ધારણ કરવું ખુબજ સહેલું હોય છે..!..!
સમીર ..! આપણે હવે શર્લીના ખુનની જાણ પોલીસને કરી દેવી જોઈએ..! મંદારે સમીર શેખરની સામે જોતા કહ્યું.
એટલે સમીરે તરતજ ઇન્સ્પેક્ટર જયવિરને ફોન લગાવ્યો અને સેટ પર બનેલી આખી ઘટનાથી તેને અવગત કર્યો.
આકાશ..! તું અને રસોયા મહારાજ હમણાજ મારી કાર લઈને નીકળો અને પેલા તાંત્રિક મહારાજને આખી વાત સમજાવી અહી લઈ આવો..! આમતો તેમણે કાલે શનિવારે આવવાનું કહ્યું છે પણ હવે જોખમ લેવાય એમ છે નહીં..! સમીરે આકાશને કારની ચાવી આપતા કહ્યું. અને હાં..! કોઈ પણ હાલતમાં પેલું માદળિયું ગળામાંથી કાઢસો નહિ..નહિતર તમે જોયું છેને માદળિયું કાઢવાની ભૂલ શર્લીને કેટલી ભારી પડી ગઈ. એટલે આકાશની સાથે યૂનિટના અન્ય સભ્યોએ પણ પોતાના ગળામાં પહેરેલ માદળિયુ સહીસલામત તો છેને એ તપાસી લિધુ.
આકાશ અને મહારાજ રવાના થયા તેની થોડીજ વારમાં ઇન્સ્પેક્ટર જયવિર બે ત્રણ પોલીસ કોન્સ્ટેબલ સાથે હવેલીમાં આવી પહોંચ્યો.
જ્યવિરે આવતાની સાથેજ શર્લીની લાશનુ નિરિક્ષણ કર્યું અને પછી એ કમરામાથી બધાને બહાર જવાનું કહ્યું અને ત્યારબાદ તેની સાથે આવેલ એક કોન્સ્ટેબલે ફટાફટ લાશના ફોટા લેવાનું શરુ કર્યું જ્યારે બીજા બે કોન્સટેબલ ને લાશના પોસ્ટમોર્ટમ માટે એમ્બ્યુલન્સ મા લઇ જવાની જવાબદારી સોંપીને જયવીર પણ બહાર આવ્યો અને સમીર સાથે બધાથી થોડે દૂર અલગ કમરામાં જઈને તેનું બયાન નોંધ્યું.
પણ સમીર..! તું પણ આવી બધી વાહિયાત વાતોમાં ક્યાંથી વિશ્વાસ કરતો થઈ ગયો..? જયવિરે નવાઈ ભર્યા ચેહરે સમીર સામે જોઈ પૂછ્યું.
કદાચ હું તારી જગ્યાએ હોત તો હું પણ આમ જ કહેત જ્યવીર..! પણ છેલ્લા કેટલાક દિવસોમાં જે ઘટનાઓ બની છે તે મારી નજર સામે જ બની છે.! જેણે મને ભૂત પ્રેતમાં માનતો કરી દીધો છે..! અને તું મારી જગ્યાએ હોત તો તું પણ આ વાતનો ઈનકાર કરી ના સકત..!
એટલે તારું કહેવું એવું છે કે શર્લી અને ચાર્લી બંને નું ખુન કોઇ આત્મા એ કર્યું છે..!
હાં…અને સાથોસાથ અમને પણ મારવાની ધમકી આપી છે..!
ઠીક છે સમીર..અત્યારે તો હું તારું કેહવુ માની લઉં છું અને બને ત્યાં સુધી મારી રીતના આ કેસની તપાસ ઢીલી કરી પતાવટ કરવાની કોશિશ કરુંછું..! પણ…; જયવીરે આસપાસ નજર કરતા લુચ્ચું હંસતા આંખ મિચકારી કહ્યું. " આપણો વ્યવહાર સમજી લેજે..!
અરે..એની તું ચિંતા છોડ…! તું કેહસે એટલી રકમ તારા એકાઉન્ટમાં ડાયરેક્ટ જમાં થઈ જશે ..! સમીરે મનોમન નિરાંતનો શ્વાસ લેતા કહ્યું.
ઠીક છે..! પોસ્ટમર્ટમ પછી તને લાશનો કબ્જો મળી જશે..! જ્યવીરે સમીર સાથે હાથ મેળવતા કહ્યું.
એક કામ બીજું પણ તારે કરી આપવું પડશે યાર જ્યવિર..! સર્લીનું કોઈ સગું વ્હાલું આ દુનિયામાં છે નહિ. તે મુંબઈના એક અનાથાશ્રમ મા ઉછરીને મોટી થઈ હતી.અને મોડલિંગ તથા નાની મોટી એડ ફિલ્મોમાં કામ કરતી હતી. અને મારા એક મિત્રના કેહવાથી મે તેને આ ફિલ્મમાં કામ આપ્યું હતું. પણ કમનસીબે તે મોતને ભેટી છે. માટે તું લાશનો અંતિમસંસ્કાર તુંજ પતાવી દેજે સરકારી વિધિ દ્વારા. તને જે ખર્ચો થશે તે મળી જસે…!
એટલે ઠીક છે..! કહેતા જયવીર રવાના થયો. અને તેની થોડીવાર બાદ શર્લીની લાશ સાથે એમ્બ્યુલન્સ પણ જયવીરની જીપ સાથે આગળ વધી.
ત્યાર બાદ સમીરે આજનું શૂટિંગ રદ કરી દીધું. અને યુનિટ ના બધાજ સભ્યોને તાત્કાલિક હવેલીના હોલમાં ભેગા થવાનું કહ્યું.
મિત્રો..! જ્યાં સુધી આ માદળિયું તમારા ગાળામાં છે ત્યાં સુધી તમે સુરક્ષિત છો..! બાકી તમે જોયુને શર્લિને માદળિયું ના પેહરવાથી પોતાના જીવથી હાથ ધોવા પડયા.
પણ સમીરની વાતનો કોઈ એ કોઈ પ્રતિભાવ આપ્યો નહીં.સૌ શર્લીની મોતના આંચકાથી ડઘાઈ ગયા હતા.
એટલે સમીરે આગળ કહ્યું." આપણા યુનિટ ના બે સભ્યોના મૌત પછી તમારી હાલત કેવી થઇં હસે હું સમજી શકું છું. અને એ માટેજ મે તમારા સૌની સલામતીની પૂરું વ્યવસ્થા કરી છે. તેમ છતાં પણ શર્લીએ ભુુલ કરી અને પોતાનો જીવ ગુમાવ્યો. હવે આજે પેલા તાંત્રિક બાબા આવે એટલે આ સમસ્યાનો હલ ચોક્કસ સોધી કાઢસે..! સમીરે મક્કમતાથી કહ્યું . અને તેમ છતાં પણ તમારામાંથી કોઈ આ ફિલ્મ છોડીને જવવા ઈચ્છતા હોય તો જઇ સકે છે." કહેતા સમીરની અવાજ રુંધાઈ ગયો.
સમીર..! આપણી ફિલ્મ જરૂર પૂરી થશે…! અને અમને બધાને તારી પર વિશ્વાસ છે..! મંદારે કહ્યું
હાં સમીર..! કેમેરામેને સોહેલે પોતાની આખી ટીમની સહમતી લઇં સમીરને કહ્યું.." અત્યાર સુધીનો સફર પૂરો કર્યો છે તો આગળના સફરમાં પણ અમે બધા તમારી સાથેજ છે. અને અમને બધાને વિશ્વાસ છે આજે તાંત્રિક બાબા એ આત્માનો ખાત્મો જરૂર બોલાવી દેશે. આજ રીતે આખા યુનિટે સમીરને ખાતરી આપી કે જ્યાં સુધી ફિલ્મ પૂરી ના થાય ત્યાં સુધી કોઈ પણ અહીંથી જસે નહિ..!
મિત્રો..! આજે તમે સાબિત કરી દીધું કે સાચા દોસ્ત કદી મુશ્કેલ પરિસ્થિતિમાં સાથ છોડતા નથી…! બોલતા સમીર નો ઉત્સાહ બેવડાઈ ગયો.
મંદાર ..! સમીરે મંદાર સામે જોતા કહ્યું." તું સૌ પહેલા નતાશાને લઈને ઉપર જા અને તેણે કાઢી નાંખેલું માદળિયું તેને પહેરાવી દે નહીતો પાછી કોઈ બબાલ ઊંભી ના થાય. એટલે મંદાર નતાશા સાથે જડપથી ઉપર જવા આગળ વધ્યો.
મિત્રો..! મંદાર નતાશા સાથે ઉપર ગયો એટલે સમીરે બધાને સંબોધીને કહ્યું." હવે તમે પોતપોતાના કમરામાં જાવ અને મને પૂછ્યા સિવાય કોઈ પણ બહાર નીકળશો નહિ..! અને કદાચ બહાર નીકળો તો એકલા બિલકુલ નીકળશો નહિ બની સકે તો એક બીજાની સાથેજ નીકળશો..!..!..! અને હાં…! કોઈ પણ તમને માદળિયું કાઢવાનું કહેતો તો હરગીઝ કાઢશો નહિ..નહિતર તમારો જીવ જોખમમા મુકાશે….!..!..!
એટલે સમીરની સૂચનાનું પાલન કરતા બધા ત્યાંથી વિખરાયા.
બરાબર એજ વખતે મંદાર અને નતાશાના ઉપર નતાશા ના કમરામાં પહોંચ્યા અને પેલું માદલિયુ લેવા ટેબલ પાસે ગયા જ્યાં થોડીવાર પહેલાં નતાશાએ માદળિયું ટેબલ પર મુક્યું હતુ.
પણ ટેબલ પર નજર પડતાં જ બંન્નેને છળી ઉઠ્યા. અત્યારે ટેબલ પર મુકેલ માદળિયું બળીને રાખ થઈ ગયુ હતુ. અને આ જોઈ નતાશા કાંપી ઉઠી.
આ..આ શું થઈ ગયું મંદાર..! અચાનક આ માદળિયું કઇં રીતે બળી ગયું..?
એટલે મંદારે ક‌ઈ પણ બોલ્યા વગર નતાશાનો હાથ મજબૂતીથી પકડી લીધો અને ઝડપી પગલે નતાશાને ખેંચતા કમરાની બહાર નીકળ્યો.
આ શું કરે છે મંદાર..!.?
નતાશા..! અત્યારે તારા ગળામાં માદળિયું છે નહીં એટલે તું સુરક્ષિત નથી..! મદારે આસપાસ એક ઝડપી નજર ફેરવતા કહ્યું. અને આપણી પાસે બીજું માદળિયું છે નહીં માટે એ આત્મા તને કોઈ નુક્સાન પહોંચાડે એ પહેલાં આપણે નિચે પહોંચી જ‌ઈએ..!
એક મિનિટ મંદાર..! નતાશાએ મંદાર ને રોકતા કહ્યું." આપણે જોયું ત્યારે શર્લિ ની લાશના ગાળામાં માદળિયું હતું નહિ…! એટલે બની સકે છે તેનું માદળિયું તેના કામરા મા હોય..! એટલે મંદાર ની નજર શર્લીના કમરામાં દરવાજા પર પડી પણ દરવાજા પર તાળુ લટકતું હતું.
તારી વાત સાચી છે નતાશા‌ પણ શર્લીના કમરાના દરવાજે તો તાળૂ મારેલ છે..! સમીરે નીરાશા સાથે કહ્યું. એટલે નતાશાનુ ધ્યાન હવે એ તરફ ખેંચાયું એટલે તેના ચહેરા પર ઘોર નીરાશા વ્યાપી ગઇ.
નતાશા..! સમીરે નતાશાને પોતાની નજીક ખેંચતા કહ્યું." તારી પાસે અત્યારે માદળિયું છે નહીં પણ મારી પાસે માદળિયું છે એટલે જ્યાં સૂધી તારો હાથ મારા હાથમાં છે એ આત્મા આપણી નજીક પણ ફરકે નહીં..!
બરાબર એજ વખતે પોતાના માથાના ઉપરના ભાગેથી કઈક અવાજ સંભળાયો એટલે મંદાર અને નતાશા બંનેની નજર એક સાથે ઉપર ખેંચાઈ.પંદર વીસ ફૂટ ઉપર શિલિંગ પર લાગેલ મસમોટું કાચનું ઝુમ્મર હાલક ડોલક થઈ રહ્યું હતું.અને અચાનકજ મંદાર કે નતાશા કઈ વિચારે એ પહેલાંજ એ ઝુમ્મર તૂટ્યું અને બન્નેના માથા તરફ ધસ્યું.
અને બરાબર એ ઝુમ્મર બન્નેના માથા પર એક દોઢ ફૂટ ઉપર હતું ત્યાંજ છેલ્લી ઘડીએ મંદારે નાતાશને જમણી તરફ એક જોરદાર ધક્કો માર્યો અને વીજળીની જળપે પોતે પણ ડાબી તરફ કુદી પડ્યો.
" ખણણણ..,ખણીઈઈઈઈઈગ..! ના એક એક જોરદાર અવાજ સાથે ઝુમ્મર માર્બલની બનેલી ફર્શ પર પછડાયું એટલે ઝુમ્મર ના મોટા ધારદાર કાચના ટુકડાઓ આમતેમ ફર્શ પર વિખરાઈ ગયા.
એટલે મંદાર અને નતાશાએ મનોમન વિચાર્યું કે છેલ્લી ઘડીએ બન્ને દુર ફેંકાઈ ગયા ન હોત તો આ છરા જેવા લાંબા કાચના ટુકડાઓ પોતાની ખોપડીમા ઘુસી ગયા હોત અને તો હમણાંજ બંન્નેને ની જીવનલીલા સંકેલાઈ જાત.
" અને ત્યારેજ બહાર સાનો અવાજ આવ્યો..? એમ વિચારતા હજી હમણાંજ નિચે થી ઉપર પોતાના કમરામાં આવેલ તન્વિએ દરવાજો ખોલ્યો અને જોયું તો મંદાર નીચે ફર્શ પરથી ઉભો થ‌ઈ રહ્યો હતો જ્યારે તેની સામેજ તુટેલા હાલતમાં ઝુમ્મરના ટુકડા પડ્યા હતા.
આ શું થયુ મંદાર..? તન્વિએ નવાઈભેર પુછ્યૂ.
એટલે 'ક‌ઈ નહીં કહેતા મંદાર ઉભો થયો. "આતો આ ઝૂમ્મર અચાનક તુટી પડ્યું.
પણ તન્વી અને મંદારે જોયું તો નતાશા હજી ઉભી થઇ ન હોતી પણ તે નીચે સુતા સુતાજ ક‌ઈક વિચિત્ર બબડાટ કરી રહી હતી.
એટલે મંદાર અને તન્વી તેને નવાઈભેર તાકી રહ્યા.
અને બંન્નેની નવાઈ વચ્ચે અચાનકજ નીચે ફર્શ પર સુતેલી નતાશાનું શરીર અચાનકજ હવામાં અધ્ધર ઊંચકાયું. અને ધીરે ધીરે પાંચ છ ફૂટ ઉપર ઉઠીને હવામાં કોઇપણ જાતના ટેકા વગર અધ્ધર ઊંભુ રહ્યું. અને આ વિચિત્ર અને અનોખું દ્રશ્ય જોઈ મંદાર ને પરસેવો વળી ગયો તો તન્વી આવું ભયાનક દ્રશ્ય જોઈ ભય અને ગભરાટના કારણે રીતસરની થરથર કાંપવા માંડી.
અને બંને કઈ સમજે કે કઈ કરે એ પહેલાંજ નતાશાએ એક વિચિત્ર નજરે બંને સામે જોયું. અત્યારે નાતાશાની બંને આંખોમાં જાણે કાળી કીકીઓ હોયજ નહિ તેમ માત્ર સફેદ કોડા જેવી દેખાઈ રહી હતી..તેના વાળ છૂટા થઈ આમ તેમ વિખેરાઈ ગયા હતા. અને બીજી જ પળે તેના ગળામાંથી ખોખરો અને કર્કશ અવાજ નીકળ્યો.
"મંદાર ..!તમે બંન્નેને હજી પણ કહું છું જીવતા રહેવું હોય તો ચાલ્યા જાવ આ ફિલ્મ છોડીને…!
અને આ‌ સાંભળી ભયભીત તન્વી મંદારને વળગી પડી.
આની બીજી જ પળે નતાશા હવામાં અધ્ધર ચાલવા માંડી અને પોતાના કમરાં તરફ આગળ વધી અને કામરાના દરવાજા પાસે પહોંચીને મુંડી ઘુમાવી ફરી એક વખત તન્વી અને મંદાર સામે જોયું અને ધીરે ધીરે નીચે ઉતરી અને બીજી જ પળે કમરામાં પ્રવેશી ગઈ અને એ સાથેજ "ધડામ" ના એક મોટા અવાજ સાથે દરવાજો બંધ થઈ ગયો.

(વધુ આવતા અંકે)